< રોમનોને પત્ર 6 >

1 ત્યારે આપણે શું કહીએ? કૃપા અધિક થાય માટે શું આપણે પાપ કર્યા કરીએ?
Че вом зиче дар? Сэ пэкэтуим мереу ка сэ се ынмулцяскэ харул?
2 ના, એવું ન થાઓ; આપણે પાપના સંબંધી મૃત્યુ પામ્યા, તો પછી એમાં કેમ જીવીએ?
Ничдекум! Ной, каре ам мурит фацэ де пэкат, кум сэ май трэим ын пэкат?
3 શું તમે નથી જાણતા કે, આપણે જેઓ ખ્રિસ્ત ઈસુમાં બાપ્તિસ્મા પામ્યા, તેઓ સર્વ તેમના મરણમાં બાપ્તિસ્મા પામ્યા.
Ну штиць кэ тоць кыць ам фост ботезаць ын Исус Христос, ам фост ботезаць ын моартя Луй?
4 તે માટે આપણે બાપ્તિસ્મા દ્વારા તેમની સાથે મરણમાં દફનાવાયા, કે જેમ ખ્રિસ્તને પિતાના મહિમાથી મૃત્યુ પામેલાઓમાંથી સજીવન કરવામાં આવ્યા તેમ જ આપણે પણ નવા જીવનમાં ચાલીએ.
Ной, деч, прин ботезул ын моартя Луй, ам фост ынгропаць ымпреунэ ку Ел, пентру ка, дупэ кум Христос а ынвият дин морць прин слава Татэлуй, тот аша ши ной сэ трэим о вяцэ ноуэ.
5 કેમ કે જો આપણે તેમના મરણની સમાનતામાં તેમની સાથે જોડાયાં, તો તેમના મરણોત્થાનની સમાનતામાં પણ જોડાયેલાં થઈશું.
Ын адевэр, дакэ не-ам фэкут уна ку Ел принтр-о моарте асемэнэтоаре ку а Луй, вом фи уна ку Ел ши принтр-о ынвиере асемэнэтоаре ку а Луй.
6 આપણે જાણીએ છીએ કે આપણું જૂનું મનુષ્યત્વ તેમની સાથે વધસ્તંભે એ માટે જડાયું કે પાપનું શરીર નિરર્થક થાય; એટલે હવે પછી આપણે પાપના દાસત્વમાં રહીએ નહિ.
Штим бине кэ омул ностру чел векь а фост рэстигнит ымпреунэ ку Ел, пентру ка трупул пэкатулуй сэ фие дезбрэкат де путеря луй, ын аша фел ка сэ ну май фим робь ай пэкатулуй,
7 કેમ કે જે મૃત્યુ પામેલો છે તે ન્યાયી ઠરીને પાપથી મુક્ત થયો છે.
кэч чине а мурит, де дрепт, есте избэвит де пэкат.
8 પણ જો આપણે ખ્રિસ્તની સાથે મૃત્યુ પામેલા છીએ, તો આપણને વિશ્વાસ છે કે તેમની સાથે જીવીશું પણ ખરા.
Акум, дакэ ам мурит ымпреунэ ку Христос, кредем кэ вом ши трэи ымпреунэ ку Ел,
9 કેમ કે આપણે જાણીએ છીએ કે ખ્રિસ્તને મૃત્યુ પામેલાઓમાંથી સજીવન કરવામાં આવ્યા અને તે ફરી મૃત્યુ પામનાર નથી; હવે પછી મૃત્યુનો અધિકાર તેમના પર નથી.
ынтрукыт штим кэ Христосул ынвият дин морць ну май моаре; моартя ну май аре ничо стэпынире асупра Луй.
10 ૧૦ કેમ કે તેઓ મર્યા, એટલે પાપ સંબંધી એક જ વાર મૃત્યુ પામ્યા, પણ તેઓ જીવે છે એટલે ઈશ્વર સંબંધી જીવે છે.
Фииндкэ, прин моартя де каре а мурит, Ел а мурит пентру пэкат о датэ пентру тотдяуна, яр прин вяца пе каре о трэеште, трэеште пентру Думнезеу.
11 ૧૧ તેમ તમે પોતાને પણ પાપ સંબંધી મૃત્યુ પામેલા, પણ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા ઈશ્વર સંબંધી જીવતા ગણો.
Тот аша ши вой ыншивэ сокотици-вэ морць фацэ де пэкат ши вий пентру Думнезеу, ын Исус Христос, Домнул ностру.
12 ૧૨ તે માટે તમે પાપની દુર્વાસનાઓને આધીન થઈને પાપને તમારા મર્ત્ય શરીરમાં રાજ કરવા ન દો.
Деч пэкатул сэ ну май домняскэ ын трупул востру муритор ши сэ ну май аскултаць де пофтеле луй.
13 ૧૩ અને તમારા અવયવોને અન્યાયનાં સાધનો થવા માટે પાપને ન સોંપો; પણ મૃત્યુમાંથી સજીવન થયેલા જેવા તમે પોતાને ઈશ્વરને સોંપો તથા તમારા અવયવોને ન્યાયીપણાનાં સાધનો થવા માટે ઈશ્વરને સોંપો.
Сэ ну май даць ын стэпыниря пэкатулуй мэдулареле воастре, ка ниште унелте але нелеӂюирий, чи даци-вэ пе вой ыншивэ луй Думнезеу, ка вий, дин морць кум ераць; ши даць луй Думнезеу мэдулареле воастре, ка пе ниште унелте але неприхэнирий.
14 ૧૪ પાપને તમારા પર રાજ કરવા ન દો, કેમ કે તમે નિયમશાસ્ત્રને નહિ, પણ કૃપાને આધીન છો.
Кэч пэкатул ну ва май стэпыни асупра воастрэ, пентру кэ ну сунтець суб Леӂе, чи суб хар.
15 ૧૫ તો શું, આપણે નિયમશાસ્ત્રને નહિ, પણ કૃપાને આધીન છીએ, તેથી શું પાપ કર્યા કરીએ? ના, એવું ન થાઓ.
Че урмязэ де аич? Сэ пэкэтуим пентру кэ ну май сунтем суб Леӂе, чи суб хар? Ничдекум.
16 ૧૬ શું તમે નથી જાણતા કે, જેની આજ્ઞા પાળવા માટે તમે પોતાને દાસ તરીકે સોંપો છો, એટલે જેની આજ્ઞા તમે પાળો છો, તેના દાસ તમે છો; ગમે તો મોતને અર્થે પાપના, અથવા ન્યાયીપણાને અર્થે આજ્ઞાપાલનના?
Ну штиць кэ, дакэ вэ даць робь куйва ка сэ-л аскултаць, сунтець робий ачелуя де каре аскултаць, фие кэ есте ворба де пэкат, каре дуче ла моарте, фие кэ есте ворба де аскултаре, каре дуче ла неприхэнире?
17 ૧૭ પણ ઈશ્વરનો આભાર કે તમે પાપના દાસ હોવા છતાં જે બોધ તમને કરવામાં આવ્યો, તે તમે હૃદયપૂર્વક સ્વીકાર્યો.
Дар мулцумирь фие адусе луй Думнезеу, пентру кэ, дупэ че аць фост робь ай пэкатулуй, аць аскултат акум дин инимэ де дрептарул ынвэцэтурий пе каре аць примит-о.
18 ૧૮ તે રીતે તમે પાપથી મુક્ત થઈને, ન્યાયીપણાના દાસ થયા.
Ши прин кяр фаптул кэ аць фост избэвиць де суб пэкат, в-аць фэкут робь ай неприхэнирий.
19 ૧૯ તમારા દેહની નિર્બળતાને લીધે હું મનુષ્યની રીતે વાત કરું છું. જેમ તમે પોતાનાં અંગોને અન્યાયને અર્થે અશુદ્ધતાને તથા અન્યાયને દાસ તરીકે સોંપ્યાં હતા, તેમ હમણાં પોતાનાં અંગો પવિત્રતાને અર્થે ન્યાયીપણાને દાસ તરીકે સોંપો.
Ворбеск оменеште, дин причина непутинцей фирий воастре пэмынтешть: дупэ кум одиниоарэ в-аць фэкут мэдулареле воастре роабе але некурэцией ши фэрэделеӂий, аша кэ сэвыршяць фэрэделеӂя, тот аша акум требуе сэ вэ фачець мэдулареле воастре роабе але неприхэнирий, ка сэ ажунӂець ла сфинциря воастрэ!
20 ૨૦ કેમ કે જેવા તમે પાપના દાસ હતા તેવા તમે ન્યાયીપણાથી સ્વતંત્ર હતા.
Кэч, атунч кынд ераць робь ай пэкатулуй, ераць слобозь фацэ де неприхэнире.
21 ૨૧ તો જે ખરાબ કામોથી તમે હમણાં શરમાઓ છો, તેનાથી તમને તે વખતે શું ફળ હતું? કેમ કે તે કામોનું પરિણામ મૃત્યુ છે.
Ши че роаде адучяць атунч? Роаде де каре акум вэ есте рушине, пентру кэ сфыршитул ачестор лукрурь есте моартя.
22 ૨૨ પણ હમણાં પાપથી મુક્ત થઈને ઈશ્વરના દાસ થયા હોવાથી તમને પવિત્રતાને અર્થે પ્રતિફળ અને અંતે અનંતજીવન મળે છે. (aiōnios g166)
Дар акум, одатэ че аць фост избэвиць де пэкат ши в-аць фэкут робь ай луй Думнезеу, авець ка род сфинциря, яр ка сфыршит: вяца вешникэ. (aiōnios g166)
23 ૨૩ કેમ કે પાપનું પરિણામ મૃત્યુ છે, પણ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા ઈશ્વરનું કૃપાદાન અનંતજીવન છે. (aiōnios g166)
Фииндкэ плата пэкатулуй есте моартя, дар дарул фэрэ платэ ал луй Думнезеу есте вяца вешникэ ын Исус Христос, Домнул ностру. (aiōnios g166)

< રોમનોને પત્ર 6 >