< ગીતોનું ગીત 1 >
1 ૧ સુલેમાનનું આ સર્વોત્તમ ગીત.
Énekek éneke, Salamontól.
2 ૨ તારા મુખના ચુંબનોથી તું મને ચુંબન કર, કેમ કે તારો પ્રેમ દ્રાક્ષારસથી ઉત્તમ છે.
Csókoljon engem szája csókjaival: mert bornál jobb a szerelmed.
3 ૩ તારા અત્તરની ખુશ્બો કેવી સરસ છે! તારું નામ અત્તર જેવું મહાન છે! તેથી જ બધી કુમારિકાઓ તને પ્રેમ કરે છે!
Illatnak jók az olajaid, kiöntött olaj a neved; azért szeretnek téged a leányzók.
4 ૪ મને તારી સાથે લઈ જા, આપણે જતાં રહીએ. રાજા મને પોતાના ઓરડામાં લાવ્યો છે. હું પ્રસન્ન છું; હું તારા માટે આનંદ કરું છું; મને તારા પ્રેમની ઉજવણી કરવા દે; તે દ્રાક્ષારસ કરતાં પણ વધારે સારો છે. બીજી યુવતીઓ તને પ્રેમ કરે તે વાજબી છે.
Vonj engem, utánad hadd szaladjunk – termeibe bevitt engem a király – hadd ujjongjunk és örvendjünk benned, hadd emlegessük szerelmedet inkább a bornál: méltán szeretnek téged.
5 ૫ હું શ્યામ છું પણ સુંદર છું, હે યરુશાલેમની દીકરીઓ, કેદારના તંબુઓની માફક શ્યામ, સુલેમાનના પડદાઓની માફક સુંદર છું.
Fekete vagyok, de szép, ti Jeruzsálem leányai, mint Kédár sátrai, mint Salamon szőnyegei.
6 ૬ હું શ્યામ છું તેથી મારી સામે એકીટશે જોશો નહિ. કેમ કે સૂર્યએ મને બાળી નાખી છે. મારી માતાના દીકરાઓ મારા પર કોપાયમાન થયા હતા; તેઓએ મને દ્રાક્ષવાડીની રક્ષક બનાવી. પણ મારી પોતાની દ્રાક્ષવાડી મેં સંભાળી નથી.
Ne nézzetek rám, hogy kissé fekete vagyok, hogy lesütött engem a nap! Anyám fiai megharagudtak reám, tettek engem őrzőjévé a szőlőknek: a magam szőlőjét nem őriztem.
7 ૭ જેને મારો આત્મા પ્રેમ કરે છે તે, તું મને કહે, તું તારા ઘેટાં-બકરાંને કયાં ચરાવે છે? તેમને બપોરે ક્યાં વિસામો આપે છે? શા માટે હું તારા સાથીદારોના ટોળાંની પાછળ, ભટકનારની માફક ફરું?
Mondd meg nekem te, kit lelkem szeret, merre legeltetsz, merre heverésztetsz délben? Mert minek legyek, mint aki elburkolja magát, társaid nyájainál?
8 ૮ યુવતીઓમાં અતિ સુંદર, જો તું જાણતી ના હોય તો, મારા ટોળાંની પાછળ ચાલ, તારી બકરીના બચ્ચાંને ભરવાડોના તંબુઓ પાસે ચરાવ.
Ha te ezt nem tudod, legszebbike az asszonyoknak, indulj el a juhok nyomdokain és legeltesd gödölyéidet a pásztorok hajlékainál.
9 ૯ મારી પ્રિયતમા, ફારુનના રથોના ઘોડાઓની મધ્યેની ઘોડીની સાથે, મેં તને સરખાવી છે.
Paripámhoz Fáraó szekereinél mondlak hasonlónak, kedvesem!
10 ૧૦ તારા ગાલ તારા આભૂષણોથી, તારી ગરદન રત્નથી સુંદર લાગે છે.
Bájosak az orczáid a füzérekben, nyakad a gyöngysorokban.
11 ૧૧ હું તારા માટે ચાંદી જડેલા સોનાના આભૂષણો બનાવીશ.
Aranyfüzéreket készítünk neked ezüst gombocskákkal.
12 ૧૨ જ્યારે રાજા પોતાના પલંગ પર સૂતો હતો, ત્યારે મારી જટામાસીની ખુશ્બો મહેકી રહી હતી.
Mialatt a király asztalkörében ült, az én nárdusom megadta illatát.
13 ૧૩ મારો પ્રીતમ બોળની કોથળી જેવો મને લાગે છે જે મારા સ્તનોની વચ્ચે રાત્રી વિતાવે છે.
Myrrhacsokor az én barátom nekem, mely kebleim között piben;
14 ૧૪ મારો પ્રીતમ, એન-ગેદીની દ્રાક્ષવાડીમાં, મેંદીના ફૂલના ગુચ્છો જેવો લાગે છે.
cziprusfürt az én barátom nekem, Én-Gédi szőlőiben.
15 ૧૫ જો, મારી પ્રિયતમા, તું સુંદર છે, જો, તું સુંદર છે; તારી આંખો હોલાના જેવી છે.
Íme, szép vagy te kedvesem, íme, szép vagy, szemeid galambok.
16 ૧૬ જો, તું સુંદર છે મારા પ્રીતમ, તું કેવો મનોહર છે. આપણો પલંગ કૂણા છોડના જેવો છે.
Íme, szép vagy te barátom, kedves is, nyoszolyánk is zöldelő;
17 ૧૭ આપણા ઘરના મોભ એરેજ વૃક્ષની ડાળીઓ જેવા અને આપણી છતની વળીઓ દેવદાર વૃક્ષની ડાળીઓની છે.
házaink gerendái czédrusok, padozatunk cziprusok.