< ગીતોનું ગીત 6 >

1 હે સ્ત્રીઓમાં શ્રેષ્ઠ સુંદરી તારો પ્રીતમ કઈ તરફ ગયો છે? તારો પ્રીતમ કઈ દિશા તરફ ગયો છે, અમને કહે જેથી અમે તારી સાથે તેને શોધીએ?
محبوب تو کجا رفته است‌ای زیباترین زنان؟ محبوب تو کجا توجه نموده است تااو را با تو بطلبیم؟۱
2 મારો પ્રીતમ પોતાના બાગમાં ગયો છે, સુગંધીઓના ક્યારામાં, બાગોમાં આનંદ કરવા ગુલછડી વીણવા ગયો છે.
محبوب من به باغ خویش و نزد باغچه های بلسان فرود شده است، تا در باغات بچراند وسوسنها بچیند.۲
3 હું મારા પ્રીતમની છું અને મારો પ્રીતમ મારો જ છે; તે ગુલછડીઓમાં પોતાને આનંદિત કરે છે.
من از آن محبوب خود ومحبوبم از آن من است. در میان سوسنها گله رامی چراند.۳
4 સ્ત્રીનો પ્રીતમ તેને કહે છે, મારી પ્રિયતમા તું તિર્સા જેવી સુંદર, યરુશાલેમ જેવી ખૂબસૂરત, અને ધ્વજાઓ સહિતના સૈન્ય જેવી ભયાવહ છે.
‌ای محبوبه من، تو مثل ترصه جمیل و ماننداورشلیم زیبا و مثل لشکرهای بیدق دار مهیب هستی.۴
5 તારાં નેત્ર મારી તરફથી ફેરવી લે, કેમ કે તેઓએ મારો પરાજય કર્યો છે. ગિલ્યાદની બાજુએ બેઠેલા, બકરાંના ટોળાં જેવા તારા કેશ છે.
چشمانت را از من برگردان زیرا آنها برمن غالب شده است. مویهایت مثل گله بزها است که بر جانب کوه جلعاد خوابیده باشند.۵
6 ઘોવાઇને બહાર નીકળેલી ઘેટીઓના ટોળાં જેવા તારા દાંત છે જેઓમાંની દરેક બબ્બે બચ્ચાં જણે છે અને તેઓમાંના કોઈએ પોતાના બચ્ચાં ગુમાવ્યાં નથી.
دندانهایت مانند گله گوسفندان است که ازشستن برآمده باشند. و همگی آنها توام زاییده ودر آنها یکی هم نازاد نباشد.۶
7 તારા બુરખા પાછળ તારા ગાલ દાડમની ફાડ જેવા છે.
شقیقه هایت درعقب برقع تو مانند پاره انار است.۷
8 રાણીઓ તો સાઠ છે અને એંસી ઉપપત્નીઓ છે; અને બીજી અસંખ્ય કુમારિકાઓ છે.
شصت ملکه وهشتاد متعه و دوشیزگان بیشماره هستند.۸
9 અને મારી હોલી, મારી નિષ્કલંક તો એક જ છે; તે પોતાની માતાની એકની એક છે; તે પોતાની જનેતાની માનીતી છે. પુત્રીઓએ તેને જોઈને કહ્યું કે તું પ્રશંસાપાત્ર છે; રાણીઓ અને ઉપપત્નીઓ તેને જોઈને તેની પ્રશંસા કરે છે.
اما کبوتر من و کامله من یکی است. او یگانه مادرخویش و مختاره والده خود می‌باشد. دختران اورا دیده، خجسته گفتند. ملکه‌ها و متعه‌ها بر اونگریستند و او را مدح نمودند.۹
10 ૧૦ પ્રભાતના જેવી પ્રકાશિત ક્રાંતિવાળી, ચંદ્ર જેવી સુંદર, સૂર્ય જેવી ડાઘ વગરની, ધ્વજાઓ સહિતના સૈન્ય જેવી ભયંકર એ કોણ છે?
این کیست که مثل صبح می‌درخشد؟ ومانند ماه جمیل و مثل آفتاب طاهر و مانند لشکربیدق دار مهیب است؟۱۰
11 ૧૧ વસંતઋતુ ખીલી છે તે જોવા દ્રાક્ષવેલાને કૂંપળો ફૂટી છે કે કેમ; દાડમોને મોર આવ્યો છે કે કેમ; તે જોવા માટે હું અખરોટના બગીચામાં ગયો.
به باغ درختان جوز فرود شدم تا سبزیهای وادی را بنگرم و ببینم که آیا مو شکوفه آورده وانار گل کرده است.۱۱
12 ૧૨ હું કંઈ સમજુ તે પહેલા તો મારા આત્માએ મને રાજવંશી રથમાં બેસાડ્યો.
بی‌آنکه ملتفت شوم که ناگاه جانم مرا مثل عرابه های عمیناداب ساخت.۱۲
13 ૧૩ પાછી આવ, હે શૂલ્લામી; પાછી આવ; પાછી આવ કે અમે તને નિહાળીએ. માહનાઇમના નૃત્યની જેમ તમે શૂલ્લામીને કેમ જુઓ છો?
برگرد، برگرد‌ای شولمیت برگرد، برگرد تابر تو بنگریم.۱۳

< ગીતોનું ગીત 6 >