< ઝખાર્યા 14 >
1 ૧ જો, યહોવાહનો એક એવો દિવસ આવે છે કે, જ્યારે તારી લૂંટ તારી મધ્યે વહેંચવામાં આવશે.
Ranar Ubangiji tana zuwa sa’ad da za a raba muku ganimar da aka washe daga gare ku.
2 ૨ કેમ કે હું બધી પ્રજાઓને યરુશાલેમ વિરુદ્ધ યુદ્ધ માટે એકત્ર કરીશ, નગર કબજે કરવામાં આવશે. ઘરો લૂંટવામાં આવશે અને સ્ત્રીઓ પર બળાત્કાર કરવામાં આવશે. અડધું નગર બંદીખાનામાં જશે, પણ બાકીના લોકો નગરમાંથી કાપી નાખવામાં આવશે નહિ.
Zan tara dukan al’ummai su yaƙi Urushalima; za a ci birnin da yaƙi, za a washe gidaje, a kuma yi wa mata fyaɗe. Rabin birnin zai je bauta, amma ba za a kwashe sauran mutanen daga birnin ba.
3 ૩ પણ જેમ યહોવાહ યુદ્ધના દિવસે લડ્યા હતા તેમ તે પ્રજાઓની જેમ લડશે.
Sa’an nan Ubangiji zai fita yă yi yaƙi da waɗannan al’ummai, kamar yadda yake yaƙi a ranar yaƙi.
4 ૪ તે દિવસે તેમના પગ યરુશાલેમની પૂર્વમાં આવેલા જૈતૂનના પર્વત ઉપર ઊભા રહેશે. જૈતૂન પર્વત પૂર્વ તથા પશ્ચિમ વચ્ચે અડધો અડધ વિભાજિત થઈ જશે અને બહુ મોટી ખીણ થઈ જશે, અડધો પર્વત ઉત્તર તરફ અને બાકીનો અડધો દક્ષિણ તરફ પાછો જશે.
A ranan nan ƙafafunsa za su tsaya a kan Dutsen Zaitun, gabas da Urushalima, za a kuma tsage Dutsen Zaitun kashi biyu daga gabas zuwa yamma, yă zama babban kwari, rabin dutsen zai matsa zuwa wajen arewa, rabi kuma zai matsa zuwa wajen kudu.
5 ૫ તમે પર્વતોની ખીણમાં થઈને નાસી જશો, પર્વતોની ખીણ આસેલ સુધી પહોંચશે. યહૂદિયાના રાજા ઉઝિયાના સમયમાં તમે ધરતીકંપ વખતે નાસી છૂટ્યા હતા તેમ તમે નાસશો. ત્યારે યહોવાહ મારા ઈશ્વર પોતાના સંતો સાથે આવશે.
Za ku gudu ta wajen kwarin dutsena, gama zai miƙe har zuwa Azel. Za ku gudu kamar yadda kuka guje wa girgizar ƙasa a kwanakin Uzziya sarkin Yahuda. Sa’an nan Ubangiji Allahna zai zo, tare da duk masu tsarki.
6 ૬ તે દિવસે એવું થશે કે ત્યાં અજવાળું ઠંડી કે હિમ હશે નહિ.
A ranan nan ba za a kasance da haske ko sanyi ba, ko hazo mai duhu ba.
7 ૭ તે દિવસે કેવો હશે તે યહોવાહ જાણે છે, એટલે કે તે દિવસ પણ નહિ હોય અને રાત પણ નહિ હોય, કેમ કે સાંજના સમયે અજવાળું હશે.
Za tă zama rana ce ta musamman, ba yini ko dare, rana da take sananne ga Ubangiji. Sa’ad da yamma ta yi, za a yi haske.
8 ૮ તે દિવસે યરુશાલેમમાંથી સતત પાણી વહેશે. અડધો પ્રવાહ પૂર્વ સમુદ્રમાં અને અડધો પ્રવાહ પશ્ચિમ સમુદ્ર તરફ જશે. ઉનાળો હશે કે શિયાળો પણ એવું જ થશે.
A ranan nan ruwan rai zai kwararo daga Urushalima, rabi zai gangara gabas zuwa teku rabi kuma zai gangara yamma zuwa Bahar Rum, a damina da rani.
9 ૯ યહોવાહ આખી પૃથ્વી ઉપર રાજા થશે. તે દિવસે યહોવાહ ઈશ્વર એક જ હશે અને તેમનું નામ પણ એક જ હશે.
Ubangiji zai sama sarki bisa dukan duniya. A ranan nan za a kasance da Ubangiji ɗaya, ba wani suna kuma sai nasa.
10 ૧૦ સમગ્ર પ્રદેશ ગેબાથી તે યરુશાલેમની દક્ષિણે રિમ્મોન સુધી અરાબાહ જેવો થઈ જશે. યરુશાલેમ બિન્યામીનના દરવાજાથી પહેલા દરવાજાની જગા સુધી, એટલે ખૂણાના દરવાજા સુધી અને હનાનએલના બુરજથી તે રાજાના દ્રાક્ષકુંડ સુધી ઊંચું કરવામાં આવશે.
Ƙasar gaba ɗaya daga Geba zuwa Rimmon, kudu da Urushalima, za tă zama kamar Araba. Amma Urushalima za tă kasance a wurinta, daga Ƙofar Benyamin zuwa sashen Ƙofa ta Farko, zuwa Ƙofar Kusurwa, daga kuma Hasumiyar Hananel zuwa wurin matsin ruwan inabin sarki.
11 ૧૧ લોકો યરુશાલેમમાં રહેશે, તેના પર કદી શાપ ઊતરશે નહિ; યરુશાલેમ સહીસલામત રહેશે.
Za a zauna a cikinka; ba za a ƙara hallaka ta ba. Urushalima za tă zauna lafiya.
12 ૧૨ જે લોકોએ યરુશાલેમ વિરુદ્ધ યુદ્ધ કર્યું હશે તેઓને યહોવાહ મરકીથી મારશે: તેઓ પોતાના પગ પર ઊભા હશે એટલામાં તેમનું માંસ સડી જશે. તેઓની આંખો તેઓના ખાડામાં સડી જશે, તેઓની જીભ તેમના મોંમાં સડી જશે.
Ga bala’in da Ubangiji zai bugi dukan al’umman da suka yi yaƙi da Urushalima. Fatar jikinsu za tă ruɓe tun suna tsaye a ƙafafunsu, idanunsu za su ruɓe a cikin kwarminsu, harsunansu kuma zai ruɓe a cikin bakunansu.
13 ૧૩ તે સમયે યહોવાહ તરફથી લોકોમાં મોટો કોલાહલ થશે અને દરેક માણસ પોતાના પડોશીનો હાથ પકડશે. દરેક હાથ પોતાના પડોશીની વિરુદ્ધ ઊઠશે.
A ranan nan Ubangiji zai sa maza su cika da tsoro ƙwarai. Kowane mutum zai kama hannun ɗan’uwansa, za su kai wa juna hari.
14 ૧૪ અને યહૂદિયા યરુશાલેમની સામે યુદ્ધ કરશે, તેઓ આસપાસની બધી પ્રજાઓની સંપત્તિ, સોનું, ચાંદી અને સારાં વસ્ત્રો મોટા જથામાં ભેગાં કરશે.
Yahuda ma za tă yi yaƙi a Urushalima. Za a tattara dukiyar al’umman da suke kewaye, za a tara zinariya da azurfa masu yawan gaske tare da tufafi.
15 ૧૫ તે છાવણીઓમાંના ઘોડા, ખચ્ચરો, ઊંટો, ગધેડાં તથા બીજા બધાં પશુઓનો મરકીથી મરો થશે.
Irin wannan bala’i zai auko wa dawakai da alfadarai, raƙuma da jakuna, da kuma dukan dabbobi a wannan sansani.
16 ૧૬ ત્યારે યરુશાલેમની વિરુદ્ધ ચઢી આવેલી પ્રજાઓમાંથી બચેલો માણસ રાજાની, સૈન્યોના યહોવાહની આરાધના કરવા તથા માંડવાપર્વ ઊજવવા દરવર્ષે જશે.
Sa’an nan waɗanda suka tsira daga cikin al’umman da suka yaƙe Urushalima za su haura shekara-shekara su yi wa Sarki, Ubangiji Maɗaukaki sujada, su kuma yi Bikin Tabanakul.
17 ૧૭ અને એવું થશે કે જો પૃથ્વી પરનાં બધાં કુટુંબોમાંથી જે કોઈ રાજાની, એટલે સૈન્યોના યહોવાહની આરાધના કરવા યરુશાલેમ નહિ જાય, તો યહોવાહ તેઓના પર વરસાદ લાવશે નહિ.
In waɗansu mutanen da suke duniya ba su haura Urushalima suka yi wa Sarki, Ubangiji Maɗaukaki sujada ba, ba za su sami ruwan sama ba.
18 ૧૮ અને જો મિસરનાં કુટુંબો ત્યાં જશે આવશે નહિ, તો તેઓ વરસાદ પ્રાપ્ત કરશે નહિ. જે પ્રજાઓ માંડવાપર્વ પાળવા જશે નહિ તેઓને યહોવાહ મરકીથી મારશે.
In mutanen Masar ba su haura sun yi sujada ba, ba za su sami ruwan sama ba. Ubangiji zai kawo masu bala’in da ya aika wa al’umman da ba su haura sun yi Bikin Tabanakul ba.
19 ૧૯ મિસર તથા માંડવાપર્વ પાળવા નહિ જનાર સર્વ પ્રજાને આ શિક્ષા કરવામાં આવશે.
Wannan ne zai zama hukuncin Masar da kuma na dukan al’umman da ba su haura sun yi Bikin Tabanakul ba.
20 ૨૦ પણ તે દિવસે, ઘોડાઓ પરની ઘંટડીઓ કહેશે, “યહોવાહને સારુ પવિત્ર” અને યહોવાહના સભાસ્થાનનાં તપેલાં વેદી આગળના વાટકા જેવાં થશે.
A ranan nan za a rubuta TSARKI GA Ubangiji a jikin ƙararrawar dawakai, kuma tukwanen dahuwa a gidan Ubangiji za su zama kamar kwanoni masu tsarki a gaban bagade.
21 ૨૧ કેમ કે યરુશાલેમ તથા યહૂદિયામાનું દરેક તપેલું સૈન્યોના યહોવાહને માટે પવિત્ર થશે, બલિદાન લાવનાર સર્વ માણસો તેમાં બાફશે અને તેમાંથી ખાશે. તે દિવસે સૈન્યોના યહોવાહના ઘરમાં કોઈ કનાની હશે નહિ.
Kowace tukunya a Urushalima da Yahuda za tă zama mai tsarki ga Ubangiji Maɗaukaki, kuma duk wanda ya zo don miƙa hadaya zai ɗauki waɗansu tukwane yă yi dahuwa da su. A ranan nan kuwa, ba Bakan’ane da zai ƙara kasance a gidan Ubangiji Maɗaukaki.