< ઝખાર્યા 7 >
1 ૧ દાર્યાવેશ રાજાના ચોથા વર્ષમાં, તેના નવમા એટલે કે કિસ્લેવ મહિનાના ચોથા દિવસે યહોવાહનું વચન ઝખાર્યા પાસે આવ્યું.
Tarik angʼwen mar dwe mar ochiko, e higa mar angʼwen mar loch Darius, wach Jehova Nyasaye nobiro ni Zekaria.
2 ૨ બેથેલના લોકો શારએસેરને તથા રેગેમ-મેલેખને અને તેઓના માણસોને યહોવાહની કૃપા માટે વિનંતી કરવા મોકલ્યા.
Noyudo jo-Bethel ooro Shareza gi Regem-Melek, kod jogi moko, mondo okwa Jehova Nyasaye gweth,
3 ૩ યહોવાહના સભાસ્થાનના યાજકોને તથા પ્રબોધકોને પૂછવા માટે મોકલ્યા હતા કે, “જેમ હું ઘણાં વર્ષથી કરતો આવ્યો છું તેમ પાંચમા માસમાં મારે શોક કરવો જોઈએ?”
ka gipenjo jodolo mag od Jehova Nyasaye Maratego kod jonabi niya, “Bende owinjore aywagi kendo atwe chiemo e dwe mar abich kaka asebedo ka atimo kuom higni mangʼeny?”
4 ૪ ત્યારે સૈન્યોના યહોવાહનું વચન મારી પાસે આવ્યું કે,
Eka wach Jehova Nyasaye Maratego nobirona, kawacho niya,
5 ૫ “દેશના સર્વ લોકોને તથા યાજકોને કહે કે, જ્યારે તમે પાંચમા અને સાતમા માસમાં ઉપવાસ અને શોક કર્યો, વળી આ સિત્તેર વર્ષોમાં તમે સાચે જ મારા માટે ઉપવાસ કર્યો હતો?
“Penj ji duto manie piny, kaachiel gi jodolo ni, ‘Kane utweyo chiemo kendo uywak e dwe mar abich gi mar abiriyo kuom higni piero abiriyo mokalogo duto, bende an ema ne utweyona chiemo adier?
6 ૬ અને જ્યારે તમે ખાઓ છો પીઓ છો ત્યારે શું તમે પોતાને માટે જ ખાતાપીતા નથી?
Koso kane uchiemo kendo umetho, donge nuchiemo kendo umetho mana ne un uwegi?
7 ૭ જ્યારે યરુશાલેમ તથા તેની આસપાસના નગરો વસતિવાળાં તથા આબાદ હતાં અને નેગેબમાં તથા દક્ષિણની તળેટીમાં વસેલા હતાં, ત્યારે જે વચનો યહોવાહે અગાઉના પ્રબોધકોના મુખે પોકાર્યાં હતાં તે એ જ ન હતાં?”
Magi donge e weche mane Jehova Nyasaye owacho kotiyo gi jonabi machon, e kinde mane Jerusalem gi mier molwore ne nigi kwe kendo dhi maber, bende e kinde ma Negev gi pinje manie tie gode ma yo podho chiengʼ ne pok ji odakie?’”
8 ૮ યહોવાહનું વચન ઝખાર્યા પાસે આવ્યું અને કહ્યું,
Eka wach Jehova Nyasaye nochako obiro ni Zekaria niya,
9 ૯ સૈન્યોના યહોવાહ એવું કહે છે: “સાચો ન્યાય કરો, દરેક માણસ પોતાના ભાઈ પર દયા તથા કૃપા રાખો;
“Ma e gima Jehova Nyasaye Maratego wacho, ‘Ngʼaduru bura madier; nyisuru tim ngʼwono kod kech ni jowadu.
10 ૧૦ વિધવા તથા અનાથ, વિદેશીઓ તથા ગરીબ પર જુલમ ન કરો, અને તમારામાંનો કોઈ પણ પોતાના મનમાં પોતાના ભાઈનું નુકસાન કરવાનું ષડ્યંત્ર ન રચે.’”
Kik usand dhako ma chwore otho kata nyathi kich, kata jadak, kata jadhier. Kik upar timo marach ni jowadu gie chunyu.’
11 ૧૧ પણ તેઓએ સાંભળવાનો ઇનકાર કર્યો અને તેઓએ હઠીલા થઈને પીઠ ફેરવી; મારું વચન સાંભળે નહિ માટે તેઓએ પોતાના કાન બંધ કર્યા.
“To negitamore winjo wechena; mi gingʼanyona kendo gidino parogi mondo kik giwinj wechena.
12 ૧૨ નિયમશાસ્ત્ર તથા જે વચનો સૈન્યોના યહોવાહે પોતાના આત્મા વડે અગાઉના પ્રબોધકો દ્વારા મોકલ્યાં હતાં, તે તેઓ સાંભળે નહિ માટે તેઓએ તેમનાં હૃદયો વજ્ર જેવાં કઠણ બનાવી દીધાં. તેથી સૈન્યોના યહોવાહનો કોપ ઉગ્ર થયો.
Ee, negiketo chunygi obedo matek ta mana ka kidi, kendo ne gidagi winjo chik kata weche ma Jehova Nyasaye Maratego nooronigi kuom Roho kokonyore gi jonabi machon. Omiyo Jehova Nyasaye Maratego nokecho ahinya.
13 ૧૩ ત્યારે એવું થયું કે જ્યારે તેમણે પોકાર્યું ત્યારે તેઓ સાંભળ્યું નહિ. સૈન્યોના યહોવાહ કહે છે; ‘તે જ પ્રમાણે’, તેઓ પોકારશે પણ હું સાંભળીશ નહિ.
“‘Kane aluongo, ne ok giwinjo, omiyo gin bende kane giluongo to ne ok anyal yienegi,’ Jehova Nyasaye Maratego owacho.
14 ૧૪ કેમ કે જે પ્રજાઓને તેઓ જાણતા નથી તેઓમાં હું તેઓને વંટોળિયાની સાથે વેરવિખેર કરી નાખીશ, અને તેઓના ગયા પછી દેશ એવો ઉજ્જડ થઈ જશે કે તે દેશમાં થઈને કોઈ જતું આવતું ન રહેશે, કેમ કે તેઓએ આ રળિયામણા દેશને ઉજ્જડ કરી મૂક્યો હતો.’”
‘Ne akeyogi ka kalausi e kind ogendini ma ok gingʼeyo. Piny mane giweyo nolokore gunda bangʼ-gi mane onge ngʼama kadhe kata dhiye. Kamano e kaka negimiyo piny majaberno olokore gunda.’”