< તિતસનં પત્ર 2 >
1 ૧ પણ શુદ્ધ સિદ્ધાંતોને જે શોભે છે તે પ્રમાણેની વાતો તું કહે.
But speke thou tho thingis that bisemen hoolsum teching;
2 ૨ વૃદ્ધ પુરુષોને કહે કે તેઓએ આત્મસંયમી, પ્રતિષ્ઠિત, સ્પષ્ટ વિચારનાર અને વિશ્વાસમાં, પ્રેમમાં તથા ધીરજમાં દ્રઢ રહેવું જોઈએ.
that elde men be sobre, chast, prudent, hool in feith, in loue, and pacience;
3 ૩ એ જ રીતે વૃદ્ધ સ્ત્રીઓને કહેવું કે તેમણે આદરયુક્ત આચરણ કરનારી, કૂથલી નહિ કરનારી, વધારે પડતો દ્રાક્ષારસ નહિ પીનારી, પણ સારી શિખામણ આપનારી થવું જોઈએ;
also olde wymmen in hooli abite, not sclaundereris, not seruynge myche to wyn, wel techynge, that thei teche prudence.
4 ૪ એ માટે કે તેઓ જુવાન સ્ત્રીઓને તેમના પતિઓ તથા બાળકો પર પ્રેમ રાખવાને,
Moneste thou yonge wymmen, that thei loue here hosebondis, that thei loue her children;
5 ૫ આત્મસંયમી, પવિત્ર, ઘરનાં કામકાજ કરનાર, માયાળુ તથા પોતાના પતિને આધીન રહેવાનું શીખવવે, જેથી ઈશ્વરનાં વચનનો તિરસ્કાર ન થાય.
and that thei be prudent, chast, sobre, hauynge cure of the hous, benygne, suget to her hosebondis, that the word of God be not blasfemyd.
6 ૬ તે જ પ્રમાણે તું જુવાનોને આત્મસંયમી થવાને ઉત્તેજન આપ.
Also moneste thou yonge men, that thei be sobre.
7 ૭ સારાં કાર્યો કરીને તું પોતે સર્વ બાબતોમાં નમૂનારૂપ થા; તારા ઉપદેશમાં પવિત્રતા, પ્રતિષ્ઠા,
In alle thingis yyue thi silf ensaumple of good werkis, in teching, in hoolnesse, in sadnesse.
8 ૮ અને જેમાં કંઈ પણ દોષ કાઢી ન શકાય એવી ખરી વાતો બોલ; કે જેથી આપણા વિરોધીઓને આપણે વિષે ખરાબ બોલવાનું કંઈ કારણ ન મળવાથી તેઓ શરમિંદા થઈ જાય.
An hoolsum word, and vnrepreuable; that he that is of the contrarie side, be aschamed, hauynge noon yuel thing to seie of you.
9 ૯ દાસો તેઓના માલિકોને આધીન રહે, સર્વ રીતે તેઓને પ્રસન્ન રાખે, સામે બોલે નહિ,
Moneste thou seruauntis to be suget to her lordis; in alle thingis plesinge, not ayenseiynge, not defraudynge,
10 ૧૦ ઉચાપત કરે નહિ પણ સર્વ બાબતોમાં વિશ્વાસપાત્ર થાય એવો બોધ કર; કે જેથી તેઓ બધી રીતે આપણા ઉદ્ધારકર્તા ઈશ્વરના શિક્ષણને શોભાવે.
but in alle thingis schewinge good feith, that thei onoure in alle thingis the doctryn of `God, oure sauyour.
11 ૧૧ કેમ કે ઈશ્વરની કૃપા જે સઘળાં માણસોનો ઉદ્ધાર કરે છે તે પ્રગટ થઈ છે;
For the grace of `God, oure sauyour, hath apperid to alle men,
12 ૧૨ તે કૃપા આપણને શીખવે છે કે, અધર્મ તથા જગિક વાસનાઓનો ત્યાગ કરીને વર્તમાન જમાનામાં આત્મસંયમી, ન્યાયીપણા તથા ભક્તિભાવથી વર્તવું; (aiōn )
and tauyte vs, that we forsake wickidnesse, and worldli desyris, lyue sobreli, and iustli, `and piteuousli in this world, (aiōn )
13 ૧૩ અને આશીર્વાદિત આશાપ્રાપ્તિની તથા મહાન ઈશ્વર તેમ જ આપણા ઉદ્ધારકર્તા ઈસુ ખ્રિસ્તનાં મહિમાના પ્રગટ થવાની પ્રતિક્ષા કરવી;
abidinge the blessid hope and the comyng of the glorie of the greet God, and of oure sauyour Jhesu Crist;
14 ૧૪ જેમણે આપણે સારુ સ્વાર્પણ કર્યું કે જેથી સર્વ અન્યાયથી તેઓ આપણો ઉદ્ધાર કરે અને આપણને પવિત્ર કરીને પોતાને સારુ ખાસ પ્રજા તથા સર્વ સારાં કામ કરવાને આતુર એવા લોક તરીકે તૈયાર કરે.
that yaf hym silf for vs, to ayenbie vs fro al wickidnesse, and make clene to hym silf a puple acceptable, and suere of good werkis.
15 ૧૫ આ વાતો તું લોકોને કહે, બોધ કર અને પૂરા અધિકારથી પ્રોત્સાહિત કર અને ઠપકો આપ. કોઈ પણ વ્યક્તિને તિરસ્કારભરી નજરે જોવા ન દઈશ.
Speke thou these thingis, and moneste thou, and repreue thou with al comaundement; no man dispise thee.