< ઝખાર્યા 2 >
1 ૧ મેં મારી આંખો ઉપર કરીને જોયું તો એક માણસ હાથમાં માપવાની દોરી લઈને ઊભો હતો.
Then I looked again and I saw a man with a measuring line in his hand.
2 ૨ મેં કહ્યું, “તું ક્યાં જાય છે?” ત્યારે તેણે મને કહ્યું, “યરુશાલેમની પહોળાઈ અને લંબાઈ કેટલી છે તે માપવા જાઉં છું.”
“Where are you going?” I asked him. “I'm going to Jerusalem to measure its width and length,” he replied.
3 ૩ પછી મારી સાથે વાત કરનાર દૂત ત્યાંથી ચાલ્યો ગયો, અને બીજો એક દૂત તેને મળવા બહાર આવ્યો.
The angel I was talking to came forward and another angel came to meet him
4 ૪ બીજા દૂતે તેને કહ્યું, “દોડ અને પેલા જુવાનને કહે કે, ‘યરુશાલેમમાં પુષ્કળ માણસો અને જાનવરો હોવાથી તે કોટ વગરના નગરની જેમ તેઓ તેમાં રહેશે.
and told him, “Run, and tell the young man that Jerusalem will have so many people and farm animals that it will be too big to have walls.”
5 ૫ કેમ કે, યહોવાહ કહે છે કે, ‘હું પોતે તેની આસપાસ અગ્નિના કોટરૂપ થઈશ, અને હું તેનામાં મહિમાવાન થઈશ.’”
The Lord declares, I myself will be a wall of fire all around the city, and I will be the glory inside it.
6 ૬ યહોવાહ કહે છે; અરે, ઉત્તરના દેશમાંથી નાસી જાઓ ‘વળી, યહોવાહ કહે છે કે મેં તમને આકાશના ચાર વાયુની જેમ વિખેરી દીધા છે.
Run! Run! Run away from the northern land, says the Lord, because I have scattered you to the four winds of heaven.
7 ૭ ‘હે સિયોન, બાબિલની દીકરી સાથે રહેનારી, તું નાસી જા!”
Run away, people of Zion! All of you who live in Babylon must escape.
8 ૮ કેમ કે સૈન્યોના યહોવાહ કહે છે કે, જે પ્રજાઓએ તમને લૂંટ્યા છે તેમની વિરુદ્ધ સન્માન મેળવવા માટે તેમણે મને મોકલ્યો છે, કેમ કે, જે તમને અડકે છે તે ઈશ્વરની આંખની કીકીને અડકે છે.
For this is what the Lord Almighty said: Afterwards the glorious Lord sent me against the nations that plundered you—for those who touch you touch the apple of his eye.
9 ૯ “યહોવાહ કહે છે કે, હું મારો હાથ તેઓ પર હલાવીશ, અને તેઓ તેમના ગુલામોને હાથે લૂંટાશે.” ત્યારે તમે જાણશો કે સૈન્યોના યહોવાહે મને મોકલ્યો છે.
I will raise my hand against them and their former slaves will plunder them. Then you will know the Lord Almighty has sent me.
10 ૧૦ “સિયોનની દીકરી, ગાયન તથા આનંદ કર, કેમ કે, યહોવાહ કહે છે કે, હું આવું છું, હું તારી સાથે રહીશ.”
Sing in celebration, people of Zion, for I am coming to live with you, declares the Lord.
11 ૧૧ તે દિવસે ઘણી પ્રજાઓ યહોવાહની સાથે જોડાશે. તે કહે છે, “તમે મારા લોક થશો; અને હું તમારી વચ્ચે રહીશ.” ત્યારે તમે જાણશો કે સૈન્યોના યહોવાહે મને તમારી પાસે મોકલ્યો છે.
Many nations will become believers in Lord on that day, and they shall be my people. I will live among you, and you will know the Lord Almighty has sent me to you.
12 ૧૨ કેમ કે યહોવાહ યહૂદિયાને પોતાના હકના કબજાની જેમ પવિત્ર ભૂમિમાં વારસા તરીકે ગણી લેશે. તે પોતાના માટે ફરીથી યરુશાલેમને પસંદ કરશે.
The people of Judah will be the Lord's special people in the holy land, and he will once again choose Jerusalem as his special city.
13 ૧૩ હે સર્વ માણસો, યહોવાહની આગળ શાંત રહો, કેમ કે તે પોતાના નિવાસ સ્થાનમાંથી જાગૃત થયા છે!
Be silent before the Lord, everyone, for he has risen from the holy place where he lives.