< રોમનોને પત્ર 8 >
1 ૧ તેથી જેઓ ખ્રિસ્ત ઈસુમાં છે તેઓને હવે કોઈ શિક્ષા નથી.
Therfor now no thing of dampnacioun is to hem that ben in Crist Jhesu, whiche wandren not after the flesch.
2 ૨ કેમ કે ઈસુ ખ્રિસ્તમાં જીવનનાં આત્માનો જે નિયમ છે તેણે મને પાપના તથા મરણના નિયમથી મુક્ત કર્યો છે.
For the lawe of the spirit of lijf in Crist Jhesu hath delyuerid me fro the lawe of synne, and of deth.
3 ૩ કેમ કે મનુષ્યદેહનાં લીધે નિયમશાસ્ત્ર નિર્બળ હતું, તેથી જે કામ તેને અશક્ય હતું તે ઈશ્વરે કર્યું, એટલે પોતાના દીકરાને પાપી મનુષ્યદેહની સમાનતામાં અને પાપના અર્પણ તરીકે મોકલીને તેમના મનુષ્યદેહમાં પાપને દંડાજ્ઞા ફરમાવી;
For that that was vnpossible to the lawe, in what thing it was sijk bi flesch, God sente his sone in to the licknesse of fleisch of synne, and of synne dampnede synne in fleisch;
4 ૪ કે જેથી આપણામાં, એટલે દેહ પ્રમાણે નહિ પણ આત્મા પ્રમાણે ચાલનારાંમાં, નિયમશાસ્ત્રની જરૂરિયાત પરિપૂર્ણ થાય.
that the iustefiyng of the lawe were fulfillid in vs, that goen not aftir the fleisch, but aftir the spirit.
5 ૫ કેમ કે જેઓ દૈહિક છે તેઓ દૈહિક અને જેઓ આત્મિક છે તેઓ આત્માની બાબતો ઉપર મન લગાડે છે.
For thei that ben aftir the fleisch, saueren tho thingis that ben of the fleisch; but thei that ben after the spirit, feelen tho thingis that ben of the spirit. For the prudence of fleisch is deth;
6 ૬ દૈહિક મન મરણ છે; પણ આત્મિક મન જીવન તથા શાંતિ છે.
but the prudence of spirit is lijf and pees.
7 ૭ કારણ કે દૈહિક મન ઈશ્વર સાથે વૈર છે, કેમ કે તે ઈશ્વરના નિયમશાસ્ત્રને આધીન નથી અને થઈ શકતું પણ નથી.
For the wisdom of the fleisch is enemye to God; for it is not suget to the lawe of God, for nether it may.
8 ૮ અને જેઓ દૈહિક છે તેઓ ઈશ્વરને પ્રસન્ન કરી શકતા નથી.
And thei that ben in fleisch, moun not plese to God.
9 ૯ પણ જો ઈશ્વરનો આત્મા તમારામાં વસે છે, તો તમે દૈહિક નથી, પણ આત્મિક છો; પણ જો કોઈને ખ્રિસ્તનો આત્મા નથી, તો તે ખ્રિસ્તનો નથી.
But ye ben not in fleisch, but in spirit; if netheles the spirit of God dwellith in you. But if ony hath not the spirit of Crist, this is not his.
10 ૧૦ અને જો ખ્રિસ્ત તમારામાં છે તો પાપને લીધે શરીર તો મૃત છે, પણ ન્યાયીપણાને લીધે આત્મા જીવે છે.
For if Crist is in you, the bodi is deed for synne, but the spirit lyueth for iustefiyng.
11 ૧૧ જેમણે ઈસુને મરણમાંથી સજીવન કર્યા, તેમનો આત્મા જો તમારામાં વસે છે, તો જેણે ખ્રિસ્ત ઈસુને મરણમાંથી સજીવન કર્યા, તેઓ તમારામાં વસનાર પોતાના આત્મા દ્વારા તમારા મર્ત્ય શરીરોને પણ સજીવન કરશે.
And if the spirit of hym that reiside Jhesu Crist fro deth dwellith in you, he that reiside Jhesu Crist fro deth, shal quykene also youre deedli bodies, for the spirit of hym that dwellith in you.
12 ૧૨ તેથી, ભાઈઓ, આપણે ઋણી છીએ, પણ દેહ પ્રમાણે જીવવાને દેહનાં ઋણી નથી.
Therfor, britheren, we ben dettouris, not to the flesch, that we lyuen aftir the flesch.
13 ૧૩ કેમ કે જો તમે દેહ પ્રમાણે જીવો તો મરશો જ; પણ જો તમે આત્માથી શરીરનાં કામોને મારી નાખો તો જીવશો.
For if ye lyuen aftir the fleisch, ye schulen die; but if ye bi the spirit sleen the dedis of the fleisch, ye schulen lyue.
14 ૧૪ કેમ કે જેટલાં ઈશ્વરના આત્માથી દોરાય છે, તેટલાં ઈશ્વરના દીકરા છે.
For who euere ben led bi the spirit of God, these ben the sones of God.
15 ૧૫ કેમ કે ફરીથી ભય લાગે એવો દાસત્વનો આત્મા તમને મળ્યો નથી; પણ તમને દત્તકપુત્ર તરીકેનો આત્મા મળ્યો છે જેને લીધે આપણે પિતા અબ્બા એવી હાંક મારીએ છીએ.
For ye han not take eftsoone the spirit of seruage in drede, but ye han taken the spirit of adopcioun of sones, in which we crien, Abba, fadir.
16 ૧૬ પવિત્ર આત્મા પોતે આપણા આત્માની સાથે સાક્ષી આપે છે કે આપણે ઈશ્વરનાં સંતાનો છીએ.
And the ilke spirit yeldith witnessyng to oure spirit, that we ben the sones of God;
17 ૧૭ જો સંતાનો છીએ તો વારસ પણ છીએ, એટલે ઈશ્વરના વારસ છીએ અને ખ્રિસ્તની સાથે મહિમા પામવાને માટે જો આપણે ખરેખર તેની સાથે દુઃખ સહન કરીએ તો ખ્રિસ્તની સાથે સહવારસ પણ છીએ.
if sones, and eiris, `and eiris of God, and eiris togidere with Crist; if netheles we suffren togidere, that also we ben glorified togidere.
18 ૧૮ કેમ કે હું માનું છું કે, જે મહિમા આપણને પ્રગટ થનાર છે તેની સાથે વર્તમાન સમયનાં દુઃખો સરખાવવા યોગ્ય નથી.
And Y deme, that the passiouns of this tyme ben not worthi to the glorie to comynge, that schal be schewid in vs.
19 ૧૯ કેમ કે સૃષ્ટિની ઉત્કંઠા ઈશ્વરનાં દીકરાઓના પ્રગટ થવાની રાહ જોયા કરે છે.
For the abidyng of creature abidith the schewyng of the sones of God.
20 ૨૦ કારણ કે સૃષ્ટિ પોતાની ઇચ્છાથી નહિ, પણ સ્વાધીન કરનારની ઇચ્છાથી વ્યર્થપણાને સ્વાધીન થઈ;
But the creature is suget to vanyte, not willynge, but for hym that made it suget in hope;
21 ૨૧ અને તે એવી આશાથી સ્વાધીન થઈ કે સૃષ્ટિ પોતે પણ નાશના દાસત્વમાંથી મુક્ત થઈને ઈશ્વરના દીકરાના મહિમાની સાથે રહેલી મુક્તિ પામે.
for the ilke creature schal be delyuered fro seruage of corrupcioun in to liberte of the glorie of the sones of God.
22 ૨૨ કેમ કે આપણે જાણીએ છીએ કે અત્યાર સુધી આખી સૃષ્ટિ તમામ નિસાસા નાખીને પ્રસૂતિની વેદનાથી કષ્ટાય છે.
And we witen, that ech creature sorewith, and trauelith with peyne til yit.
23 ૨૩ અને એકલી તે નહિ, પણ આપણે જેઓને આત્માનું પ્રથમફળ મળ્યું છે, તે આપણે પોતે પણ દત્તકપુત્ર તરીકેની એટલે આપણા શરીરનાં ઉદ્ધારની રાહ જોતાં, પોતાના મનમાં નિસાસા નાખીએ છીએ.
And not oneli it, but also we vs silf, that han the first fruytis of the spirit, and we vs silf sorewen with ynne vs for the adopcioun of Goddis sonys, abidynge the ayenbiyng of oure bodi.
24 ૨૪ કેમ કે આપણે આશાથી ઉદ્ધાર પામ્યા છીએ, પણ જે આશા દૃશ્ય હોય તે આશા નથી; કેમ કે કોઈ મનુષ્ય પોતે જે જુએ છે તેની આશા કેવી રીતે કરે?
But bi hope we ben maad saaf. For hope that is seyn, is not hope; for who hopith that thing, that he seeth?
25 ૨૫ પણ જે આપણે જોતાં નથી તેની આશા જયારે રાખીએ છીએ, ત્યારે ધીરજથી તેની રાહ જોઈએ છીએ.
And if we hopen that thing that we seen not, we abiden bi pacience.
26 ૨૬ તે જ પ્રમાણે આત્મા પણ આપણી નિર્બળતામાં આપણને સહાય કરે છે; કેમ કે યથાયોગ્ય રીતે શી પ્રાર્થના કરવી તે આપણે જાણતા નથી, પણ આત્મા પોતે અવાચ્ય નિસાસાથી આપણા માટે મધ્યસ્થી કરે છે;
And also the spirit helpith oure infirmyte; for what we schulen preie, as it bihoueth, we witen not, but the ilke spirit axith for vs with sorewyngis, that moun not be teld out.
27 ૨૭ અને અંતઃકરણ તપાસનાર જાણે છે કે આત્માની ઇચ્છા શી છે; કેમ કે તે સંતોને માટે ઈશ્વરની ઇચ્છા પ્રમાણે વિનંતી કરે છે.
For he that sekith the hertis, woot what the spirit desirith, for bi God he axith for hooli men.
28 ૨૮ આપણે જાણીએ છીએ કે જેઓ ઈશ્વર ઉપર પ્રેમ રાખે છે અને જેઓ તેમના સંકલ્પ પ્રમાણે તેડાયેલા છે, તેઓને એકંદરે સઘળું હિતકારક નીવડે છે.
And we witen, that to men `that louen God, alle thingis worchen togidere in to good, to hem that aftir purpos ben clepid seyntis.
29 ૨૯ કેમ કે જેઓને તેઓ અગાઉથી ઓળખતા હતા, તેઓના વિષે તેમણે પહેલેથી નક્કી પણ કર્યું હતું, કે તેઓ તેમના દીકરાની પ્રતિમા જેવા થાય, જેથી તે ઘણાં ભાઈઓમાં જયેષ્ઠ થાય.
For thilke that he knewe bifor, he bifor ordenede bi grace to be maad lijk to the ymage of his sone, that he be the first bigetun among many britheren.
30 ૩૦ વળી જેઓને તેમણે અગાઉથી ઠરાવ્યાં, તેઓને તેમણે તેડ્યાં, જેઓને તેમણે તેડ્યાં, તેઓને તેમણે ન્યાયી ઠરાવ્યાં અને જેઓને તેમણે ન્યાયી ઠરાવ્યાં, તેઓને તેમણે મહિમાવંત પણ કર્યા.
And thilke that he bifore ordeynede to blis, hem he clepide; and whiche he clepide, hem he iustifiede; and whiche he iustifiede, and hem he glorifiede.
31 ૩૧ ત્યારે એ વાતો વિષે આપણે શું કહીએ? જો ઈશ્વર આપણા પક્ષના તો આપણી વિરુદ્ધ કોણ?
What thanne schulen we seie to these thingis? If God for vs, who is ayens vs?
32 ૩૨ જેમણે પોતાના જ દીકરાને આપણા સર્વને માટે સોંપી દીધો, તેઓ કૃપા કરીને આપણને તેમની સાથે બધુંએ કેમ નહિ આપશે?
The which also sparide not his owne sone, but `for vs alle bitook hym, hou also yaf he not to vs alle thingis with hym?
33 ૩૩ ઈશ્વરના પસંદ કરેલા ઉપર કોણ દોષ મૂકશે? તેઓને ન્યાયી ઠરાવનાર ઈશ્વર છે;
Who schal accuse ayens the chosun men of God? It is God that iustifieth,
34 ૩૪ તેઓને દોષિત ઠરાવનાર કોણ? જે મૃત્યુમાંથી સજીવન થયા તે ખ્રિસ્ત ઈસુ છે, તે ઈશ્વરને જમણે હાથે છે, તે આપણે માટે મધ્યસ્થી પણ કરે છે.
who is it that condempneth? It is Jhesus Crist that was deed, yhe, the which roos ayen, the which is on the riyt half of God, and the which preieth for vs.
35 ૩૫ ખ્રિસ્તનાં પ્રેમથી આપણને કોણ અલગ કરશે? શું વિપત્તિ, કે વેદના, કે સતાવણી, કે દુકાળ, કે નિ: વસ્ત્રતા, કે જોખમ, કે તલવાર?
Who thanne schal departe vs fro the charite of Crist? tribulacioun, or anguysch, or hungur, or nakidnesse, or persecucioun, or perel, or swerd?
36 ૩૬ જેમ લખ્યું છે કે, ‘તારે લીધે અમે આખો દિવસ માર્યા જઈએ છીએ, કપાવાનાં ઘેટાંના જેવા અમે ગણાયેલા છીએ.’”
As it is writun, For we ben slayn al dai for thee; we ben gessid as scheep of slauytir.
37 ૩૭ તોપણ જેમણે આપણને પ્રેમ કર્યો, તેના દ્વારા આપણે એ બધાં સંબંધી વિશેષ જય પામીએ છીએ.
But in alle these thingis we ouercomen, for hym that louyde vs.
38 ૩૮ કેમ કે મને ખાતરી છે, કે ઈશ્વરનો જે પ્રેમ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં છે, તેનાથી આપણને મરણ, જીવન, સ્વર્ગદૂતો, અધિકારીઓ, વર્તમાનનું, ભવિષ્યનું, પરાક્રમીઓ,
But Y am certeyn, that nethir deeth, nether lijf, nether aungels, nethir principatus, nether vertues, nether present thingis, nether thingis to comynge, nether strengthe,
39 ૩૯ ઊંચાણ, ઊંડાણ, કે કોઈ પણ બીજી સૃજેલી વસ્તુ અલગ કરી શકશે નહિ.
nether heiyth, nether depnesse, nether noon othir creature may departe vs fro the charite of God, that is in `Crist Jhesu oure Lord.