< ઝખાર્યા 11 >
1 ૧ હે લબાનોન, તારા દરવાજા ઉઘાડ, કે અગ્નિ તારાં દેવદાર વૃક્ષોને ભસ્મ કરે.
Otvori vrata, Libanone, nek' ti oganj sažeže cedrove!
2 ૨ હે સરુના વૃક્ષો, વિલાપ કરો, કેમ કે, દેવદાર વૃક્ષ પડી ગયું છે! ભવ્ય વૃક્ષો નષ્ટ થઈ ગયાં છે. બાશાનનાં એલોન વૃક્ષો, વિલાપ કરો, કેમ કે, ગાઢ જંગલ જમીનદોસ્ત થઈ ગયું છે.
Kukaj, čempresu, jer pade cedar, jer su mogućnici upropašteni! Kukajte, hrastovi bašanski, jer posječena je šuma najgušća.
3 ૩ ઘેટાંપાળકોની પોકનો અવાજ સંભળાય છે, કેમ કે તેઓનો વૈભવ નષ્ટ થયો છે. જુવાન સિંહના બચ્ચાની ગર્જનાનો અવાજ સંભળાય છે, કેમ કે, યર્દન નદીનો ગર્વ નષ્ટ થયો છે.
Čuj jauk pastira, opustošen je sjaj njihov! Čuj riku lavića, opustošen je ponos jordanski!
4 ૪ મારા ઈશ્વર યહોવાહે કહ્યું, “કતલ થઈ જતા ટોળાંનું પાલન કરો.
Ovako mi reče Jahve:
5 ૫ તેઓના ખરીદનારા તેમની કતલ કરે છે અને પોતાને શિક્ષાપાત્ર ગણતા નથી, તેઓના વેચનારા કહે છે કે, યહોવાહને પ્રશંસિત હો! કે અમે શ્રીમંત છીએ!’ કેમ કે તેઓના પોતાના પાળકો તેઓના પર દયા રાખતા નથી.
“Pasi ovce klanice! Kupci ih njihovi kolju nekažnjeno, a koji ih prodaju, govore: 'Blagoslovljen bio Jahve, obogatio sam se!' i pastiri ih njihovi ne štede.
6 ૬ યહોવાહ કહે છે, હવે હું પણ દેશના રહેવાસીઓ પર દયા રાખીશ નહિ.” જો, હું તેઓમાં સંઘર્ષ પેદા કરીશ, કે દરેક માણસ પોતાના પાળકના હાથમાં અને પોતાના રાજાના હાથમાં પડશે, તેઓ દેશનો નાશ કરશે, હું યહૂદિયાને તેઓના હાથમાંથી છોડાવીશ નહિ.”
Ni ja više neću štedjeti žitelja zemlje - riječ je Jahve nad Vojskama - nego: predajem, evo, svakoga u ruke njegova bližnjega i u ruke kralja njegova; i oni će pustošiti zemlju, a ja neću izbavljati iz ruku njihovih.”
7 ૭ માટે કતલ થઈ જતા ટોળાંનું અને કંગાલ ઘેટાંનું મેં પાલન કર્યું છે. મેં બે લાકડી લીધી. એકનું નામ મેં “કરુણા” પાડ્યું અને બીજીનું નામ “એકતા” રાખ્યું. અને મેં ટોળાનું પાલન કર્યું.
Stadoh pasti ovce klanice za trgovce ovcama te uzeh dva štapa: jedan nazvah Naklonost, drugi Sveza. Tako sam pasao stado.
8 ૮ એક મહિનામાં મેં ત્રણ પાળકોનો નાશ કર્યો. હું ઘેટાંના વેપારીઓથી હું કંટાળી ગયો હતો અને તેઓ મારાથી કંટાળ્યા હતા.
I u jednom mjesecu odbacih tri pastira. Ali mi i ovce dojadiše, omrznuh im.
9 ૯ ત્યારે મેં કહ્યું, “હવેથી હું તમારો પાળક રહીશ નહિ. જે મરવાના છે તે ભલે મરે, જે નાશ પામે તે ભલે નાશ પામે. જેઓ બાકી રહ્યા તે ભલે પોતાના પડોશીનું માંસ ખાય.”
Tad rekoh: “Neću vas više pasti! Koja mora uginuti, nek' ugine! Koja mora nestati, nek' nestane! A koje ostanu, neka jedna drugoj meso prožderu!”
10 ૧૦ પછી મેં મારી “કરુણા” નામની લાકડી લીધી અને મારાં બધાં કુળો સાથે જે કરાર મેં કર્યો હતો તે રદ કરવા મેં તેને કાપી નાખી.
Tad uzeh svoj štap Naklonost i slomih ga da raskinem Savez svoj što ga bijah sklopio sa svim narodima.
11 ૧૧ તે દિવસે તે કરાર રદ કરવામાં આવ્યો, અને ટોળાંના જે વેપારીઓ મારા પર નજર રાખતા હતા તેઓએ જાણ્યું કે આ યહોવાહનું વચન છે.
I on se raskinu onog dana, i trgovci ovcama koji su to gledali doznaše da je to bila riječ Jahvina.
12 ૧૨ મેં તેઓને કહ્યું; “જો તમને યોગ્ય લાગતું હોય તો તમે મને મારી મજૂરી આપો. પણ જો ન લાગતું હોય તો રહેવા દો.” તેથી તેઓએ ચાંદીના ત્રીસ સિક્કા વેતન તરીકે આપ્યા.
Rekoh im tad: “Ako vam je to dobro, dajte mi plaću; ako nije, nemojte.” Oni mi odmjeriše plaću: trideset srebrnika.
13 ૧૩ પછી યહોવાહે મને કહ્યું, “ખજાનામાં ચાંદીને મૂકી દે, તેઓએ તારું વિશેષ મૂલ્યાંકન કર્યું છે!” તેથી મેં ચાંદીના ત્રીસ સિક્કા લઈને યહોવાહના સભાસ્થાનના ખજાનામાં મૂકી દીધા.
A Jahve mi reče: “Baci u riznicu tu lijepu cijenu kojom su me procijenili!” Ja uzeh trideset srebrnika i bacih u riznicu u Domu Jahvinu.
14 ૧૪ પછી યહૂદા તથા ઇઝરાયલ વચ્ચેનો ભાઈચારાનો સંબંધ તોડી નાખવા મેં મારી બીજી લાકડી “એકતા” ને ભાંગી નાખી.
Onda slomih i svoj drugi štap, Svezu - da raskinem bratstvo između Jude i Izraela.
15 ૧૫ યહોવાહે મને કહ્યું, “તું ફરીથી મૂર્ખ પાળકની જવાબદારી લઈ લે,
I reče mi Jahve: “Uzmi još opremu bezumna pastira,
16 ૧૬ કેમ કે જુઓ, હું આ દેશમાં એવો પાળક ઊભો કરીશ કે તે નાશ પામનારાં ઘેટાંની સંભાળ નહિ લેશે. તે આડે માર્ગે ચાલનારાઓને શોધશે નહિ, અને અપંગોને સાજાં કરશે નહિ. તે નીરોગીને પણ ખાવાનું ચારશે નહિ, પણ ચરબી યુક્ત ઘેટાંનું માંસ ખાશે અને તેમની ખરીઓ ફાડી નાખશે.
jer, evo, podići ću jednoga bezumnog pastira u ovoj zemlji: za izgubljene on se neće brinuti, zalutale neće tražiti, ranjene neće vidati, iscrpljene neće nositi, nego će jesti meso od pretilih i papke im otkidati.
17 ૧૭ ટોળાંને તજી દેનાર નકામા પાળકને અફસોસ! તેના જમણા હાથ તથા તેની જમણી આંખ વિરુદ્ધ તલવાર આવશે. તેનો જમણો હાથ પૂરેપૂરો સુકાઈ જશે અને તેની જમણી આંખ અંધ થઈ જશે.”
Teško pastiru opakom koji stado ostavlja! Neka mu mač stigne ruku i desno oko! Nek' mu desnica sasvim usahne, oko desno sasvim potamni!”