< તિતસનં પત્ર 1 >

1 સાર્વત્રિક ખ્રિસ્તી વિશ્વાસ પ્રમાણે મારા ખરા પુત્ર તિતસને લખનાર ઈશ્વરનો દાસ તથા ઈસુ ખ્રિસ્તનો પ્રેરિત પાઉલ,
Paulus, Guds Tjener og Jesu Kristi Apostel til at virke Tro hos Guds udvalgte og Erkendelse af Sandheden angaaende Gudsfrygt,
2 અનંતજીવનની આશાનું વચન, જે કદી જૂઠું બોલી ન શકનાર ઈશ્વરે આરંભથી આપ્યું, તેની આશામાં, ઈશ્વરે પસંદ કરેલાઓનો વિશ્વાસ દ્રઢ કરવા તથા ભક્તિભાવ મુજબના સત્યના ડહાપણને અર્થે, હું પ્રેરિત થયો છું. (aiōnios g166)
i Haab om evigt Liv, hvilket Gud, som ikke lyver, har forjættet fra evige Tider, (aiōnios g166)
3 નિર્ધારિત સમયે ઈશ્વરે સુવાર્તા દ્વારા પોતાનો સંદેશ પ્રગટ કર્યો; આપણા ઉદ્ધારકર્તા ઈશ્વરની આજ્ઞા પ્રમાણે તે સુવાર્તા પ્રગટ કરવાનું કામ મને સુપ્રત કરાયું છે.
men i sin Tid har han aabenbaret sit Ord ved den Prædiken, som er bleven mig betroet efter Guds, vor Frelsers Befaling:
4 ઈશ્વરપિતા તરફથી તથા આપણા ઉદ્ધારકર્તા ખ્રિસ્ત ઈસુ તરફથી તને કૃપા તથા શાંતિ હો.
Til Titus, mit ægte Barn i fælles Tro: Naade og Fred fra Gud Fader og Kristus Jesus vor Frelser!
5 જે કામ અધૂરાં હતાં તે તું યથાસ્થિત કરે અને જેમ મેં તને આજ્ઞા આપી હતી તેમ તું નગરેનગર વડીલો ઠરાવે; તે માટે મેં તને ક્રીતમાં રાખ્યો હતો.
Derfor efterlod jeg dig paa Kreta, for at du skulde bringe i Orden, hvad der stod tilbage, og indsætte Ældste i hver By, som jeg paalagde dig,
6 જો કોઈ માણસ નિર્દોષ હોય, એક સ્ત્રીનો પતિ હોય, જેનાં છોકરાં વિશ્વાસી હોય, જેમનાં ઉપર દુરાચારનો આરોપ મૂકવામાં આવ્યો ન હોય અને જેઓ ઉદ્ધત ન હોય, તેવા માણસને અધ્યક્ષ ઠરાવવો.
saafremt en er ustraffelig, een Kvindes Mand og har troende Børn, der ikke ere beskyldte for Ryggesløshed eller ere genstridige.
7 કેમ કે અધ્યક્ષે ઈશ્વરના પરિવારના કારભારી તરીકે નિર્દોષ હોવું જોઈએ; સ્વછંદી, ક્રોધી, અતિ મદ્યપાન કરનાર, હિંસક કે નીચ લાભ વિષે લોભી હોય એવા હોવું જોઈએ નહિ.
Thi en Tilsynsmand bør være ustraffelig som en Guds Husholder, ikke selvbehagelig, ikke vredagtig, ikke hengiven til Vin, ikke til Slagsmaal, ikke til slet Vinding,
8 પણ તેણે આગતા-સ્વાગતા કરનાર, સત્કર્મનો પ્રેમી, સ્પષ્ટ વિચારનાર, ન્યાયી, પવિત્ર, આત્મસંયમી
men gæstfri, elskende det gode, sindig, retfærdig, from, afholdende;
9 અને ઉપદેશ પ્રમાણેના વિશ્વાસયોગ્ય સંદેશને દૃઢતાથી વળગી રહેનાર હોવું જોઈએ; એ માટે કે તે શુદ્ધ શિક્ષણ દ્વારા લોકોને ઉત્તેજન આપવાને તથા વિરોધીઓની દલીલોનું ખંડન કરવાને શક્તિમાન થાય.
en Mand, som holder fast ved det troværdige Ord efter Læren, for at han kan være dygtig til baade at formane ved den sunde Lære og at gendrive dem, som sige imod.
10 ૧૦ કેમ કે બંડખોર, બકવાસ કરનારા તથા ઠગનારા ઘણાં છે, જેઓ મુખ્યત્વે સુન્નત પક્ષના છે.
Thi mange ere genstridige, føre intetsigende Snak og daare Sindet, især de af Omskærelsen;
11 ૧૧ તેઓને બોલતા બંધ કરવા જોઈએ; તેઓ નીચ લાભ મેળવવા માટે જે ઉચિત નથી તેવું શીખવીને બધા કુટુંબનો નાશ કરે છે.
dem bør man stoppe Munden paa; thi de forvende hele Huse ved at føre utilbørlig Lære for slet Vindings Skyld.
12 ૧૨ તેઓમાંના એક પ્રબોધકે કહ્યું છે કે, ‘ક્રીતી લોકો સદા જૂઠા, જંગલી પશુઓ સમાન, આળસુ ખાઉધરાઓ છે.’”
En af dem, en af deres egne Profeter, har sagt: „Kretere ere altid Løgnere, onde Dyr, lade Buge.‟
13 ૧૩ આ સાક્ષી ખરી છે માટે તેઓને સખત રીતે ધમકાવ કે,
Dette Vidnesbyrd er sandt. Derfor skal du sætte dem strengelig i Rette, for at de maa blive sunde i Troen
14 ૧૪ તેઓ યહૂદીઓની દંતકથાઓ તથા સત્યથી ભટકનાર માણસોની આજ્ઞાઓ પર ચિત્ત ન રાખતાં વિશ્વાસમાં દ્રઢ રહે.
og ikke agte paa jødiske Fabler og Bud af Mennesker, som vende sig bort fra Sandheden.
15 ૧૫ શુદ્ધોને મન સઘળું શુદ્ધ છે; પણ ભ્રષ્ટ તથા અવિશ્વાસીઓનો મન કંઈ પણ શુદ્ધ હોતું નથી; તેઓનાં મન તથા અંતઃકરણ ભ્રષ્ટ થયેલાં છે.
Alt er rent for de rene; men for de besmittede og vantro er intet rent, men baade deres Sind og Samvittighed er besmittet.
16 ૧૬ અમે ઈશ્વરને જાણીએ છીએ એવો તેઓ દાવો કરે છે, પણ પોતાની કરણીઓથી તેમને નકારે છે; તેઓ ધિક્કારપાત્ર, આજ્ઞાભંગ કરનારા અને કંઈ પણ સારું કામ કરવા માટે અયોગ્ય છે.
De sige, at de kende Gud, men med deres Gerninger fornægte de ham, vederstyggelige, som de ere, og ulydige og uduelige til al god Gerning.

< તિતસનં પત્ર 1 >