< રોમનોને પત્ર 3 >
1 ૧ તો પછી યહૂદીની વિશેષતા શી છે? અને સુન્નતથી શો લાભ છે?
We jeriꞌ, ¿jas kꞌu kuchꞌek jun we aj Israel? O ¿jas kutayij ri etal?
2 ૨ સર્વ પ્રકારે ઘણાં લાભ છે. પ્રથમ તો એકે, ઈશ્વરનાં વચનો તેઓને સોંપવામાં આવ્યાં હતાં.
Nim kuchꞌek jun, jeriꞌ rumal cher nabꞌe xyaꞌtaj ri utzij ri Dios chike ri winaq aꞌj Israel.
3 ૩ અને જો કેટલાક અવિશ્વાસી હતા તો શું? તેઓનો અવિશ્વાસ શું ઈશ્વરના વિશ્વાસુપણાને નિરર્થક કરે?
Jas kꞌu kakꞌulmataj riꞌ we jun chike we winaq riꞌ maj ukojobꞌal ¿la kakwin kꞌu riꞌ ri man kakojon taj kꞌuꞌx kubꞌan che ri Dios chi man kubꞌan ta chik ri ubꞌim loq?
4 ૪ ના, એવું ન થાય; હા, દરેક મનુષ્ય જૂઠું ઠરે તોપણ ઈશ્વર સાચા ઠરો; જેમ લખેલું છે કે, ‘તમે પોતાનાં વચનોમાં ન્યાયી ઠરો, અને તમારો ન્યાય કરવામાં આવે ત્યારે તમારો વિજય થાય.’”
¡Man jeꞌ ta riꞌ! Ri Dios tzi kubꞌan wi ri ubꞌim loq pune bꞌanal tzij ri achi. Jetaq kubꞌij ri tzꞌibꞌatalik: Kabꞌantaj na sukꞌ chawe rukꞌ ri kabꞌij, xuqujeꞌ katchꞌeken na are kaqꞌat tzij pa awiꞌ.
5 ૫ પણ જો આપણું અન્યાયીપણું ઈશ્વરના ન્યાયીપણાને સ્થાપિત કરે છે, તો આપણે શું કહીએ? જે આપણા પર ક્રોધ લાવે છે તે ઈશ્વર અન્યાયી છે શું? હું મનુષ્યની રીત પ્રમાણે બોલું છું.
We ri qetzelal kukꞌutu chi sukꞌ ri usukꞌal ri Dios, ¿jas kꞌu kaqabꞌij? ¿Xa man sukꞌ taj ri Dios rumal riꞌ kutix loq ri royawal pa qawiꞌ? (Je tajin kinchꞌaw winaq).
6 ૬ ના, એવું ન થાઓ; કેમ કે જો એમ હોય તો ઈશ્વર માનવજગતનો ન્યાય કેવી રીતે કરે?
¡Man jeꞌ ta riꞌ! We ta jeriꞌ ¿jas kꞌu kubꞌan ri Dios chuqꞌatik tzij pa kiwiꞌ ri winaq ri e kꞌo cho ri uwachulew?
7 ૭ પણ જો મારા અસત્યથી ઈશ્વરનું સત્ય તેમના મહિમાને અર્થે વધારે પ્રગટ થયું, તો હજુ સુધી અપરાધી તરીકે મારો ન્યાય કેમ કરવામાં આવે છે?
Wine kꞌo jun kubꞌij: we are ri nubꞌanoj tzij kaqꞌalajisan ri qas tzij re ri Dios xuqujeꞌ kanimarisan ri ujuluwem, ¿jas che kaqꞌat tzij pa nuwiꞌ kabꞌix chwe chi in ajmak?
8 ૮ અને અમારી નિંદા કરનારા કેટલાક અમારા વિષે કહે છે કે, ‘તેઓનું બોલવું એવું છે કે, સારું થાય માટે આપણે દુષ્ટતા આચરીએ, એવું કેમ ન કરીએ?’ તેઓને કરાયેલી શિક્ષા ઉચિત છે.
¿Jas kꞌu che makaqabꞌij qabꞌana ri etzelal rech jeriꞌ kape ri utzilal? E kꞌi kakibꞌan bꞌanoj tzij chaqij, kakibꞌij chi jeriꞌ tajin kaqakꞌutu. Qas kataqiꞌ kꞌu na kape ri kꞌaxal pa kiwiꞌ we winaq riꞌ.
9 ૯ તો પછી શું? આપણે તેઓના કરતાં સારા છીએ? ના તદ્દન નહિ. કારણ કે આપણે અગાઉ યહૂદીઓ તથા ગ્રીકો પર દોષ મૂક્યો કે તેઓ સઘળા પાપને આધીન છે.
¿Jas kꞌu kaqabꞌij che we riꞌ? ¿La uj kꞌut uj aꞌj Israel uj jeꞌl chkiwach konojel? ¡Man jeꞌ ta riꞌ! Xqakꞌutu chi ri winaq aꞌj Israel xuqujeꞌ ri man aꞌj Israel taj e kꞌo chuxeꞌ ri makaj.
10 ૧૦ જેમ શાસ્ત્રમાં લખેલું છે તેમ કે; ‘કોઈ ન્યાયી નથી, એક પણ નથી;
Ri Tzꞌibꞌatalik kubꞌij: Man kꞌo taj jun sukꞌ laj winaq, xa ta ne jun.
11 ૧૧ સમજનાર અને ઈશ્વરને શોધનાર કોઈ નથી;
Man kꞌo ta jun retaꞌm ubꞌanik ri sukꞌal, maj kꞌo ta jun ri kajawan ri riqoj ibꞌ rukꞌ ri Dios.
12 ૧૨ તેઓ સર્વ ભટકી ગયા છે, તેઓ બધા નકામા થયા છે; સારું કામ કરનાર કોઈ નથી, ના, એક પણ નથી
Konojel xel kanoq pa ri bꞌe, konojel xuꞌxik winaq ri maj kakitayij, man kꞌo ta jun ri are karilij ubꞌanik ri utzilal; maj, xa ta ne jun.
13 ૧૩ તેઓનું ગળું ઉઘાડી કબર જેવું છે; પોતાની જીભથી તેઓએ કપટ કર્યું છે; તેઓના હોઠોમાં સાપનું ઝેર છે!
Ri uqul ri winaq jaqalik je ri kꞌo jun muqbꞌal kaminaq, ri raqꞌ kukoj chubꞌanik bꞌanoj tzij. Ri uchiꞌ jeriꞌ kꞌo utyoꞌbꞌal kumatz.
14 ૧૪ તેઓનું મોં શ્રાપથી તથા કડવાશથી ભરેલું છે;
Nojinaq ri uchiꞌ che etzelal xuqujeꞌ yojtajinaqil.
15 ૧૫ તેઓના પગ લોહી વહેવડાવવા માટે ઉતાવળા છે;
Kaxikꞌan ri raqan keꞌ chubꞌanik ri kamisanik.
16 ૧૬ તેઓના માર્ગોમાં વિનાશ તથા વિપત્તિ છે;
Kutukij kan ronojel ri kꞌo pa ri ubꞌe xuqujeꞌ kubꞌan etzelal.
17 ૧૭ શાંતિનો માર્ગ તેઓએ જાણ્યો નથી
Man ketaꞌm taj uwach ri bꞌe rech jaꞌmaril.
18 ૧૮ તેઓની આંખ આગળ ઈશ્વરનું ભય નથી.’”
Man kumochꞌ taj ribꞌ cho ri Dios.
19 ૧૯ હવે આપણે જાણીએ છીએ કે જેઓ નિયમશાસ્ત્રને આધીન છે, તેઓને નિયમશાસ્ત્ર કહે છે, જેથી દરેક મોં બંધ થાય, અને આખું માનવજગત ઈશ્વરની આગળ દોષિત ઠરે.
Kamik kꞌut qetaꞌm chi ronojel ri kubꞌij ri taqanik, kubꞌij chike konojel ri e kꞌo chuxeꞌ ri taqanik, rech jeriꞌ maj jun kachꞌawik xuqujeꞌ konojel ri winaq aꞌjuwachulew kekanaj chuxeꞌ ri uqꞌatoj tzij ri Dios.
20 ૨૦ કેમ કે તેની આગળ કોઈ મનુષ્ય નિયમશાસ્ત્રની કરણીઓથી ન્યાયી ઠરશે નહિ, કેમ કે નિયમ દ્વારા તો પાપ વિષે સમજ પડે છે.
Jeriꞌ rumal maj jun kabꞌantaj sukꞌ che cho ri Dios rumal ubꞌanik ri chak ri kubꞌij ri taqanik, xane qetaꞌm chi are ri taqanik kakꞌutuw chiqawach chi uj aꞌjmakibꞌ.
21 ૨૧ પણ હમણાં ઈશ્વરનું એવું ન્યાયીપણું પ્રગટ થયું છે કે જે નિયમશાસ્ત્રને આધારિત નથી, અને જેની ખાતરી નિયમશાસ્ત્ર તથા પ્રબોધકો આપે છે;
Kamik kꞌut xukꞌut ribꞌ ri usukꞌal ri Dios, ri xpetik man rumal taj re ri taqanik, are waꞌ ri xkiqꞌalajisaj loq ri e qꞌalajisal taq utzij ri Dios xuqujeꞌ ri taqanik.
22 ૨૨ એટલે ઈશ્વરનું ન્યાયીપણું, જે ઈસુ ખ્રિસ્ત પરના વિશ્વાસદ્વારા સર્વ વિશ્વાસ કરનારાઓને માટે છે તે; કેમ કે એમાં કંઈ પણ તફાવત નથી.
We usukꞌal ri Dios riꞌ xpetik chike konojel ri kekojon che ri Jesucristo. Jeriꞌ rumal cher xaq e junam ri winaq ri aꞌj Israel kukꞌ ri man aꞌj Israel taj. Jeriꞌ rumal ri Dios man xaq ta kꞌyaqal ri keꞌraj.
23 ૨૩ કારણ કે બધાએ પાપ કર્યું છે અને ઈશ્વરના મહિમા વિષે બધા અધૂરાં રહે છે;
Xa kꞌu rumal cher konojel xemakunik rumal riꞌ maj ke che ri ujuluwem ri Dios.
24 ૨૪ પણ ખ્રિસ્ત ઈસુમાં જે ઉદ્ધાર છે, તેમની મારફતે ઈશ્વરની કૃપાએ તેઓ વિનામૂલ્યે ન્યાયી ગણાય છે.
Pa ri utoqꞌobꞌ kꞌu ri Dios xubꞌan sukꞌ chiꞌwe man rukꞌ ta pwaq, xane xixutoro pa Cristo Jesús.
25 ૨૫ ઈશ્વરે તેમને તેમના રક્ત પરના વિશ્વાસથી લોકો માટે પ્રાયશ્ચિત થવા માટે ઠરાવ્યાં, કે જેથી અગાઉ થયેલાં પાપની માફી અપાઈ તે વિષે તે પોતાનું ન્યાયીપણું બતાવે;
Ri Dios xutzuj ri Jesucristo che sipanik chuchupik ronojel ri qamak, are waꞌ ri kaqakꞌamawaꞌj rukꞌ ri qakojobꞌal rumal ri ukikꞌel, rech jeriꞌ kukꞌut chiqawach ri usukꞌal rumal cher najtir chi kanoq ri Dios pa ri rutzilal xsachan kan che ri ojer taq makaj.
26 ૨૬ એટલે કે વર્તમાન સમયમાં તે ઈશ્વરની ધીરજમાં પોતાનું ન્યાયીપણું પ્રદર્શિત કરે, જેથી પોતે ન્યાયી રહીને ઈસુ પર વિશ્વાસ રાખનારને ન્યાયી ઠરાવનાર થાય.
Kamik kꞌut, ri Dios utzujum ri Jesucristo rech jeriꞌ kukꞌut ri usukꞌal. Rech jeriꞌ kilitajik chi sukꞌ ri Dios xuqujeꞌ are kabꞌanow sukꞌ chike ri kekojon che ri Jesús.
27 ૨૭ તો આત્મપ્રશંસા કરવાનું ક્યાં રહ્યું? તેનો સમાવેશ નથી. કયા નિયમથી? શું કરણીના? ના, પણ વિશ્વાસના નિયમથી.
¿Jawjeꞌ kꞌu kꞌo wi ri nimal? Maj chik ¿jas rumal? ¿La xa rumal ri taqanik? Man je ta riꞌ, xa rumal ri kojobꞌal.
28 ૨૮ માટે અમે એવું સમજીએ છીએ કે, મનુષ્ય નિયમશાસ્ત્રની કરણીઓ વગર વિશ્વાસથી ન્યાયી ઠરે છે.
Kꞌisbꞌal rech kaqabꞌij chi ri achi kux sukꞌ man rumal ta ri chak ri kuta ri taqanik xane rumal ri kojobꞌal.
29 ૨૯ નહિ તો શું ઈશ્વર કેવળ યહૂદીઓના જ છે? શું બિનયહૂદીઓના પણ નથી? હા, બિનયહૂદીઓના પણ છે;
Ri Dios, ¿la xaq xwi kꞌu kiDios ri winaq aꞌj Israel? ¿La man kꞌu kiDios xuqujeꞌ ri winaq ri man aꞌj Israel taj? Jeꞌ, jeriꞌ ri Dios kiDios xuqujeꞌ ri winaq ri man aꞌj Israel taj.
30 ૩૦ કારણ કે ઈશ્વર એક જ છે કે તે સુન્નતીને અને બેસુન્નતીને પણ વિશ્વાસદ્વારા ન્યાયી ઠરાવશે.
Xa jun Dios kꞌolik. Are kabꞌanow sukꞌ rumal ri kojobꞌal chike ri e kojtal ketal xuqujeꞌ ri man kojtal ta ketal.
31 ૩૧ ત્યારે શું અમે વિશ્વાસથી નિયમશાસ્ત્રને રદબાતલ કરીએ છીએ? ના, એવું ન થાઓ, તેથી ઊલટું અમે તો નિયમશાસ્ત્રને પ્રસ્થાપિત કરીએ છીએ.
¿La kel kꞌu kubꞌij chi kaqachup ri taqanik rukꞌ ri kojobꞌal? Man je ta riꞌ, xane rukꞌ wa kaqabꞌij chi qas sukꞌ wi ri taqanik.