< ગીતોનું ગીત 2 >
1 ૧ હું શારોનનું ગુલાબ છું, અને ખીણોની ગુલછડી છું.
I am the rose of Sharon, the lily of the valleys.—
2 ૨ કાંટાઓ મધ્યે જેમ ગુલછડી હોય છે, તે જ પ્રમાણે કુમારિકાઓમાં મારી પ્રિયતમા છે.
Like the lily among the thorns, so is my beloved among the young maidens.—
3 ૩ જેમ જંગલના ઝાડમાં સફરજનનું વૃક્ષ હોય, તેમ જુવાનો વચ્ચે મારો પ્રીતમ છે. હું તેની છાયા નીચે બેસીને ઘણો આનંદ પામી, અને તેના ફળનો સ્વાદ મને મીઠો લાગ્યો.
Like the apple-tree among the trees of the forest, so is my friend among the young men: under his shadow do I ardently wish to sit, and his fruit is sweet to my palate.
4 ૪ તે મને ભોજન કરવાને ઘરે લાવ્યો, અને તેની પ્રીતિરૂપી ધ્વજા મારા પર હતી.
He brought me to the banqueting-house, and his banner over me was love.
5 ૫ સૂકી દ્રાક્ષોથી મને હોશમાં રાખો અને સફરજનથી મને તાજી કરો; કેમ કે હું પ્રેમપીડિત છું.
Strengthen me with flagons of wine, refresh me with apples; for sick of love am I.
6 ૬ તેનો ડાબો હાથ મારા માથા નીચે છે, અને તેનો જમણો હાથ આલિંગન કરે છે.
Oh that his left hand might be under my head, and that his right might embrace me.
7 ૭ હે યરુશાલેમની દીકરીઓ, હરણીઓના તથા જંગલી સાબરીઓના સમ દઈને કહું છું કે, મારા પ્રીતમની મરજી થાય ત્યાં સુધી તમે તેને ઢંઢોળીને ઉઠાડશો નહિ કે જગાડશો નહિ.
I adjure you, O daughters of Jerusalem, by the roes, and by the hinds of the field, that ye awaken not, nor excite my love, till it please [to come of itself].—
8 ૮ આ અવાજ તો મારા પ્રીતમનો છે! જુઓ તે, પર્વતો પર કૂદતો, ડુંગરો પર ઠેકડા મારતો અહીં આવે છે.
The voice of my friend! behold, there he cometh, leaping over the mountains, skipping over the hills.
9 ૯ મારો પ્રીતમ હરણ અને મૃગના બચ્ચા જેવો છે. જુઓ, તે આપણી દીવાલ પાછળ ઊભો છે, તે બારીમાંથી જોયા કરે છે, તે જાળીમાંથી દેખાય છે.
My friend is like a roebuck or the fawn of the hinds: behold, there he standeth behind our wall, looking in at the windows, seeing through the lattice.
10 ૧૦ મારા પ્રીતમે મને કહ્યું, “મારી પ્રિયતમા, મારી સુંદરી, ઊઠ અને મારી સાથે બહાર આવ.
My friend commenced, and said unto me, Rise thee up, my beloved, my fair one, and come along.
11 ૧૧ જો, શિયાળો સમાપ્ત થયો છે; વરસાદ પણ પૂરો થયો છે.
For, lo, the winter is past, the rain is over and gone its way.
12 ૧૨ ફૂલો જમીન પર ખીલવા લાગ્યાં છે; કાપણીનો તથા પક્ષીઓના કલરવનો સમય આવ્યો છે, આપણા દેશમાં કબૂતરોનો સ્વર સંભળાય છે.
The flowers are seen in the land; the time of the [birds'] singing is come, and the voice of the turtle-dove is heard in our land;
13 ૧૩ અંજીરના ઝાડ પર લીલાં અંજીર પાકે છે, અને દ્રાક્ષાવેલામાં ફૂલો ખીલ્યાં છે, તેઓ પોતાની ખુશ્બો ફેલાવે છે. મારી પ્રિયતમા, મારી સુંદરી, ઊઠીને બહાર નીકળી આવ.
The fig-tree perfumeth its green figs, and the vines with young grapes give forth a [pleasant] smell. Arise thee, my beloved, my fair one, and come along.
14 ૧૪ હે ખડકની ફાટોમાં, પર્વતની ગુપ્ત ફાટોમાં રહેનારી મારી હોલી, મને તારો ચહેરો જોવા દે, તારો અવાજ સાંભળવા દે. કેમ કે તારો અવાજ મીઠો છે અને તારો ચહેરો ખૂબસૂરત છે.”
O my dove, who art in the clefts of the rock, in the recesses of the cliffs, let me see thy countenance, let me hear thy voice; for thy voice is sweet, and thy countenance is comely.—
15 ૧૫ શિયાળવાં, નાનાં શિયાળવાંને મારા માટે પકડો, તે દ્રાક્ષવાડીઓને બગાડે છે, અમારી દ્રાક્ષવાડી ફૂલોથી ખીલી રહી છે.
Seize for us the foxes, the little foxes, that injure the vineyards; for our vineyards have young grapes.
16 ૧૬ મારો પ્રીતમ મારો છે, હું તેની છું; તે પોતાનાં ટોળાં ગુલછડીઓમાં ચરાવે છે.
My friend is mine, and I am his—that feedeth among the lilies.
17 ૧૭ હે મારા પ્રીતમ ચાલ્યો જા, પરોઢિયાનો શીતળ પવન વહે તે પહેલાં અને તારો પડછાયો પડે તે પહેલાં, ચાલ્યો જા; પર્વતો પરનાં ચપળ હરણાં અને મૃગનાં બચ્ચા જેવો થા.
Until the day become cool, and the shadows flee away, turn about, my friend, and be thou like the roebuck or the fawn of the hinds upon the mountains of separation.