< રૂત 1 >
1 ૧ જયારે ન્યાયીઓ ન્યાય કરતા હતા, તે દિવસોમાં દેશમાં દુકાળ પડયો. તેથી બેથલેહેમ યહૂદિયાના એક માણસ પોતાની પત્ની તથા બે દીકરાઓ સહિત મોઆબ દેશમાં જઈને ત્યાં વસવાટ કર્યો.
Laitloek rhoek lai a tloek tue vaengah khohmuen ah khokha pai. Te dongah Judah Bethlehem lamkah hlang pakhat tah Moab kho ah bakuep ham a yuu neh a ca rhoi te a caeh puei.
2 ૨ તે માણસનું નામ અલીમેલેખ, તેની પત્નીનું નામ નાઓમી અને તેના બે દીકરાઓનાં નામ માહલોન તથા કિલ્યોન હતાં. તેઓ બેથલેહેમ યહૂદિયાના એફ્રાથીઓ હતાં. તેઓ મોઆબ દેશમાં આવીને ત્યાં વસ્યા હતા.
Te hlang kah a ming tah Elimelekh tih a yuu ming tah Naomi, a ca rhoi ming tah Mahlon neh Kilion a ming nah. Amih rhoek tah Judah Bethlehem kah Ephraim lamloh Moab khohmuen la cet tih om uh.
3 ૩ વખત જતા નાઓમીનો પતિ અલીમેલેખ મૃત્યુ પામ્યો. તેથી નાઓમી તથા તેના બે દીકરા નિરાધાર બન્યા.
Te vaengah Noami tah a va Elimelekh te duek tih anih neh a ca rhoi la cul.
4 ૪ તેઓ મોઆબ દેશમાં લગભગ દસ વર્ષ રહ્યાં, તે દરમિયાન માહલોન તથા કિલ્યોને મોઆબી સ્ત્રીઓ સાથે લગ્ન કર્યા. આ સ્ત્રીઓના નામ અનુક્રમે ઓરપા અને રૂથ હતાં.
A ca rhoi loh Moab nu a ming ah Orpah neh Ruth te a loh rhoi tih kum rha tluk om uh.
5 ૫ પછી માહલોન તથા કિલ્યોન મૃત્યુ પામ્યા, એટલે એકલી નાઓમી બાકી રહી.
Tedae Mahlon neh Kilion khaw bok a duek bal dongah a va, a ca om kolla huta amah buengla cul.
6 ૬ અહીં મોઆબમાં નાઓમીના સાંભળવામાં આવ્યું હતું કે ઈશ્વરે યહૂદિયામાં પોતાના લોકોને સહાય કરી છે અને તેઓને અન્ન આપ્યું છે. તેથી તેણીએ પોતાની પુત્રવધૂઓ સાથે મોઆબ દેશ છોડીને સ્વદેશ યહૂદિયા પાછા જવાનો નિર્ણય કર્યો.
Tedae BOEIPA loh a pilnam te buh paek ham a hip coeng tila Moab kho ah a yaak. Te dongah hlah uh tih a langa rhoi neh Moab kho lamloh bal.
7 ૭ જ્યાં તે રહેતી હતી ત્યાંથી પોતાના દેશ યહૂદિયામાં પાછા જવાના રસ્તે તેણે પોતાની બે પુત્રવધૂઓ સાથે મુસાફરી શરુ કરી.
Te dongah a om nah hmuen lamloh nong tih a langa rhoi neh amah neh Judah kho long la bal ham cet uh.
8 ૮ માર્ગમાં નાઓમીએ પોતાની બે પુત્રવધૂઓને કહ્યું કે, “દીકરીઓ, તમે બન્ને તમારા પિયરમાં પાછાં જાઓ. જેમ તમે મૃત્યુ પામેલા તમારા પતિઓ પર મમતા રાખી હતી તેમ ઈશ્વર તમારા પર કરુણા રાખો.
Tedae a langa rhoi taengah Naomi loh, “Cet rhoi lamtah na manu im la mael rhoi laeh. Aka duek rhoek neh kai taengah na saii vanbangla sitlohnah te nangmih rhoi taengah BOEIPA loh han saii khaw han saii khaming.
9 ૯ ઈશ્વર એવું કરે કે તમે પુન: લગ્ન કરો અને તમારા પતિના ઘરમાં નિરાંતે રહો.” પછી નાઓમીએ તેઓને ચુંબન કર્યું અને તેઓ પોક મૂકીને રડી પડી.
BOEIPA loh nangmih rhoi te m'pae saeh lamtah na va im kah duemnah khaw hmu rhoi van,” a ti nah tih amih rhoi te a mok hatah a ol a huel uh tih rhap uh.
10 ૧૦ અને તેઓએ તેને કહ્યું, “એવું નહિ, અમે તો તારી સાથે તારા લોકો મધ્યે આવીશું.”
Te phoeiah anih te, “Namah neh na pilnam taengla bal uh sih,” a ti na rhoi.
11 ૧૧ ત્યારે નાઓમીએ કહ્યું, “મારી દીકરીઓ પાછી વળો; તમારે મારી સાથે શા માટે આવવું જોઈએ? શું હજી મને દીકરાઓ થવાના છે કે તેઓ તમારા પતિ થઈ શકે?
Tedae Naomi loh, “Ka canu rhoi aw mael rhoi laeh. Kai taengla balae nan loh rhoi eh? Nangmih rhoi kah na va la aka poeh ham khaw ka ko khuiah camoe ka khueh pueng tih nim?
12 ૧૨ મારી દીકરીઓ, પાછી વળો, તમારા રસ્તે ચાલી જાઓ, કેમ કે હું એટલી બધી વૃદ્ધ થઈ છું કે હું પુન: લગ્ન કરી શકું તેમ નથી. વળી જો હું કહું કે, મને આશા છે કે આજ રાત્રે મને પતિ મળે અને હું દીકરાઓના ગર્ભ ધારણ કરું,
Ka canu rhoi mael rhoi lamtah cet rhoi laeh, ka patong coeng he, va khueh ham khaw kai hamla ngaiuepnah om ka ti koinih hlaempang pakhat ah ka va taengla ka om vetih ca kan sak sue,
13 ૧૩ તેથી તમે શું તેઓ પુખ્ત ઉંમરના થાય ત્યાં સુધી તમારે રાહ જોવાની હોય? શું તમે અત્યારે ફરીથી પુરુષો સાથે લગ્ન નહિ કરો? ના, મારી દીકરીઓ! તમને દુઃખ થાય તે કરતા મને વધારે દુઃખ છે કેમ કે ઈશ્વરનો હાથ મારી વિરુદ્ધ થયો છે.”
Te te a rhoeng duela na lamso rhoi aya? Hlang la aka poeh pawt te na oei rhoi aya? Ka ca rhoi aw te moenih ta. BOEIPA kut loh kai n'nan coeng dongah kai tah nangmih rhoi lakah ka phaep uh phat coeng,” a ti nah.
14 ૧૪ અને પુત્રવધૂઓ ફરીથી પોક મૂકીને રડી પડી. પછી ઓરપાએ પોતાની સાસુને વિદાય આપતા ચુંબન કર્યું; પણ રૂથ સાસુમાને વળગી રહી.
A ol a huel tih koep a rhah uh phoeiah tah Orpah loh a mani te a mok. Tedae Ruth long tah khak a lingven.
15 ૧૫ નાઓમીએ કહ્યું, “રૂથ બેટા સાંભળ, તારી દેરાણી તેના લોકો તથા દેવો પાસે પાછી ગઈ છે. તું પણ તેની સાથે જા.”
Te vaengah, “Na maya tah a pilnam taeng neh a pathen taengla bal ke! na maya neh bal laeh,” a ti nah.
16 ૧૬ ત્યારે રૂથે કહ્યું, “તને છોડીને તારી પાસેથી દૂર જવાનું મને ના કહે, કેમ કે જયાં તું જઈશ ત્યાં હું આવીશ અને જ્યાં તું રહેશે ત્યાં હું રહીશ; તારા લોક તે મારા લોક અને તારા ઈશ્વર તે મારા ઈશ્વર થશે;
Tedae Ruth loh, “Nang hnoo ham neh nang hnuk lamkah bal ham tah kai he nan doo pawt mako, na pongpa nah ah ka pongpa vetih na rhaehba nah ah ka rhaehba ni, na pilnam khaw ka pilnam van, na Pathen khaw ka Pathen ni.
17 ૧૭ પછીનાં દિવસોમાં જ્યાં તું મૃત્યુ પામીશ ત્યાં જ હું મૃત્યુ પામીશ અને ત્યાં જ હું દફનાવાઈશ. મૃત્યુ સિવાય બીજું જો મને તારાથી અળગી કરે, તો ઈશ્વર મને મૃત્યુ કરતાં વધારે દુઃખ આપે.”
Na duek nah ah ka duek saeh lamtah pahoi ng'up uh van saeh. BOEIPA loh kai taengah han saii saeh lamtah hang khoep nawn saeh. Kai laklo neh nang laklo ah duek long mah n'tuiphih nawn saeh,” a ti nah.
18 ૧૮ જયારે નાઓમીને ખાતરી થઈ કે રૂથ સાથે આવવાને કૃતનિશ્ચયી છે ત્યારે તેણે તેની સાથે વિવાદ કરવાનું બંધ કર્યું.
A taengah caeh ham a ning mangkhak te a hmuh vaengah voek ham khaw a toeng.
19 ૧૯ મુસાફરી કરતાં કરતાં તેઓ બન્ને બેથલેહેમ નગરમાં આવી પહોંચ્યાં જયારે તેઓ અહીં આવ્યાં ત્યારે નગરના સર્વ લોકો તેઓને જોઈને ઉત્સાહિત થયા. ત્યાંની સ્ત્રીઓએ કહ્યું, “શું આ નાઓમી છે?”
Te dongah amih rhoi te Bethlehem a pha duela cet rhoi. Bethlehem a pha rhoi van neh amih rhoi kongah khopuei boeih te pangngawl tih, “Noami a te?,” a ti uh.
20 ૨૦ ત્યારે તેણે તેઓને કહ્યું “મને નાઓમી એટલે મીઠી ના કહો, મને કડવી કહો, કેમ કે સર્વસમર્થ ઈશ્વરે મારી ખૂબ કસોટી કરી છે.
Tedae amih taengah tah, “Kai he Naomi la ng'khue uh boeh, Tlungthang loh kai mat m'phaep coeng dongah kai he Mara la ng'khue uh mai.
21 ૨૧ હું અહીંથી નીકળી ત્યારે સમૃદ્ધ હતી, પણ ઈશ્વર મને વતનમાં ખાલી હાથે પાછા લાવ્યા છે. ઈશ્વરે મને અપરાધી ઠરાવી છે અને સર્વસમર્થે મને દુઃખી કરી છે, તે જાણ્યાં પછી પણ તમે મને નાઓમી કહીને કેમ બોલાવો છો?”
Kai he khangrhueng la ka cet van dae BOEIPA loh kuttling la kai m'bal sak. Balae tih kai te Naomi la nang khue uh. BOEIPA loh kai n'doo tih Tlungthang loh kai soah thae a huet coeng,” a ti nah.
22 ૨૨ એમ નાઓમી અને તેની પુત્રવધૂ, રૂથ મોઆબણ, મોઆબ દેશથી બેથલેહેમ આવ્યાં, ત્યારે જવની કાપણીની મોસમ શરુ થઈ હતી.
Naomi a bal vaengah Moab kho lamkah anih neh aka mael hmaih a langa Moab Ruth neh cangtun cangah cuek vaengah Bethlehem a pha rhoi.