< ઝખાર્યા 13 >
1 ૧ તે દિવસે દાઉદના ઘર પર તથા યરુશાલેમના રેહવાસીઓ પર તેઓનાં પાપ અને અશુદ્ધતા માટે ઝરો ખોલવામાં આવશે.
ସେହି ଦିନ ପାପ ଓ ଅଶୁଚିତାର ନିମନ୍ତେ ଦାଉଦ-ବଂଶର ଓ ଯିରୂଶାଲମର ନିବାସୀଗଣର ପ୍ରତି ଏକ ନିର୍ଝର ଖୋଲାଯିବ।
2 ૨ સૈન્યોના યહોવાહ કહે છે કે “તે દિવસે હું દેશમાંથી મૂર્તિઓનું નામ નાબૂદ કરીશ કે ફરી તેઓને યાદ કરવામાં આવે નહિ; હું જૂઠા પ્રબોધકોને તથા અશુદ્ધ આત્માને દેશમાંથી દૂર કરીશ.
ପୁଣି, ସୈନ୍ୟାଧିପତି ସଦାପ୍ରଭୁ କହନ୍ତି, ସେହି ଦିନ ଆମ୍ଭେ ଦେଶରୁ ପ୍ରତିମାଗଣର ନାମ ଉଚ୍ଛିନ୍ନ କରିବା ଓ ସେମାନେ ଆଉ ସ୍ମରଣ କରାଯିବେ ନାହିଁ; ଆହୁରି, ଆମ୍ଭେ ଦେଶରୁ ଭବିଷ୍ୟଦ୍ବକ୍ତାଗଣଙ୍କୁ ଓ ଅଶୁଚିତାର ଆତ୍ମାକୁ ବାହାର କରିବା।
3 ૩ જો કોઈ માણસ ભવિષ્યવાણી કરવાનું ચાલુ રાખશે, તો તેને જન્મ આપનાર તેના માતા પિતા તેને કહેશે કે, ‘તું જીવતો રહેવાનો નથી, કેમ કે, તું યહોવાહના નામથી જૂઠું બોલે છે.’ તેને જન્મ આપનાર તેનાં માતાપિતા જ્યારે તે ભવિષ્યવાણી કરતો હશે ત્યારે તેને વીંધી નાખશે.
ଆଉ, କେହି ଯଦି ପୁନର୍ବାର ଭବିଷ୍ୟଦ୍ବାକ୍ୟ ପ୍ରଚାର କରେ, ତେବେ ତାହାର ଜନ୍ମଦାତା ପିତା ଓ ମାତା ତାହାକୁ କହିବେ, ‘ତୁମ୍ଭେ ବଞ୍ଚିବ ନାହିଁ; କାରଣ ତୁମ୍ଭେ ସଦାପ୍ରଭୁଙ୍କ ନାମରେ ମିଥ୍ୟା କହୁଅଛ;’ ଆଉ, ସେ ଭବିଷ୍ୟଦ୍ବାକ୍ୟ ପ୍ରଚାର କଲା ବେଳେ, ତାହାର ଜନ୍ମଦାତା ପିତା ଓ ମାତା ତାହାକୁ ଅସ୍ତ୍ରବିଦ୍ଧ କରିବେ।
4 ૪ તે દિવસે એવું થશે કે દરેક પ્રબોધક ભવિષ્યવાણી કહેતી વખતે પોતાના સંદર્શનને લીધે શરમાશે, તેઓ રૂઆંવાળા વસ્ત્ર પહેરીને લોકોને ઠગશે નહિ.
ପୁଣି, ସେହି ଦିନ ଭବିଷ୍ୟଦ୍ବକ୍ତାଗଣ ଭବିଷ୍ୟଦ୍ବାକ୍ୟ ପ୍ରଚାର କଲା ବେଳେ, ପ୍ରତ୍ୟେକେ ଆପଣା ଆପଣା ଦର୍ଶନ ବିଷୟରେ ଲଜ୍ଜିତ ହେବେ ଓ ପ୍ରତାରଣା କରିବା ପାଇଁ ସେମାନେ ଲୋମଶ ବସ୍ତ୍ର ପରିଧାନ କରିବେ ନାହିଁ।
5 ૫ કેમ કે તે કહેશે, ‘હું પ્રબોધક નથી. હું જમીનમાં કામ કરનાર માણસ છું, કેમ કે જ્યારે હું જુવાન હતો ત્યારથી હું જમીનમાં કામ કરતો આવ્યો છું.’
ମାତ୍ର ସେ କହିବ, ‘ମୁଁ ଭବିଷ୍ୟଦ୍ବକ୍ତା ନୁହେଁ, ମୁଁ କୃଷକ, କାରଣ ବାଲ୍ୟକାଳରୁ ମୁଁ କ୍ରୀତଦାସ ହୋଇଅଛି।’
6 ૬ પણ જો કોઈ તેને કહેશે કે, ‘તારા હાથો પર આ ઘા શાના છે?’ તો તે જવાબ આપશે કે, ‘તે ઘા તો મને મારા મિત્રોના ઘરમાં પડ્યા હતા તે છે.’”
ପୁଣି, ତୁମ୍ଭର ଦୁଇ ବାହୁ ମଧ୍ୟରେ ଏହି କ୍ଷତଦାଗସବୁ କଅଣ? ଏହା କେହି ତାହାକୁ ପଚାରିଲେ, ସେ ଉତ୍ତର କରିବ, ‘ମୁଁ ଆପଣା ବନ୍ଧୁମାନଙ୍କ ଗୃହରେ ଯେଉଁ ଆଘାତ ପାଇଥିଲି, ଏହିସବୁ ସେହି।’”
7 ૭ સૈન્યોના યહોવાહ કહે છે, “હે તલવાર મારા પાળક વિરુદ્ધ, તથા જે માણસ મારી પાસે ઊભો છે તેની વિરુદ્ધ જાગૃત થા. પાળકને માર, એટલે ટોળું વિખેરાઈ જશે. કેમ કે હું મારો હાથ નાનાંઓ પર ફેરવીશ.
“ହେ ଖଡ୍ଗ, ଆମ୍ଭ ପାଳକର ବିରୁଦ୍ଧରେ ଓ ଆମ୍ଭ ସଖା-ମନୁଷ୍ୟର ବିରୁଦ୍ଧରେ ଜାଗ୍ରତ ହୁଅ, ଏହା ସୈନ୍ୟାଧିପତି ସଦାପ୍ରଭୁ କହନ୍ତି, ପାଳକକୁ ଆଘାତ କର, ତହିଁରେ ମେଷଗଣ ଛିନ୍ନଭିନ୍ନ ହୋଇଯିବେ ଓ ଆମ୍ଭେ କ୍ଷୁଦ୍ର ଲୋକମାନଙ୍କର ଉପରେ ଆପଣା ହସ୍ତ ଫେରାଇବା।
8 ૮ યહોવાહ કહે છે કે ત્યારે એવું થશે કે આખા દેશમાંના” બે ભાગ નષ્ટ પામીને નાબૂદ થશે; પણ ત્રીજો ભાગ બાકી રહેશે.
ପୁଣି, ସଦାପ୍ରଭୁ କହନ୍ତି, ସମୁଦାୟ ଦେଶର ଦୁଇ ଅଂଶ ଲୋକ ଉଚ୍ଛିନ୍ନ ହୋଇ ମରିବେ; ମାତ୍ର ତୃତୀୟାଂଶ ତହିଁ ମଧ୍ୟରେ ଛଡ଼ାଯିବେ।
9 ૯ ત્રીજા ભાગને હું અગ્નિમાં નાખીશ, અને જેમ ચાંદીને શુદ્ધ કરવામાં આવે છે તેમ હું તેને શુદ્ધ કરીશ, અને જેમ સોનાને પરખવામાં આવે છે તેમ તેની પરખ કરીશ. તેઓ મારું નામ પોકારશે, હું તેઓને જણાવીશ કે, ‘આ મારા લોકો છે.’ તેઓમાંનો દરેક કહેશે કે, ‘યહોવાહ અમારા ઈશ્વર છે.’”
ଆଉ, ସେହି ତୃତୀୟାଂଶକୁ ଆମ୍ଭେ ଅଗ୍ନି ମଧ୍ୟଦେଇ ଆଣିବା ଓ ରୂପା ଯେପରି ପରିଷ୍କୃତ ହୁଏ, ତଦ୍ରୂପ ସେମାନଙ୍କୁ ପରିଷ୍କାର କରିବା, ଆଉ ସୁନା ଯେପରି ପରୀକ୍ଷିତ ହୁଏ, ସେପରି ସେମାନଙ୍କୁ ପରୀକ୍ଷା କରିବା। ସେମାନେ ଆମ୍ଭ ନାମରେ ପ୍ରାର୍ଥନା କରିବେ ଓ ଆମ୍ଭେ ସେମାନଙ୍କର ପ୍ରାର୍ଥନା ଶୁଣିବା। ଆମ୍ଭେ କହିବା, ‘ଏମାନେ ଆମ୍ଭର ଲୋକ’ ଆଉ, ସେମାନେ କହିବେ, ‘ସଦାପ୍ରଭୁ ଆମ୍ଭର ପରମେଶ୍ୱର ଅଟନ୍ତି।’”