< રોમનોને પત્ર 1 >
1 ૧ પ્રેરિત થવા સારુ તેડાયેલો અને ઈશ્વરની સુવાર્તા માટે અલગ કરાયેલો ઈસુ ખ્રિસ્તનો સેવક પાઉલ, રોમમાં રહેતા, ઈશ્વરના વહાલા અને પવિત્ર થવા સારુ પસંદ કરાયેલા સર્વ લોકોને લખે છે
Pavel, rob al lui Isus Cristos, chemat să fie apostol, pus deoparte pentru evanghelia lui Dumnezeu,
2 ૨ જે સુવાર્તા વિષે ઈશ્વરે પોતાના પ્રબોધકોની મારફતે પવિત્રશાસ્ત્રમાં અગાઉથી આશાવચન આપ્યું હતું;
(Pe care a promis-o dinainte prin profeții săi în sfintele scripturi),
3 ૩ તે સુવાર્તા તેમના દીકરા પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિષે છે, ઈસુ શારીરિક રીતે તો દાઉદના વંશમાં જનમ્યાં હતા.
Despre Fiul său Isus Cristos, Domnul nostru, care a fost născut conform cărnii din sămânța lui David;
4 ૪ પણ પવિત્રાઈના આત્માનાં સામર્થ્ય દ્વારા પુનરુત્થાન થયાથી પરાક્રમસહિત ઈશ્વરના દીકરા ખ્રિસ્ત ઠર્યા છે.
Și făcut cunoscut [ca] Fiu al lui Dumnezeu cu putere, conform duhului sfințeniei, prin învierea dintre morți;
5 ૫ સર્વ પ્રજાઓ તેમના નામની ખાતર વિશ્વાસને આધીન થાય, તે માટે અમે તેમની મારફતે કૃપા તથા પ્રેરિતપદ પામ્યા છીએ;
Prin el noi am primit har și apostolie, pentru ascultare față de credință printre toate națiunile, pentru numele lui;
6 ૬ અને આ પ્રજાઓમાંના તમને પણ ઈસુ ખ્રિસ્તનાં થવા માટે તેડવામાં આવ્યા છે.
Printre care sunteți și voi cei chemați ai lui Isus Cristos;
7 ૭ ઈશ્વર આપણા પિતા તથા પ્રભુ ઈસુ ખ્રિસ્ત તરફથી તમને કૃપા તથા શાંતિ હો.
Tuturor celor din Roma, preaiubiți ai lui Dumnezeu, chemați sfinți: Har vouă și pace de la Dumnezeu Tatăl nostru și Domnul Isus Cristos.
8 ૮ પ્રથમ તો આખી દુનિયામાં તમારો વિશ્વાસ જાહેર થયો છે તેથી તમારા વિષે હું ઈસુ ખ્રિસ્તની મારફતે મારા ઈશ્વરનો આભાર માનું છું.
Întâi, mulțumesc Dumnezeului meu prin Isus Cristos pentru voi toți, deoarece credința voastră este vestită în toată lumea.
9 ૯ કેમ કે ઈશ્વર, જેમની સેવા હું મારા આત્મામાં તેમના દીકરાની સુવાર્તામાં કરું છું, તે મારા સાક્ષી છે કે હું નિરંતર તમારું સ્મરણ કરું છું
Fiindcă martor îmi este Dumnezeu, căruia îi servesc cu duhul meu în evanghelia Fiului său, cum neîncetat vă amintesc întotdeauna în rugăciunile mele,
10 ૧૦ અને સદા મારી પ્રાર્થનાઓમાં માગું છું કે, હવે આખરે કોઈ પણ રીતે ઈશ્વરની ઇચ્છાથી તમારી પાસે હું નિર્વિધ્ને આવી શકું.
Cerând, dacă ar fi posibil acum în sfârșit să vin la voi, să am o călătorie bună prin voia lui Dumnezeu.
11 ૧૧ કેમ કે હું તમને જોવાની બહુ ઇચ્છા રાખું છું, જેથી તમને સ્થિર કરવાને અર્થે હું તમને કેટલાક આત્મિક દાન પમાડું;
Fiindcă tânjesc să vă văd, ca să vă împart vreun dar spiritual, ca voi să fiți întăriți;
12 ૧૨ એટલે કે, તમારા અને મારા, એકબીજાના વિશ્વાસથી, તમારી સાથે મને દિલાસો મળે.
Și aceasta este ca să fiu mângâiat împreună cu voi prin credința împărtășită deopotrivă de voi și de mine.
13 ૧૩ હવે ભાઈઓ, હું નથી ઇચ્છતો કે તમે તે વિષે અજાણ્યા રહો, કે મેં ઘણીવાર તમારી પાસે આવવાની યોજના કરી, કે જેથી જેમ બાકીના બિનયહૂદીઓમાં તેમ તમારામાં પણ હું કેટલાક ફળ મેળવું, પણ હજી સુધી મને અડચણ નડી છે.
Dar nu voiesc să nu știți, fraților, că deseori am plănuit să vin la voi, (dar am fost împiedicat până acum), ca să am vreun rod și printre voi, așa ca printre celelalte neamuri.
14 ૧૪ ગ્રીકોનો તેમ જ બર્બરોનો, જ્ઞાનીઓનો તેમ જ મૂર્ખોનો હું ઋણી છું.
Sunt dator deopotrivă grecilor și barbarilor; deopotrivă înțelepților și neînțelepților.
15 ૧૫ તેથી, હું તમને રોમનોને પણ મારી શક્તિ પ્રમાણે સુવાર્તા જાહેર કરવા તૈયાર છું.
Astfel, atât cât depinde de mine, sunt gata să vă predic evanghelia și vouă, celor din Roma.
16 ૧૬ ખ્રિસ્તની સુવાર્તા વિષે હું શરમાતો નથી; કારણ કે તે દરેક વિશ્વાસ કરનારનાં ઉદ્ધારને માટે ઈશ્વરનું સામર્થ્ય છે, પ્રથમ યહૂદીને અને પછી ગ્રીકને માટે.
Fiindcă nu îmi este rușine de evanghelia lui Cristos; fiindcă ea este puterea lui Dumnezeu pentru salvarea fiecăruia care crede; întâi a iudeului și de asemenea a grecului.
17 ૧૭ કેમ કે તેમાં ઈશ્વરનું ન્યાયીપણું પ્રગટ થયેલું છે, તે ન્યાયીપણું વિશ્વાસથી છે અને વિશ્વાસને અર્થે છે; જેમ લખેલું છે તેમ, ‘ન્યાયી વિશ્વાસથી જીવશે.’”
Fiindcă în ea este revelată dreptatea lui Dumnezeu din credință spre credință; așa cum este scris: Cel drept va trăi prin credință.
18 ૧૮ કેમ કે જે મનુષ્યો દુષ્ટતાથી સત્યને દબાવી રાખે છે તેઓના સર્વ વિધ્રોહ અને અન્યાય પર સ્વર્ગમાંથી ઈશ્વરનો કોપ પ્રગટ થયેલો છે.
Fiindcă furia lui Dumnezeu este revelată din cer împotriva a toată neevlavia și nedreptatea oamenilor care țin adevărul în nedreptate.
19 ૧૯ કારણ કે ઈશ્વર વિષે જે જાણી શકાય તે તેઓમાં પ્રગટ કરાયેલું છે; ઈશ્વરે તેઓને પ્રગટ કર્યું છે.
Pentru că ceea ce se poate cunoaște despre Dumnezeu este arătat în ei; fiindcă Dumnezeu le-a arătat.
20 ૨૦ તેમની અદ્રશ્ય બાબતો, એટલે તેમનું અનંતકાળિક સામર્થ્ય અને ઈશ્વરીય સ્વભાવ સૃષ્ટિની ઉત્પત્તિના સમયથી સૃજેલી વસ્તુઓ ધ્યાનમાં લેવાથી સ્પષ્ટ જણાય છે. તેથી તેઓ બહાના વગરનાં છે. (aïdios )
Fiindcă lucrurile invizibile ale lui de la creația lumii sunt văzute clar, fiind înțelese prin lucrurile făcute, deopotrivă puterea lui eternă și Dumnezeirea; așa că ei sunt fără scuză; (aïdios )
21 ૨૧ કારણ કે ઈશ્વરને ઓળખીને તેઓએ તેમને ઈશ્વર તરીકે મહિમા આપ્યો નહિ કે આભાર માન્યો નહિ, પણ તેઓના તર્કવિર્તકોમાં મૂર્ખ બન્યા અને તેઓનાં નાસમજ મન અંધકારમય થયાં.
Întrucât, cunoscându-l pe Dumnezeu, nu l-au glorificat ca Dumnezeu, nici nu au fost mulțumitori; ci au devenit deșerți în închipuirile lor și inima lor fără înțelegere a fost întunecată.
22 ૨૨ પોતે બુદ્ધિવાન છીએ એવો દાવો કરતાં તેઓ મૂર્ખ થયા;
Susținând că sunt înțelepți, au ajuns nebuni,
23 ૨૩ તેઓએ અવિનાશી ઈશ્વરના મહિમાના બદલામાં નાશવંત મનુષ્ય, પક્ષી, ચોપગા પ્રાણીઓ અને પેટે ચાલનારાંના આકારની મૂર્તિઓ બનાવી.
Și au schimbat gloria Dumnezeului neputrezitor într-o icoană făcută asemenea omului putrezitor și a păsărilor și a fiarelor cu patru picioare și târâtoarelor.
24 ૨૪ તેથી ઈશ્વરે તેઓને તેઓનાં હૃદયોની દુર્વાસનાઓની અશુદ્ધતા માટે ત્યજી દીધાં કે તેઓ પરસ્પર પોતાનાં શરીરોને ભ્રષ્ટ કરે.
De aceea Dumnezeu i-a și predat necurăției prin poftele inimilor lor, ca să își dezonoreze trupurile între ei înșiși;
25 ૨૫ કેમ કે તેઓએ ઈશ્વરના સત્યને બદલે અસત્ય સ્વીકાર્યું અને સર્જનહાર જે સદાકાળ સ્તુત્ય છે. આમીન તેમને સ્થાને સૃષ્ટિની આરાધના અને સેવા કરી. (aiōn )
Care au schimbat adevărul lui Dumnezeu într-o minciună și s-au închinat și au servit creaturii mai mult decât Creatorului, care este binecuvântat pentru totdeauna. Amin. (aiōn )
26 ૨૬ તેથી ઈશ્વરે તેઓને શરમજનક વાસના માટે તજી દીધાં, કેમ કે તેઓની સ્ત્રીઓએ સ્વાભાવિક વ્યવહારને બદલે અસ્વાભાવિક વ્યવહાર કર્યો.
Din această cauză Dumnezeu i-a predat poftelor dezonorante; fiindcă și femeile lor au schimbat folosirea firească într-aceea care este împotriva firii;
27 ૨૭ અને તે રીતે, પુરુષો પણ સ્ત્રીઓ સાથેનો સ્વાભાવિક વ્યવહાર છોડીને તેઓની દુષ્ટ ઇચ્છાઓમાં એકબીજાની સાથે લાલસામાં લપટાયા, એટલે પુરુષોએ પુરુષો સાથે અઘટિત વ્યવહાર કર્યો અને તેઓ પોતાની ભૂલની યોગ્ય શિક્ષા પોતાનામાં પામ્યા.
Și tot astfel și bărbații, părăsind folosirea firească a femeii, s-au aprins în pofta lor unii pentru alții; bărbați cu bărbați înfăptuind ce este necuviincios și primind în ei înșiși răsplata cuvenită pentru rătăcirea lor.
28 ૨૮ અને ઈશ્વરનું જ્ઞાન મનમાં રાખવાનું તેઓને ગમ્યું નહિ, માટે ઈશ્વરે તેઓને જે અઘટિત છે એવાં કામ કરવાને માટે ભ્રષ્ટ બુધ્ધિને સોંપી દીધાં.
Și tot așa cum nu au căutat să îl păstreze pe Dumnezeu în cunoașterea lor, Dumnezeu i-a predat unei minți desfrânate, să facă acele lucruri care nu sunt cuvenite;
29 ૨૯ તેઓ તો સર્વ પ્રકારના અન્યાયીપણાથી, દુરાચારથી, લોભથી, દ્વેષથી ભરપૂર હતા; તેઓ અદેખાઇથી, હત્યાથી, ક્લેશથી, કપટથી, દુષ્ટ ઇરાદાથી ભરપૂર હતા; તેઓ કાન ભંભેરનારા,
Fiind umpluți de toată nedreptatea, curvia, răutatea, lăcomia, răzbunarea; plini de invidie, ucidere, ceartă, înșelăciune, purtări rele, șoptitori,
30 ૩૦ નિંદાખોર, ઈશ્વરદ્વેષી, ઉદ્ધત, અભિમાની, બડાશ મારનારા, પ્રપંચી, માતાપિતાને અનાજ્ઞાંકિત,
Defăimători, urâtori de Dumnezeu, insultători, mândri, lăudăroși, născocitori de lucruri rele, neascultători de părinți,
31 ૩૧ બુધ્ધિહીન, વિશ્વાસઘાતી, સ્વાભાવિક લાગણી વગરના અને નિર્દય હતા.
Fără înțelegere, călcători de legământ, fără afectivitate naturală, neînduplecați, nemiloși;
32 ૩૨ ‘આવાં કામ કરનારાઓ મરણને યોગ્ય છે’, એવો ઈશ્વરનો નિયમ જાણ્યાં છતાં તેઓ પોતે એ કામો કરે છે એટલું જ નહિ, પણ એવાં કામ કરનારાઓને ઉત્તેજન આપે છે.
Care, știind judecata lui Dumnezeu că toți cei ce fac astfel de lucruri sunt demni de moarte, nu numai că le fac dar și au plăcere în cei ce le practică.