< રોમનોને પત્ર 10 >
1 ૧ ભાઈઓ, ઇઝરાયલને સારુ મારા અંતઃકરણની ઇચ્છા તથા ઈશ્વરને મારી પ્રાર્થના છે કે તેઓ ઉદ્ધાર પામે.
હે ભ્રાતર ઇસ્રાયેલીયલોકા યત્ પરિત્રાણં પ્રાપ્નુવન્તિ તદહં મનસાભિલષન્ ઈશ્વરસ્ય સમીપે પ્રાર્થયે|
2 ૨ કેમ કે હું તેઓ વિષે સાક્ષી આપું છું કે, ઈશ્વર માટે તેઓને આતુરતા છે, પણ તે જ્ઞાન પ્રમાણે નથી.
યત ઈશ્વરે તેષાં ચેષ્ટા વિદ્યત ઇત્યત્રાહં સાક્ષ્યસ્મિ; કિન્તુ તેષાં સા ચેષ્ટા સજ્ઞાના નહિ,
3 ૩ કેમ કે ઈશ્વરના ન્યાયીપણા વિષે અજાણ્યા હોવાથી તથા પોતાના ન્યાયીપણા ને સ્થાપન કરવા યત્ન કરતા હોવાથી તેઓ ઈશ્વરના ન્યાયીપણાને આધીન થયા નહિ.
યતસ્ત ઈશ્વરદત્તં પુણ્યમ્ અવિજ્ઞાય સ્વકૃતપુણ્યં સ્થાપયિતુમ્ ચેષ્ટમાના ઈશ્વરદત્તસ્ય પુણ્યસ્ય નિઘ્નત્વં ન સ્વીકુર્વ્વન્તિ|
4 ૪ કેમ કે ખ્રિસ્ત તો દરેક વિશ્વાસ રાખનારને માટે ન્યાયીપણું પામવાના નિયમશાસ્ત્રની સંપૂર્ણતા છે.
ખ્રીષ્ટ એકૈકવિશ્વાસિજનાય પુણ્યં દાતું વ્યવસ્થાયાઃ ફલસ્વરૂપો ભવતિ|
5 ૫ કેમ કે મૂસા ન્યાયીપણાના નિયમ વિષે લખે છે કે, ‘જે માણસ નિયમશાસ્ત્ર પ્રમાણે ન્યાયીપણું આચરે છે, તે તેના દ્વારા જીવશે.’”
વ્યવસ્થાપાલનેન યત્ પુણ્યં તત્ મૂસા વર્ણયામાસ, યથા, યો જનસ્તાં પાલયિષ્યતિ સ તદ્દ્વારા જીવિષ્યતિ|
6 ૬ પણ જે ન્યાયીપણું વિશ્વાસ ધ્વારા મળે છે તે એવું કહે છે કે, ‘તું તારા અંતઃકરણમાં ન કહે કે, ‘સ્વર્ગમાં કોણ ચઢશે?’ એટલે ખ્રિસ્તને નીચે લાવવાને;
કિન્તુ પ્રત્યયેન યત્ પુણ્યં તદ્ એતાદૃશં વાક્યં વદતિ, કઃ સ્વર્ગમ્ આરુહ્ય ખ્રીષ્ટમ્ અવરોહયિષ્યતિ?
7 ૭ અથવા એ કે, ‘ઊંડાણમાં કોણ ઊતરશે?” એટલે ખ્રિસ્તને મૃત્યુમાંથી સજીવન કરવાને. (Abyssos )
કો વા પ્રેતલોકમ્ અવરુહ્ય ખ્રીષ્ટં મૃતગણમધ્યાદ્ આનેષ્યતીતિ વાક્ મનસિ ત્વયા ન ગદિતવ્યા| (Abyssos )
8 ૮ પણ તે શું કહે છે? કે, ‘એ વચન તારી પાસે, તારા મુખમાં તથા તારા અંતઃકરણમાં છે.’” એટલે વિશ્વાસનું જે વચન અમે પ્રગટ કરીએ છીએ તે એ છે કે
તર્હિ કિં બ્રવીતિ? તદ્ વાક્યં તવ સમીપસ્થમ્ અર્થાત્ તવ વદને મનસિ ચાસ્તે, તચ્ચ વાક્યમ્ અસ્માભિઃ પ્રચાર્ય્યમાણં વિશ્વાસસ્ય વાક્યમેવ|
9 ૯ જો તું તારા મુખથી ઈસુને પ્રભુ તરીકે કબૂલ કરીશ અને ઈશ્વરે તેમને મૃત્યુમાંથી પાછા સજીવન કર્યા, એવો વિશ્વાસ તારા અંતઃકરણમાં કરીશ, તો તું ઉદ્ધાર પામીશ.
વસ્તુતઃ પ્રભું યીશું યદિ વદનેન સ્વીકરોષિ, તથેશ્વરસ્તં શ્મશાનાદ્ ઉદસ્થાપયદ્ ઇતિ યદ્યન્તઃકરણેન વિશ્વસિષિ તર્હિ પરિત્રાણં લપ્સ્યસે|
10 ૧૦ કારણ કે ન્યાયીપણું પ્રાપ્ત કરવાને માટે અંતઃકરણથી વિશ્વાસ કરવામાં આવે છે અને ઉદ્ધાર પ્રાપ્ત કરવા માટે મુખથી કબૂલાત કરવામાં આવે છે.
યસ્માત્ પુણ્યપ્રાપ્ત્યર્થમ્ અન્તઃકરણેન વિશ્વસિતવ્યં પરિત્રાણાર્થઞ્ચ વદનેન સ્વીકર્ત્તવ્યં|
11 ૧૧ કેમ કે શાસ્ત્રવચનો કહે છે કે, ‘ખ્રિસ્ત ઉપર જે કોઈ વિશ્વાસ કરશે તે શરમાશે નહિ.’”
શાસ્ત્રે યાદૃશં લિખતિ વિશ્વસિષ્યતિ યસ્તત્ર સ જનો ન ત્રપિષ્યતે|
12 ૧૨ અહીં યહૂદી તથા ગ્રીકમાં કશો તફાવત નથી, કેમ કે સર્વના પ્રભુ એક જ છે અને જેઓ તેને વિનંતી કરે છે તેઓ સર્વ પ્રત્યે તે ખૂબ જ ઉદાર છે.
ઇત્યત્ર યિહૂદિનિ તદન્યલોકે ચ કોપિ વિશેષો નાસ્તિ યસ્માદ્ યઃ સર્વ્વેષામ્ અદ્વિતીયઃ પ્રભુઃ સ નિજયાચકાન સર્વ્વાન્ પ્રતિ વદાન્યો ભવતિ|
13 ૧૩ કેમ કે ‘જે કોઈ પ્રભુને નામે પ્રાર્થના કરશે તે ઉદ્ધાર પામશે.’”
યતઃ, યઃ કશ્ચિત્ પરમેશસ્ય નામ્ના હિ પ્રાર્થયિષ્યતે| સ એવ મનુજો નૂનં પરિત્રાતો ભવિષ્યતિ|
14 ૧૪ પણ જેમનાં ઉપર તેઓએ વિશ્વાસ કર્યો નથી, તેમને તેઓ કેવી રીતે વિનંતી કરી શકે? વળી જેમને વિષે તેઓએ સાંભળ્યું નથી, તેમના ઉપર તેઓ કેવી રીતે વિશ્વાસ કરી શકે? વળી ઉપદેશક વગર તેઓ કેવી રીતે સાંભળી શકે?
યં યે જના ન પ્રત્યાયન્ તે તમુદ્દિશ્ય કથં પ્રાર્થયિષ્યન્તે? યે વા યસ્યાખ્યાનં કદાપિ ન શ્રુતવન્તસ્તે તં કથં પ્રત્યેષ્યન્તિ? અપરં યદિ પ્રચારયિતારો ન તિષ્ઠન્તિ તદા કથં તે શ્રોષ્યન્તિ?
15 ૧૫ વળી તેઓને મોકલ્યા વગર તેઓ કેવી રીતે ઉપદેશ કરી શકે? ‘જેમ લખ્યું છે કે, શુભસંદેશ સંભળાવનારનાં પગલાં કેવાં સુંદર છે!’”
યદિ વા પ્રેરિતા ન ભવન્તિ તદા કથં પ્રચારયિષ્યન્તિ? યાદૃશં લિખિતમ્ આસ્તે, યથા, માઙ્ગલિકં સુસંવાદં દદત્યાનીય યે નરાઃ| પ્રચારયન્તિ શાન્તેશ્ચ સુસંવાદં જનાસ્તુ યે| તેષાં ચરણપદ્માનિ કીદૃક્ શોભાન્વિતાનિ હિ|
16 ૧૬ પણ બધાએ તે સુવાર્તા માની નહિ; કેમ કે યશાયા કહે છે કે, ‘હે પ્રભુ, અમારા સંદેશા પર કોણે વિશ્વાસ કર્યો છે?’
કિન્તુ તે સર્વ્વે તં સુસંવાદં ન ગૃહીતવન્તઃ| યિશાયિયો યથા લિખિતવાન્| અસ્મત્પ્રચારિતે વાક્યે વિશ્વાસમકરોદ્ધિ કઃ|
17 ૧૭ આમ, સંદેશો સાંભળવાથી વિશ્વાસ થાય છે તથા ખ્રિસ્તનાં વચન દ્વારા સંદેશો સાંભળવામાં આવે છે.
અતએવ શ્રવણાદ્ વિશ્વાસ ઐશ્વરવાક્યપ્રચારાત્ શ્રવણઞ્ચ ભવતિ|
18 ૧૮ પણ હું પૂછું છું કે, ‘શું તેઓએ નથી સાંભળ્યું?’ ‘હા ખરેખર, સમગ્ર પૃથ્વી પર તેઓનો અવાજ તથા દુનિયાના છેડાઓ સુધી તેઓના વચનો ફેલાયા છે.’”
તર્હ્યહં બ્રવીમિ તૈઃ કિં નાશ્રાવિ? અવશ્યમ્ અશ્રાવિ, યસ્માત્ તેષાં શબ્દો મહીં વ્યાપ્નોદ્ વાક્યઞ્ચ નિખિલં જગત્|
19 ૧૯ વળી હું પૂછું છું કે, ‘શું ઇઝરાયલી લોકો જાણતા ન હતા?’ પ્રથમ મૂસા કહે છે કે, ‘જેઓ પ્રજા નથી તેવા લોકો પર હું તમારામાં ઈર્ષ્યા ઉત્પન્ન કરીશ; અણસમજુ પ્રજા ઉપર હું તમારામાં ક્રોધ ઉત્પન્ન કરીશ.
અપરમપિ વદામિ, ઇસ્રાયેલીયલોકાઃ કિમ્ એતાં કથાં ન બુધ્યન્તે? પ્રથમતો મૂસા ઇદં વાક્યં પ્રોવાચ, અહમુત્તાપયિષ્યે તાન્ અગણ્યમાનવૈરપિ| ક્લેક્ષ્યામિ જાતિમ્ એતાઞ્ચ પ્રોન્મત્તભિન્નજાતિભિઃ|
20 ૨૦ વળી યશાયા બહુ હિંમતથી કહે છે કે, ‘જેઓ મને શોધતાં ન હતા તેઓને હું મળ્યો; જેઓ મને શોધતાં ન હતા તેઓ આગળ હું પ્રગટ થયો.’”
અપરઞ્ચ યિશાયિયોઽતિશયાક્ષોભેણ કથયામાસ, યથા, અધિ માં યૈસ્તુ નાચેષ્ટિ સમ્પ્રાપ્તસ્તૈ ર્જનૈરહં| અધિ માં યૈ ર્ન સમ્પૃષ્ટં વિજ્ઞાતસ્તૈ ર્જનૈરહં||
21 ૨૧ પણ ઇઝરાયલ વિષે તો તે કહે છે કે, ‘આખો દિવસ ન માનનારા તથા વિરુદ્ધ બોલનારા લોકો તરફ મેં મારા હાથ લાંબા કર્યા.’”
કિન્ત્વિસ્રાયેલીયલોકાન્ અધિ કથયાઞ્ચકાર, યૈરાજ્ઞાલઙ્ઘિભિ ર્લોકૈ ર્વિરુદ્ધં વાક્યમુચ્યતે| તાન્ પ્રત્યેવ દિનં કૃત્સ્નં હસ્તૌ વિસ્તારયામ્યહં||