< રોમનોને પત્ર 14 >
1 ૧ વિશ્વાસમાં જે નબળો હોય તેનો અંગીકાર કરો, પણ સંદેહ પડતી બાબતોના વાદવિવાદને માટે નહિ.
Nama amantiitti dadhabaa taʼe ofitti qabaa; waan wal nama falmisiisu irrattis itti hin murinaa.
2 ૨ કોઈનો વિશ્વાસ તો એવો છે કે તે બધું જ ખાય છે, પણ કોઈ તો વિશ્વાસમાં નબળો હોવાથી માત્ર શાકભાજી જ ખાય છે.
Namni tokko akka waan hunda nyaachuu dandaʼu amana; namni amantiin isaa dadhabaa taʼe kaan garuu biqiltuu qofa nyaata.
3 ૩ જે ખાય છે તેણે ન ખાનારને તુચ્છ ન ગણવો; અને જે ખાતો નથી તેણે ખાનારને અપરાધી ન ઠરાવવો; કારણ કે ઈશ્વરે તેનો સ્વીકાર કર્યો છે.
Namni nyaatu kan hin nyaatin hin tuffatin; inni hin nyaatinis kan nyaatutti hin murin; Waaqni isa ofitti qabeeraatii.
4 ૪ તું કોણ છે કે બીજાના નોકરને અપરાધી ઠરાવે? તેનું ઊભા રહેવું કે પડવું તે તેના પોતાના માલિકના હાથમાં છે. પણ તેને ઊભો રાખવામાં આવશે, કેમ કે પ્રભુ તેને ઊભો રાખવાને સમર્થ છે.
Hojjetaa nama kaaniitti kan murtu ati eenyu? Inni yoo dhaabates yoo kufes gooftaa isaatiif. Waan Gooftaan isa dhaabachiisuu dandaʼuufis ni dhaabata.
5 ૫ કોઈ એક તો અમુક દિવસને અન્ય દિવસો કરતાં વધારે પવિત્ર માને છે અને બીજો સર્વ દિવસોને સરખા ગણે છે; દરેકે પોતપોતાનાં મનમાં સંપૂર્ણ ખાતરી કરવી.
Namni tokko akka waan guyyaan tokko guyyaa kaan caaluutti yaada; namni kaan immoo guyyaan hundi tokkuma jedhee yaada. Namni kam iyyuu yaada ofii isaa guutummaatti amanee haa fudhatu.
6 ૬ અમુક દિવસને જે પવિત્ર ગણે છે તે પ્રભુને માટે તેને પવિત્ર ગણે છે; જે ખાય છે તે પ્રભુને માટે ખાય છે, કેમ કે તે ઈશ્વરનો આભાર માને છે; અને જે નથી ખાતો તે પ્રભુને માટે નથી ખાતો અને ઈશ્વરનો આભાર માને છે.
Namni guyyicha kabaju Gooftaaf jedhee kabaja; kan guyyicha hin kabajnes Gooftaaf jedhee hin kabaju. Kan nyaatu Gooftaaf jedhee nyaata; inni Waaqa galateeffataatii; kan hin nyaannes Gooftaaf jedhee hin nyaatu; Waaqas ni galateeffata.
7 ૭ કેમ કે આપણામાંનો કોઈ પણ પોતાને અર્થે જીવતો નથી અને કોઈ પોતાને અર્થે મરતો નથી.
Nu keessaa namni mataa isaatiif jiraatu, kan mataa isaatiif duʼus hin jiruutii.
8 ૮ કારણ કે જો જીવીએ છીએ, તો પ્રભુની ખાતર જીવીએ છીએ; અથવા જો મરીએ છીએ, તો પ્રભુની ખાતર મરીએ છીએ; તે માટે ગમે તો આપણે જીવીએ કે મરીએ, તોપણ આપણે પ્રભુના જ છીએ.
Nu yoo jiraanne Gooftaaf jiraanna; yoo duunes Gooftaaf duuna. Kanaafuu yoo jiraannes yoo duunes nu kan Gooftaa ti.
9 ૯ કેમ કે મૃત અને જીવંત બન્નેના તે પ્રભુ થાય, એ જ હેતુથી ખ્રિસ્ત મરણ પામ્યા અને પાછા સજીવન થયા.
Sababii kanaaf Kiristoos Gooftaa duʼaaleyyiitii fi jiraatoo taʼuuf duʼe; deebiʼees jiraataa taʼe.
10 ૧૦ પણ તું પોતાના ભાઈને કેમ અપરાધી ઠરાવે છે? તું પોતાના ભાઈને કેમ તુચ્છ ગણે છે? કેમ કે આપણે સર્વને ઈશ્વરના ન્યાયાસનની આગળ ઊભા રહેવું પડશે.
Yoos ati maaliif obboleessa keetti murta ree? Yookaan maaliif obboleessa kee tuffatta ree? Nu hundi teessoo murtii Waaqaa dura ni dhaabannaatii.
11 ૧૧ એવું લખેલું છે કે, પ્રભુ કહે છે કે, મારા જીવના સમ કે, દરેક ધૂંટણ મારી આગળ વાંકો વળશે અને દરેક જીભ ઈશ્વરની સ્તુતિ કરશે.
Kunis: “‘Ani jiraataadhaatii; jilbi hundi anaaf ni jilbeenfata; arrabni hundi Waaqaaf dhugaa baʼa’ jedha Gooftaan” jedhamee barreeffameeraatii.
12 ૧૨ એ માટે આપણ પ્રત્યેકને પોતપોતાનો હિસાબ ઈશ્વરને આપવો પડશે.
Kanaafis tokkoon tokkoon keenya waaʼee mataa keenyaa fuula Waaqaa duratti deebii ni kennina.
13 ૧૩ તો હવેથી આપણે એકબીજા દોષારોપણ કરીએ નહિ; પણ તેના કરતાં કોઈએ પોતાના ભાઈના માર્ગમાં ઠેસ કે ઠોકરરૂપ કશું મૂકવું નહિ, એવો નિયમ કરવો, તે સારું છે.
Kanaafuu nu walitti muruu haa dhiifnu. Qooda kanaa akka karaa obboleessa keessanii irra gufuu yookaan waan gufachiisu tokko illee hin keenye murteeffadhaa.
14 ૧૪ હું જાણું છું કે, પ્રભુ ઈસુમાં મને પૂરેપૂરી ખાતરી છે કે, કોઈ પણ ચીજ જાતે અશુદ્ધ નથી; પરંતુ જેને જે કંઈ અશુદ્ધ લાગે છે તેને માટે તે અશુદ્ધ છે.
Akka wanni ofuma isaatiin xuraaʼaa taʼe tokko iyyuu hin jirre ani karaa Gooftaa Yesuus nan beeka; nan amanas. Nama wanni tokko xuraaʼaadha jedhee yaaduuf garuu wanni sun isaaf xuraaʼaa dha.
15 ૧૫ જો તારા ભોજનને લીધે તારા ભાઈને ખેદ થાય છે, તો તે બાબતમાં તું પ્રેમના નિયમ પ્રમાણે વર્તતો નથી. જેને સારુ ખ્રિસ્ત મૃત્યુ પામ્યા તેનો નાશ તું તારા ભોજનથી ન કર.
Yoo wanni ati nyaattu obboleessa kee miidhe, ati jaalalaan jiraachaa hin jirtu. Ati waan nyaattuun obboleessa kee isa Kiristoos isaaf duʼe hin balleessin.
16 ૧૬ તેથી તમારું જે સારું છે તે વિષે ખોટું બોલાય એવું થવા ન દો.
Kanaafuu wanti isin gaariidha jettan akka arrabsamu hin godhinaa.
17 ૧૭ કેમ કે ઈશ્વરનું રાજ્ય તો ખાવાપીવામાં નથી; પણ ન્યાયીપણામાં, શાંતિમાં અને પવિત્ર આત્માથી મળતા આનંદમાં, છે.
Mootummaan Waaqaa qajeelummaa, nagaa fi gammachuu Hafuura Qulqulluun taʼeedha malee waaʼee nyaataa fi dhugaatii mitiitii.
18 ૧૮ કેમ કે તે બાબત માં જે ખ્રિસ્તની સેવા કરે છે, તે ઈશ્વરને પસંદ તથા માણસોને માન્ય થાય છે.
Namni haala kanaan Kiristoosin tajaajilu Waaqa gammachiisaatii; namoota birattis fudhatama argata.
19 ૧૯ તેથી જે બાબતો શાંતિકારક છે તથા જે વડે આપણે એકબીજામાં સુધારો કરી શકીએ તેવી છે. તેની પાછળ આપણે લાગુ રહેવું.
Kanaaf waan nagaa fidu gochuu fi wal ijaaruuf haa tattaaffannu.
20 ૨૦ ખાવાને કારણે ઈશ્વરનું કામ તોડી ન પાડો; બધું શુદ્ધ છે ખરું, પણ તે ખાવાથી જેને ઠોકર લાગે છે તે માણસને માટે તે ખોટું છે.
Nyaataaf jettee hojii Waaqaa hin balleessin. Nyaanni hundi qulqulluu dha; garuu waan nama biraa gufachiisu kam iyyuu nyaachuun nama tokkoof dogoggora.
21 ૨૧ માંસ ન ખાવું, દ્રાક્ષારસ ન પીવો અને બીજી જે કોઈ બાબતથી તારો ભાઈ ઠોકર ખાય છે, તે ન કરવું તે તને ઉચિત છે.
Akka obboleessi kee hin gufanneef, foon nyaachuu dhiisuun yookaan daadhii wayinii dhuguu dhiisuun yookaan waan biraa kam iyyuu gochuu dhiisuun gaarii dha.
22 ૨૨ જે વિશ્વાસ તને છે તે તારા પોતામાં ઈશ્વરની સમક્ષ રાખ. પોતાને જે વાજબી લાગે છે, તે બાબતમાં જે પોતાને અપરાધી ઠરાવતો નથી તે આશીર્વાદિત છે.
Kanaafuu ati amantii waan kana irratti qabdu kam iyyuu fuula Waaqaa duratti ofumaa keetii qabaadhu. Namni waan amanee fudhate irratti ofitti hin murre eebbifamaa dha.
23 ૨૩ પણ જેને જે વિષે શંકા રહે છે તે જો તે ખાય છે તો તે અપરાધી ઠરે છે, કેમ કે તે વિશ્વાસથી ખાતો નથી; અને જે વિશ્વાસથી નથી તે બધું તો પાપ છે.
Namni shakkii qabu garuu nyaachuun isaa waan amantiin hin taʼiniif yoo nyaate isatti murama; wanni amantiin hin taʼin kam iyyuu cubbuudhaatii.