< ઝખાર્યા 12 >
1 ૧ ઇઝરાયલ માટે યહોવાહનું વચન. આકાશોને વિસ્તારનાર, પૃથ્વીનો પાયો નાખનાર તથા મનુષ્યોના અંતર આત્માનાં સર્જનહાર યહોવાહ કહે છે:
Пророцтво Господнього слова на Ізраїля. „Говорить Господь, що небо напну́в та землю закла́в, і вформува́в дух людині у ну́трі її:
2 ૨ “જુઓ, હું યરુશાલેમને તેની આસપાસના સર્વ લોકોને માટે લથડિયાં ખવડાવનાર પ્યાલારૂપ કરીશ, યરુશાલેમના ઘેરાની જેમ યહૂદિયાના એવા જ હાલ હવાલ થશે.
Ось Я Єрусалим учиню́ за ке́ліха оп'яні́ння всім наро́дам навко́ло, і на Юду також, коли буде в обло́зі на Єрусалим.
3 ૩ તે દિવસે એવું થશે કે હું યરુશાલેમને સર્વ લોકોને માટે ભારે પથ્થરરૂપ થાય એવું કરીશ. જે કોઈ તેને ઉપાડશે તે પોતે ઘાયલ થશે. પૃથ્વી પરની સર્વ પ્રજાઓ તેની વિરુદ્ધ એકઠી થશે.
І буде в той день, Я зроблю́ Єрусалима за камінь тяжки́й всім наро́дам: усі, хто буде його поруша́ти, будуть конче пора́нені, і зберу́ться на нього всі наро́ди землі.
4 ૪ સૈન્યોના યહોવાહ એવું કહે છે કે, તે દિવસે,” “હું દરેક ઘોડાને ત્રાસથી અને દરેક સવારને ગાંડપણથી મારીશ. કેમ કે હું યહૂદિયાના લોકો પર મારી આંખ ઉઘાડીશ અને સૈન્યના દરેક ઘોડાને અંધ કરી નાખીશ.
Того дня, — промовляє Госпо́дь, — уда́рю всіх ко́ней споло́шенням, і шале́нством — його верхівця́, а над Юдиним домом відкрию Я очі Свої, і всіх ко́ней наро́дів поб'ю́ сліпото́ю.
5 ૫ ત્યારે યહૂદિયાના આગેવાનો પોતાના મનમાં કહેશે, ‘યરુશાલેમના રહેવાસીઓનું બળ તેમના ઈશ્વર, સૈન્યોનો યહોવાહના કારણે જ છે!’”
І скажуть тоді князі Юдині в серці своє́му: Моя поту́га — то ме́шканці Єрусалиму у Господі Саваоті, їхньому Бо́зі!
6 ૬ તે દિવસે હું યહૂદિયાના આગેવાનોને લાકડામાં અગ્નિથી ભરેલા ઘડા જેવા અને પૂળીઓમાં બળતી મશાલરૂપ કરીશ, કેમ કે તેઓ ચારેબાજુના એટલે જમણી તથા ડાબી બાજુના દુશ્મનોનો નાશ કરશે. યરુશાલેમના લોકો હજી પોતાની જગ્યાએ ફરીથી વસશે.
Того дня Я вчиню́ князів Юди, немов ту жаро́вню з огнем між дрова́ми, і як пала́ючий смолоски́п між снопа́ми, і будуть вони пожира́ти право́руч і ліво́руч всі довкі́льні наро́ди. І зно́ву ося́де на місці своє́му Єрусалим, — у Єрусалимі.
7 ૭ યહોવાહ પહેલાં યહૂદિયાના તંબુઓને બચાવશે, જેથી દાઉદના ઘરનો આદર તથા યરુશાલેમમાં રહેનારાઓનો આદર યહૂદિયા કરતાં વધી ન જાય.
І Господь допоможе найперше Юдиним наме́там, щоб не збі́льшилась слава Давидового дому та єрусалимського ме́шканця понад Юду.
8 ૮ તે દિવસે યહોવાહ યરુશાલેમના રહેવાસીઓનું રક્ષણ કરશે, તે દિવસે જે લડખડાતો હશે તે પણ દાઉદ જેવો થશે. અને દાઉદનાં કુટુંબો ઈશ્વરના જેવાં, યહોવાહના દૂતના જેવાં તેમની આગળ થશે.
Того дня оборо́нить Госпо́дь єрусалимського ме́шканця, — і буде того дня той, хто спотика́ється серед них, як Давид, а дім Давидів — як Бог, як Ангол Господній перед ними.
9 ૯ તે દિવસે જે બધી પ્રજાઓ યરુશાલેમ વિરુદ્ધ ચઢી આવશે તેઓનો નાશ કરવાનો નિર્ણય હું કરીશ.”
І станеться в день той, і Я буду шукати, щоб понищити всі ті наро́ди, що прихо́дять на Єрусалим.
10 ૧૦ “પણ હું દાઉદના ઘર પર તથા યરુશાલેમના રહેવાસીઓ પર કરુણા અને વિનંતીનો આત્મા રેડીશ, તેઓ મને, એટલે જેને તેઓએ વીંધ્યો છે તેને જોશે. જેમ કોઈ પોતાના એકના એક દીકરા માટે શોક કરે તેમ તેઓ પોતાના સંતાન માટે શોક કરે છે, જેમ તેઓ પોતાના પ્રથમજનિત દીકરાના મૃત્યુ માટે શોક કરતો હોય એવી રીતે તેઓ શોક કરશે.
А на Давидів дім та на єрусалимського ме́шканця Я виллю Духа милости та молитви. І бу́дуть дивитись на Ме́не, Кого проколо́ли, і бу́дуть за Ним голоси́ти, як голо́ситься за одинце́м, і гірко заплачуть за Ним, як плачуть за пе́рвенцем.
11 ૧૧ તે દિવસે મગિદ્દોના મેદાનમાં હદાદ રિમ્મોનના વિલાપના જેવો ભારે વિલાપ યરુશાલેમમાં થશે.
Того дня зді́йметься велике голосі́ння в Єрусалимі, як голосі́ння Гададріммо́на в Меґіддо́нській долині.
12 ૧૨ દેશનાં દરેક કુટુંબ બીજા કુટુંબોથી જુદાં પડીને શોક કરશે. દાઉદનું કુટુંબ અલગ થશે, અને તેઓની પત્નીઓ પુરુષોથી અલગ થશે; નાથાનનું કુટુંબ અલગ થશે, અને તેઓની પત્નીઓ પુરુષોથી અલગ થશે.
І бу́де земля голосити, кожен рід окремо: окремо рід дому Давида, і окремо жінки́ їх, окремо рід дому Ната́на, й окремо жінки́ їх,
13 ૧૩ લેવીનું કુટુંબ અલગ થશે અને તેઓની પત્નીઓ પુરુષોથી અલગ થશે. શિમઇનું કુટુંબ અલગ થશે; અને તેઓની પત્નીઓ પુરુષોથી અલગ થશે.
окремо рід дому Леві́я, і окремо жінки́ їх, окремо рід Шім'ї, і окремо жінки́ їх.
14 ૧૪ બાકીના બધા કુટુંબોમાંનું દરેક કુટુંબ અલગ થશે અને તેઓની પત્નીઓ પુરુષોથી અલગ થશે.”
Усі роди, які позоста́ли, — кожен рід окремо, і окремо жінки́ їх.