< ઝખાર્યા 4 >
1 ૧ મારી સાથે જે દૂત વાત કરતો હતો તે પાછો આવ્યો અને જાગેલા માણસની પેઠે તેણે મને ઊંઘમાંથી ઉઠાડ્યો.
L'angelo che mi parlava venne a destarmi, come si desta uno dal sonno,
2 ૨ તેણે મને કહ્યું, “તું શું જુએ છે?” મેં કહ્યું, “હું પૂરેપૂરું સોનાનું બનેલું દીપવૃક્ષ જોઉં છું જેની ટોચ પર કોડિયું છે. તેના પર સાત દીવા છે અને જે દીવા તેની ટોચે છે તે દરેકને સાત દિવેટ છે.
e mi disse: «Che cosa vedi?». Risposi: «Vedo un candelabro tutto d'oro; in cima ha un recipiente con sette lucerne e sette beccucci per le lucerne.
3 ૩ તેની પાસે બે જૈતૂનના વૃક્ષો છે, તેમાંનું એક કોડિયાની જમણી બાજુએ અને બીજું કોડિયાની ડાબી બાજુએ.”
Due olivi gli stanno vicino, uno a destra e uno a sinistra».
4 ૪ ફરીથી મારી સાથે વાત કરનાર દૂતને મેં કહ્યું, “હે મારા માલિક, તેનો અર્થ શો થાય છે?”
Allora domandai all'angelo che mi parlava: «Che cosa significano, signor mio, queste cose?».
5 ૫ જે દૂત મારી સાથે વાત કરતો હતો તેણે જવાબ આપીને મને કહ્યું, “તેનો અર્થ શો છે તે શું તું જાણતો નથી?” મેં કહ્યું, “ના, મારા માલિક.”
Egli mi rispose: «Non comprendi dunque il loro significato?». E io: «No, signor mio».
6 ૬ તેણે મને જવાબ આપીને કહ્યું, ત્યારે દૂતે મને કહ્યું, “ઝરુબ્બાબેલને યહોવાહનું વચન આ છે: ‘બળથી નહિ કે સામર્થ્યથી નહિ પણ મારા આત્માથી,’ સૈન્યોના યહોવાહ કહે છે,”
Egli mi rispose: «Questa è la parola del Signore a Zorobabele: Non con la potenza né con la forza, ma con il mio spirito, dice il Signore degli eserciti!
7 ૭ “હે ઊંચા પર્વત, તું કોણ છે? ઝરુબ્બાબેલ આગળ તું સપાટ થઈ જશે, તેના પર ‘કૃપા થાઓ, કૃપા થાઓ, એવા પોકારસહિત ટોચના પથ્થરને બહાર લાવશે.”
Chi sei tu, o grande monte? Davanti a Zorobabele diventa pianura! Egli estrarrà la pietra, quella del vertice, fra le acclamazioni: Quanto è bella!».
8 ૮ યહોવાહનું વચન મારી પાસે આવ્યું અને કહ્યું,
Mi fu rivolta questa parola del Signore:
9 ૯ “ઝરુબ્બાબેલના હાથથી આ પવિત્રસ્થાનનો પાયો નંખાયો છે અને તેના હાથથી તે પૂરું થશે, ત્યારે તું જાણશે કે સૈન્યોના યહોવાહે મને તારી પાસે મોકલ્યો છે, એવું ઝરુબ્બાબેલ કહે છે,
«Le mani di Zorobabele hanno fondato questa casa: le sue mani la compiranno e voi saprete che il Signore degli eserciti mi ha inviato a voi.
10 ૧૦ નાના કામોના આ દિવસને કોણે ધિક્કાર્યો છે? આ લોકો ઝરુબ્બાબેલના હાથમાં ઓળંબો જોઈને આનંદ કરશે. “યહોવાહની આ સાત દીવારૂપી આંખો, આખી પૃથ્વી પર સર્વત્ર ફરતી રહે છે.”
Chi oserà disprezzare il giorno di così modesti inizi? Si gioirà vedendo il filo a piombo in mano a Zorobabele. Le sette lucerne rappresentano gli occhi del Signore che scrutano tutta la terra».
11 ૧૧ પછી મેં દૂતને પૂછ્યું, “દીપવૃક્ષની જમણી બાજુએ અને તેની ડાબી બાજુએ બે જૈતૂન વૃક્ષો છે તે શું છે?”
Quindi gli domandai: «Che significano quei due olivi a destra e a sinistra del candelabro?
12 ૧૨ વળી મેં ફરીથી તેની સાથે વાત કરીને કહ્યું, “જૈતૂન વૃક્ષની આ બે ડાળીઓ કે જે સોનાની બે દિવેટો છે. તેમાંથી તેલનો પ્રવાહ વહે છે તેઓ શું છે?”
E quelle due ciocche d'olivo che stillano oro dentro i due canaletti d'oro?».
13 ૧૩ તેણે મારી સાથે વાત કરવાનું ચાલું રાખ્યું, “આ શું છે તે શું તું નથી જાણતો?” અને મેં કહ્યું, “ના, મારા માલિક.”
Mi rispose: «Non comprendi dunque il significato di queste cose?». E io: «No, signor mio».
14 ૧૪ તેણે કહ્યું, “તેઓ તો આખી પૃથ્વીના પ્રભુ પાસે ઊભા રહેનાર બે અભિષિક્તો છે.”
«Questi, soggiunse, sono i due consacrati che assistono il dominatore di tutta la terra».