< પ્રકટીકરણ 9 >

1 જયારે પાંચમા સ્વર્ગદૂતે રણશિંગડું વગાડ્યું, ત્યારે મેં એક તારો આકાશથી પૃથ્વી પર પડેલો જોયો; તેને અનંતઊંડાણની ખાઈની ચાવી અપાઈ. (Abyssos g12)
O quinto anjo soou, e eu vi uma estrela do céu que havia caído na terra. A chave do poço do abismo foi dada a ele. (Abyssos g12)
2 તેણે અનંતઊંડાણની ખાઈને ખોલી. તો તેમાંથી મોટી ભઠ્ઠીમાંથી નીકળતો હોય તેવો ધુમાડો નીકળ્યો તેનાથી સૂર્ય તથા હવા અંધકારમય થઈ ગયા. (Abyssos g12)
Ele abriu o poço do abismo, e a fumaça saiu do poço, como a fumaça de uma fornalha em chamas. O sol e o ar escureceram por causa da fumaça do poço. (Abyssos g12)
3 એ ધુમાડામાંથી તીડો નીકળીને પૃથ્વી પર આવ્યાં, અને પૃથ્વી પરના વીંછીઓની શક્તિ જેવી શક્તિ તેઓને આપવામાં આવી.
Então, da fumaça saíram gafanhotos da terra, e foi-lhes dado poder, pois os escorpiões da terra têm poder.
4 અને તેઓને એવું ફરમાવ્યું કે, પૃથ્વીના ઘાસને, કોઈ છોડને તથા કોઈ ઝાડને નુકસાન કરો નહિ પણ જે માણસોના કપાળ પર ઈશ્વરની મહોર નથી તેઓને ઉપદ્રવ કરો.
Foi-lhes dito que não deveriam ferir a erva da terra, nem qualquer coisa verde, nem qualquer árvore, mas apenas aquelas pessoas que não têm o selo de Deus na testa.
5 તેઓને તે લોકોને મારી નાખવાની પરવાનગી આપી નહિ, પણ પાંચ મહિના સુધી પીડા પમાડે. વીંછુ જયારે માણસને ડંખ મારે છે ત્યારની પીડા જેવી એ પીડા હતી.
Foi-lhes dado poder, não para matá-los, mas para atormentá-los durante cinco meses. O tormento deles era como o tormento de um escorpião quando ele atinge uma pessoa.
6 તે દિવસોમાં માણસો મરણ માટે તળપશે પણ તે તેમને મળશે જ નહિ, તેઓ મરણ ઇચ્છશે પણ મરણ તેઓ પાસેથી જતું રહેશે.
Naqueles dias, as pessoas buscarão a morte e não a encontrarão de forma alguma. Elas desejarão morrer, e a morte fugirá delas.
7 તે તીડોનાં સ્વરૂપ લડાઈને માટે તૈયાર કરેલા ઘોડાઓનાં જેવા હતાં, અને તેઓનાં માથાં પર જાણે કે સોનાનાં હોય એવા મુગટો હતા તેઓના ચહેરા માણસોના ચહેરા જેવા હતા;
As formas dos gafanhotos eram como cavalos preparados para a guerra. Sobre suas cabeças havia algo como coroas douradas, e seus rostos eram como rostos de pessoas.
8 અને તેઓના વાળ સ્ત્રીનાં વાળ જેવા અને તેઓના દાંત સિંહના દાંત જેવા હતા;
Eles tinham cabelos como cabelos de mulheres, e seus dentes eram como os de leões.
9 અને તેઓનાં અંગે લોખંડનાં બખતર જેવા બખતર હતાં; અને તેઓની પાંખોનો અવાજ યુદ્ધમાં દોડતા ઘણાં ઘોડાના રથોના અવાજ જેવો હતો.
Eles tinham couraças como couraças de ferro. O som de suas asas era como o som de muitas carruagens e cavalos correndo para a guerra.
10 ૧૦ તેઓને વીંછુઓના જેવી પૂંછડી હતી, અને ડંખ પણ હતો, તેઓની પૂંછડીઓમાં માણસોને પાંચ માસ સુધી પીડા પમાડવાની શક્તિ હતી.
Eles tinham caudas como as de escorpiões, com picadas. Em suas caudas têm o poder de prejudicar os homens durante cinco meses.
11 ૧૧ અનંતઊંડાણનો જે દૂત છે તે તેઓનો રાજા છે; તેનું નામ હિબ્રૂ ભાષામાં અબેદોન, પણ ગ્રીક ભાષામાં તેનું નામ આપોલ્યોન એટલે વિનાશક છે. (Abyssos g12)
Eles têm sobre eles como rei o anjo do abismo. Seu nome em hebraico é “Abaddon”, mas em grego, ele tem o nome de “Apollyon”. (Abyssos g12)
12 ૧૨ પહેલી આફત પૂરી થઈ છે, જુઓ, હવે પછી બીજી બે આફતો આવવાની છે.
O primeiro infortúnio já passou. Eis que ainda há dois infortúnios que vêm depois disso.
13 ૧૩ પછી છઠ્ઠા સ્વર્ગદૂતે પોતાનું રણશિંગડું દૂતે વગાડ્યું ત્યારે ઈશ્વરની સન્મુંખની સોનાની યજ્ઞવેદીનાં શિંગડાંમાંથી નીકળતી હોય એવી એક વાણી મેં સાંભળી;
O sexto anjo soou. Ouvi uma voz dos chifres do altar dourado que está diante de Deus,
14 ૧૪ તેણે જે છઠ્ઠા સ્વર્ગદૂતની પાસે રણશિંગડું હતું તેને કહ્યું કે, ‘મહાનદી યુફ્રેતિસ પર જે ચાર નર્કદૂતો બાંધેલા છે તેઓને મુક્ત કરે.
dizendo ao sexto anjo que tinha a trombeta: “Libertem os quatro anjos que estão presos no grande rio Eufrates”!
15 ૧૫ આ ચાર દૂતો માણસોના ત્રીજા ભાગને મારી નાખે તે ઘડી, દિવસ, મહિના તથા વર્ષને માટે તૈયાર કરાયા હતા તેઓને છૂટા કરાયા.
Os quatro anjos foram libertados que tinham sido preparados para aquela hora e dia e mês e ano, para que pudessem matar um terço da humanidade.
16 ૧૬ તેઓના લશ્કરના ઘોડેસવારોની સંખ્યા વીસ કરોડ હતી તે મારા સાંભળવામાં આવી.
O número dos exércitos dos cavaleiros era de duzentos milhões. Eu ouvi o número deles.
17 ૧૭ આવી રીતે દર્શનમાં મેં ઘોડાઓને તથા તેઓ પર બેઠેલાઓને જોયા; તેઓનાં બખતર આગ જેવા રાતાં, જાંબલી તથા ગંધકના રંગના હતાં. એ ઘોડાઓનાં માથાં સિંહોનાં માથાં જેવા હતાં, અને તેઓનાં મોંમાંથી આગ તથા ધુમાડા તથા ગંધક નીકળતાં હતાં.
Assim eu vi os cavalos na visão e aqueles que se sentaram sobre eles, tendo couraças de vermelho ardente, azul jacinto e amarelo enxofre; e as cabeças dos cavalos se pareciam com as cabeças dos leões. De suas bocas saem fogo, fumaça e enxofre.
18 ૧૮ એ ત્રણ આફતોથી, એટલે તેઓના મુખમાંથી નીકળતી આગથી, ધુમાડાથી તથા ગંધકથી માણસોનો ત્રીજો ભાગ મારી નંખાયો;
Por estas três pragas, um terço da humanidade foi morto: pelo fogo, pela fumaça e pelo enxofre, que saíam de suas bocas.
19 ૧૯ કેમ કે ઘોડાઓની શક્તિ તેઓનાં મોંમાં તથા તેઓની પૂંછડીઓમાં છે; કારણ કે તેઓનાં પૂંછડાં સાપના જેવા છે, અને તેઓને માથાં હોય છે જેથી તેઓ ઉપદ્રવ કરે છે.
Pois o poder dos cavalos está em suas bocas e em suas caudas. Pois suas caudas são como serpentes, e têm cabeças; e com elas prejudicam.
20 ૨૦ બાકીના જે માણસો તે આફતોથી મારી નંખાયા નહિ, તેઓએ પોતાના હાથની કૃતિઓ સંબંધી એટલે કે દુષ્ટાત્માઓની, સોનાની, રૂપાની, પિત્તળની, પથ્થરની તથા લાકડાની મૂર્તિઓ જેઓને જોવાની તથા સાંભળવાની તથા ચાલવાની પણ શક્તિ નથી, તેઓની ઉપાસના કરવાનો પસ્તાવો કર્યો નહિ.
O resto da humanidade, que não foram mortos com estas pragas, não se arrependeu das obras de suas mãos, que não adorariam demônios, e os ídolos do ouro, da prata, do latão, da pedra, e da madeira, que não podem ver, ouvir, ou caminhar.
21 ૨૧ વળી તેઓએ પોતે કરેલી હત્યાઓ, જાદુક્રિયા, વ્યભિચારના પાપો તથા ચોરીઓ વિષે પસ્તાવો કર્યો નહિ.
Eles não se arrependeram de seus assassinatos, suas feitiçarias, sua imoralidade sexual, ou seus roubos.

< પ્રકટીકરણ 9 >