< રોમનોને પત્ર 8 >

1 તેથી જેઓ ખ્રિસ્ત ઈસુમાં છે તેઓને હવે કોઈ શિક્ષા નથી.
ⲁ̅ⲉⲓⲉ ⲙⲛⲗⲁⲁⲩ ⲧⲉⲛⲟⲩ ⲛⲧϭⲁⲉⲓⲟ ⲛⲛⲉⲧϩⲙ ⲡⲉⲭⲥ ⲓⲏⲥ
2 કેમ કે ઈસુ ખ્રિસ્તમાં જીવનનાં આત્માનો જે નિયમ છે તેણે મને પાપના તથા મરણના નિયમથી મુક્ત કર્યો છે.
ⲃ̅ⲁⲡⲛⲟⲙⲟⲥ ⲅⲁⲣ ⲙⲡⲉⲡⲛⲁ ⲙⲡⲱⲛϩ ϩⲙ ⲡⲉⲭⲥ ⲓⲏⲥ ⲁⲁⲧ ⲛⲣⲙϩⲉ ⲉⲃⲟⲗ ϩⲙ ⲡⲛⲟⲙⲟⲥ ⲙⲡⲛⲟⲃⲉ ⲙⲛ ⲡⲙⲟⲩ
3 કેમ કે મનુષ્યદેહનાં લીધે નિયમશાસ્ત્ર નિર્બળ હતું, તેથી જે કામ તેને અશક્ય હતું તે ઈશ્વરે કર્યું, એટલે પોતાના દીકરાને પાપી મનુષ્યદેહની સમાનતામાં અને પાપના અર્પણ તરીકે મોકલીને તેમના મનુષ્યદેહમાં પાપને દંડાજ્ઞા ફરમાવી;
ⲅ̅ⲧⲙⲛⲧⲁⲧϭⲟⲙ ⲅⲁⲣ ⲛⲧⲉ ⲡⲛⲟⲙⲟⲥ ⲉⲛⲉϥϭⲟⲟⲃ ⲛϩⲏⲧⲥ ϩⲓⲧⲛ ⲧⲥⲁⲣⲝ ⲁⲡⲛⲟⲩⲧⲉ ⲧⲛⲛⲟⲟⲩ ⲙⲡⲉϥϣⲏⲣⲉ ϩⲛ ⲟⲩⲉⲓⲛⲉ ⲛⲥⲁⲣⲝ ⲛⲛⲟⲃⲉ ⲁⲩⲱ ⲉⲧⲃⲉ ⲡⲛⲟⲃⲉ ⲁϥⲧϭⲁⲓⲉ ⲡⲛⲟⲃⲉ ϩⲛ ⲧⲉϥⲥⲁⲣⲝ
4 કે જેથી આપણામાં, એટલે દેહ પ્રમાણે નહિ પણ આત્મા પ્રમાણે ચાલનારાંમાં, નિયમશાસ્ત્રની જરૂરિયાત પરિપૂર્ણ થાય.
ⲇ̅ϫⲉ ⲉⲣⲉⲡⲉⲧⲙⲁⲉⲓⲟ ⲙⲡⲛⲟⲙⲟⲥ ϫⲱⲕ ⲉⲃⲟⲗ ⲛϩⲏⲧⲛ ⲛⲁⲓ ⲉⲧⲉ ⲛⲥⲉⲙⲟⲟϣⲉ ⲁⲛ ⲕⲁⲧⲁ ⲥⲁⲣⲝ ⲁⲗⲗⲁ ⲕⲁⲧⲁ ⲡⲛⲁ
5 કેમ કે જેઓ દૈહિક છે તેઓ દૈહિક અને જેઓ આત્મિક છે તેઓ આત્માની બાબતો ઉપર મન લગાડે છે.
ⲉ̅ⲛⲉⲧϣⲟⲟⲡ ⲅⲁⲣ ⲕⲁⲧⲁ ⲥⲁⲣⲝ ⲉⲩⲙⲉⲉⲩⲉ ⲉⲛⲁ ⲧⲥⲁⲣⲝ ⲛⲉⲧϣⲟⲟⲡ ⲇⲉ ⲕⲁⲧⲁ ⲡⲛⲁ ⲉⲛⲁ ⲡⲉⲡⲛⲁ
6 દૈહિક મન મરણ છે; પણ આત્મિક મન જીવન તથા શાંતિ છે.
ⲋ̅ⲡⲙⲉⲉⲩⲉ ⲅⲁⲣ ⲛⲧⲥⲁⲣⲝ ⲡⲙⲟⲩ ⲡⲉ ⲡⲙⲉⲉⲩⲉ ⲇⲉ ⲙⲡⲉⲡⲛⲁ ⲡⲱⲛϩ ⲡⲉ ⲙⲛ ϯⲣⲏⲛⲏ
7 કારણ કે દૈહિક મન ઈશ્વર સાથે વૈર છે, કેમ કે તે ઈશ્વરના નિયમશાસ્ત્રને આધીન નથી અને થઈ શકતું પણ નથી.
ⲍ̅ϫⲉ ⲡⲙⲉⲉⲩⲉ ⲅⲁⲣ ⲛⲧⲥⲁⲣⲝ ⲟⲩⲙⲛⲧϫⲁϫⲉ ⲧⲉ ⲉⲡⲛⲟⲩⲧⲉ ⲛⲥϩⲩⲡⲟⲧⲁⲥⲥⲉ ⲅⲁⲣ ⲁⲛ ⲙⲡⲛⲟⲙⲟⲥ ⲙⲡⲛⲟⲩⲧⲉ ⲟⲩⲇⲉ ⲅⲁⲣ ⲙⲛϭⲟⲙ ⲙⲙⲟⲥ
8 અને જેઓ દૈહિક છે તેઓ ઈશ્વરને પ્રસન્ન કરી શકતા નથી.
ⲏ̅ⲛⲉⲧϩⲛ ⲧⲥⲁⲣⲝ ⲇⲉ ⲛⲛⲉⲩⲉϣⲣⲁⲛⲁϥ ⲙⲡⲛⲟⲩⲧⲉ
9 પણ જો ઈશ્વરનો આત્મા તમારામાં વસે છે, તો તમે દૈહિક નથી, પણ આત્મિક છો; પણ જો કોઈને ખ્રિસ્તનો આત્મા નથી, તો તે ખ્રિસ્તનો નથી.
ⲑ̅ⲛⲧⲱⲧⲛ ⲇⲉ ⲛⲛⲉⲧⲉⲧⲛϩⲛ ⲧⲥⲁⲣⲝ ⲁⲛ ⲁⲗⲗⲁ ⲉⲧⲉⲧⲛϩⲙ ⲡⲉⲡⲛⲁ ⲉϣϫⲉ ⲡⲉⲡⲛⲁ ⲙⲡⲛⲟⲩⲧⲉ ⲛϩⲏⲧ ⲧⲏⲩⲧⲛ ⲉϣϫⲉ ⲟⲩⲛ ⲟⲩⲁ ⲇⲉ ⲉⲙⲛⲧϥ ⲡⲉⲡⲛⲁ ⲙⲡⲉⲭⲥ ⲡⲁⲓ ⲉⲙⲡⲱϥ ⲁⲛ ⲡⲉ
10 ૧૦ અને જો ખ્રિસ્ત તમારામાં છે તો પાપને લીધે શરીર તો મૃત છે, પણ ન્યાયીપણાને લીધે આત્મા જીવે છે.
ⲓ̅ⲉϣϫⲉ ⲡⲉⲭⲥ ⲇⲉ ⲛϩⲏⲧ ⲧⲏⲩⲧⲛ ⲉⲓⲉ ⲡⲥⲱⲙⲁ ⲙⲉⲛ ⲙⲟⲟⲩⲧ ⲉⲧⲃⲉ ⲡⲛⲟⲃⲉ ⲡⲉⲡⲛⲁ ⲇⲉ ⲡⲉ ⲡⲱⲛϩ ⲉⲧⲃⲉ ⲧⲇⲓⲕⲁⲓⲟⲥⲩⲛⲏ
11 ૧૧ જેમણે ઈસુને મરણમાંથી સજીવન કર્યા, તેમનો આત્મા જો તમારામાં વસે છે, તો જેણે ખ્રિસ્ત ઈસુને મરણમાંથી સજીવન કર્યા, તેઓ તમારામાં વસનાર પોતાના આત્મા દ્વારા તમારા મર્ત્ય શરીરોને પણ સજીવન કરશે.
ⲓ̅ⲁ̅ⲉϣϫⲉ ⲡⲉⲡⲛⲁ ⲇⲉ ⲙⲡⲉⲛⲧⲁϥⲧⲟⲩⲛⲉⲥ ⲓⲏⲥ ⲉⲃⲟⲗ ϩⲛ ⲛⲉⲧⲙⲟⲟⲩⲧ ⲟⲩⲏϩ ⲛϩⲏⲧ ⲧⲏⲩⲧⲛ ⲡⲉⲛⲧⲁϥⲧⲟⲩⲛⲉⲥ ⲡⲉⲭⲥ ⲉⲃⲟⲗ ϩⲛ ⲛⲉⲧⲙⲟⲟⲩⲧ ⲛⲁⲧⲟⲩⲛⲉⲥ ⲛⲉⲧⲛⲕⲉⲥⲱⲙⲁ ⲉⲧⲉϣⲁⲩⲙⲟⲩ ϩⲓⲧⲙ ⲡⲉϥⲡⲛⲁ ⲉⲧⲟⲩⲏϩ ⲛϩⲏⲧ ⲧⲏⲩⲧⲛ
12 ૧૨ તેથી, ભાઈઓ, આપણે ઋણી છીએ, પણ દેહ પ્રમાણે જીવવાને દેહનાં ઋણી નથી.
ⲓ̅ⲃ̅ⲁⲣⲁ ϭⲉ ⲛⲁⲥⲛⲏⲩ ⲛⲥⲉⲣⲟⲛ ⲁⲛ ⲉⲧⲣⲉⲛⲱⲛϩ ⲕⲁⲧⲁ ⲥⲁⲣⲝ
13 ૧૩ કેમ કે જો તમે દેહ પ્રમાણે જીવો તો મરશો જ; પણ જો તમે આત્માથી શરીરનાં કામોને મારી નાખો તો જીવશો.
ⲓ̅ⲅ̅ⲉϣϫⲉ ⲉⲧⲉⲧⲛⲟⲛϩ ⲅⲁⲣ ⲕⲁⲧⲁ ⲥⲁⲣⲝ ⲧⲉⲧⲛⲁⲙⲟⲩ ⲉϣϫⲉ ϩⲙ ⲡⲉⲡⲛⲁ ⲇⲉ ⲧⲉⲧⲛⲙⲟⲩⲟⲩⲧ ⲛⲛⲉϩⲃⲏⲩⲉ ⲙⲡⲥⲱⲙⲁ ⲧⲉⲧⲛⲁⲱⲛϩ
14 ૧૪ કેમ કે જેટલાં ઈશ્વરના આત્માથી દોરાય છે, તેટલાં ઈશ્વરના દીકરા છે.
ⲓ̅ⲇ̅ⲛⲉⲧⲙⲟⲟϣⲉ ⲅⲁⲣ ϩⲙ ⲡⲉⲡⲛⲁ ⲙⲡⲛⲟⲩⲧⲉ ⲛⲁⲓ ⲛⲉ ⲛϣⲏⲣⲉ ⲙⲡⲛⲟⲩⲧⲉ
15 ૧૫ કેમ કે ફરીથી ભય લાગે એવો દાસત્વનો આત્મા તમને મળ્યો નથી; પણ તમને દત્તકપુત્ર તરીકેનો આત્મા મળ્યો છે જેને લીધે આપણે પિતા અબ્બા એવી હાંક મારીએ છીએ.
ⲓ̅ⲉ̅ⲛⲧⲁⲧⲉⲧⲛϫⲓ ⲅⲁⲣ ⲁⲛ ⲛⲟⲩⲡⲛⲁ ⲙⲙⲛⲧϩⲙϩⲁⲗ ⲉⲩϩⲟⲧⲉ ⲟⲛ ⲁⲗⲗⲁ ⲛⲧⲁⲧⲉⲧⲛϫⲓ ⲛⲟⲩⲡⲛⲁ ⲙⲙⲛⲧϣⲏⲣⲉ ⲡⲁⲓ ⲉⲧⲛⲱϣ ⲉⲃⲟⲗ ⲛϩⲏⲧϥ ϫⲉ ⲁⲃⲃⲁ ⲡⲉⲓⲱⲧ
16 ૧૬ પવિત્ર આત્મા પોતે આપણા આત્માની સાથે સાક્ષી આપે છે કે આપણે ઈશ્વરનાં સંતાનો છીએ.
ⲓ̅ⲋ̅ⲛⲧⲟϥ ⲡⲉⲡⲛⲁ ϥⲣⲙⲛⲧⲣⲉ ⲙⲛ ⲡⲉⲛⲡⲛⲁ ϫⲉ ⲁⲛⲟⲛ ⲛϣⲏⲣⲉ ⲙⲡⲛⲟⲩⲧⲉ
17 ૧૭ જો સંતાનો છીએ તો વારસ પણ છીએ, એટલે ઈશ્વરના વારસ છીએ અને ખ્રિસ્તની સાથે મહિમા પામવાને માટે જો આપણે ખરેખર તેની સાથે દુઃખ સહન કરીએ તો ખ્રિસ્તની સાથે સહવારસ પણ છીએ.
ⲓ̅ⲍ̅ⲉϣϫⲉ ⲁⲛⲟⲛ ⲛϣⲏⲣⲉ ⲉⲓⲉ ⲁⲛⲟⲛ ⲛⲉⲕⲗⲏ ⲣⲟⲛⲟⲙⲟⲥ ⲛⲉⲕⲗⲏⲣⲟⲛⲟⲙⲟⲥ ⲙⲉⲛ ⲙⲡⲛⲟⲩⲧⲉ ⲛϣⲃⲣⲕⲗⲏⲣⲟⲛⲟⲙⲟⲥ ⲇⲉ ⲙⲡⲉⲭⲥ ⲉϣϫⲉ ⲧⲛϣⲡϩⲓⲥⲉ ⲛⲙⲙⲁϥ ϫⲉ ⲉⲛⲉϫⲓⲉⲟⲟⲩ ⲟⲛ ⲛⲙⲙⲁϥ
18 ૧૮ કેમ કે હું માનું છું કે, જે મહિમા આપણને પ્રગટ થનાર છે તેની સાથે વર્તમાન સમયનાં દુઃખો સરખાવવા યોગ્ય નથી.
ⲓ̅ⲏ̅ϯⲙⲉⲉⲩⲉ ⲅⲁⲣ ϫⲉ ⲛϩⲓⲥⲉ ⲙⲡⲉⲓⲟⲩⲟⲉⲓϣ ⲧⲉⲛⲟⲩ ⲙⲡϣⲁ ⲁⲛ ⲙⲡⲉⲟⲟⲩ ⲉⲧⲛⲁϭⲱⲗⲡ ⲉⲣⲟⲛ
19 ૧૯ કેમ કે સૃષ્ટિની ઉત્કંઠા ઈશ્વરનાં દીકરાઓના પ્રગટ થવાની રાહ જોયા કરે છે.
ⲓ̅ⲑ̅ⲡϭⲱϣⲧ ⲅⲁⲣ ⲉⲃⲟⲗ ⲛⲧⲉ ⲡⲥⲱⲛⲧ ϥϭⲱϣⲧ ⲉⲃⲟⲗ ϩⲏⲧϥ ⲙⲡϭⲱⲗⲡ ⲉⲃⲟⲗ ⲛⲛϣⲏⲣⲉ ⲙⲡⲛⲟⲩⲧⲉ
20 ૨૦ કારણ કે સૃષ્ટિ પોતાની ઇચ્છાથી નહિ, પણ સ્વાધીન કરનારની ઇચ્છાથી વ્યર્થપણાને સ્વાધીન થઈ;
ⲕ̅ⲛⲧⲁⲩⲑⲃⲃⲓⲉ ⲡⲥⲱⲛⲧ ⲅⲁⲣ ⲙⲡⲉⲧϣⲟⲩⲉⲓⲧ ⲉⲛϩⲛⲁϥ ⲁⲛ ⲁⲗⲗⲁ ⲉⲧⲃⲉ ⲡⲉⲛⲧⲁϥⲑⲃⲃⲓ ⲟϥ ⲉϫⲛ ⲟⲩϩⲉⲗⲡⲓⲥ
21 ૨૧ અને તે એવી આશાથી સ્વાધીન થઈ કે સૃષ્ટિ પોતે પણ નાશના દાસત્વમાંથી મુક્ત થઈને ઈશ્વરના દીકરાના મહિમાની સાથે રહેલી મુક્તિ પામે.
ⲕ̅ⲁ̅ϫⲉ ⲛⲧⲟϥ ϩⲱⲱϥ ⲡⲥⲱⲛⲧ ⲥⲉⲛⲁⲁⲁϥ ⲛⲣⲙϩⲉ ⲉⲃⲟⲗ ϩⲛ ⲧⲙⲛⲧϩⲙϩⲁⲗ ⲙⲡⲧⲁⲕⲟ ⲉⲧⲙⲛⲧⲣⲙϩⲉ ⲙⲡⲉⲟⲟⲩ ⲛⲛϣⲏⲣⲉ ⲙⲡⲛⲟⲩⲧⲉ
22 ૨૨ કેમ કે આપણે જાણીએ છીએ કે અત્યાર સુધી આખી સૃષ્ટિ તમામ નિસાસા નાખીને પ્રસૂતિની વેદનાથી કષ્ટાય છે.
ⲕ̅ⲃ̅ⲧⲛⲥⲟⲟⲩⲛ ⲇⲉ ϫⲉ ⲡⲥⲱⲛⲧ ⲧⲏⲣϥ ⲁϣⲁϩⲟⲙ ⲛⲙⲙⲁⲛ ⲁⲩⲱ ϥϯⲛⲁⲁⲕⲉ ϣⲁϩⲣⲁⲓ ⲉⲧⲉⲛⲟⲩ
23 ૨૩ અને એકલી તે નહિ, પણ આપણે જેઓને આત્માનું પ્રથમફળ મળ્યું છે, તે આપણે પોતે પણ દત્તકપુત્ર તરીકેની એટલે આપણા શરીરનાં ઉદ્ધારની રાહ જોતાં, પોતાના મનમાં નિસાસા નાખીએ છીએ.
ⲕ̅ⲅ̅ⲛⲧⲟϥ ⲇⲉ ⲙⲁⲩⲁⲁϥ ⲁⲛ ⲁⲗⲗⲁ ⲁⲛⲟⲛ ϩⲱⲱⲛ ⲉⲁⲛϫⲓ ⲛⲧⲁⲡⲁⲣⲭⲏ ⲙⲡⲉⲡⲛⲁ ⲧⲛⲁϣⲁϩⲟⲙ ϩⲣⲁⲓ ⲛϩⲏⲧⲛ ⲉⲛϭⲱϣⲧ ⲉⲃⲟⲗ ϩⲏⲧⲥ ⲛⲧⲉⲛⲙⲛⲧϣⲏⲣⲉ ⲡⲥⲱⲧⲉ ⲙⲡⲉⲛⲥⲱⲙⲁ
24 ૨૪ કેમ કે આપણે આશાથી ઉદ્ધાર પામ્યા છીએ, પણ જે આશા દૃશ્ય હોય તે આશા નથી; કેમ કે કોઈ મનુષ્ય પોતે જે જુએ છે તેની આશા કેવી રીતે કરે?
ⲕ̅ⲇ̅ⲛⲧⲁⲛⲟⲩϫⲁⲓ ⲅⲁⲣ ϩⲛ ⲑⲉⲗⲡⲓⲥ ⲟⲩϩⲉⲗⲡⲓⲥ ⲇⲉ ⲉⲩⲛⲁⲩ ⲉⲣⲟⲥ ⲛⲟⲩϩⲉⲗⲡⲓⲥ ⲁⲛ ⲧⲉ ⲡⲉⲧⲉⲣⲉ ⲟⲩⲁ ⲅⲁⲣ ⲛⲁⲩ ⲉⲣⲟϥ ⲁϩⲣⲟϥ ⲟⲛ ϥϩⲩⲡⲟⲙⲓⲛⲉ ⲉⲣⲟϥ
25 ૨૫ પણ જે આપણે જોતાં નથી તેની આશા જયારે રાખીએ છીએ, ત્યારે ધીરજથી તેની રાહ જોઈએ છીએ.
ⲕ̅ⲉ̅ⲉϣϫⲉ ⲡⲉⲧⲉⲛⲧⲛⲛⲁⲩ ⲇⲉ ⲉⲣⲟϥ ⲁⲛ ⲉⲛϩⲉⲗⲡⲓⲍⲉ ⲉⲣⲟϥ ⲉⲓⲉ ⲉⲛϭⲱϣⲧ ⲉⲃⲟⲗ ϩⲏⲧϥ ϩⲓⲧⲛ ⲟⲩϩⲩⲡⲟⲙⲟⲛⲏ
26 ૨૬ તે જ પ્રમાણે આત્મા પણ આપણી નિર્બળતામાં આપણને સહાય કરે છે; કેમ કે યથાયોગ્ય રીતે શી પ્રાર્થના કરવી તે આપણે જાણતા નથી, પણ આત્મા પોતે અવાચ્ય નિસાસાથી આપણા માટે મધ્યસ્થી કરે છે;
ⲕ̅ⲋ̅ⲡⲉⲡⲛⲁ ⲇⲉ ⲟⲛ ϯⲛⲧⲟⲟⲧⲛ ϩⲛ ⲧⲉⲛⲙⲛⲧϭⲱⲃ ⲧⲁⲣⲛϣⲗⲏⲗ ⲅⲁⲣ ϫⲉ ⲟⲩ ⲕⲁⲧⲁ ⲑⲉ ⲉⲧϣⲉ ⲛⲧⲛⲥⲟⲟⲩⲛ ⲁⲛ ⲁⲗⲗⲁ ⲛⲧⲟϥ ⲡⲉⲡⲛⲁ ϥⲥⲙⲙⲉ ⲉϩⲣⲁⲓ ϩⲁⲣⲟⲛ ϩⲛ ϩⲉⲛⲁϣⲁϩⲟⲙ ⲉⲩϩⲏⲡ
27 ૨૭ અને અંતઃકરણ તપાસનાર જાણે છે કે આત્માની ઇચ્છા શી છે; કેમ કે તે સંતોને માટે ઈશ્વરની ઇચ્છા પ્રમાણે વિનંતી કરે છે.
ⲕ̅ⲍ̅ⲡⲉⲧⲙⲟⲩϣⲧ ⲇⲉ ⲛⲛⲉⲛϩⲏⲧ ϥⲥⲟⲟⲩⲛ ϫⲉ ⲟⲩ ⲡⲉ ⲡⲙⲉⲉⲩⲉ ⲛⲧⲉ ⲡⲉⲡⲛⲁ ϫⲉ ⲉϥⲥⲙⲙⲉ ⲉϩⲣⲁⲓ ⲕⲁⲧⲁ ⲡⲛⲟⲩⲧⲉ ϩⲁ ⲛⲉⲧⲟⲩⲁⲁⲃ
28 ૨૮ આપણે જાણીએ છીએ કે જેઓ ઈશ્વર ઉપર પ્રેમ રાખે છે અને જેઓ તેમના સંકલ્પ પ્રમાણે તેડાયેલા છે, તેઓને એકંદરે સઘળું હિતકારક નીવડે છે.
ⲕ̅ⲏ̅ⲧⲛⲥⲟⲟⲩⲛ ⲇⲉ ϫⲉ ⲛⲉⲧⲙⲉ ⲙⲡⲛⲟⲩⲧⲉ ϣⲁⲣⲉ ⲡⲛⲟⲩⲧⲉ ϯⲧⲟⲟⲧⲟⲩ ϩⲛ ϩⲱⲃ ⲛⲓⲙ ⲉⲡⲁⲅⲁⲑⲟⲛ ⲛⲁⲓ ⲉⲧⲧⲁϩⲙ ⲕⲁⲧⲁ ⲡⲧⲱϣ
29 ૨૯ કેમ કે જેઓને તેઓ અગાઉથી ઓળખતા હતા, તેઓના વિષે તેમણે પહેલેથી નક્કી પણ કર્યું હતું, કે તેઓ તેમના દીકરાની પ્રતિમા જેવા થાય, જેથી તે ઘણાં ભાઈઓમાં જયેષ્ઠ થાય.
ⲕ̅ⲑ̅ϫⲉ ⲛⲉⲛⲧⲁϥϣⲣⲡⲥⲟⲩⲱⲛⲟⲩ ⲁϥϣⲣⲡⲡⲟⲣϫⲟⲩ ⲉⲃⲟⲗ ⲛϣⲃⲣⲉⲓⲛⲉ ⲛⲑⲓⲕⲱⲛ ⲙⲡⲉϥϣⲏⲣⲉ ⲉⲧⲣⲉϥϣⲱⲡⲉ ⲛϣⲣⲡ ⲙⲙⲓⲥⲉ ⲛϩⲁϩ ⲛⲥⲟⲛ
30 ૩૦ વળી જેઓને તેમણે અગાઉથી ઠરાવ્યાં, તેઓને તેમણે તેડ્યાં, જેઓને તેમણે તેડ્યાં, તેઓને તેમણે ન્યાયી ઠરાવ્યાં અને જેઓને તેમણે ન્યાયી ઠરાવ્યાં, તેઓને તેમણે મહિમાવંત પણ કર્યા.
ⲗ̅ⲛⲉⲛⲧⲁϥϣⲣⲡ ⲡⲟⲣϫⲟⲩ ⲇⲉ ⲉⲃⲟⲗ ⲛⲁⲓ ⲟⲛ ⲛⲉⲛⲧⲁϥⲧⲁϩⲙⲟⲩ ⲁⲩⲱ ⲛⲉⲛⲧⲁϥⲧⲁϩⲙⲟⲩ ⲛⲁⲓ ⲟⲛ ⲛⲉⲛⲧⲁϥⲧⲙⲁⲉⲓⲟⲟⲩ ⲁⲩⲱ ⲛⲉⲛⲧⲁϥⲧⲙⲁⲉⲓⲟⲟⲩ ⲛⲁⲓ ⲟⲛ ⲛⲉⲛⲧⲁϥϯ ⲉⲟⲟⲩ ⲛⲁⲩ
31 ૩૧ ત્યારે એ વાતો વિષે આપણે શું કહીએ? જો ઈશ્વર આપણા પક્ષના તો આપણી વિરુદ્ધ કોણ?
ⲗ̅ⲁ̅ⲟⲩ ϭⲉ ⲡⲉⲧⲛⲛⲁϫⲟⲟϥ ⲛⲛⲁϩⲣⲛ ⲛⲁⲓ ⲉϣϫⲉ ⲡⲛⲟⲩⲧⲉ ⲡⲉⲧⲙⲓϣⲉ ⲉϫⲱⲛ ⲛⲓⲙ ⲡⲉⲧⲛⲁϣϯ ⲟⲩⲃⲏⲛ
32 ૩૨ જેમણે પોતાના જ દીકરાને આપણા સર્વને માટે સોંપી દીધો, તેઓ કૃપા કરીને આપણને તેમની સાથે બધુંએ કેમ નહિ આપશે?
ⲗ̅ⲃ̅ⲡⲁⲓ ⲉⲧⲉⲙⲡϥϯⲥⲟ ⲉⲡⲉϥϣⲏⲣⲉ ⲙⲙⲓⲛ ⲙⲙⲟϥ ⲁⲗⲗⲁ ⲁϥⲧⲁⲁϥ ϩⲁⲣⲟⲛ ⲧⲏⲣⲛ ⲛⲁϣ ⲛⲧⲟϥ ⲛϩⲉ ⲛϥⲛⲁⲭⲁⲣⲓⲍⲉ ⲛⲁⲛ ⲁⲛ ⲛⲛⲕⲁ ⲛⲓⲙ ⲛⲙⲙⲁϥ
33 ૩૩ ઈશ્વરના પસંદ કરેલા ઉપર કોણ દોષ મૂકશે? તેઓને ન્યાયી ઠરાવનાર ઈશ્વર છે;
ⲗ̅ⲅ̅ⲛⲓⲙ ⲡⲉⲧⲛⲁϣⲥⲙⲙⲉ ⲟⲩϥⲉ ⲛⲥⲱⲧⲡ ⲙⲡⲛⲟⲩⲧⲉ ⲡⲛⲟⲩⲧⲉ ⲡⲉⲧⲧⲙⲁⲉⲓⲟ
34 ૩૪ તેઓને દોષિત ઠરાવનાર કોણ? જે મૃત્યુમાંથી સજીવન થયા તે ખ્રિસ્ત ઈસુ છે, તે ઈશ્વરને જમણે હાથે છે, તે આપણે માટે મધ્યસ્થી પણ કરે છે.
ⲗ̅ⲇ̅ⲛⲓⲙ ⲡⲉⲧⲛⲁϣⲧϭⲁⲓⲟ ⲡⲉⲭⲥ ⲡⲉⲛⲧⲁϥⲙⲟⲩ ⲛϩⲟⲩⲟ ⲇⲉ ⲡⲉⲛⲧⲁϥⲧⲱⲟⲩⲛ ⲉⲃⲟⲗ ϩⲛ ⲛⲉⲧⲙⲟⲟⲩⲧ ⲡⲁⲓ ⲟⲛ ⲉⲧϩⲓⲟⲩⲛⲁⲙ ⲙⲡⲛⲟⲩⲧⲉ ⲁⲩⲱ ⲉⲧⲥⲙⲙⲉ ⲉϩⲣⲁⲓ ϩⲁⲣⲟⲛ
35 ૩૫ ખ્રિસ્તનાં પ્રેમથી આપણને કોણ અલગ કરશે? શું વિપત્તિ, કે વેદના, કે સતાવણી, કે દુકાળ, કે નિ: વસ્ત્રતા, કે જોખમ, કે તલવાર?
ⲗ̅ⲉ̅ⲛⲓⲙ ⲡⲉⲧⲛⲁⲡⲟⲣϫⲛ ⲉⲧⲁⲅⲁⲡⲏ ⲙⲡⲛⲟⲩⲧⲉ ⲟⲩⲑⲗⲓⲯⲓⲥ ⲧⲉ ⲏ ⲟⲩⲗⲱϫϩ ⲡⲉ ⲏ ⲟⲩⲇⲓⲱⲅⲙⲟⲥ ⲏ ⲟⲩϩⲕⲟ ⲏ ⲟⲩⲕⲱⲕⲁϩⲏⲩ ⲏ ⲟⲩⲕⲓⲛⲇⲩⲛⲟⲥ ⲏ ⲟⲩⲥⲏϥⲉ
36 ૩૬ જેમ લખ્યું છે કે, ‘તારે લીધે અમે આખો દિવસ માર્યા જઈએ છીએ, કપાવાનાં ઘેટાંના જેવા અમે ગણાયેલા છીએ.’”
ⲗ̅ⲋ̅ⲕⲁⲧⲁ ⲑⲉ ⲉⲧⲥⲏϩ ϫⲉ ⲉⲧⲃⲏⲏⲧⲕ ⲥⲉⲙⲟⲩⲟⲩⲧ ⲙⲙⲟⲛ ⲙⲡⲉϩⲟⲟⲩ ⲧⲏⲣϥ ⲁⲩⲟⲡⲛ ⲛⲑⲉ ⲛⲛⲓⲉⲥⲟⲟⲩ ⲉⲕⲟⲛⲥⲟⲩ
37 ૩૭ તોપણ જેમણે આપણને પ્રેમ કર્યો, તેના દ્વારા આપણે એ બધાં સંબંધી વિશેષ જય પામીએ છીએ.
ⲗ̅ⲍ̅ⲁⲗⲗⲁ ϩⲛ ⲛⲁⲓ ⲧⲏⲣⲟⲩ ⲧⲛϫⲣⲁⲉⲓⲧ ⲛϩⲟⲩⲟ ϩⲓⲧⲙ ⲡⲉⲛⲧⲁϥⲙⲉⲣⲓⲧⲛ
38 ૩૮ કેમ કે મને ખાતરી છે, કે ઈશ્વરનો જે પ્રેમ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં છે, તેનાથી આપણને મરણ, જીવન, સ્વર્ગદૂતો, અધિકારીઓ, વર્તમાનનું, ભવિષ્યનું, પરાક્રમીઓ,
ⲗ̅ⲏ̅ϯⲡⲓⲑⲉ ⲅⲁⲣ ϫⲉ ⲟⲩⲇⲉ ⲙⲛⲙⲟⲩ ⲟⲩⲇⲉ ⲙⲛⲱⲛϩ ⲟⲩⲇⲉ ⲁⲅⲅⲉⲗⲟⲥ ⲟⲩⲇⲉ ⲁⲣⲭⲏ ⲟⲩⲇⲉ ⲛⲉⲧϣⲟⲟⲡ ⲟⲩⲇⲉ ⲛⲉⲧⲛⲁϣⲱⲡⲉ ⲟⲩⲇⲉ ϭⲟⲙ
39 ૩૯ ઊંચાણ, ઊંડાણ, કે કોઈ પણ બીજી સૃજેલી વસ્તુ અલગ કરી શકશે નહિ.
ⲗ̅ⲑ̅ⲟⲩⲇⲉ ⲡϫⲓⲥⲉ ⲟⲩⲇⲉ ⲡϣⲓⲕⲉ ⲟⲩⲇⲉ ⲕⲉⲕⲧⲓⲥⲓⲥ ⲛⲁϣϭⲙϭⲟⲙ ⲉⲡⲟⲣϫⲛ ⲉⲃⲟⲗ ϩⲛ ⲧⲁⲅⲁⲡⲏ ⲙⲡⲛⲟⲩⲧⲉ ⲧⲁⲓ ⲉⲧϩⲙ ⲡⲉⲭⲥ ⲓⲏⲥ ⲡⲉⲛϫⲟⲉⲓⲥ

< રોમનોને પત્ર 8 >