< રોમનોને પત્ર 7 >
1 ૧ વળી ભાઈઓ, શું તમે એ નથી જાણતા જેઓ નિયમશાસ્ત્ર જાણે છે તેઓને હું કહું છું કે, મનુષ્ય જીવે ત્યાં સુધી તે નિયમશાસ્ત્રના નિયંત્રણમાં હોય છે?
Хиба не знаєте, браттє (знаючим бо закон глаголю), що закон панує над чоловіком, доки він жив?
2 ૨ કેમ કે જે સ્ત્રીને પતિ છે, તે તેના જીવતાં સુધી નિયમથી તેની સાથે બંધાયેલી છે, પણ જો તે મરી જાય તો તેના નિયમથી તે મુક્ત થાય છે.
Бо мужня жона з живим мужем звязана законом, як же вмре муж її, тоді вона відзволена від мужа.
3 ૩ તેથી જો પતિ જીવતો હોય અને તે બીજો પતિ કરે, તો તે વ્યભિચારિણી કહેવાશે; પણ જો તેનો પતિ મરી જાય તો તે નિયમથી મુક્ત છે, તેથી જો તે બીજો પતિ કરે તોપણ તે વ્યભિચારિણી નથી.
Тим же оце, як жив муж, перелюбницею звати меть ся, коли буде (жінкою) иншому чоловікові; коди ж умре муж Її, вільна вона від закону, щоб не бути їй перелюбницею, хоч би була (жінкою) иншому чоловікові.
4 ૪ તે માટે, મારા ભાઈઓ, તમે પણ ખ્રિસ્તનાં શરીરદ્વારા નિયમશાસ્ત્ર સંબંધી મૃત છો, કે જેથી તમે બીજાના, એટલે જે મૃત્યુમાંથી સજીવન થયા છે તેમના થાઓ, કે આપણે ઈશ્વરને અર્થે ફળ ઉત્પન્ન કરીએ.
Оце ж, браттє моє, і ви вмерли закону тілом Христовим, щоб бути вам иншому, що встав із мертвих, щоб принесли ми овощ Богові.
5 ૫ કેમ કે જયારે આપણે દૈહિક હતા ત્યારે નિયમશાસ્ત્ર વડે પાપવાસનાઓ આપણાં અંગોમાં મૃત્યુ માટે ફળ ઉત્પન્ન કરવાને પ્રયત્ન કરતી હતી.
Як були бо ми в тїдї, страсти гріховні, що були через закон, орудували в членах наших, щоб приносити овощ смерті.
6 ૬ પણ હમણાં જેમાં આપણે બંધાયા હતા તેમાં આપણું મૃત્યુ થયાથી નિયમશાસ્ત્રથી મુક્ત થયા છીએ. તેથી નિયમશાસ્ત્રની જૂની રીતથી નહિ, પણ આત્માની નવી રીતથી સેવા કરીએ.
Тепер же ми відзволились од закону умершого, котрим були держані, щоб служити нам (Богові) в обновленню духа, а не у ветхости писання.
7 ૭ ત્યારે આપણે શું કહીએ? શું નિયમશાસ્ત્ર પાપરૂપ છે? ના, એવું ન થાઓ; પરંતુ નિયમશાસ્ત્ર ન હોત તો મેં પાપ જાણ્યું ન હોત; કેમ કે નિયમશાસ્ત્રે જો કહ્યું ન હોત કે લોભ ન રાખ, તો હું લોભ વિષે સમજ્યો ન હોત.
Що ж скажемо? закон гріх? Нехай не буде так. Нї, я й не знав гріха, як тільки через закон, і жадоби не відав би, коли б закон не сказав: Не жадай.
8 ૮ પણ પાપે, પ્રસંગ મળવાથી, આજ્ઞાથી મારામાં સઘળા પ્રકારનો લોભ ઉત્પન્ન કર્યો; કેમ કે નિયમશાસ્ત્ર વિના પાપ નિર્જીવ છે.
Гріх же, взявшись через заповідь, підняв у менї всяку жадобу. Без закону бо гріх мертвий.
9 ૯ હું તો અગાઉ નિયમશાસ્ત્ર વિના જીવતો હતો, પણ આજ્ઞા આવી એટલે પાપ સજીવન થયું અને હું મૃત્યુ પામ્યો;
Я ж колись жив окреме закому; як же настала заповідь, гріх ожив, а я вмер.
10 ૧૦ જે આજ્ઞા જીવનને અર્થે હતી તે તો મૃત્યુને અર્થે છે તેવું મને માલૂમ પડ્યું.
І знайшов я, що заповідь, котра на життє, ся на смерть.
11 ૧૧ કેમ કે પાપે, પ્રસંગ મળવાથી, આજ્ઞાથી મને છેતર્યો અને તે દ્વારા મને મારી નાખ્યો.
Гріх бо, узявшись через заповідь, обманив мене, і нею вбив мене.
12 ૧૨ તે માટે નિયમશાસ્ત્ર તો પવિત્ર છે અને આજ્ઞા પવિત્ર, ન્યાયી તથા હિતકારી છે.
Тим же оце закон сьвят, і заповідь сьвята, і праведна і добра.
13 ૧૩ ત્યારે જે હિતકારી છે, તે શું મને મૃત્યુકારક થયું? ના, કદી નહિ; પણ પાપ તે પાપ જ દેખાય અને આજ્ઞા દ્વારા તો પાપનો વ્યાપ વધી જાય, એ માટે જે હિતકારી છે તેને લીધે તેણે મારું મરણ નિપજાવ્યું.
Хиба ж добро принесло мені смерть? Нехай не буде так. Нї, гріх, щоб явив ся гріхом, добрим завдав менї смерть, щоб гріх був без міри грішен через заповідь.
14 ૧૪ કેમ કે આપણે જાણીએ છીએ કે નિયમશાસ્ત્ર આત્મિક છે, પણ હું દૈહિક છું અને પાપને વેચાયેલો છું.
Знаємо бо, що закон духовний, я ж тілесний, проданий під гріх.
15 ૧૫ કેમ કે હું જે કરું છું, તે હું સમજથી કરતો નથી, કારણ કે હું જે ઇચ્છું છું તે કરતો નથી, પણ જે હું ધિક્કારું છું તે કરું છું.
Що бо роблю, не розумію; не що бо хочу, роблю, а що ненавиджу, те роблю.
16 ૧૬ પણ હું જે ઇચ્છતો નથી તે જો કરું છું, તો હું નિયમશાસ્ત્ર વિષે માનું છું કે, નિયમશાસ્ત્ર સારું છે.
Коли ж, чого не хочу, те роблю, то хвалю закон, що добрий.
17 ૧૭ તો હવે જે ન કરવું જોઈએ તે હું નથી કરતો, પણ મારામાં જે પાપ વસે છે તે કરે છે.
Тепер же вже не я роблю се, а гріх, що домує в мені.
18 ૧૮ કેમ કે હું જાણું છું કે મારામાં, એટલે મારા દેહમાં, કંઈ જ સારું વસતું નથી; કારણ કે ઇચ્છવાનું તો મારામાં છે, પણ સારું કરવાનું મારામાં નથી.
Знаю бо, що не живе в мені (се єсть в тїлї моїм), добре; бо хотіннє є в мене, зробити ж що добре, не знаходжу (способу).
19 ૧૯ કેમ કે જે સારું કરવાની હું ઇચ્છા રાખું છું તે કરતો નથી; પણ જે દુષ્ટતા હું ઇચ્છતો નથી તે કરું છું.
Бо доброго, що хочу, не роблю, а чого не хочу, лихого, те роблю.
20 ૨૦ હવે જે હું ઇચ્છતો નથી તે હું કરું છું કેમ કે મારામાં જે પાપ વસે છે તે, તે કાર્ય કરે છે.
Коли ж, чого не хочу, те роблю, то вже. не я те роблю, а гріх, що домує в мені.
21 ૨૧ તો મને એવો નિયમ માલૂમ પડે છે, કે જયારે સારું કરવા હું ઇચ્છું છું ત્યારે દુષ્ટતા મારામાં હાજર હોય છે.
Оце ж знаходжу закон, що, коли хочу робити добре, передо мною лежить лихе.
22 ૨૨ કેમ કે હું આંતરિક મનુષ્યત્વ પ્રમાણે ઈશ્વરના નિયમશાસ્ત્રમાં આનંદ કરું છું.
Бо я кохаюсь у законі Божому по нутряному чоловікові,
23 ૨૩ પણ મારાં અંગોમાં હું એક અલગ નિયમ જોઉં છું, જે મારા મનના નિયમની સામે લડે છે અને મારા અવયવોમાં પાપનો જે નિયમ છે તેના બંધનમાં મને લાવે છે.
бачу ж иншій закон у членах моїх, що воює проти закону ума мого і иідневолюе мене законові гріха, що в членах моїх.
24 ૨૪ હું કેવો દુઃખિત મનુષ્ય! કે મને આ મરણના શરીરથી કોણ છોડાવશે?
Окаянний я чоловік! хто мене збавить од тіла смерти сієї?
25 ૨૫ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા ઈશ્વરની આભારસ્તુતિ કરું છું, તે માટે હું પોતે મનથી ઈશ્વરના નિયમશાસ્ત્રની, પણ દેહથી પાપના સિદ્ધાંતની, સેવા કરું છું.
Дякую Богові через Ісуса Христа, Господа нашого. Оце ж умом сам я служу закону Божому, тілом же закону гріховному.