< ઝખાર્યા 6 >
1 ૧ પછી મેં ફરીથી મારો આંખો ઊચી કરીને ચાર રથોને બે પર્વતો વચ્ચેથી બહાર આવતા જોયા; બે પર્વતો કાંસાના બનેલા હતા.
१मग मी वळून आपले डोळे वर करून बघितले तेव्हा दोन पर्वतांमधून चार रथ जातांना दिसले. ते पर्वत पितळेचे होते.
2 ૨ પહેલા રથના ઘોડાઓ લાલ હતા, બીજા રથના ઘોડાઓ કાળાં હતા,
२पहिल्या रथला तांबडे रंगाचे घोडे होते. दुसऱ्या रथाला काळ्या रंगाचे घोडे होते.
3 ૩ ત્રીજા રથના ઘોડાઓ સફેદ હતા તથા ચોથા રથના ઘોડાઓ ભૂરા ટપકાંવાળા હતા.
३तिसऱ्या रथाला पांढऱ्या रंगाचे घोडे होते आणि चौथ्या रथाला ठिपके असलेले राखाडी घोडे होते.
4 ૪ તેથી મેં મારી સાથે વાત કરનાર દૂતને પૂછ્યું કે, “મારા માલિક, આ શું છે?”
४मग माझ्याशी बोलणाऱ्या देवदूताला मी विचारले, “महाराज, हे काय आहे?”
5 ૫ દૂતે મને જવાબ આપ્યો, “આ તો આકાશના ચાર પવનો છે. તેઓ આખી પૃથ્વીના પ્રભુની આગળ ઉપસ્થિત થયા પછી ચાલ્યા જાય છે.
५देवदूत म्हणाला, “ते चार प्रकारचे स्वर्गातले वारे आहेत. ते अखिल पृथ्वीच्या प्रभू समोर उभे होते व आता बाहेर येत आहेत.
6 ૬ કાળાં ઘોડાઓવાળો રથ ઉત્તર પ્રદેશ તરફ જાય છે; સફેદ ઘોડાઓવાળો રથ પશ્ચિમ દેશ તરફ જાય છે; ટપકાંવાળા ઘોડાઓવાળો રથ દક્ષિણ દેશ તરફ જાય છે.”
६काळे घोडे उत्तर देशाला, पांढरे घोडे पश्चिम देशाला व ठिपके असलेले राखाडी घोडे दक्षिण देशाला जात आहेत.”
7 ૭ મજબૂત ઘોડા બહાર આવ્યા અને પૃથ્વી પર ફરવાનો પોકાર કર્યો, તેથી દૂતે કહ્યું, “જાઓ અને પૃથ્વી પર સર્વત્ર ફરો.” માટે તેઓ આખી પૃથ્વી પર ફર્યા.
७तांबडे घोडेही बाहेर पडले, त्यांचा पृथ्वीभर फिरण्याचा कल होता. म्हणून देवदूताने त्यांना पृथ्वीवर फिरण्यास सांगितले मग ते पृथ्वीवर फिरले.
8 ૮ પછી તેમણે હાંક મારીને મને બોલાવ્યો અને મારી સાથે વાત કરીને કહ્યું, “ઉત્તર દેશ તરફ જનારાઓને જો; તેઓએ ઉત્તર દેશમાં મારા આત્માને આરામ આપ્યો છે.”
८मग त्याने मला हाक मारुन सांगितले, “बघ, उत्तरेकडे गेलेल्या घोड्यांनी आपले काम पूर्ण केले आहे. उत्तर देशात त्यांनी माझा आत्मा शांत केला आहे.”
9 ૯ આથી યહોવાહનું વચન મારી પાસે આવ્યું કે,
९मग मला परमेश्वराचे वचन मिळाले. तो म्हणाला,
10 ૧૦ “દેશવટાથી પાછા આવેલાઓ પાસેથી, એટલે હેલ્દાયથી, ટોબિયાથી તથા યદાયા પાસેથી અર્પણ લે અને તે જ દિવસે તે લઈને તું સફાન્યાના દીકરા યોશિયાના ઘરે જા, કેમ કે તેઓ બાબિલથી આવ્યા છે.
१०बंदिवासात असलेल्या हेल्दय, तोबीया व यदया ह्यास सोबत घे. त्याच्याकडून सोने आणि चांदी घेऊन, सफन्याचा मुलगा, योशीयाच्या घरी आजच जा, ते बाबेलाहून आले आहेत.
11 ૧૧ સોનું અને ચાંદી લઈને મુગટ બનાવ અને પ્રમુખ યાજક યહોસાદાકના દીકરા યહોશુઆના માથે મૂક.
११त्या सोन्या-चांदीपासून मुकुट घडव. तो यहोसादाकाचा मुलगा यहोशवा मुख्ययाजक याच्या डोक्यावर ठेव.
12 ૧૨ તેને કહે કે, સૈન્યોના યહોવાહ એવું કહે છે. “આ માણસ જેનું નામ અંકુર છે! તે જ્યાં છે ત્યાં ઊગી નીકળશે અને યહોવાહનું સભાસ્થાન બાંધશે!
१२मग त्यास पुढील गोष्टी सांग: “सर्वशक्तिमान परमेश्वर म्हणतो: ‘फांदी’ नावाचा एक मनुष्य आहे. तो आपल्या स्थानावर उगवेल व तो परमेश्वराचे मंदिर बांधील.
13 ૧૩ તે જ યહોવાહનું સભાસ્થાન બાંધશે અને પોતાનો વૈભવ ઊભો કરશે; પછી તે પોતાના સિંહાસન પર બેસીને રાજ કરશે. તેના સિંહાસન પર યાજક બેસશે અને બન્ને વચ્ચે શાંતિની સલાહ રહેશે.
१३तो परमेश्वराचे मंदिर बांधेल व तो वैभवशाली होईल. स्वत: च्या सिंहासनावर बसून तो राज्य करील. तो सिंहासनावर याजकही होईल. या दोन्हीमध्ये शांतीची सहमती असेल.”
14 ૧૪ પછી તે મુગટ હેલ્દાય, ટોબિયા, યદાયા તથા સફાન્યાના દીકરા હેનની યાદગીરી તરીકે યહોવાહના ઘરમાં મૂકવામાં આવશે.
१४“तो मुकुट परमेश्वराच्या मंदिरात ठेवतील. हेलेम, तोबीया, यदया व सफन्याचा मुलगा हेन ह्यांचे परमेश्वराच्या मंदिरात त्यांच्या दानशूरपणाची आठवण म्हणून ठेवण्यात येईल.
15 ૧૫ દૂરથી માણસો આવીને યહોવાહનું સભાસ્થાન બાંધશે, ત્યારે તમે જાણશો કે સૈન્યોના યહોવાહે મને તમારી પાસે મોકલ્યો છે; જો તમે યહોવાહ તમારા ઈશ્વરનો અવાજ ખંતથી સાંભળશો તો આ બધું ફળીભૂત થશે.”
१५दूरवर राहणारे लोक येतील आणि परमेश्वराचे मंदिर बांधतील मग तुमची खात्री पटेल की सेनाधीश परमेश्वरानेच मला तुमच्याकडे पाठवले आहे. जर तुम्ही लक्षपूर्वक परमेश्वराची वाणी ऐकाल तर असे होईल.”