< ઝખાર્યા 5 >
1 ૧ ત્યારે મેં પાછા ફરીને મારી આંખો ઊંચી કરીને જોયું, તો મેં એક ઊડતું ઓળિયું જોયું.
೧ಆಗ ನಾನು ಕಣ್ಣೆತ್ತಿ ನೋಡಲು ಇಗೋ, ಹಾರುತ್ತಿರುವ ಒಂದು ಸುರುಳಿಯು ಕಾಣಿಸಿತು.
2 ૨ દૂતે મને કહ્યું, “તું શું જુએ છે? “મેં જવાબ આપ્યો, “હું એક ઊડતું ઓળિયું જોઉં છું, તે વીસ હાથ લાંબું અને દશ હાથ પહોળું છે.”
೨ಆಗ ದೂತನು ನನಗೆ, “ನಿನಗೆ ಏನು ಕಾಣಿಸುತ್ತದೆ?” ಎಂದಾಗ ನಾನು, ಹಾರುತ್ತಿರುವ ಒಂದು ಸುರುಳಿಯು ಕಾಣಿಸುತ್ತದೆ ಅದರ ಉದ್ದ ಇಪ್ಪತ್ತು ಮೊಳ, ಅಗಲ ಹತ್ತು ಮೊಳ ಎಂದು ಉತ್ತರಕೊಟ್ಟೆನು.
3 ૩ ત્યારે તેણે મને કહ્યું, “આ તો આખા દેશની સપાટી પર આવનાર શાપ છે, કેમ કે, તેના કહ્યા પ્રમાણે ચોરી કરનાર દરેકનો નાશ કરવામાં આવશે, ખોટા સમ ખાનાર દરેક માણસને તેના કહ્યા પ્રમાણે નાશ કરવામાં આવશે.”
೩ಆಗ ದೂತನು ನನಗೆ, “ದೇಶದ ಮೇಲೆಲ್ಲಾ ಹೊರಟು ಬಂದಿರುವ ಶಾಪವು ಇದೇ. ಕಳ್ಳತನ ಮಾಡುವ ಪ್ರತಿಯೊಬ್ಬರೂ ದೇಶದಿಂದ ಹೊರಗೆ ತೆಗೆದುಹಾಕಲ್ಪಡುವರು. ಇದಕ್ಕೆ ತಕ್ಕ ಹಾಗೆ ಪ್ರತಿಯೊಬ್ಬ ಸುಳ್ಳು ಸಾಕ್ಷಿಯೂ ದೇಶದಿಂದ ಹೊರಗೆ ತೆಗೆದುಹಾಕಲ್ಪಡುವನು.
4 ૪ સૈન્યોના યહોવાહ કહે છે, ‘હું તેને બહાર મોકલી દઈશ,’ ‘તે ચોરના ઘરમાં અને મારા નામના જૂઠા સમ ખાનારના ઘરમાં પ્રવેશ કરશે. મારો શાપ તેના ઘર પર રહેશે અને તેનો તેનાં લાકડાં તથા પથ્થરો સહિત નાશ કરશે.’”
೪ನಾನು ಶಾಪವನ್ನು ಕಳುಹಿಸುತ್ತೇನೆ. ಸೇನಾಧೀಶ್ವರ ಯೆಹೋವನು ಇಂತೆನ್ನುತ್ತಾನೆ, ‘ನನ್ನ ಅಪ್ಪಣೆಯಂತೆ ಅದು ಕಳ್ಳನ ಮನೆಯಲ್ಲಿಯೂ, ನನ್ನ ಹೆಸರೆತ್ತಿ ಸುಳ್ಳು ಸಾಕ್ಷಿಹೇಳುವವನ ಮನೆಯೊಳಗೆ ನುಗ್ಗಿ ಮತ್ತು ಅವನ ಮನೆಯಲ್ಲಿನ ಮರಗಳನ್ನೂ, ಅದರ ಕಲ್ಲುಗಳನ್ನೂ ನಾಶಮಾಡುವುದು’” ಎಂದು ಹೇಳಿದನು.
5 ૫ પછી મારી સાથે વાત કરનાર દૂતે બહાર આવીને મને કહ્યું, “તારી આંખો ઊંચી કરીને જો આ શું બહાર આવે છે?
೫ಆಗ ನನ್ನ ಸಂಗಡ ಮಾತನಾಡುತ್ತಿದ್ದ ದೂತನು ಬಂದು, “ಕಂಡು ಬರುತ್ತಿರುವ ಆ ವಸ್ತು ಏನೆಂದು ನೋಡು” ಎಂಬುದಾಗಿ ನನಗೆ ಹೇಳಿದನು.
6 ૬ મેં કહ્યું, “તે શું છે?” તેણે કહ્યું, “ટોપલામાં જે આવે છે તે એફાહ છે. આ આખા દેશના લોકોનાં પાપો છે.
೬ನಾನು, “ಏನದು?” ಎಂದು ಕೇಳಿದ್ದಕ್ಕೆ ಅವನು, “ಇದು ಅಳೆಯುವ ಬುಟ್ಟಿ” ಎಂದನು. ಇದಲ್ಲದೆ ಅವನು, “ಇದೇ ಸಮಸ್ತ ಭೂಮಿಯಲ್ಲಿಯ ಜನರ ಅಧರ್ಮವು” ಎಂದನು.
7 ૭ પછી ટોપલા પરથી સીસાનું ઢાંકણ ઊંચું થયું તો ટોપલાની અંદર બેઠેલી એક સ્ત્રી જોવામાં આવી.
೭ಇಗೋ, ತಟ್ಟೆಯಾಕಾರದ ಸೀಸದ ಮುಚ್ಚಳವು ತೆರೆಯಲ್ಪಡಲಾಗಿ ಆಹಾ, ಒಬ್ಬ ಸ್ತ್ರೀ ಅದರಲ್ಲಿ ಕುಳಿತುಕೊಂಡಿದ್ದಳು.
8 ૮ દૂતે કહ્યું, “આ દુષ્ટતા છે.” અને તેણે તે સ્ત્રીને પાછી ટોપલાની અંદર નાખી દીધી અને તેણે તેના પર સીસાનું ઢાંકણ મૂકી દીધું.
೮ಆಗ ದೂತನು ಹೇಳಿದ್ದೇನೆಂದರೆ, “ಇದು ದುಷ್ಟತ್ವವು” ಎಂದು ಹೇಳಿ ಅವಳನ್ನು ಬುಟ್ಟಿಯೊಳಗೆ ಪುನಃ ಅದುಮಿ ಆ ಬುಟ್ಟಿಯ ಮುಚ್ಚಳವನ್ನು ಮುಚ್ಚಿದನು.
9 ૯ મેં મારી આંખો ઊંચી કરીને જોયું તો જુઓ બે સ્ત્રીઓ મારી પાસે આવતી હતી, તેઓની પાંખોમાં પવન હતો કેમ કે તેઓની પાંખો બગલાની પાંખો જેવી હતી. તેઓએ તે ટોપલાને પૃથ્વી તથા આકાશની વચ્ચેથી ઊંચકી લીધો.
೯ನಾನು ಕಣ್ಣೆತ್ತಿ ನೋಡಲು, ಆಹಾ ಕೊಕ್ಕರೆಯ ರೆಕ್ಕೆಯಂತಿರುವ ರೆಕ್ಕೆಯುಳ್ಳ ಇಬ್ಬರು ಹೆಂಗಸರು ಕಂಡುಬಂದರು. ಅವರ ರೆಕ್ಕೆಗಳೊಳಗೆ ಗಾಳಿಯು ತುಂಬಿಕೊಂಡಿತ್ತು. ಅವರು ಅಳತೆಯ ಬುಟ್ಟಿಯನ್ನು ಎತ್ತಿಕೊಂಡು ಹಾರಿ ಹೋದರು.
10 ૧૦ પછી મેં મારી સાથે વાત કરનાર દૂતને કહ્યું, “તેઓ ટોપલાને ક્યાં લઈ જાય છે?”
೧೦ಆಗ ನಾನು ನನ್ನ ಸಂಗಡ ಮಾತನಾಡಿದ ದೂತನಿಗೆ, “ಇವರು ಅಳತೆಯ ಬುಟ್ಟಿಯನ್ನು ಎಲ್ಲಿಗೆ ಹೊತ್ತುಕೊಂಡು ಹೋಗುತ್ತಾರೆ?” ಎಂದು ಹೇಳಿದೆನು.
11 ૧૧ તેણે મને કહ્યું, “શિનઆર દેશમાં, ત્યાં તેને માટે સભાસ્થાન બાંધવાનું છે, જ્યારે તે તૈયાર થશે ત્યારે તે ટોપલાને ત્યાં તેના તૈયાર કરેલા સ્થાને સ્થાપિત કરશે.”
೧೧ದೂತನು ನನಗೆ, “ಶಿನಾರ್ ದೇಶದಲ್ಲಿ ಅವಳಿಗೆ ಮನೆಕಟ್ಟುವುದಕ್ಕಾಗಿ ಹೋಗುತ್ತಾರೆ. ಅಲ್ಲಿ ಅದು ಸ್ಥಾಪಿಸಲ್ಪಟ್ಟು ತನ್ನ ಸ್ವಂತ ಸ್ಥಾನದಲ್ಲಿ ಇರಿಸಲ್ಪಡುವುದು” ಎಂದನು.