< પ્રકટીકરણ 1 >

1 ઈસુ ખ્રિસ્તનું પ્રકટીકરણ, એટલે જે બનાવો ટૂંક સમયમાં બનવાના છે તે પોતાના દાસોને કહી બતાવવા સારુ ઈશ્વરે તેમના પુત્ર ઈસુને તે આપ્યું. અને તેમણે પોતાનો સ્વર્ગદૂત મોકલીને તે પોતાના દાસ યોહાનને બતાવ્યું.
ⲁ̅ⲧⲁⲡⲟⲕⲁⲗⲩⲯⲓⲥ ⲛⲓⲥ ⲡⲉⲭⲥ ⲧⲉⲛⲧⲁⲡⲛⲟⲩⲧⲉ ⲧⲁⲁⲥ ⲛⲁϥ ⲉⲧⲥⲁⲃⲉ ⲛⲉϥϩⲙϩⲁⲗ ⲉⲛⲉⲧⲛⲁϣⲱⲡⲉ ϩⲛ ⲟⲩϭⲉⲡⲏ ⲁⲩⲱ ⲁϥⲟⲩⲟⲛϩⲥ ⲉⲃⲟⲗ ⲉⲁϥⲧⲛⲛⲟⲟⲩⲥ ⲉⲃⲟⲗ ϩⲓⲧⲛ ⲡⲉϥⲁⲅⲅⲉⲗⲟⲥ ⲙⲛ ⲡⲉϥϩⲙϩⲁⲗ ⲓⲱϩⲁⲛⲛⲏⲥ
2 યોહાને ઈશ્વરનાં વચન તથા ઈસુ ખ્રિસ્તની સાક્ષી વિષે જેટલું પોતે જોયું તેની માહિતી આપી.
ⲃ̅ⲡⲁⲓ ⲛⲧⲁϥⲣ ⲙⲛⲧⲣⲉ ⲙⲡϣⲁϫⲉ ⲙⲡⲛⲟⲩⲧⲉ ⲁⲩⲱ ⲧⲙⲛⲧⲙⲛⲧⲣⲉ ⲛⲓⲥ ⲡⲉⲭⲥ ⲛⲛⲉⲛⲧⲁϥⲛⲁⲩ ⲉⲣⲟⲟⲩ
3 ભવિષ્યમાં બનવાની બિનાઓ જેઓ વાંચે છે, આ ભવિષ્યવાણીનું વચન જેઓ સાંભળે છે અને એમાં જે લખેલું છે તે પાળે છે, તેઓ આશીર્વાદિત છે, કેમ કે સમય પાસે છે.
ⲅ̅ⲛⲁⲓⲁⲧⲟⲩ ⲛⲛⲉⲧⲱϣ ⲁⲩⲱ ⲛⲉⲧⲥⲱⲧⲙ ⲉⲛϣⲁϫⲉ ⲛⲧⲉⲓⲡⲣⲟⲫⲏⲧⲉⲓⲁ ⲁⲩⲱ ⲛⲉⲧϩⲁⲣⲉϩ ⲉⲛⲉⲧⲥⲏϩ ⲛϩⲏⲧⲥ ϫⲉ ⲁⲡⲉⲩⲟⲉⲓϣ ϩⲱⲛ ⲉϩⲟⲩⲛ
4 જે સાત મંડળીના વિશ્વાસી સમુદાય આસિયામાં છે તેઓને યોહાન લખે છે. જે છે અને જે હતા અને જે આવનાર છે તેમનાંથી, તથા તેમના સિંહાસન આગળ જે સાત આત્મા છે તેઓના તરફથી,
ⲇ̅ⲓⲱϩⲁⲛⲛⲏⲥ ⲉϥⲥϩⲁⲓ ⲛⲧⲥⲁϣϥⲉ ⲛⲉⲕⲕⲗⲏⲥⲓⲁ ⲉⲧϩⲛ ⲧⲁⲥⲓⲁ ⲧⲉⲭⲁⲣⲓⲥ ⲛⲏⲧⲛ ⲙⲛ ⲧⲉⲓⲣⲏⲛⲏ ⲉⲃⲟⲗ ϩⲓⲧⲛ ⲡⲉⲧϥϣⲟⲟⲡ ⲡⲉⲧⲉⲛⲉϥϣⲟⲟⲡ ⲡⲉⲧⲛⲏⲩ ⲁⲩⲱ ⲉⲃⲟⲗ ϩⲓⲧⲙ ⲡⲥⲁϣϥ ⲙⲡⲛⲁ ⲉⲧⲙⲡⲉⲙⲧⲟ ⲉⲃⲟⲗ ⲙⲡⲉϥⲑⲣⲟⲛⲟⲥ
5 તથા ઈસુ ખ્રિસ્ત જે વિશ્વાસુ સાક્ષી, અને મરણ પામેલાંમાંથી પ્રથમ ઊઠેલ અને દુનિયાના રાજાઓના અધિકારી છે તેમનાંથી, તમારા પર કૃપા તથા શાંતિ હો. જેમણે આપણા પર પ્રેમ કર્યો, અને પોતાના રક્ત વડે આપણને આપણાં પાપથી બચાવ્યા;
ⲉ̅ⲁⲩⲱ ⲉⲃⲟⲗ ϩⲓⲧⲛ ⲓⲥ ⲡⲉⲭⲥ ⲡⲙⲛⲧⲣⲉ ⲉⲧⲟ ⲛϩⲟⲧ ⲡϣⲣⲡⲙⲓⲥⲉ ⲉⲃⲟⲗ ϩⲛ ⲛⲉⲧⲙⲟⲟⲩⲧ ⲡⲁⲣⲭⲱⲛ ⲛⲛⲣⲣⲱⲟⲩ ⲙⲡⲕⲁϩ ⲡⲉⲛⲧⲁϥⲙⲉⲣⲓⲧⲛ ⲁⲩⲱ ⲁϥⲧⲃⲃⲟⲛ ⲉⲃⲟⲗ ϩⲛ ⲛⲉⲛⲛⲟⲃⲉ ϩⲣⲁⲓ ϩⲙ ⲡⲉϥⲥⲛⲟϥ
6 અને ઈશ્વર પિતાને માટે આપણને રાજ્ય તથા યાજકો બનાવ્યા, તેમનો મહિમા તથા અધિકાર સદાસર્વકાળ સુધી હો; આમીન. (aiōn g165)
ⲋ̅ⲁⲩⲱ ⲁϥⲉⲓⲣⲉ ⲙⲙⲟⲛ ⲛⲟⲩⲙⲛⲧⲉⲣⲟ ⲙⲡⲉⲛⲛⲟⲩⲧⲉ ⲁⲩⲱ ⲛⲟⲩⲏⲏⲃ ⲉⲡⲛⲟⲩⲧⲉ ⲡⲉϥⲉⲓⲱⲧ ⲡⲁⲓ ⲉⲧⲉⲡⲱϥ ⲡⲉ ⲡⲉⲟⲟⲩ ⲙⲛ ⲡⲁⲙⲁϩⲧⲉ ϣⲁ ⲉⲛⲉϩ ⲛⲉⲛⲉϩ ϩⲁⲙⲏⲛ (aiōn g165)
7 જુઓ, તે વાદળાંમાં આવે છે અને દરેક આંખ, અને જેઓએ તેમને વીંધ્યા તેઓ પણ તેમને જોશે; અને પૃથ્વી પરનાં સઘળાં કુળો તેમને લીધે વિલાપ કરશે; હા, આમીન.
ⲍ̅ⲉⲓⲥ ϩⲏⲏⲧⲉ ⲉϥⲛⲏⲩ ϩⲓϫⲛ ⲛⲉⲕⲗⲟⲟⲗⲉ ⲛⲧⲡⲉ ⲛⲧⲉⲃⲁⲗ ⲛⲓⲙ ⲛⲁⲩ ⲉⲣⲟϥ ⲁⲩⲱ ⲛⲉⲛⲧⲁⲩⲕⲟⲛⲥϥ ⲛⲥⲉⲛⲉϩⲡⲉ ⲉϩⲣⲁⲓ ⲉϫⲱϥ ⲛϭⲓ ⲛⲉⲫⲩⲗⲏ ⲧⲏⲣⲟⲩ ⲙⲡⲕⲁϩ
8 પ્રભુ ઈશ્વર જે છે, જે હતા અને જે આવનાર છે, જે સર્વસમર્થ છે, તે એમ કહે છે કે, ‘હું આલ્ફા તથા ઓમેગા છું.’”
ⲏ̅ⲁⲛⲟⲕ ⲡⲉ ⲁⲗⲫⲁ ⲁⲩⲱ ⲱⲙⲉⲅⲁ ⲧⲁⲣⲭⲏ ⲁⲩⲱ ⲡϫⲱⲕ ⲉⲃⲟⲗ ⲡⲉϫⲁϥ ⲛϭⲓ ⲡϫⲟⲉⲓⲥ ⲡⲛⲟⲩⲧⲉ ⲡⲉⲧϣⲟⲟⲡ ⲡⲉⲧⲉⲛⲉϥϣⲟⲟⲡ ⲡⲉⲧⲛⲏⲩ ⲡⲡⲁⲛⲧⲟⲕⲣⲁⲧⲱⲣ
9 હું યોહાન તમારો ભાઈ, અને વિપત્તિમાં તથા ઈસુના રાજ્ય તથા ધીરજમાં તમારા સહભાગી, ઈશ્વરનાં વચનને લીધે તથા ઈસુની સાક્ષીને લીધે, પાત્મસ ટાપુ પર હતો.
ⲑ̅ⲁⲛⲟⲕ ϩⲱ ⲓⲱϩⲁⲛⲛⲏⲥ ⲡⲉⲧⲛⲥⲟⲛ ⲡⲉⲧⲛϣⲃⲏⲣ ⲕⲟⲓⲛⲱⲛⲟⲥ ϩⲛ ⲧⲉⲑⲗⲓⲯⲓⲥ ⲁⲩⲱ ⲧⲙⲛⲧⲉⲣⲟ ⲙⲛ ⲑⲩⲡⲟⲙⲟⲛⲏ ⲙⲡⲛϫⲟⲉⲓⲥ ⲓⲥ ⲡⲉⲭⲣⲥ ⲁⲓϣⲱⲡⲉ ϩⲛ ⲧⲛⲏⲥⲟⲥ ⲉⲧⲟⲩⲙⲟⲩⲧⲉ ⲉⲣⲟⲥ ϫⲉ ⲡⲁⲧⲙⲟⲥ ⲉⲧⲃⲉ ⲡϣⲁϫⲉ ⲙⲡⲛⲟⲩⲧⲉ ⲁⲩⲱ ⲉⲧⲃⲉ ⲧⲙⲛⲧⲙⲛⲧⲣⲉ ⲛⲓⲥ ⲡⲉⲭⲣⲥ
10 ૧૦ પ્રભુના દિવસે હું આત્મામાં હતો, ત્યારે મેં મારી પાછળ રણશિંગડાના અવાજ જેવી મોટી વાણી એમ કહેતી સાંભળી કે,
ⲓ̅ⲁⲓϣⲱⲡⲉ ϩⲙ ⲡⲉⲡⲛⲁ ⲙⲡⲉϩⲟⲟⲩ ⲛⲧⲕⲩⲣⲓⲁⲕⲏ ⲁⲩⲱ ⲁⲓⲥⲱⲧⲙ ⲉⲩⲥⲙⲏ ϩⲓ ⲡⲁϩⲟⲩ ⲙⲙⲟⲓ ⲛⲑⲉ ⲛⲟⲩⲥⲁⲗⲡⲓⲅⲝ
11 ૧૧ ‘તું જે જુએ છે તે પુસ્તકમાં લખ, અને એફેસસમાં, સ્મર્નામાં, પેર્ગામનમાં, થુઆતૈરામાં, સાર્દિસમાં, ફિલાડેલ્ફિયામાં તથા લાઓદિકિયામાં જે સાત મંડળી છે તેઓને મોકલ.’”
ⲓ̅ⲁ̅ⲉⲥϫⲱ ⲙⲙⲟⲥ ϫⲉ ⲛⲉⲧⲉⲕⲛⲁⲩ ⲉⲣⲟⲟⲩ ⲙⲛ ⲛⲉⲧⲉⲕⲛⲁⲛⲁⲩ ⲉⲣⲟⲟⲩ ⲥϩⲁⲓⲥⲟⲩ ⲉⲩϫⲱⲱⲙⲉ ⲛⲅϫⲟⲟⲩⲥⲟⲩ ⲉⲧⲥⲁϣϥⲉ ⲛⲉⲕⲕⲗⲏⲥⲓⲁ ⲉⲧϩⲛ ⲉⲫⲉⲥⲟⲥ ⲁⲩⲱ ⲥⲙⲩⲣⲛⲁ ⲙⲛ ⲡⲣⲅⲁⲙⲟⲥ ⲁⲩⲱ ⲑⲉⲁⲧⲓⲣⲁ ⲙⲛ ⲥⲁⲣⲇⲓⲥ ⲙⲛ ⲫⲓⲗⲁⲇⲉⲗⲫⲓⲁ ⲙⲛ ⲗⲁⲟⲇⲟⲕⲓⲁ
12 ૧૨ જે વાણીએ મારી સાથે વાત કરી, તેને જોવા હું ફર્યો; ત્યારે મેં સોનાની સાત દીવીને જોઈ.
ⲓ̅ⲃ̅ⲁⲩⲱ ⲁⲓⲕⲧⲟⲓ ⲉⲛⲁⲩ ⲉⲧⲉⲥⲙⲏ ⲙⲡⲉⲧϣⲁϫⲉ ⲛⲙⲙⲁⲓ ⲛⲧⲉⲣⲉⲓⲕⲧⲟⲓ ⲇⲉ ⲁⲓⲛⲁⲩ ⲉⲥⲁϣϥⲉ ⲛⲗⲩⲭⲛⲓⲁ ⲛⲛⲟⲩⲃ
13 ૧૩ તે દીવીઓની વચમાં મનુષ્યપુત્ર જેવા એકને મેં જોયા, તેમણે પગની નીચે સુધી પહોંચે એવો ઝભ્ભો પહેરેલો હતો અને તેમની છાતી પર સોનાનો પટ્ટો બાંધેલો હતો.
ⲓ̅ⲅ̅ⲉⲣⲉⲡⲉⲓⲛⲉ ⲛⲟⲩϣⲏⲣⲉ ⲛⲣⲱⲙⲉ ϩⲛ ⲧⲙⲏⲧⲉ ⲛⲛⲗⲩⲭⲛⲓⲁ ⲉϥϭⲟⲟⲗⲉ ⲛⲟⲩϣⲛⲧⲟ ⲉϥⲙⲏⲣ ⲉⲡⲉⲥⲏⲧ ⲉⲛⲉϥⲕⲉⲓⲃⲉ ⲛⲟⲩⲙⲟϫϩ ⲛⲛⲟⲩⲃ
14 ૧૪ તેમનું માથું તથા વાળ સફેદ ઊન અને બરફની માફક શ્વેત હતાં; અને તેમની આંખો અગ્નિની જ્વાળા જેવી હતી.
ⲓ̅ⲇ̅ⲉⲣⲉⲧⲉϥⲁⲡⲉ ⲟⲩⲟⲃϣ ⲙⲛ ⲡⲉϥϥⲱ ⲛⲑⲉ ⲛⲟⲩⲥⲟⲣⲧ ⲛⲟⲩⲟⲃϣ ⲁⲩⲱ ⲛⲑⲉ ⲛⲟⲩⲭⲓⲱⲛ ⲉⲣⲉⲛⲉϥⲃⲁⲗ ⲟ ⲛⲑⲉ ⲛⲟⲩϣⲁϩ ⲛⲕⲱϩⲧ
15 ૧૫ તેમના પગ જાણે ભઠ્ઠીમાં શુદ્ધ થયેલા ચળકતા પિત્તળના જેવા હતા; અને તેમનો અવાજ ઘણાં પાણીનાં મોજાંના જેવો ગર્જતો હતો.
ⲓ̅ⲉ̅ⲉⲣⲉⲛⲉϥⲟⲩⲉⲣⲏⲧⲉ ⲉⲓⲛⲉ ⲛⲟⲩϩⲟⲙⲛⲧ ⲛⲃⲁⲣⲱⲧ ⲉϥⲡⲟⲥⲉ ϩⲛ ⲟⲩϩⲣⲱ ⲉⲣⲉⲧⲉϥⲥⲙⲏ ⲟ ⲛⲑⲉ ⲙⲡⲉϩⲣⲟⲟⲩ ⲛϩⲉⲛⲙⲟⲟⲩ ⲉⲛⲁϣⲱⲟⲩ
16 ૧૬ તેમના જમણાં હાથમાં સાત તારા હતા; અને તેમના મુખમાંથી બેધારી તીક્ષ્ણ તલવાર નીકળતી હતી. તેમનો ચહેરો પૂર્ણ તેજથી પ્રકાશતા સૂર્ય સમાન હતો.
ⲓ̅ⲋ̅ⲉⲟⲩⲛ ⲥⲁϣϥ ⲛⲥⲓⲟⲩ ϩⲛ ⲧⲉϥϭⲓϫ ⲛⲟⲩⲛⲁⲙ ⲉⲣⲉⲟⲩⲥⲏϥⲉ ⲛⲏⲩ ⲉⲃⲟⲗ ϩⲛ ⲧⲉϥⲧⲁⲡⲣⲟ ⲉⲥⲧⲏⲙ ⲙⲫⲟ ⲥⲛⲁⲩ ⲉⲣⲉⲡⲉϥϩⲟ ⲟ ⲛⲑⲉ ⲙⲡⲣⲏ ⲉⲧⲣ ⲟⲩⲟⲉⲓⲛ ϩⲛ ⲧⲉϥϭⲟⲙ
17 ૧૭ જયારે મેં તેમને જોયા ત્યારે મૂએલા જેવો થઈને હું તેમના પગ પાસે પડી ગયો. ત્યારે તેમણે પોતાનો જમણો હાથ મારા પર મૂકીને કહ્યું કે, ‘બીશ નહિ, પ્રથમ તથા છેલ્લો હું છું;
ⲓ̅ⲍ̅ⲛⲧⲉⲣⲉⲓⲛⲁⲩ ⲇⲉ ⲉⲣⲟϥ ⲁⲓϩⲉ ϩⲁ ⲛⲉϥⲟⲩⲉⲣⲏⲧⲉ ⲛⲑⲉ ⲛⲛⲉⲧⲙⲟⲟⲩⲧ ⲁⲩⲱ ⲁϥⲧⲁⲗⲉ ⲧⲉϥϭⲓϫ ⲛⲟⲩⲛⲁⲙ ⲉϩⲣⲁⲓ ⲉϫⲱⲓ ⲉϥϫⲱ ⲙⲙⲟⲥ ϫⲉ ⲙⲡⲣⲣ ϩⲟⲧⲉ ⲁⲛⲟⲕ ⲡⲉ ⲡϣⲟⲣⲡ ⲁⲩⲱ ⲡϩⲁⲉ
18 ૧૮ અને જે જીવંત છે તે હું છું. હું મૃત્યુ પામ્યો હતો અને જુઓ, હવે હું સદાકાળ જીવતો છું! મરણ તથા પાતાળની ચાવીઓ મારી પાસે છે. (aiōn g165, Hadēs g86)
ⲓ̅ⲏ̅ⲡⲉⲧⲟⲛϩ ⲁⲩⲱ ⲁⲓⲙⲟⲩ ⲁⲩⲱ ⲉⲓⲥ ϩⲏⲏⲧⲉ ϯⲟⲛϩ ϣⲁ ⲉⲛⲉϩ ⲛⲉⲛⲉϩ ⲁⲩⲱ ⲉⲣⲉⲛϣⲟϣⲧ ⲛⲧⲟⲟⲧ ⲙⲡⲙⲟⲩ ⲙⲛ ⲁⲙⲛⲧⲉ (aiōn g165, Hadēs g86)
19 ૧૯ તેં જે જોયું છે અને જે થયું છે, અને હવે પછી જે જે થશે, તે સઘળું લખ.
ⲓ̅ⲑ̅ⲥϩⲁⲓ ϭⲉ ⲛⲛⲉⲛⲧⲁⲕⲛⲁⲩ ⲉⲣⲟⲟⲩ ⲙⲛ ⲛⲉⲧϣⲟⲟⲡ ⲁⲩⲱ ⲛⲉⲧⲛⲁϣⲱⲡⲉ ⲙⲛⲛⲥⲁ ⲛⲁⲓ
20 ૨૦ મારા જમણાં હાથમાં જે સાત તારા તથા સોનાની સાત દીવી તેં જોયાં, એમનો ખુલાસો તું લખ. સાત તારા તો સાત મંડળીના સ્વર્ગદૂત છે, અને સાત દીવી તો સાત મંડળી છે.
ⲕ̅ⲡⲙⲩⲥⲧⲏⲣⲓⲟⲛ ⲙⲡⲥⲁϣϥ ⲛⲥⲓⲟⲩ ⲛⲧⲁⲕⲛⲁⲩ ⲉⲣⲟⲟⲩ ϩⲛ ⲧⲁⲟⲩⲛⲁⲙ ⲙⲛ ⲧⲥⲁϣϥⲉ ⲛⲗⲩⲭⲛⲓⲁ ⲛⲛⲟⲩⲃ ⲡⲥⲁϣϥ ⲛⲥⲓⲟⲩ ⲡⲥⲁϣϥ ⲛⲁⲅⲅⲉⲗⲟⲥ ⲛⲉ ⲛⲧⲥⲁϣϥⲉ ⲛⲉⲕⲕⲗⲏⲥⲓⲁ ⲁⲩⲱ ⲧⲥⲁϣϥⲉ ⲛⲗⲩⲭⲛⲓⲁ ⲧⲥⲁϣϥⲉ ⲛⲉⲕⲕⲗⲏⲥⲓⲁ ⲛⲉ

< પ્રકટીકરણ 1 >