< રૂત 2 >
1 ૧ નાઓમીના પતિ અલીમેલેખનો એક સંબંધી, બોઆઝ, ખૂબ શ્રીમંત માણસ હતો.
Наоми авя о рудэ дупэ бэрбат. Ачеста ера ун ом фоарте богат, дин фамилия луй Елимелек, ши се нумя Боаз.
2 ૨ અને મોઆબી રૂથે નાઓમીને કહ્યું, “મને અનાજ લણાયા પછી રહી ગયેલાં કણસલાં એકત્ર કરવા ખેતરમાં જવા દે. મારા પર જેની કૃપાદ્રષ્ટિ થાય તેના ખેતરમાં હું જઈશ. “અને તેણે તેને કહ્યું કે “મારી દીકરી જા.”
Рут, Моабита, а зис кэтре Наоми: „Ласэ-мэ, те рог, сэ мэ дук сэ стрынг спиче де пе кымпул ачелуя ынаинтя кэруя вой кэпэта тречере.” Еа й-а рэспунс: „Ду-те, фийка мя.”
3 ૩ રૂથ ગઈ અને ખેતરમાં આવીને તે પાક લણનારાઓની પાછળ કણસલાં વીણવા લાગી. અને જોગાનુજોગ અલીમેલેખના સંબંધી બોઆઝના ભાગનું એ ખેતર હતું.
Еа с-а дус ынтр-ун огор сэ стрынгэ спиче пе урма сечерэторилор. Ши с-а ынтымплат кэ огорул ачела ера ал луй Боаз, каре ера дин фамилия луй Елимелек.
4 ૪ જુઓ, બોઆઝે બેથલેહેમથી આવીને લણનારાઓને કહ્યું, “ઈશ્વર તમારી સાથે હો. “અને તેઓએ પ્રત્યુત્તર આપ્યો કે, “ઈશ્વર તને આશીર્વાદ આપો.”
Ши ятэ кэ Боаз а венит дин Бетлеем ши а зис сечерэторилор: „Домнул сэ фие ку вой!” Ей й-ау рэспунс: „Домнул сэ те бинекувынтезе!”
5 ૫ પછી બોઆઝે લણનારાઓ પર દેખરેખ રાખવા નીમેલા ચાકરોને પૂછ્યું કે, “આ કોની સ્ત્રી છે?”
Ши Боаз а зис служиторулуй ынсэрчинат ку привегеря сечерэторилор: „А куй есте тынэра ачаста?”
6 ૬ ત્યારે લણનારાઓ પર દેખરેખ રાખનારા ચાકરે ઉત્તર આપ્યો, “એ સ્ત્રી તો મોઆબ દેશમાંથી નાઓમી સાથે આવેલી મોઆબી સ્ત્રી છે.”
Служиторул ынсэрчинат ку привегеря сечерэторилор а рэспунс: „Есте о тынэрэ моабитэ, каре с-а ынторс ку Наоми дин цара Моабулуй.
7 ૭ તેણે મને કહ્યું, ‘કૃપા કરી મને લણનારાઓની પાછળ પૂળીઓ બાંધતાં રહી ગયેલાં કણસલાં વીણવા દે. ‘તે અહીં આવીને સવારથી તો અત્યાર સુધી સતત કણસલાં વીણવાનું કામ કરતી રહી છે, ફક્ત હમણાં જ ઘરમાં આરામ કરવા આવી છે.”
Еа а зис: ‘Дэ-мь вое сэ стрынг ши сэ кулег спиче динтре снопь, рэмасе пе урма сечерэторилор.’ Ши де азь-диминяцэ, де кынд а венит, а стат ын пичоаре пынэ акум ши ну с-а одихнит декыт о клипэ ын касэ.”
8 ૮ ત્યારે બોઆઝે રૂથને કહ્યું, “મારી દીકરી, શું તું મને સાંભળે છે? હવે પછી મારું ખેતર મૂકીને બીજા કોઈ ખેતરમાં કણસલાં વીણવા જઈશ નહિ. પણ અહીં જ રહેજે અને મારા ત્યાં કામ કરતી સ્ત્રીઓની સાથે જ રહીને કામ કરજે.
Боаз а зис кэтре Рут: „Аскултэ, фийкэ, сэ ну те дучь сэ кулеӂь спиче ын алт огор; сэ ну те депэртезь де аич ши рэмый ку служничеле меле.
9 ૯ જે ખેતરમાં તેઓ લણે છે તેમાં રહેલા અનાજ પર જ તારી નજર રાખજે અને એ સ્ત્રીઓની પાછળ ફરજે. અહીંના જુવાનો તને કશી હરકત ના કરે એવી સૂચના મેં તેઓને આપી છે. અને જયારે તને તરસ લાગે જુવાનોએ પાણીથી ભરી રાખેલાં માટલાં પાસે જઈને તેમાંથી પાણી પીજે.”
Уйтэ-те унде вор сечера пе кымп ши ду-те дупэ еле. Ам порунчит слуӂилор меле сэ ну се атингэ де тине. Ши кынд ыць ва фи сете, сэ те дучь ла васе ши сэ бей дин че вор скоате слуӂиле.”
10 ૧૦ ત્યારે રૂથે દંડવત્ પ્રણામ કરીને તેને કહ્યું, “હું એક પરદેશી સ્ત્રી હોવા છતાં તમે મારા પર આટલી બધી કૃપાદ્રષ્ટિ કરીને શા માટે મારી કાળજી રાખો છો.”
Атунч, еа с-а арункат ку фаца ла пэмынт ши й-а зис: „Кум ам кэпэтат еу тречере ынаинтя та, ка сэ те ынгрижешть де мине, о стрэинэ?”
11 ૧૧ અને બોઆઝે તેને ઉત્તર આપ્યો, “તારા પતિના મૃત્યુ પછી તારી સાસુ સાથે તેં જે સારો વર્તાવ રાખ્યો છે અને તારા પિતા, માતા અને જન્મભૂમિને છોડીને તારે માટે અજાણ્યા હોય એવા લોકોમાં તું રહેવા આવી છે તે વિશેની વિગતવાર માહિતી મને મળી છે.
Боаз й-а рэспунс: „Ми с-а спус тот че ай фэкут пентру соакрэ-та де ла моартя бэрбатулуй тэу ши кум ай пэрэсит пе татэл тэу ши пе мама та ши цара ын каре те-ай нэскут, ка сэ мерӂь ла ун попор пе каре ну-л куноштяй май ынаинте.
12 ૧૨ ઈશ્વર તારા કામનું ફળ તને આપો. જે ઇઝરાયલના ઈશ્વરની પાંખો તળે આશ્રય લેવા તું આવી છે તે ઈશ્વર તરફથી તને પૂર્ણ બદલો મળો.”
Домнул сэ-ць рэсплэтяскэ че ай фэкут ши плата сэ-ць фие деплинэ дин партя Домнулуй Думнезеулуй луй Исраел, суб але кэруй арипь ай венит сэ те адэпостешть!”
13 ૧૩ પછી તેણે કહ્યું, “મારા માલિક, મારા પર કૃપાદ્રષ્ટિ રાખો; કેમ કે તમે મને દિલાસો આપ્યો છે અને જો કે હું તમારી દાસીઓમાંની એકયના જેવી નથી છતાં તમે મારી સાથે માયાળુપણે વાત કરી છે.”
Ши еа а зис: „О! сэ капэт тречере ынаинтя та, домнул меу! Кэч ту м-ай мынгыят ши ворбеле тале ау мерс ла инима служничей тале. Ши тотушь еу ну сунт нич мэкар ка уна дин служничеле тале.”
14 ૧૪ ભોજન સમયે બોઆઝે રૂથને કહ્યું, “અહીં આવીને રોટલી ખા અને તારો કોળિયો દ્રાક્ષારસના સરકામાં બોળ. “ત્યારે લણનારાઓની પાસે તે બેઠી; અને તેમણે તેને પોંક આપ્યો. તે ખાઈને તે તૃપ્ત થઈ અને તેમાંથી થોડો વધ્યો.
Ла время прынзулуй, Боаз а зис кэтре Рут: „Апропие-те, мэнынкэ пыне ши ынмоае-ць буката ын оцет.” Еа а шезут лынгэ сечерэторь. Й-ау дат грэунце прэжите, а мынкат ши с-а сэтурат ши че а рэмас а стрынс.
15 ૧૫ જયારે તે કણસલાં વીણવા ઊઠી, ત્યારે બોઆઝે પોતાના માણસોને આજ્ઞા આપી કે, “એને પૂળીઓમાંથી પણ કણસલાં વીણવા દો, તેને ધમકાવતા નહિ.
Апой с-а скулат сэ кулягэ спиче. Боаз а дат урмэтоаря порункэ служиторилор сэй: „Лэсаць-о сэ кулягэ спиче ши ынтре снопь ши сэ н-о оприць;
16 ૧૬ અને પૂળીઓમાંથી કેટલુંક પડતું મૂકીને તેને તેમાંથી તેને કણસલાં વીણવા દેજો. તેને કનડગત કરશો નહિ.”
ши кяр вой сэ-й скоатець дин снопь кытева спиче, с-о лэсаць сэ кулягэ спиче ши сэ н-о ынфрунтаць.”
17 ૧૭ તેણે સાંજ સુધી ખેતરમાં કણસલાં વીણ્યાં. પછી વીણેલાં કણસલાંને તેણે મસળ્યા તેમાંથી આશરે એક એફાહ લગભગ વીસ કિલો જવ નીકળ્યા.
Еа а кулес спиче де пе кымп пынэ сяра ши а бэтут че кулесесе. А ешит апроапе о ефэ де орз.
18 ૧૮ તે લઈને તે નગરમાં ગઈ. ત્યાં તેની સાસુએ તેનાં વીણેલાં કણસલાં જોયાં. રૂથે પોતાના બપોરના ભોજનમાંથી જે પોંક વધ્યો હતો તે પણ રૂથે તેને આપ્યો.
А луат-о ши а интрат ын четате ши соакрэ-са а вэзут че кулесесе. Рут а скос ши рэмэшицеле де ла прынз ши и ле-а дат.
19 ૧૯ ત્યારે તેની સાસુએ તેને કહ્યું, “આજે તેં, ક્યાંથી કણસલાં વીણ્યાં? અને તું ક્યાં કામ કરવા ગઈ હતી? જેણે તારી મદદ કરી તે આશીર્વાદિત હો.” અને જેની સાથે તેણે કામ કર્યું હતું તે ખેતરના માલિક વિષે પોતાની સાસુને તેણે કહ્યું કે, “જેના ખેતરમાં મેં આજે કામ કર્યું તેનું નામ બોઆઝ છે.”
Соакрэ-са й-а зис: „Унде ай кулес астэзь спиче ши унде ай мунчит? Бинекувынтат сэ фие чел че с-а ынгрижит де тине!” Ши Рут а спус соакрей сале ла чине мунчисе: „Омул ла каре ам мунчит азь”, а зис еа, „се нумеште Боаз.”
20 ૨૦ નાઓમીએ પોતાની પુત્રવધૂને કહ્યું,” જે ઈશ્વરે, જીવતાં તથા મૃત્યુ પામેલાંઓ પ્રત્યે પોતાની વફાદારી ત્યજી દીધી નથી તે ઈશ્વરથી તે માણસ, આશીર્વાદિત થાઓ.” વળી નાઓમીએ તેને કહ્યું, “એ માણસને આપણી સાથે સગાઈ છે, તે આપણો નજીકનો સંબંધી છે.”
Наоми а зис нурорий сале: „Сэ фие бинекувынтат де Домнул, каре есте плин де ындураре пентру чей вий, кум а фост ши пентру чей че ау мурит. Омул ачеста есте рудэ ку ной”, й-а май спус Наоми, „есте дин чей че ау дрепт де рэскумпэраре асупра ноастрэ.”
21 ૨૧ ત્યારે મોઆબી રૂથે કહ્યું, “વળી તેણે મને કહ્યું, મારા જુવાનો મારી બધી કાપણી પૂરી કરે ત્યાં સુધી તારે મારા જુવાન મજૂરો પાસે રહેવું.”
Рут, Моабита, а адэугат: „Ел мь-а май зис: ‘Рэмый ку слуӂиле меле, пынэ вор испрэви де сечерат.’”
22 ૨૨ ત્યારે નાઓમીએ પોતાની પુત્રવધૂ રૂથને કહ્યું, “મારી દીકરી, એ સારું છે કે તું તેની જુવાન સ્ત્રીઓ સાથે જા, જેથી બીજા કોઈ ખેતરવાળા તને કનડગત કરે નહી.”
Ши Наоми а зис кэтре норэ-са Рут: „Есте бине, фийка мя, сэ ешь ку служничеле луй ши сэ ну те ынтылняскэ чинева ын алт огор.”
23 ૨૩ માટે જવની તથા ઘઉંની કાપણીના અંત સુધી તે કણસલાં વીણવા માટે બોઆઝની સ્ત્રી મજૂરો પાસે રહી; અને તે પોતાની સાસુની સાથે રહેતી હતી.
Еа с-а цинут дар де служничеле луй Боаз, ка сэ кулягэ спиче, пынэ ла сфыршитул сечератулуй орзурилор ши сечератулуй грыулуй. Ши локуя ку соакрэ-са.