< ગીતોનું ગીત 1 >

1 સુલેમાનનું આ સર્વોત્તમ ગીત.
Соломонова Пісня над піснями.
2 તારા મુખના ચુંબનોથી તું મને ચુંબન કર, કેમ કે તારો પ્રેમ દ્રાક્ષારસથી ઉત્તમ છે.
„Нехай він цілує мене поцілу́нками уст своїх, — бо ліпші коха́ння твої від вина!
3 તારા અત્તરની ખુશ્બો કેવી સરસ છે! તારું નામ અત્તર જેવું મહાન છે! તેથી જ બધી કુમારિકાઓ તને પ્રેમ કરે છે!
На запах оливи твої запашні́, твоє йме́ння — неначе олива розлита, тому діви кохають тебе!
4 મને તારી સાથે લઈ જા, આપણે જતાં રહીએ. રાજા મને પોતાના ઓરડામાં લાવ્યો છે. હું પ્રસન્ન છું; હું તારા માટે આનંદ કરું છું; મને તારા પ્રેમની ઉજવણી કરવા દે; તે દ્રાક્ષારસ કરતાં પણ વધારે સારો છે. બીજી યુવતીઓ તને પ્રેમ કરે તે વાજબી છે.
Потягни ти мене за собою, біжім! Цар впровадив мене у пала́ти свої, — ми радіти та ті́шитись будемо тобою, згадаємо коха́ння твої, від вина приємніші, — поправді кохають тебе!
5 હું શ્યામ છું પણ સુંદર છું, હે યરુશાલેમની દીકરીઓ, કેદારના તંબુઓની માફક શ્યામ, સુલેમાનના પડદાઓની માફક સુંદર છું.
Дочки єрусалимські, — я чорна та гарна, немов ті намети кеда́рські, мов за́навіси Соломонові!
6 હું શ્યામ છું તેથી મારી સામે એકીટશે જોશો નહિ. કેમ કે સૂર્યએ મને બાળી નાખી છે. મારી માતાના દીકરાઓ મારા પર કોપાયમાન થયા હતા; તેઓએ મને દ્રાક્ષવાડીની રક્ષક બનાવી. પણ મારી પોતાની દ્રાક્ષવાડી મેં સંભાળી નથી.
Не дивіться на те, що смугля́венька я, бож сонце мене опали́ло, — сини неньки моєї на мене розгні́валися, настанови́ли мене сторожи́ти виноградники, — та свого виноградника власного не встерегла я!“
7 જેને મારો આત્મા પ્રેમ કરે છે તે, તું મને કહે, તું તારા ઘેટાં-બકરાંને કયાં ચરાવે છે? તેમને બપોરે ક્યાં વિસામો આપે છે? શા માટે હું તારા સાથીદારોના ટોળાંની પાછળ, ભટકનારની માફક ફરું?
„Скажи ж мені ти, кого покохала душа моя: Де́ ти пасеш? Де даєш ти спочи́ти у спе́ку ота́рі? Пощо́ біля стад твоїх друзів я буду, немов та причи́нна?“
8 યુવતીઓમાં અતિ સુંદર, જો તું જાણતી ના હોય તો, મારા ટોળાંની પાછળ ચાલ, તારી બકરીના બચ્ચાંને ભરવાડોના તંબુઓ પાસે ચરાવ.
„Якщо ти не знаєш цього́, вродливі́ша посеред жіно́к, то вийди собі за слідами отари, і випа́суй при ша́трах пасту́ших козля́тка свої“.
9 મારી પ્રિયતમા, ફારુનના રથોના ઘોડાઓની મધ્યેની ઘોડીની સાથે, મેં તને સરખાવી છે.
„Я тебе прирівня́в до лошиці в воза́х фараонових, о моя ти подру́женько!
10 ૧૦ તારા ગાલ તારા આભૂષણોથી, તારી ગરદન રત્નથી સુંદર લાગે છે.
Гарні щі́чки твої поміж шну́рами пе́рел, а шийка твоя — між разка́ми намиста!
11 ૧૧ હું તારા માટે ચાંદી જડેલા સોનાના આભૂષણો બનાવીશ.
Ланцюжки́ золоті ми поробимо тобі разом із срібними ку́льками!“
12 ૧૨ જ્યારે રાજા પોતાના પલંગ પર સૂતો હતો, ત્યારે મારી જટામાસીની ખુશ્બો મહેકી રહી હતી.
„Доки цар при своє́му столі, то мій нард видає́ свої па́хощі.
13 ૧૩ મારો પ્રીતમ બોળની કોથળી જેવો મને લાગે છે જે મારા સ્તનોની વચ્ચે રાત્રી વિતાવે છે.
Мій коханий для мене — мов ки́тиця ми́рри: спочиває між пе́рсами в мене!
14 ૧૪ મારો પ્રીતમ, એન-ગેદીની દ્રાક્ષવાડીમાં, મેંદીના ફૂલના ગુચ્છો જેવો લાગે છે.
Мій коханий для мене — мов ки́прове гроно в ен-ґе́дських сада́х-виноградах“!
15 ૧૫ જો, મારી પ્રિયતમા, તું સુંદર છે, જો, તું સુંદર છે; તારી આંખો હોલાના જેવી છે.
„Яка ти прекрасна, моя ти подру́женько, яка ти хороша! Твої очі немов голуби́ні!“
16 ૧૬ જો, તું સુંદર છે મારા પ્રીતમ, તું કેવો મનોહર છે. આપણો પલંગ કૂણા છોડના જેવો છે.
„Який ти прекрасний, о мій ти коханий, який ти приємний! а ложе нам — зе́лень!
17 ૧૭ આપણા ઘરના મોભ એરેજ વૃક્ષની ડાળીઓ જેવા અને આપણી છતની વળીઓ દેવદાર વૃક્ષની ડાળીઓની છે.
Бруси наших домів — то кедри́ни, стелі в нас — кипари́си!“

< ગીતોનું ગીત 1 >