< રોમનોને પત્ર 1 >

1 પ્રેરિત થવા સારુ તેડાયેલો અને ઈશ્વરની સુવાર્તા માટે અલગ કરાયેલો ઈસુ ખ્રિસ્તનો સેવક પાઉલ, રોમમાં રહેતા, ઈશ્વરના વહાલા અને પવિત્ર થવા સારુ પસંદ કરાયેલા સર્વ લોકોને લખે છે
ઈશ્વરો નિજપુત્રમધિ યં સુસંવાદં ભવિષ્યદ્વાદિભિ ર્ધર્મ્મગ્રન્થે પ્રતિશ્રુતવાન્ તં સુસંવાદં પ્રચારયિતું પૃથક્કૃત આહૂતઃ પ્રેરિતશ્ચ પ્રભો ર્યીશુખ્રીષ્ટસ્ય સેવકો યઃ પૌલઃ
2 જે સુવાર્તા વિષે ઈશ્વરે પોતાના પ્રબોધકોની મારફતે પવિત્રશાસ્ત્રમાં અગાઉથી આશાવચન આપ્યું હતું;
સ રોમાનગરસ્થાન્ ઈશ્વરપ્રિયાન્ આહૂતાંશ્ચ પવિત્રલોકાન્ પ્રતિ પત્રં લિખતિ|
3 તે સુવાર્તા તેમના દીકરા પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિષે છે, ઈસુ શારીરિક રીતે તો દાઉદના વંશમાં જનમ્યાં હતા.
અસ્માકં સ પ્રભુ ર્યીશુઃ ખ્રીષ્ટઃ શારીરિકસમ્બન્ધેન દાયૂદો વંશોદ્ભવઃ
4 પણ પવિત્રાઈના આત્માનાં સામર્થ્ય દ્વારા પુનરુત્થાન થયાથી પરાક્રમસહિત ઈશ્વરના દીકરા ખ્રિસ્ત ઠર્યા છે.
પવિત્રસ્યાત્મનઃ સમ્બન્ધેન ચેશ્વરસ્ય પ્રભાવવાન્ પુત્ર ઇતિ શ્મશાનાત્ તસ્યોત્થાનેન પ્રતિપન્નં|
5 સર્વ પ્રજાઓ તેમના નામની ખાતર વિશ્વાસને આધીન થાય, તે માટે અમે તેમની મારફતે કૃપા તથા પ્રેરિતપદ પામ્યા છીએ;
અપરં યેષાં મધ્યે યીશુના ખ્રીષ્ટેન યૂયમપ્યાહૂતાસ્તે ઽન્યદેશીયલોકાસ્તસ્ય નામ્નિ વિશ્વસ્ય નિદેશગ્રાહિણો યથા ભવન્તિ
6 અને આ પ્રજાઓમાંના તમને પણ ઈસુ ખ્રિસ્તનાં થવા માટે તેડવામાં આવ્યા છે.
તદભિપ્રાયેણ વયં તસ્માદ્ અનુગ્રહં પ્રેરિતત્વપદઞ્ચ પ્રાપ્તાઃ|
7 ઈશ્વર આપણા પિતા તથા પ્રભુ ઈસુ ખ્રિસ્ત તરફથી તમને કૃપા તથા શાંતિ હો.
તાતેનાસ્માકમ્ ઈશ્વરેણ પ્રભુણા યીશુખ્રીષ્ટેન ચ યુષ્મભ્યમ્ અનુગ્રહઃ શાન્તિશ્ચ પ્રદીયેતાં|
8 પ્રથમ તો આખી દુનિયામાં તમારો વિશ્વાસ જાહેર થયો છે તેથી તમારા વિષે હું ઈસુ ખ્રિસ્તની મારફતે મારા ઈશ્વરનો આભાર માનું છું.
પ્રથમતઃ સર્વ્વસ્મિન્ જગતિ યુષ્માકં વિશ્વાસસ્ય પ્રકાશિતત્વાદ્ અહં યુષ્માકં સર્વ્વેષાં નિમિત્તં યીશુખ્રીષ્ટસ્ય નામ ગૃહ્લન્ ઈશ્વરસ્ય ધન્યવાદં કરોમિ|
9 કેમ કે ઈશ્વર, જેમની સેવા હું મારા આત્મામાં તેમના દીકરાની સુવાર્તામાં કરું છું, તે મારા સાક્ષી છે કે હું નિરંતર તમારું સ્મરણ કરું છું
અપરમ્ ઈશ્વરસ્ય પ્રસાદાદ્ બહુકાલાત્ પરં સામ્પ્રતં યુષ્માકં સમીપં યાતું કથમપિ યત્ સુયોગં પ્રાપ્નોમિ, એતદર્થં નિરન્તરં નામાન્યુચ્ચારયન્ નિજાસુ સર્વ્વપ્રાર્થનાસુ સર્વ્વદા નિવેદયામિ,
10 ૧૦ અને સદા મારી પ્રાર્થનાઓમાં માગું છું કે, હવે આખરે કોઈ પણ રીતે ઈશ્વરની ઇચ્છાથી તમારી પાસે હું નિર્વિધ્ને આવી શકું.
એતસ્મિન્ યમહં તત્પુત્રીયસુસંવાદપ્રચારણેન મનસા પરિચરામિ સ ઈશ્વરો મમ સાક્ષી વિદ્યતે|
11 ૧૧ કેમ કે હું તમને જોવાની બહુ ઇચ્છા રાખું છું, જેથી તમને સ્થિર કરવાને અર્થે હું તમને કેટલાક આત્મિક દાન પમાડું;
યતો યુષ્માકં મમ ચ વિશ્વાસેન વયમ્ ઉભયે યથા શાન્તિયુક્તા ભવામ ઇતિ કારણાદ્
12 ૧૨ એટલે કે, તમારા અને મારા, એકબીજાના વિશ્વાસથી, તમારી સાથે મને દિલાસો મળે.
યુષ્માકં સ્થૈર્ય્યકરણાર્થં યુષ્મભ્યં કિઞ્ચિત્પરમાર્થદાનદાનાય યુષ્માન્ સાક્ષાત્ કર્ત્તું મદીયા વાઞ્છા|
13 ૧૩ હવે ભાઈઓ, હું નથી ઇચ્છતો કે તમે તે વિષે અજાણ્યા રહો, કે મેં ઘણીવાર તમારી પાસે આવવાની યોજના કરી, કે જેથી જેમ બાકીના બિનયહૂદીઓમાં તેમ તમારામાં પણ હું કેટલાક ફળ મેળવું, પણ હજી સુધી મને અડચણ નડી છે.
હે ભ્રાતૃગણ ભિન્નદેશીયલોકાનાં મધ્યે યદ્વત્ તદ્વદ્ યુષ્માકં મધ્યેપિ યથા ફલં ભુઞ્જે તદભિપ્રાયેણ મુહુર્મુહુ ર્યુષ્માકં સમીપં ગન્તુમ્ ઉદ્યતોઽહં કિન્તુ યાવદ્ અદ્ય તસ્મિન્ ગમને મમ વિઘ્નો જાત ઇતિ યૂયં યદ્ અજ્ઞાતાસ્તિષ્ઠથ તદહમ્ ઉચિતં ન બુધ્યે|
14 ૧૪ ગ્રીકોનો તેમ જ બર્બરોનો, જ્ઞાનીઓનો તેમ જ મૂર્ખોનો હું ઋણી છું.
અહં સભ્યાસભ્યાનાં વિદ્વદવિદ્વતાઞ્ચ સર્વ્વેષામ્ ઋણી વિદ્યે|
15 ૧૫ તેથી, હું તમને રોમનોને પણ મારી શક્તિ પ્રમાણે સુવાર્તા જાહેર કરવા તૈયાર છું.
અતએવ રોમાનિવાસિનાં યુષ્માકં સમીપેઽપિ યથાશક્તિ સુસંવાદં પ્રચારયિતુમ્ અહમ્ ઉદ્યતોસ્મિ|
16 ૧૬ ખ્રિસ્તની સુવાર્તા વિષે હું શરમાતો નથી; કારણ કે તે દરેક વિશ્વાસ કરનારનાં ઉદ્ધારને માટે ઈશ્વરનું સામર્થ્ય છે, પ્રથમ યહૂદીને અને પછી ગ્રીકને માટે.
યતઃ ખ્રીષ્ટસ્ય સુસંવાદો મમ લજ્જાસ્પદં નહિ સ ઈશ્વરસ્ય શક્તિસ્વરૂપઃ સન્ આ યિહૂદીયેભ્યો ઽન્યજાતીયાન્ યાવત્ સર્વ્વજાતીયાનાં મધ્યે યઃ કશ્ચિદ્ તત્ર વિશ્વસિતિ તસ્યૈવ ત્રાણં જનયતિ|
17 ૧૭ કેમ કે તેમાં ઈશ્વરનું ન્યાયીપણું પ્રગટ થયેલું છે, તે ન્યાયીપણું વિશ્વાસથી છે અને વિશ્વાસને અર્થે છે; જેમ લખેલું છે તેમ, ‘ન્યાયી વિશ્વાસથી જીવશે.’”
યતઃ પ્રત્યયસ્ય સમપરિમાણમ્ ઈશ્વરદત્તં પુણ્યં તત્સુસંવાદે પ્રકાશતે| તદધિ ધર્મ્મપુસ્તકેપિ લિખિતમિદં "પુણ્યવાન્ જનો વિશ્વાસેન જીવિષ્યતિ"|
18 ૧૮ કેમ કે જે મનુષ્યો દુષ્ટતાથી સત્યને દબાવી રાખે છે તેઓના સર્વ વિધ્રોહ અને અન્યાય પર સ્વર્ગમાંથી ઈશ્વરનો કોપ પ્રગટ થયેલો છે.
અતએવ યે માનવાઃ પાપકર્મ્મણા સત્યતાં રુન્ધન્તિ તેષાં સર્વ્વસ્ય દુરાચરણસ્યાધર્મ્મસ્ય ચ વિરુદ્ધં સ્વર્ગાદ્ ઈશ્વરસ્ય કોપઃ પ્રકાશતે|
19 ૧૯ કારણ કે ઈશ્વર વિષે જે જાણી શકાય તે તેઓમાં પ્રગટ કરાયેલું છે; ઈશ્વરે તેઓને પ્રગટ કર્યું છે.
યત ઈશ્વરમધિ યદ્યદ્ જ્ઞેયં તદ્ ઈશ્વરઃ સ્વયં તાન્ પ્રતિ પ્રકાશિતવાન્ તસ્માત્ તેષામ્ અગોચરં નહિ|
20 ૨૦ તેમની અદ્રશ્ય બાબતો, એટલે તેમનું અનંતકાળિક સામર્થ્ય અને ઈશ્વરીય સ્વભાવ સૃષ્ટિની ઉત્પત્તિના સમયથી સૃજેલી વસ્તુઓ ધ્યાનમાં લેવાથી સ્પષ્ટ જણાય છે. તેથી તેઓ બહાના વગરનાં છે. (aïdios g126)
ફલતસ્તસ્યાનન્તશક્તીશ્વરત્વાદીન્યદૃશ્યાન્યપિ સૃષ્ટિકાલમ્ આરભ્ય કર્મ્મસુ પ્રકાશમાનાનિ દૃશ્યન્તે તસ્માત્ તેષાં દોષપ્રક્ષાલનસ્ય પન્થા નાસ્તિ| (aïdios g126)
21 ૨૧ કારણ કે ઈશ્વરને ઓળખીને તેઓએ તેમને ઈશ્વર તરીકે મહિમા આપ્યો નહિ કે આભાર માન્યો નહિ, પણ તેઓના તર્કવિર્તકોમાં મૂર્ખ બન્યા અને તેઓનાં નાસમજ મન અંધકારમય થયાં.
અપરમ્ ઈશ્વરં જ્ઞાત્વાપિ તે તમ્ ઈશ્વરજ્ઞાનેન નાદ્રિયન્ત કૃતજ્ઞા વા ન જાતાઃ; તસ્માત્ તેષાં સર્વ્વે તર્કા વિફલીભૂતાઃ, અપરઞ્ચ તેષાં વિવેકશૂન્યાનિ મનાંસિ તિમિરે મગ્નાનિ|
22 ૨૨ પોતે બુદ્ધિવાન છીએ એવો દાવો કરતાં તેઓ મૂર્ખ થયા;
તે સ્વાન્ જ્ઞાનિનો જ્ઞાત્વા જ્ઞાનહીના અભવન્
23 ૨૩ તેઓએ અવિનાશી ઈશ્વરના મહિમાના બદલામાં નાશવંત મનુષ્ય, પક્ષી, ચોપગા પ્રાણીઓ અને પેટે ચાલનારાંના આકારની મૂર્તિઓ બનાવી.
અનશ્વરસ્યેશ્વરસ્ય ગૌરવં વિહાય નશ્વરમનુષ્યપશુપક્ષ્યુરોગામિપ્રભૃતેરાકૃતિવિશિષ્ટપ્રતિમાસ્તૈરાશ્રિતાઃ|
24 ૨૪ તેથી ઈશ્વરે તેઓને તેઓનાં હૃદયોની દુર્વાસનાઓની અશુદ્ધતા માટે ત્યજી દીધાં કે તેઓ પરસ્પર પોતાનાં શરીરોને ભ્રષ્ટ કરે.
ઇત્થં ત ઈશ્વરસ્ય સત્યતાં વિહાય મૃષામતમ્ આશ્રિતવન્તઃ સચ્ચિદાનન્દં સૃષ્ટિકર્ત્તારં ત્યક્ત્વા સૃષ્ટવસ્તુનઃ પૂજાં સેવાઞ્ચ કૃતવન્તઃ; (aiōn g165)
25 ૨૫ કેમ કે તેઓએ ઈશ્વરના સત્યને બદલે અસત્ય સ્વીકાર્યું અને સર્જનહાર જે સદાકાળ સ્તુત્ય છે. આમીન તેમને સ્થાને સૃષ્ટિની આરાધના અને સેવા કરી. (aiōn g165)
ઇતિ હેતોરીશ્વરસ્તાન્ કુક્રિયાયાં સમર્પ્ય નિજનિજકુચિન્તાભિલાષાભ્યાં સ્વં સ્વં શરીરં પરસ્પરમ્ અપમાનિતં કર્ત્તુમ્ અદદાત્|
26 ૨૬ તેથી ઈશ્વરે તેઓને શરમજનક વાસના માટે તજી દીધાં, કેમ કે તેઓની સ્ત્રીઓએ સ્વાભાવિક વ્યવહારને બદલે અસ્વાભાવિક વ્યવહાર કર્યો.
ઈશ્વરેણ તેષુ ક્વભિલાષે સમર્પિતેષુ તેષાં યોષિતઃ સ્વાભાવિકાચરણમ્ અપહાય વિપરીતકૃત્યે પ્રાવર્ત્તન્ત;
27 ૨૭ અને તે રીતે, પુરુષો પણ સ્ત્રીઓ સાથેનો સ્વાભાવિક વ્યવહાર છોડીને તેઓની દુષ્ટ ઇચ્છાઓમાં એકબીજાની સાથે લાલસામાં લપટાયા, એટલે પુરુષોએ પુરુષો સાથે અઘટિત વ્યવહાર કર્યો અને તેઓ પોતાની ભૂલની યોગ્ય શિક્ષા પોતાનામાં પામ્યા.
તથા પુરુષા અપિ સ્વાભાવિકયોષિત્સઙ્ગમં વિહાય પરસ્પરં કામકૃશાનુના દગ્ધાઃ સન્તઃ પુમાંસઃ પુંભિઃ સાકં કુકૃત્યે સમાસજ્ય નિજનિજભ્રાન્તેઃ સમુચિતં ફલમ્ અલભન્ત|
28 ૨૮ અને ઈશ્વરનું જ્ઞાન મનમાં રાખવાનું તેઓને ગમ્યું નહિ, માટે ઈશ્વરે તેઓને જે અઘટિત છે એવાં કામ કરવાને માટે ભ્રષ્ટ બુધ્ધિને સોંપી દીધાં.
તે સ્વેષાં મનઃસ્વીશ્વરાય સ્થાનં દાતુમ્ અનિચ્છુકાસ્તતો હેતોરીશ્વરસ્તાન્ પ્રતિ દુષ્ટમનસ્કત્વમ્ અવિહિતક્રિયત્વઞ્ચ દત્તવાન્|
29 ૨૯ તેઓ તો સર્વ પ્રકારના અન્યાયીપણાથી, દુરાચારથી, લોભથી, દ્વેષથી ભરપૂર હતા; તેઓ અદેખાઇથી, હત્યાથી, ક્લેશથી, કપટથી, દુષ્ટ ઇરાદાથી ભરપૂર હતા; તેઓ કાન ભંભેરનારા,
અતએવ તે સર્વ્વે ઽન્યાયો વ્યભિચારો દુષ્ટત્વં લોભો જિઘાંસા ઈર્ષ્યા વધો વિવાદશ્ચાતુરી કુમતિરિત્યાદિભિ ર્દુષ્કર્મ્મભિઃ પરિપૂર્ણાઃ સન્તઃ
30 ૩૦ નિંદાખોર, ઈશ્વરદ્વેષી, ઉદ્ધત, અભિમાની, બડાશ મારનારા, પ્રપંચી, માતાપિતાને અનાજ્ઞાંકિત,
કર્ણેજપા અપવાદિન ઈશ્વરદ્વેષકા હિંસકા અહઙ્કારિણ આત્મશ્લાઘિનઃ કુકર્મ્મોત્પાદકાઃ પિત્રોરાજ્ઞાલઙ્ઘકા
31 ૩૧ બુધ્ધિહીન, વિશ્વાસઘાતી, સ્વાભાવિક લાગણી વગરના અને નિર્દય હતા.
અવિચારકા નિયમલઙ્ઘિનઃ સ્નેહરહિતા અતિદ્વેષિણો નિર્દયાશ્ચ જાતાઃ|
32 ૩૨ ‘આવાં કામ કરનારાઓ મરણને યોગ્ય છે’, એવો ઈશ્વરનો નિયમ જાણ્યાં છતાં તેઓ પોતે એ કામો કરે છે એટલું જ નહિ, પણ એવાં કામ કરનારાઓને ઉત્તેજન આપે છે.
યે જના એતાદૃશં કર્મ્મ કુર્વ્વન્તિ તએવ મૃતિયોગ્યા ઈશ્વરસ્ય વિચારમીદૃશં જ્ઞાત્વાપિ ત એતાદૃશં કર્મ્મ સ્વયં કુર્વ્વન્તિ કેવલમિતિ નહિ કિન્તુ તાદૃશકર્મ્મકારિષુ લોકેષ્વપિ પ્રીયન્તે|

< રોમનોને પત્ર 1 >