< તિતસનં પત્ર 3 >

1 તેઓને યાદ કરાવ કે તેઓ રાજકર્તાઓને આધીન થાય, અધિકારીઓને આજ્ઞાધીન થાય અને સર્વ સારાં કામને સારુ તત્પર બને.
Amintește-le să se supună stăpânilor și autorităților, să fie ascultători, să fie gata pentru orice lucrare bună,
2 કોઈની નિંદા ન કરે, શાંતિપ્રિય અને સર્વ માણસો સાથે પૂરા વિનયથી વર્તે.
să nu vorbească de rău pe nimeni, să nu fie certăreți, să fie blânzi, cu toată smerenia față de toți oamenii.
3 કેમ કે આપણે પણ અગાઉ અજ્ઞાન, અનાજ્ઞાંકિત, કુમાર્ગે ભટકાવેલા, ઘણી વિષયવાસનાઓ તથા વિલાસના દાસો, દુરાચારી તથા અદેખાઈ રાખનારા, તિરસ્કારપાત્ર તથા એકબીજાનો તિરસ્કાર કરનારાં હતા.
Fiindcă și noi am fost odinioară nebuni, neascultători, înșelați, slujind diferitelor pofte și plăceri, trăind în răutate și invidie, urâcioși și urându-ne unii pe alții.
4 પણ ઈશ્વર આપણા ઉદ્ધારકર્તાની દયા તથા માનવજાત પરનો તેમનો પ્રેમ પ્રગટ થયો,
Dar, când s-a arătat bunătatea lui Dumnezeu, Mântuitorul nostru, și dragostea lui față de oameni,
5 ત્યારે આપણાં પોતાનાં કરેલાં ન્યાયીપણાનાં કામોથી નહિ, પણ તેમની દયા પ્રમાણે નવા જન્મનાં સ્નાનથી તથા પવિત્ર આત્માનાં નવીનીકરણથી તેમણે આપણને બચાવ્યા.
nu prin fapte de dreptate pe care le-am făcut noi înșine, ci, potrivit milei sale, ne-a mântuit prin spălarea regenerării și înnoirea prin Duhul Sfânt,
6 પવિત્ર આત્માને તેમણે આપણા ઉદ્ધારકર્તા ઈસુ ખ્રિસ્ત દ્વારા આપણા ઉપર પુષ્કળ વરસાવ્યા છે;
pe care l-a revărsat din belșug asupra noastră prin Isus Hristos, Mântuitorul nostru,
7 જેથી આપણે તેમની કૃપાથી ન્યાયી ઠરીને, આશા પ્રમાણે અનંતજીવનના વારસ થઈએ. (aiōnios g166)
pentru ca, fiind îndreptățiți prin harul său, să fim făcuți moștenitori, potrivit cu speranța vieții veșnice. (aiōnios g166)
8 આ વાત વિશ્વાસયોગ્ય છે; અને જેઓએ ઈશ્વર પર વિશ્વાસ કર્યો છે તેઓ સારાં કામ કરવાને કાળજી રાખે માટે મારી ઇચ્છા છે કે તું આ વાતો પર ભાર મૂક્યા કર. આ વાતો સારી તથા માણસોને માટે હિતકારક છે.
Această afirmație este credincioasă și, cu privire la aceste lucruri, doresc să insistați cu încredere, pentru ca cei care au crezut în Dumnezeu să fie atenți să păstreze faptele bune. Aceste lucruri sunt bune și folositoare pentru oameni;
9 પણ મૂર્ખાઈભર્યા વાદવિવાદો, વંશાવળીઓ, ઝગડા તથા નિયમશાસ્ત્ર વિષેના વિસંવાદોથી તું દૂર રહે; કેમ કે તે બાબતો નિરુપયોગી તથા વ્યર્થ છે.
dar evitați întrebările nebunești, genealogiile, certurile și disputele despre lege, pentru că sunt nefolositoare și zadarnice.
10 ૧૦ એક કે બે વાર ચેતવણી આપ્યા પછી ભાગલા પડાવનાર માણસને દૂર કર;
Evitați un om fățiș, după o primă și o a doua avertizare,
11 ૧૧ એમ જાણવું કે એવો માણસ સત્ય માર્ગેથી દૂર થયો છે અને પોતાને અપરાધી ઠરાવતાં પાપ કરે છે.
știind că unul ca acesta este pervertit și păcătos, fiind condamnat de sine.
12 ૧૨ જયારે હું તારી પાસે આર્તિમાસ કે તુખિકસને મોકલું ત્યારે મારી પાસે નિકોપોલીસ આવવાને પ્રયત્ન કરજે; કેમ કે શિયાળામાં ત્યાં રહેવાનું મેં નક્કી કર્યું છે.
Când voi trimite la voi pe Artemas sau pe Tihicus, să vă sârguiți să veniți la mine la Nicopolis, căci am hotărât să iernez acolo.
13 ૧૩ ઝેનાસ શાસ્ત્રીને તથા આપોલસને એવી વ્યવસ્થા કરીને મોકલજે કે રસ્તામાં તેમને કશી તંગી પડે નહિ.
Trimite repede pe Zenas, avocatul, și pe Apolo la drum, ca să nu le lipsească nimic.
14 ૧૪ વળી આપણા લોકો જરૂરી ખર્ચને પહોંચી વળવા માટે ભલું કામ કરવા શીખે, કે જેથી તેઓ નિરુપયોગી થાય નહિ.
De asemenea, poporul nostru să învețe să întrețină fapte bune pentru a satisface nevoile necesare, ca să nu rămână fără rodnicie.
15 ૧૫ મારી સાથેના સઘળાં તને સલામ કહે છે. વિશ્વાસમાંના જેઓ આપણા પર પ્રેમ કરે છે તેમને સલામ કહેજે. તમ સર્વ પર કૃપા હો.
Toți cei ce sunt cu mine vă salută. Salutați-i pe cei care ne iubesc cu credință. Harul să fie cu voi toți. Amin.

< તિતસનં પત્ર 3 >