< રોમનોને પત્ર 4 >
1 ૧ તો મનુષ્યદેહે આપણા પૂર્વજ ઇબ્રાહિમને જે મળ્યું, તે વિષે આપણે શું કહીએ?
ⲁ̅ⲟⲩ ϭⲉ ⲡⲉⲧⲛⲛⲁϫⲟⲟϥ ϫⲉ ⲁⲁⲃⲣⲁϩⲁⲙ ϩⲉ ⲉⲣⲟϥ ⲡⲉⲛⲉⲓⲱⲧ ϫⲓⲛ ⲛϣⲟⲣⲡ ⲕⲁⲧⲁ ⲥⲁⲣⲝ
2 ૨ કેમ કે ઇબ્રાહિમ જો કરણીઓથી ન્યાયી ઠર્યો હોત, તો તેને આત્મપ્રશંસા કરવાનું કારણ છે, પણ ઈશ્વર આગળ નહિ.
ⲃ̅ⲉϣϫⲉ ⲛⲧⲁⲩⲧⲙⲁⲓⲉ ⲁⲃⲣⲁϩⲁⲙ ⲅⲁⲣ ⲉⲃⲟⲗ ϩⲛ ⲛⲉϩⲃⲏⲩⲉ ⲟⲩⲛⲧϥ ⲟⲩϣⲟⲩϣⲟⲩ ⲙⲙⲁⲩ ⲁⲗⲗⲁ ⲛⲛⲁϩⲣⲙ ⲡⲛⲟⲩⲧⲉ ⲁⲛ
3 ૩ કેમ કે શાસ્ત્રવચન શું કહે છે? કે ઇબ્રાહિમે ઈશ્વર પર વિશ્વાસ કર્યો અને તે વિશ્વાસ તેને માટે ન્યાયીપણાને અર્થે ગણાયો.
ⲅ̅ⲟⲩ ⲇⲉ ⲡⲉⲧⲉⲣⲉ ⲧⲉⲅⲣⲁⲫⲏ ϫⲱ ⲙⲙⲟϥ ϫⲉ ⲁⲁⲃⲣⲁϩⲁⲙ ⲡⲓⲥⲧⲉⲩⲉ ⲉⲡⲛⲟⲩⲧⲉ ⲁⲩⲟⲡⲥ ⲉⲣⲟϥ ⲉⲩⲇⲓⲕⲁⲓⲟⲥⲩⲛⲏ
4 ૪ હવે કામ કરનારને જે પ્રતિફળ મળે છે તે કૃપારૂપ ગણાતું નથી, પણ હકરૂપ ગણાય છે.
ⲇ̅ⲡⲉⲧⲣϩⲱⲃ ⲇⲉ ⲉϣⲁⲩⲉⲡ ⲡⲉϥⲃⲉⲕⲉ ⲉⲣⲟϥ ⲁⲛ ⲕⲁⲧⲁ ⲟⲩϩⲙⲟⲧ ⲁⲗⲗⲁ ⲕⲁⲧⲁ ⲟⲩⲙⲡϣⲁ
5 ૫ પણ જે મનુષ્ય પોતે કરેલા કામ પર નહિ, પણ અધર્મીને ન્યાયી ઠરાવનાર પર વિશ્વાસ કરે છે, તેનો વિશ્વાસ તેને લેખે ન્યાયીપણાને અર્થે ગણાયો છે.
ⲉ̅ⲡⲉⲧⲉⲛϥⲣϩⲱⲃ ⲇⲉ ⲁⲛ ⲁⲗⲗⲁ ⲉⲧⲡⲓⲥⲧⲉⲩⲉ ⲉⲡⲉⲧⲧⲙⲁⲉⲓⲟ ⲙⲡⲁⲥⲉⲃⲏⲥ ϣⲁⲩⲉⲡ ⲧⲉϥⲡⲓⲥⲧⲓⲥ ⲉⲣⲟϥ ⲉⲩⲇⲓⲕⲁⲓⲟⲥⲩⲛⲏ
6 ૬ તે જ રીતે ઈશ્વર જે મનુષ્યને કરણીઓ વગર ન્યાયી ગણે છે તેને દાઉદ પણ નીચે પ્રમાણે આશીર્વાદ આપે છે કે,
ⲋ̅ⲕⲁⲧⲁ ⲑⲉ ⲟⲛ ⲉϣⲁⲣⲉ ⲇⲁⲩⲉⲓⲇ ϫⲱ ⲙⲡⲙⲁⲕⲁⲣⲓⲥⲙⲟⲥ ⲙⲡⲣⲱⲙⲉ ⲡⲁⲓ ⲉⲧⲉⲣⲉⲡⲛⲟⲩⲧⲉ ⲛⲁⲱⲡ ⲉⲣⲟϥ ⲛⲟⲩⲇⲓⲕⲁⲓⲟⲥⲩⲛⲏ ⲁϫⲛ ⲛⲉϩⲃⲏⲩⲉ
7 ૭ ‘જેઓનાં અપરાધ માફ થયા છે, અને જેઓનાં પાપ ઢંકાયા છે, તેઓ આશીર્વાદિત છે.
ⲍ̅ϫⲉ ⲛⲁⲓⲁⲧⲟⲩ ⲛⲛⲉⲛⲧⲁⲩⲕⲱ ⲛⲁⲩ ⲉⲃⲟⲗ ⲛⲛⲉⲩⲁⲛⲟⲙⲓⲁ ⲁⲩⲱ ⲛⲉⲛⲧⲁⲩϩⲱⲃⲥ ⲉⲃⲟⲗ ⲉϫⲛ ⲛⲉⲩⲛⲟⲃⲉ
8 ૮ જેનાં પાપ પ્રભુ નહિ ગણે તે મનુષ્ય આશીર્વાદિત છે.’”
ⲏ̅ⲛⲁⲓⲁⲧϥ ⲙⲡⲣⲱⲙⲉ ⲉⲧⲉ ⲙⲡϫⲟⲉⲓⲥ ⲛⲁⲉⲡ ⲛⲟⲃⲉ ⲉⲣⲟϥ ⲁⲛ
9 ૯ ત્યારે તે આશીર્વાદ સુન્નતીને જ આપવામાં આવ્યો છે, કે બેસુન્નતીને પણ? આપણે એવું તો કહીએ છીએ કે ‘ઇબ્રાહિમનો વિશ્વાસ તેને લેખે ન્યાયીપણાને અર્થે ગણાયો છે.’”
ⲑ̅ⲡⲉⲓⲙⲁⲕⲁⲣⲓⲥⲙⲟⲥ ϭⲉ ⲉϥϣⲟⲟⲡ ⲉϫⲙ ⲡⲥⲃⲃⲉ ϫⲛ ⲉϥϣⲟⲟⲡ ⲉϫⲛ ⲧⲕⲉⲙⲛⲧⲁⲧⲥⲃⲃⲉ ⲧⲛϫⲱ ⲅⲁⲣ ⲙⲙⲟⲥ ϫⲉ ⲁⲩⲉⲡ ⲧⲡⲓⲥⲧⲓⲥ ⲛⲁⲃⲣⲁϩⲁⲙ ⲉⲣⲟϥ ⲉⲩⲇⲓⲕⲁⲓⲟⲥⲩⲛⲏ
10 ૧૦ ત્યારે તે શી રીતે ગણાયો? તે સુન્નતી હતો ત્યારે? કે બેસુન્નતી હતો ત્યારે? સુન્નતી હતો ત્યારે નહિ, પણ બેસુન્નતી હતો ત્યારે જ.
ⲓ̅ⲛⲧⲁⲩⲟⲡⲥ ϭⲉ ⲉⲣⲟϥ ⲛⲁϣ ⲛϩⲉ ⲛⲉϥϩⲙ ⲡⲥⲃⲃⲉ ⲡⲉ ϫⲛ ⲉϥϩⲛ ⲧⲙⲛⲧⲁⲧⲥⲃⲃⲉ ⲛⲉϥϩⲙ ⲡⲥⲃⲃⲉ ⲁⲛ ⲡⲉ ⲁⲗⲗⲁ ⲛⲉϥϩⲛ ⲧⲙⲛⲧⲁⲧⲥⲃⲃⲉ
11 ૧૧ અને તે બેસુન્નતી હતો ત્યારે વિશ્વાસથી જે ન્યાયીપણું તેને મળ્યું હતું, તેની ઓળખ થવા માટે તે સુન્નતની નિશાની પામ્યો, જેથી સર્વ બેસુન્નતી વિશ્વાસીઓનો તે પૂર્વજ થાય કે તેઓને લેખે તે પણ વિશ્વાસનું ન્યાયીપણું ગણાય.
ⲓ̅ⲁ̅ⲁⲩⲱ ⲁϥϫⲓ ⲛⲟⲩⲙⲁⲉⲓⲛ ⲛⲥⲃⲃⲉ ⲛⲥⲫⲣⲁⲅⲓⲥ ⲛⲧⲇⲓⲕⲁⲓⲟⲥⲩⲛⲏ ⲛⲧⲡⲓⲥⲧⲓⲥ ⲉⲧϩⲛ ⲧⲙⲛⲧⲁⲧⲥⲃⲃⲉ ⲉⲧⲣⲉϥϣⲱⲡⲉ ⲛⲉⲓⲱⲧ ⲛⲛⲉⲧⲡⲓⲥⲧⲉⲩⲉ ⲧⲏⲣⲟⲩ ϩⲓⲧⲛ ⲧⲙⲛⲧⲁⲧⲥⲃⲃⲉ ⲉⲧⲣⲉⲩⲟⲡⲥ ϩⲱⲟⲩ ⲟⲛ ⲉⲣⲟⲟⲩ ⲉⲩⲇⲓⲕⲁⲓⲟⲥⲩⲛⲏ
12 ૧૨ અને સુન્નતીઓનો પૂર્વજ, એટલે જેઓ સુન્નતી છે એટલું જ નહિ, પણ આપણો પિતા ઇબ્રાહિમ બેસુન્નતી હતો તે સમયના તેના વિશ્વાસનાં પગલામાં જેઓ ચાલે છે તેઓનો પણ તે પૂર્વજ થાય.
ⲓ̅ⲃ̅ⲁⲩⲱ ⲛⲉⲓⲱⲧ ⲙⲡⲥⲃⲃⲉ ⲛⲛⲉⲃⲟⲗ ⲁⲛ ϩⲙ ⲡⲥⲃⲃⲉ ⲙⲁⲩⲁⲁⲩ ⲁⲗⲗⲁ ⲛⲕⲟⲟⲩⲉ ⲉⲧⲁϩⲉ ⲉⲧⲉϩⲓⲏ ⲛⲧⲡⲓⲥⲧⲓⲥ ⲉⲧϩⲛ ⲧⲙⲛⲧⲁⲧⲥⲃⲃⲉ ⲙⲡⲉⲛⲉⲓⲱⲧ ⲁⲃⲣⲁϩⲁⲙ
13 ૧૩ કેમ કે દુનિયાના વારસ થવાનું વચન ઇબ્રાહિમને કે તેના વંશજોને નિયમશાસ્ત્ર દ્વારા મળ્યું ન હતું, પણ વિશ્વાસના ન્યાયીપણા દ્વારા મળ્યું હતું.
ⲓ̅ⲅ̅ⲟⲩⲉⲃⲟⲗ ⲅⲁⲣ ⲁⲛ ϩⲓⲧⲙ ⲡⲛⲟⲙⲟⲥ ⲡⲉ ⲡⲉⲣⲏⲧ ⲉⲛⲧⲁϥϣⲱⲡⲉ ⲛⲁⲃⲣⲁϩⲁⲙ ⲏ ⲡⲉϥⲥⲡⲉⲣⲙⲁ ⲉⲧⲣⲉϥϣⲱⲡⲉ ⲛⲕⲗⲏⲣⲟⲛⲟⲙⲟⲥ ⲙⲡⲕⲟⲥⲙⲟⲥ ⲁⲗⲗⲁ ⲉⲃⲟⲗ ϩⲓⲧⲛ ⲧⲇⲓⲕⲁⲓⲟⲥⲩⲛⲏ ⲛⲧⲡⲓⲥⲧⲓⲥ
14 ૧૪ કેમ કે જો નિયમશાસ્ત્રને માનનારા વારસ હોય, તો વિશ્વાસ નિરર્થક થાય છે અને વચન પણ વ્યર્થ થાય છે.
ⲓ̅ⲇ̅ⲉϣϫⲉ ⲉⲣⲉⲛⲉⲕⲗⲏⲣⲟⲛⲟⲙⲟⲥ ⲅⲁⲣ ϣⲟⲟⲡ ⲉⲃⲟⲗ ϩⲙ ⲡⲛⲟⲙⲟⲥ ⲉⲓⲉ ⲧⲡⲓⲥⲧⲓⲥ ϣⲟⲩⲉⲓⲧ ⲁⲩⲱ ⲁⲡⲉⲣⲏⲧ ⲟⲩⲱⲥϥ
15 ૧૫ કેમ કે નિયમશાસ્ત્ર તો કોપ ઉપજાવે છે, પણ જ્યાં નિયમ નથી ત્યાં અપરાધ પણ નથી.
ⲓ̅ⲉ̅ⲉⲣⲉ ⲡⲛⲟⲙⲟⲥ ⲅⲁⲣ ⲣϩⲱⲃ ⲉⲩⲟⲣⲅⲏ ⲡⲙⲁ ⲇⲉ ⲉⲧⲉ ⲙⲛ ⲛⲟⲙⲟⲥ ⲛϩⲏⲧϥ ⲟⲩⲇⲉ ⲙⲛⲡⲁⲣⲁⲃⲁⲥⲓⲥ
16 ૧૬ તે વચન કૃપાથી થાય, અને વચન બધા વંશજોને માટે અચૂક થાય એટલે માત્ર જેઓ નિયમશાસ્ત્ર પાળે છે તેઓને જ માટે નહિ, પણ જેઓ ઇબ્રાહિમનાં વિશ્વાસના છે, તેઓને માટે પણ થાય;
ⲓ̅ⲋ̅ⲉⲧⲃⲉ ⲡⲁⲓ ⲟⲩⲉⲃⲟⲗ ϩⲛ ⲧⲡⲓⲥⲧⲓⲥ ⲧⲉ ϫⲉⲕⲁⲥ ⲕⲁⲧⲁ ⲟⲩϩⲙⲟⲧ ⲉⲧⲣⲉ ⲡⲉⲣⲏⲧ ϣⲱⲡⲉ ⲉϥⲧⲁϫⲣⲏⲩ ⲙⲡⲉⲥⲡⲉⲣⲙⲁ ⲧⲏⲣϥ ⲙⲡⲉⲃⲟⲗ ⲁⲛ ϩⲙ ⲡⲛⲟⲙⲟⲥ ⲙⲙⲁⲧⲉ ⲁⲗⲗⲁ ⲙⲡⲕⲉⲉⲃⲟⲗ ϩⲛ ⲧⲡⲓⲥⲧⲓⲥ ⲛⲁⲃⲣⲁϩⲁⲙ ⲉⲧⲉ ⲡⲁⲓ ⲡⲉ ⲡⲉⲛⲉⲓⲱⲧ ⲧⲏⲣⲛ
17 ૧૭ જે ઈશ્વર મૃત્યુ પામેલાઓને સજીવન કરનાર છે અને જે બાબતો નથી તે જાણે કે હોય એવું પ્રગટ કરે છે અને જેમનાં પર ઇબ્રાહિમે વિશ્વાસ કર્યો, તેમની આગળ તે આપણા બધાનો પૂર્વજ છે, જેમ લખ્યું છે કે, ‘મેં તને ઘણી દેશજાતિઓનો પૂર્વજ બનાવ્યો છે તેમ’.
ⲓ̅ⲍ̅ⲕⲁⲧⲁ ⲑⲉ ⲉⲧⲥⲏϩ ϫⲉ ⲁⲓⲕⲱ ⲙⲙⲟⲕ ⲛⲉⲓⲱⲧ ⲛϩⲁϩ ⲛϩⲉⲑⲛⲟⲥ ⲙⲡⲉⲙⲧⲟ ⲉⲃⲟⲗ ⲙⲡⲛⲟⲩⲧⲉ ⲉⲛⲧⲁϥⲡⲓⲥⲧⲉⲩⲉ ⲉⲣⲟϥ ⲡⲁⲓ ⲉⲧⲧⲁⲛϩⲟ ⲛⲛⲉⲧⲙⲟⲟⲩⲧ ⲉⲧⲙⲟⲩⲧⲉ ⲉⲛⲉⲧⲉⲛⲥⲉϣⲟⲟⲡ ⲁⲛ ϩⲱⲥ ⲉⲩϣⲟⲟⲡ
18 ૧૮ આશાના કોઈ સંજોગ ન હોવા છતાં તેણે આશાથી વિશ્વાસ રાખ્યો, કે જેથી જે વચન આપેલું હતું કે, ‘તારો વંશ એવો થશે’, તે મુજબ તે ઘણી દેશજાતિઓનો પૂર્વજ થાય.
ⲓ̅ⲏ̅ⲡⲁⲓ ⲡⲁⲣⲁ ⲟⲩϩⲉⲗⲡⲓⲥ ⲁϥⲡⲓⲥⲧⲉⲩⲉ ⲉⲩϩⲉⲗⲡⲓⲥ ⲉⲧⲣⲉϥϣⲱⲡⲉ ⲛⲉⲓⲱⲧ ⲛϩⲁϩ ⲛϩⲉⲑⲛⲟⲥ ⲕⲁⲧⲁ ⲡⲉⲛⲧⲁⲩϫⲟⲟϥ ϫⲉ ⲧⲁⲓ ⲧⲉ ⲑⲉ ⲉⲧⲉⲣⲉⲡⲉⲕⲥⲡⲉⲣⲙⲁ ⲛⲁϣⲱⲡⲉ ⲙⲙⲟⲥ
19 ૧૯ તે પોતે આશરે સો વર્ષનો હતો, તેનું શરીર હવે નજીવા જેવું થયું હતું અને સારાનું ગર્ભસ્થાન મૃતપાય હોવા છતાં તે વિશ્વાસમાંથી ડગ્યો નહિ.
ⲓ̅ⲑ̅ⲁⲩⲱ ⲙⲡϥϭⲃⲃⲉ ϩⲛ ⲧⲡⲓⲥⲧⲓⲥ ⲁϥⲛⲁⲩ ⲉⲡⲉϥⲥⲱⲙⲁ ⲉⲁϥⲕⲁϭⲟⲙ ⲉⲡⲧⲏⲣϥ ⲉϥⲛⲁⲣⲁϣⲉ ⲛⲣⲟⲙⲡⲉ ⲙⲛⲡⲙⲟⲩ ⲛⲧⲟⲟⲧⲉ ⲛⲥⲁⲣⲣⲁ
20 ૨૦ ઈશ્વરના વચનને લક્ષમાં રાખીને, તેણે સંદેહ કે અવિશ્વાસ ન કર્યો; પણ ઈશ્વરને મહિમા આપીને,
ⲕ̅ⲉⲡⲉⲣⲏⲧ ⲇⲉ ⲙⲡⲛⲟⲩⲧⲉ ⲙⲡϥⲣϩⲏⲧ ⲥⲛⲁⲩ ϩⲛ ⲟⲩⲙⲛⲧⲁⲡⲓⲥⲧⲟⲥ ⲁⲗⲗⲁ ⲁϥϭⲙϭⲟⲙ ϩⲛ ⲧⲡⲓⲥⲧⲓⲥ ⲉⲁϥϯ ⲉⲟⲟⲩ ⲙⲡⲛⲟⲩⲧⲉ
21 ૨૧ તથા જે વચન તેમણે આપ્યું હતું તે પૂરું કરવાને પણ તેઓ સમર્થ છે, તેવો સંપૂર્ણ ભરોસો રાખીને તે વિશ્વાસમાં મક્કમ રહ્યો.
ⲕ̅ⲁ̅ⲁⲩⲱ ⲁϥⲧⲱⲧ ⲛϩⲏⲧ ϫⲉ ⲡⲉⲛⲧⲁϥ ⲉⲣⲏⲧ ⲙⲙⲟϥ ⲟⲩⲛϭⲟⲙ ⲙⲙⲟϥ ⲉⲁⲁϥ
22 ૨૨ તેથી તેનો વિશ્વાસ તેને લેખે ન્યાયીપણાને અર્થે ગણાયો.
ⲕ̅ⲃ̅ⲉⲧⲃⲉ ⲡⲁⲓ ⲁⲩⲟⲡⲥ ⲉⲣⲟϥ ⲉⲩⲇⲓⲕⲁⲓⲟⲥⲩⲛⲏ
23 ૨૩ હવે તે તેને લેખે ગણવામાં આવ્યો, તે કેવળ તેને જ માટે લખેલું નથી, પરંતુ આપણે માટે પણ લખેલું છે,
ⲕ̅ⲅ̅ⲛⲧⲁⲩⲥⲁϩϥ ⲇⲉ ⲁⲛ ⲉⲧⲃⲏⲏⲧϥ ⲙⲁⲩⲁⲁϥ ϫⲉ ⲁⲩⲟⲡⲥ ⲉⲣⲟϥ
24 ૨૪ એટલે આપણે જેઓ આપણા પ્રભુ ઈસુને મૃત્યુ પામેલાઓમાંથી ઉઠાડનાર પર વિશ્વાસ કરીએ છીએ, તેઓને લેખે પણ ગણાશે.
ⲕ̅ⲇ̅ⲁⲗⲗⲁ ⲉⲧⲃⲏⲏⲧⲛ ϩⲱⲱⲛ ⲟⲛ ⲛⲁⲓ ⲉⲧⲟⲩⲛⲁⲟⲡⲥ ⲉⲣⲟⲟⲩ ⲛⲉⲧⲡⲓⲥⲧⲉⲩⲉ ⲉⲡⲉⲛⲧⲁϥⲧⲟⲩⲛⲉⲥ ⲓⲏⲥ ⲡⲉⲛϫⲟⲉⲓⲥ ⲉⲃⲟⲗ ϩⲛ ⲛⲉⲧⲙⲟⲟⲩⲧ
25 ૨૫ તે આપણા અપરાધોને લીધે પરાધીન કરાય, ને આપણા ન્યાયીકરણને માટે પાછા ઉઠાડવામાં આવ્યા.
ⲕ̅ⲉ̅ⲡⲁⲓ ⲉⲛⲧⲁⲩⲧⲁⲁϥ ⲉⲧⲃⲉ ⲛⲉⲛⲛⲟⲃⲉ ⲁⲩⲱ ⲁϥⲧⲱⲟⲩⲛ ⲉⲧⲃⲉ ⲡⲉⲛⲧⲙⲁⲉⲓⲟ