< ગીતોનું ગીત 8 >
1 ૧ જો તું મારી માના થાનને ધાવેલો મારો સગો ભાઈ હોત તો કેવું સારું. જ્યારે તું મને બહાર મળત, ત્યારે હું તને ચુંબન કરત, તેમ છતાં કોઈ મને ધિક્કારત નહિ.
Oh, var du min Broder, som died min Moders Bryst! Jeg kyssed dig derude, naar vi mødtes, og blev ikke agtet ringe,
2 ૨ હું તને મારી માતાના ઘરમાં લઈ આવત કે, અને તું મને શીખવત. હું તને મસાલેદાર દ્રાક્ષારસ, અને તને મારા દાડમનો રસ પીવાને આપત.
tog dig ind i min Moders Hus, i min Moders Kamre, gav dig krydret Vin at drikke, Granatæblers Most.
3 ૩ તેનો ડાબો હાથ મારા માથા નીચે છે; તેનો જમણો હાથ મને આલિંગન કરે છે.
Hans venstre under mit Hoved, hans højre tager mig i Favn.
4 ૪ ઓ યરુશાલેમની યુવતીઓ, હું તમને સોગન આપીને કહું છું કે, મારા પ્રીતમની મરજી થાય ત્યાં સુધી તમે મારા પ્રીતમને જગાડશો નહી.
Jeg besværger eder, Jerusalems Døtre: Gør ikke Kærligheden Uro, væk den ikke, før den ønsker det selv!
5 ૫ પોતાના પ્રીતમ પર ટેકીને રણમાંથી, આ યુવતી કોણ આવે છે? મેં તેને સફરજનના વૃક્ષ નીચે જગાડયો; જ્યાં તારી માતા જન્મ આપતાં કષ્ટાતી હતી; ત્યાં તેણે તને જન્મ આપ્યો.
Hvem er hun, der kommer fra Ørkenen, støttet til sin Ven? »Under Æbletræet vækked jeg dig; der nedkom din Moder med dig, der nedkom hun, som dig fødte.«
6 ૬ મને તારા હૃદય પર મુદ્રા તરીકે અને તારા હાથ પરની વીંટી તરીકે બેસાડ. કેમ કે પ્રેમ મોત સમાન બળવાન છે. અને ઈર્ષ્યા શેઓલ જેવી ક્રૂર છે; તેના ચમકારા; અગ્નિની જ્વાળા જેવા પ્રબળ છે. (Sheol )
Læg mig som en Seglring om dit Hjerte, som et Armbaand om din Arm! Thi Kærlighed er stærk som Døden, Nidkærhed haard som Dødsriget; dens Gløder er Brændende Glød, dens Lue er HERRENS Lue. (Sheol )
7 ૭ ઘણાં પાણીનો પ્રવાહ પ્રેમને હોલવી શકે નહિ, જળપ્રલયનાં પાણી એને ખેંચી જતાં નથી. જે કોઈ વ્યક્તિ પ્રેમને માટે પોતાની ઘરની બધી સંપત્તિ આપી દે, તોપણ તેને લોકો ધિક્કારે છે.
Mange Vande kan ikke slukke den, Strømme ej skylle den bort. Gav nogen alt Gods i sit Hus for Kærlighed, hvem vilde agte ham ringe?
8 ૮ અમારે એક નાની બહેન છે, હજી તે પુખ્ત થયેલી નથી, હવે જે દિવસે તેનું માગું આવશે ત્યારે અમારી બહેન માટે અમે શું કરીશું?
Vi har en lille Søster, som endnu ej har Bryster; hvad gør vi med vor Søster, den Dag hun faar en Bejler?
9 ૯ જો તે કોટ હોય તો, અમે તેના પર ચાંદીથી મોરચો બાંધીશું અને જો તે દ્વાર હોય તો અમે તેને દેવદાર વૃક્ષનાં પાટિયાં વડે તેને ઢાંકી દઈશું.
Er hun en Mur, saa bygger vi en Krone af Sølv derpaa, men er hun en Dør, saa spærrer vi den med Cederplanke.
10 ૧૦ હું કોટ છું અને મારાં સ્તન તેના બુરજો જેવા છે; જેને શાંતિ પ્રાપ્ત થઈ હોય તેના જેવી હું તેની નજરમાં હતી.
Jeg er en Mur, Mine Bryster Taarne. Da blev jeg i hans Øjne som en, der finder Fred.
11 ૧૧ સુલેમાનને બઆલ હામોનમાં એક દ્રાક્ષવાડી હતી તેણે તે દ્રાક્ષવાડી રખેવાળોને ભાડે આપી તેનાં ફળને માટે દરેકને ચાંદીના એક હજાર સિક્કા લાવીને આપવાના હતા.
Salomo havde en Vingaard i Ba'al-Hamon, til Vogtere gav han den Vingaard; hver kunne tjene tusind Sekel Sølv paa dens Frugt.
12 ૧૨ મારી દ્રાક્ષવાડી મારી પોતાની છે; મારા પ્રિય સુલેમાન, તે હજાર શેકેલ તો તારાં છે મારા પ્રિય સુલેમાન, અને તેના ફળની રખેવાળી કરનારને બસો શેકેલ મળશે.
Jeg har for mig selv min Vingaard; de tusinde, Salomo, er dine, to hundrede deres, som vogter dens Frugt.
13 ૧૩ હે બગીચાઓમાં વસનારી, મારા મિત્રો તારો અવાજ સાંભળવાને ધ્યાન દઈને તાકી રહે છે; મને તે સંભળાવ.
Du, som bor i Haverne, Vennerne lytter, lad mig høre din Røst!
14 ૧૪ હે મારા પ્રીતમ, તું વહેલો આવ, સુગંધી દ્રવ્યોના પર્વત પર તું હરણ કે સાબરીના બચ્ચા જેવો થા.
Fly, min Ven, og vær som en Gazel, som den unge Hjort paa Balsambjerge!