< રોમનોને પત્ર 14 >

1 વિશ્વાસમાં જે નબળો હોય તેનો અંગીકાર કરો, પણ સંદેહ પડતી બાબતોના વાદવિવાદને માટે નહિ.
યો જનોઽદૃઢવિશ્વાસસ્તં યુષ્માકં સઙ્ગિનં કુરુત કિન્તુ સન્દેહવિચારાર્થં નહિ|
2 કોઈનો વિશ્વાસ તો એવો છે કે તે બધું જ ખાય છે, પણ કોઈ તો વિશ્વાસમાં નબળો હોવાથી માત્ર શાકભાજી જ ખાય છે.
યતો નિષિદ્ધં કિમપિ ખાદ્યદ્રવ્યં નાસ્તિ, કસ્યચિજ્જનસ્ય પ્રત્યય એતાદૃશો વિદ્યતે કિન્ત્વદૃઢવિશ્વાસઃ કશ્ચિદપરો જનઃ કેવલં શાકં ભુઙ્ક્તં|
3 જે ખાય છે તેણે ન ખાનારને તુચ્છ ન ગણવો; અને જે ખાતો નથી તેણે ખાનારને અપરાધી ન ઠરાવવો; કારણ કે ઈશ્વરે તેનો સ્વીકાર કર્યો છે.
તર્હિ યો જનઃ સાધારણં દ્રવ્યં ભુઙ્ક્તે સ વિશેષદ્રવ્યભોક્તારં નાવજાનીયાત્ તથા વિશેષદ્રવ્યભોક્તાપિ સાધારણદ્રવ્યભોક્તારં દોષિણં ન કુર્ય્યાત્, યસ્માદ્ ઈશ્વરસ્તમ્ અગૃહ્લાત્|
4 તું કોણ છે કે બીજાના નોકરને અપરાધી ઠરાવે? તેનું ઊભા રહેવું કે પડવું તે તેના પોતાના માલિકના હાથમાં છે. પણ તેને ઊભો રાખવામાં આવશે, કેમ કે પ્રભુ તેને ઊભો રાખવાને સમર્થ છે.
હે પરદાસસ્ય દૂષયિતસ્ત્વં કઃ? નિજપ્રભોઃ સમીપે તેન પદસ્થેન પદચ્યુતેન વા ભવિતવ્યં સ ચ પદસ્થ એવ ભવિષ્યતિ યત ઈશ્વરસ્તં પદસ્થં કર્ત્તું શક્નોતિ|
5 કોઈ એક તો અમુક દિવસને અન્ય દિવસો કરતાં વધારે પવિત્ર માને છે અને બીજો સર્વ દિવસોને સરખા ગણે છે; દરેકે પોતપોતાનાં મનમાં સંપૂર્ણ ખાતરી કરવી.
અપરઞ્ચ કશ્ચિજ્જનો દિનાદ્ દિનં વિશેષં મન્યતે કશ્ચિત્તુ સર્વ્વાણિ દિનાનિ સમાનાનિ મન્યતે, એકૈકો જનઃ સ્વીયમનસિ વિવિચ્ય નિશ્ચિનોતુ|
6 અમુક દિવસને જે પવિત્ર ગણે છે તે પ્રભુને માટે તેને પવિત્ર ગણે છે; જે ખાય છે તે પ્રભુને માટે ખાય છે, કેમ કે તે ઈશ્વરનો આભાર માને છે; અને જે નથી ખાતો તે પ્રભુને માટે નથી ખાતો અને ઈશ્વરનો આભાર માને છે.
યો જનઃ કિઞ્ચન દિનં વિશેષં મન્યતે સ પ્રભુભક્ત્યા તન્ મન્યતે, યશ્ચ જનઃ કિમપિ દિનં વિશેષં ન મન્યતે સોઽપિ પ્રભુભક્ત્યા તન્ન મન્યતે; અપરઞ્ચ યઃ સર્વ્વાણિ ભક્ષ્યદ્રવ્યાણિ ભુઙ્ક્તે સ પ્રભુભક્તયા તાનિ ભુઙ્ક્તે યતઃ સ ઈશ્વરં ધન્યં વક્તિ, યશ્ચ ન ભુઙ્ક્તે સોઽપિ પ્રભુભક્ત્યૈવ ન ભુઞ્જાન ઈશ્વરં ધન્યં બ્રૂતે|
7 કેમ કે આપણામાંનો કોઈ પણ પોતાને અર્થે જીવતો નથી અને કોઈ પોતાને અર્થે મરતો નથી.
અપરમ્ અસ્માકં કશ્ચિત્ નિજનિમિત્તં પ્રાણાન્ ધારયતિ નિજનિમિત્તં મ્રિયતે વા તન્ન;
8 કારણ કે જો જીવીએ છીએ, તો પ્રભુની ખાતર જીવીએ છીએ; અથવા જો મરીએ છીએ, તો પ્રભુની ખાતર મરીએ છીએ; તે માટે ગમે તો આપણે જીવીએ કે મરીએ, તોપણ આપણે પ્રભુના જ છીએ.
કિન્તુ યદિ વયં પ્રાણાન્ ધારયામસ્તર્હિ પ્રભુનિમિત્તં ધારયામઃ, યદિ ચ પ્રાણાન્ ત્યજામસ્તર્હ્યપિ પ્રભુનિમિત્તં ત્યજામઃ, અતએવ જીવને મરણે વા વયં પ્રભોરેવાસ્મહે|
9 કેમ કે મૃત અને જીવંત બન્નેના તે પ્રભુ થાય, એ જ હેતુથી ખ્રિસ્ત મરણ પામ્યા અને પાછા સજીવન થયા.
યતો જીવન્તો મૃતાશ્ચેત્યુભયેષાં લોકાનાં પ્રભુત્વપ્રાપ્ત્યર્થં ખ્રીષ્ટો મૃત ઉત્થિતઃ પુનર્જીવિતશ્ચ|
10 ૧૦ પણ તું પોતાના ભાઈને કેમ અપરાધી ઠરાવે છે? તું પોતાના ભાઈને કેમ તુચ્છ ગણે છે? કેમ કે આપણે સર્વને ઈશ્વરના ન્યાયાસનની આગળ ઊભા રહેવું પડશે.
કિન્તુ ત્વં નિજં ભ્રાતરં કુતો દૂષયસિ? તથા ત્વં નિજં ભ્રાતરં કુતસ્તુચ્છં જાનાસિ? ખ્રીષ્ટસ્ય વિચારસિંહાસનસ્ય સમ્મુખે સર્વ્વૈરસ્માભિરુપસ્થાતવ્યં;
11 ૧૧ એવું લખેલું છે કે, પ્રભુ કહે છે કે, મારા જીવના સમ કે, દરેક ધૂંટણ મારી આગળ વાંકો વળશે અને દરેક જીભ ઈશ્વરની સ્તુતિ કરશે.
યાદૃશં લિખિતમ્ આસ્તે, પરેશઃ શપથં કુર્વ્વન્ વાક્યમેતત્ પુરાવદત્| સર્વ્વો જનઃ સમીપે મે જાનુપાતં કરિષ્યતિ| જિહ્વૈકૈકા તથેશસ્ય નિઘ્નત્વં સ્વીકરિષ્યતિ|
12 ૧૨ એ માટે આપણ પ્રત્યેકને પોતપોતાનો હિસાબ ઈશ્વરને આપવો પડશે.
અતએવ ઈશ્વરસમીપેઽસ્માકમ્ એકૈકજનેન નિજા કથા કથયિતવ્યા|
13 ૧૩ તો હવેથી આપણે એકબીજા દોષારોપણ કરીએ નહિ; પણ તેના કરતાં કોઈએ પોતાના ભાઈના માર્ગમાં ઠેસ કે ઠોકરરૂપ કશું મૂકવું નહિ, એવો નિયમ કરવો, તે સારું છે.
ઇત્થં સતિ વયમ્ અદ્યારભ્ય પરસ્પરં ન દૂષયન્તઃ સ્વભ્રાતુ ર્વિઘ્નો વ્યાઘાતો વા યન્ન જાયેત તાદૃશીમીહાં કુર્મ્મહે|
14 ૧૪ હું જાણું છું કે, પ્રભુ ઈસુમાં મને પૂરેપૂરી ખાતરી છે કે, કોઈ પણ ચીજ જાતે અશુદ્ધ નથી; પરંતુ જેને જે કંઈ અશુદ્ધ લાગે છે તેને માટે તે અશુદ્ધ છે.
કિમપિ વસ્તુ સ્વભાવતો નાશુચિ ભવતીત્યહં જાને તથા પ્રભુના યીશુખ્રીષ્ટેનાપિ નિશ્ચિતં જાને, કિન્તુ યો જનો યદ્ દ્રવ્યમ્ અપવિત્રં જાનીતે તસ્ય કૃતે તદ્ અપવિત્રમ્ આસ્તે|
15 ૧૫ જો તારા ભોજનને લીધે તારા ભાઈને ખેદ થાય છે, તો તે બાબતમાં તું પ્રેમના નિયમ પ્રમાણે વર્તતો નથી. જેને સારુ ખ્રિસ્ત મૃત્યુ પામ્યા તેનો નાશ તું તારા ભોજનથી ન કર.
અતએવ તવ ભક્ષ્યદ્રવ્યેણ તવ ભ્રાતા શોકાન્વિતો ભવતિ તર્હિ ત્વં ભ્રાતરં પ્રતિ પ્રેમ્ના નાચરસિ| ખ્રીષ્ટો યસ્ય કૃતે સ્વપ્રાણાન્ વ્યયિતવાન્ ત્વં નિજેન ભક્ષ્યદ્રવ્યેણ તં ન નાશય|
16 ૧૬ તેથી તમારું જે સારું છે તે વિષે ખોટું બોલાય એવું થવા ન દો.
અપરં યુષ્માકમ્ ઉત્તમં કર્મ્મ નિન્દિતં ન ભવતુ|
17 ૧૭ કેમ કે ઈશ્વરનું રાજ્ય તો ખાવાપીવામાં નથી; પણ ન્યાયીપણામાં, શાંતિમાં અને પવિત્ર આત્માથી મળતા આનંદમાં, છે.
ભક્ષ્યં પેયઞ્ચેશ્વરરાજ્યસ્ય સારો નહિ, કિન્તુ પુણ્યં શાન્તિશ્ચ પવિત્રેણાત્મના જાત આનન્દશ્ચ|
18 ૧૮ કેમ કે તે બાબત માં જે ખ્રિસ્તની સેવા કરે છે, તે ઈશ્વરને પસંદ તથા માણસોને માન્ય થાય છે.
એતૈ ર્યો જનઃ ખ્રીષ્ટં સેવતે, સ એવેશ્વરસ્ય તુષ્ટિકરો મનુષ્યૈશ્ચ સુખ્યાતઃ|
19 ૧૯ તેથી જે બાબતો શાંતિકારક છે તથા જે વડે આપણે એકબીજામાં સુધારો કરી શકીએ તેવી છે. તેની પાછળ આપણે લાગુ રહેવું.
અતએવ યેનાસ્માકં સર્વ્વેષાં પરસ્પરમ્ ઐક્યં નિષ્ઠા ચ જાયતે તદેવાસ્માભિ ર્યતિતવ્યં|
20 ૨૦ ખાવાને કારણે ઈશ્વરનું કામ તોડી ન પાડો; બધું શુદ્ધ છે ખરું, પણ તે ખાવાથી જેને ઠોકર લાગે છે તે માણસને માટે તે ખોટું છે.
ભક્ષ્યાર્થમ્ ઈશ્વરસ્ય કર્મ્મણો હાનિં મા જનયત; સર્વ્વં વસ્તુ પવિત્રમિતિ સત્યં તથાપિ યો જનો યદ્ ભુક્ત્વા વિઘ્નં લભતે તદર્થં તદ્ ભદ્રં નહિ|
21 ૨૧ માંસ ન ખાવું, દ્રાક્ષારસ ન પીવો અને બીજી જે કોઈ બાબતથી તારો ભાઈ ઠોકર ખાય છે, તે ન કરવું તે તને ઉચિત છે.
તવ માંસભક્ષણસુરાપાનાદિભિઃ ક્રિયાભિ ર્યદિ તવ ભ્રાતુઃ પાદસ્ખલનં વિઘ્નો વા ચાઞ્ચલ્યં વા જાયતે તર્હિ તદ્ભોજનપાનયોસ્ત્યાગો ભદ્રઃ|
22 ૨૨ જે વિશ્વાસ તને છે તે તારા પોતામાં ઈશ્વરની સમક્ષ રાખ. પોતાને જે વાજબી લાગે છે, તે બાબતમાં જે પોતાને અપરાધી ઠરાવતો નથી તે આશીર્વાદિત છે.
યદિ તવ પ્રત્યયસ્તિષ્ઠતિ તર્હીશ્વરસ્ય ગોચરે સ્વાન્તરે તં ગોપય; યો જનઃ સ્વમતેન સ્વં દોષિણં ન કરોતિ સ એવ ધન્યઃ|
23 ૨૩ પણ જેને જે વિષે શંકા રહે છે તે જો તે ખાય છે તો તે અપરાધી ઠરે છે, કેમ કે તે વિશ્વાસથી ખાતો નથી; અને જે વિશ્વાસથી નથી તે બધું તો પાપ છે.
કિન્તુ યઃ કશ્ચિત્ સંશય્ય ભુઙ્ક્તેઽર્થાત્ ન પ્રતીત્ય ભુઙ્ક્તે, સ એવાવશ્યં દણ્ડાર્હો ભવિષ્યતિ, યતો યત્ પ્રત્યયજં નહિ તદેવ પાપમયં ભવતિ|

< રોમનોને પત્ર 14 >