< ઝખાર્યા 3 >
1 ૧ પછી યહોવાહ મને પ્રમુખ યાજક યહોશુઆને યહોવાહના દૂત આગળ ઊભો રહેલો અને તેના જમણે હાથે તેના ઉપર આરોપ મૂકવા માટે શેતાનને ઊભો રહેલો દેખાડ્યો.
၁ယဇ်ပုရောဟိတ်မင်း ယောရှုသည် ထာဝရ ဘုရား၏ ကောင်းကင်တမန်ရှေ့၌ ရပ်နေသည်ကို၎င်း၊ စာတန်သည် ရန်ဘက်ပြု၍ သူ၏လက်ျာဘက်၌ ရပ်နေ သည်ကို၎င်း ငါ့အားပြတော်မူ၏။
2 ૨ યહોવાહના દૂતે શેતાનને કહ્યું, “યહોવાહ તને ઠપકો આપો, ઓ શેતાન; યરુશાલેમને પસંદ કરનાર યહોવાહ તને ધમકાવો. શું તું અગ્નિમાંથી ઉપાડી લીધેલા ખોયણા જેવો નથી?”
၂ထာဝရဘုရား၏ ကောင်းကင်တမန်ကလည်း၊ အိုစာတန်၊ ထာဝရဘုရားသည် သင့်ကို ဆုံးမတော်မူပါ စေသော။ ယေရုရှလင်မြို့ကို ရွေးချယ်ပြီးသော ထာဝရ ဘုရားသည် သင့်ကိုဆုံးမတော်မူပါစေသော။ ဤသူသည် မီးထဲက နှုတ်သော ထင်းစဖြစ်သည်မဟုတ်လောဟု စာ တန်အား ဆို၏။
3 ૩ યહોશુઆ મલિન વસ્ત્રો પહેરીને દૂત પાસે ઊભેલો હતો.
၃ယောရှုသည် ညစ်ညူးသော အဝတ်ကို ဝတ်လျက်၊ ကောင်းကင်တမန်ရှေ့မှာ ရပ်နေသည်ဖြစ်၍၊
4 ૪ દૂતે પોતાની આગળ ઊભેલા માણસો સાથે વાત કરીને કહ્યું, “તેના અંગ પરથી મલિન વસ્ત્રો ઉતારી નાખો.” પછી તેણે યહોશુઆને કહ્યું, “જો, મેં તારા અન્યાયને તારાથી દૂર કર્યા છે અને હું તને સુંદર વસ્ત્રો પહેરાવીશ.”
၄ကောင်းကင်တမန်က၊ ညစ်ညူးသော အဝတ်ကို ချွတ်ပယ်ကြလော့ဟု မိမိရှေ့မှာ ရပ်နေသော အခြားသူတို့ အား ဆို၏။ ယောရှုအားလည်း၊ သင့်အပြစ်ကို ငါဖြေရှင်း ပြီ။ တင့်တယ်သော အဝတ်ကို ဝတ်စေမည်ဟု ဆို၏။
5 ૫ દૂતે તેઓને કહ્યું, “તેને માથે સુંદર પાઘડી પહેરાવો.” તેથી તેઓએ યહોશુઆના માથે સુંદર પાઘડી અને તેને અંગે સ્વચ્છ વસ્ત્રો પહેરાવ્યાં, અને તે સમયે યહોવાહનો દૂત તેની પાસે ઊભો હતો.
၅ငါကလည်း၊ စင်ကြယ်သော ပေါင်းကို သူ၏ ခေါင်းပေါ်မှာ တင်ကြစေဟု ဆိုသည်အတိုင်း၊ စင်ကြယ် သောပေါင်းကို သူ၏ခေါင်းပေါ်မှာ တင်၍ အဝတ်ကို ဝတ်စေကြ၏။ ထာဝရဘုရား၏ ကောင်းကင်တမန်သည် လည်း အနားမှာ ရပ်နေ၏။
6 ૬ ત્યારબાદ યહોવાહના દૂતે યહોશુઆને પ્રતિજ્ઞા પૂર્વક આપીને કહ્યું કે,
၆တဖန် ထာဝရဘုရား၏ ကောင်းကင်တမန် သည် ကောင်းကင်ဗိုလ်ခြေအရှင် ထာဝရဘုရား၏ အမိန့် တော်ကို ဆင့်ဆို၍ ယောရှုအား ပညတ်ထားသည်ကား၊
7 ૭ સૈન્યોના યહોવાહ એવું કહે છે: ‘જો તું મારા માર્ગોમાં ચાલશે અને મારી આજ્ઞાઓ પાળશે, તો તું મારા ઘરનો નિર્ણય કરનાર પણ થશે અને મારાં આંગણાં સંભાળશે; કેમ કે હું તને મારી આગળ ઊભેલાઓની મધ્યેથી જવા આવવાની પરવાનગી આપીશ.
၇သင်သည် ငါ့လမ်းသို့လိုက်၍ ငါ့ပညတ်တရားကို စောင့်ရှောက်လျှင်၊ ငါ့အိမ်ကို စီရင်ရသော အခွင့်၊ ငါ့ တန်တိုင်းတို့ကို စောင့်ရသောအခွင့်ရှိလိမ့်မည်။ ရှေ့တော် ၌ ရပ်နေသော သူအချို့တို့ကို၊ သင့်အား လမ်းပြရသော သူဖြစ်မည်အကြောင်း ငါခန့်ထားမည်။
8 ૮ હે પ્રમુખ યાજક યહોશુઆ, તું અને તારી સાથે રહેનાર તારા સાથીઓ, સાંભળો. કેમ કે આ માણસો ચિહ્નરૂપ છે, કેમ કે હું મારા સેવક જે અંકુર કહેવાય છે તેને લાવીશ.
၈အို ယဇ်ပုရောဟိတ်မင်းယောရှု၊ သင့်ရှေ့မှာနေ သော သင့်အပေါင်းအဘော်တို့နှင့်တကွ နားထောင် လော့။ သူတို့သည် နိမိတ်လက္ခဏာနှင့်ယှဉ်သော သူဖြစ် ကြ၏။ ငါ၏ကျွန်တည်းဟူသော အညွန့်ကို ငါပေါ်ထွန်း စေမည်။
9 ૯ હવે જે પથ્થર મેં યહોશુઆ આગળ મૂક્યો છે તે જુઓ. આ એક પથ્થરને સાત આંખ છે, સૈન્યોના યહોવાહ એવું કહે છે કે, હું તેના પર કોતરણી કરીશ, ‘આ દેશના પાપને હું એક જ દિવસમાં સમાપ્ત કરીશ.
၉ယောရှုရှေ့မှာ ငါထားသော ကျောက်ကို ကြည့် ရှုလော့။ ထိုကျောက်တခုကို မျက်စိခုနစ်လုံး ကြည့်ရှုလျက် ရှိလိမ့်မည်။ ထိုကျောက်ကိုလည်း ငါထုလုပ်မည်။ တနေ့ ခြင်းတွင် ဤပြည်၏အပြစ်ကို ငါပယ်ရှင်းမည်ဟု ကောင်း ကင်ဗိုလ်ခြေအရှင် ထာဝရဘုရား မိန့်တော်မူ၏။
10 ૧૦ સૈન્યોના યહોવાહ કહે છે, તે દિવસે’ તમે દરેક માણસ પોતાના પડોશીને દ્રાક્ષાવેલા નીચે અને અંજીરના ઝાડ નીચે આરામ માટે બોલાવશો.’”
၁၀ထိုနေ့၌ သင်တို့သည် မိမိတို့ အိမ်နီးချင်း တယောက်ကိုတယောက် စပျစ်ပင်အောက်၊ သင်္ဘော သဖန်းပင်အောက်သို့ ခေါ်ဘိတ်ကြလိမ့်မည်ဟု ကောင်း ကင်ဗိုလ်ခြေအရှင် ထာဝရဘုရားမိန့်တော်မူ၏။