< પ્રકટીકરણ 7 >
1 ૧ એ પછી, મેં ચાર સ્વર્ગદૂતને પૃથ્વીના ચાર ખૂણા પર ઊભા રહેલા જોયા; તેઓએ પૃથ્વીના ચાર પવનને એવી રીતે અટકાવી રાખ્યા હતા કે, પૃથ્વી પર અથવા સમુદ્ર પર, કોઈ ઝાડ પર પવન વાય નહિ.
この後、私は見た。四人の御使いが地の四隅に立って、地の四方の風を堅く押え、地にも海にもどんな木にも、吹きつけないようにしていた。
2 ૨ મેં બીજા એક સ્વર્ગદૂતને પૂર્વ દિશાથી ચઢતો જોયો, તેની પાસે જીવતા ઈશ્વરની મહોર હતી, અને પૃથ્વીને તથા સમુદ્રને હાનિ કરવાની સત્તા જે ચાર સ્વર્ગદૂતોને અપાઈ હતી, તેઓને તેણે મોટે અવાજે બૂમ પાડી કે,
また私は見た。もうひとりの御使いが、生ける神の印を持って、日の出るほうから上って来た。彼は、地をも海をもそこなう権威を与えられた四人の御使いたちに、大声で叫んで言った。
3 ૩ ‘જ્યાં સુધી અમે અમારા ઈશ્વરના દાસોને તેઓના કપાળ પર મુદ્રા કરી ન રહીએ, ત્યાં સુધી તમે પૃથ્વીને અથવા સમુદ્રને અથવા ઝાડોને કશું નુકસાન કરશો નહિ.’”
「私たちが神のしもべたちの額に印を押してしまうまで、地にも海にも木にも害を与えてはいけない。」
4 ૪ અને મુદ્રિત થયેલાની સંખ્યા મેં સાંભળી; ઇઝરાયલના સર્વ કુળમાંના એક લાખ ચુંમાળીસ હજાર મુદ્રિત થયા;
それから私が、印を押された人々の数を聞くと、イスラエルの子孫のあらゆる部族の者が印を押されていて、十四万四千人であった。
5 ૫ યહૂદાના કુળમાંના બાર હજાર મુદ્રિત થયા, રૂબેનના કુળમાંના બાર હજાર; ગાદના કુળમાંના બાર હજાર;
ユダの部族で印を押された者が一万二千人、ルベンの部族で一万二千人、ガドの部族で一万二千人、
6 ૬ આશેરના કુળમાંના બાર હજાર; નફતાલીના કુળમાંના બાર હજાર, મનાશ્શાના કુળમાંના બાર હજાર;
アセルの部族で一万二千人、ナフタリの部族で一万二千人、マナセの部族で一万二千人、
7 ૭ શિમયોનના કુળમાંના બાર હજાર; લેવીના કુળમાંના બાર હજાર; ઇસ્સાખારના કુળમાંના બાર હજાર;
シメオンの部族で一万二千人、レビの部族で一万二千人、イッサカルの部族で一万二千人、
8 ૮ ઝબુલોનના કુળમાંના બાર હજાર; યૂસફના કુળમાંના બાર હજાર; બિન્યામીનના કુળમાંના બાર હજાર મુદ્રિત થયા.
ゼブルンの部族で一万二千人、ヨセフの部族で一万二千人、ベニヤミンの部族で一万二千人、印を押された者がいた。
9 ૯ ત્યાર બાદ મેં જોયું, તો જુઓ, સર્વ દેશમાંથી આવેલાની, સર્વ કુળ, પ્રજા તથા ભાષાના માણસોની કોઈથી ગણી શકાય નહિ એવી એક મોટી સભા! તેઓ રાજ્યાસનની આગળ તથા હલવાનની સમક્ષ ઊભા રહ્યા; તેઓએ સફેદ ઝભ્ભા પહેરેલા હતા, અને તેઓના હાથમાં ખજૂરીની ડાળીઓ હતી;
その後、私は見た。見よ。あらゆる国民、部族、民族、国語のうちから、だれにも数えきれぬほどの大ぜいの群衆が、白い衣を着、しゅろの枝を手に持って、御座と小羊との前に立っていた。
10 ૧૦ અને તેઓ મોટા અવાજે પોકારીને કહે છે કે, ‘ઉદ્ધાર ઈશ્વર જે રાજ્યાસન પર બેઠેલા છે તેમનું તથા હલવાનનું છે માટે પ્રશંસા હોજો.’”
彼らは、大声で叫んで言った。 「救いは、御座にある私たちの神にあり、小羊にある。」
11 ૧૧ સઘળા સ્વર્ગદૂતો રાજ્યાસનની તથા વડીલોની તથા ચારે પ્રાણીઓની આસપાસ ઊભેલા હતા, અને તેઓએ રાજ્યાસનની આગળ દંડવત પ્રણામ કરીને ઈશ્વરની ભજન કરતાં કહ્યું કે,
御使いたちはみな、御座と長老たちと四つの生き物との回りに立っていたが、彼らも御座の前にひれ伏し、神を拝して、
12 ૧૨ ‘આમીન, સ્તુતિ, મહિમા, જ્ઞાન, આભાર, માન, પરાક્રમ તથા સામર્થ્ય સર્વકાળ સુધી અમારા ઈશ્વરને હો; આમીન.’” (aiōn )
言った。 「アーメン。賛美と栄光と知恵と感謝と誉れと力と勢いが、永遠に私たちの神にあるように。アーメン。」 (aiōn )
13 ૧૩ પછી તે વડીલોમાંથી એકે મને પૂછ્યું કે, ‘જેઓએ સફેદ વસ્ત્ર પહેરેલાં છે તેઓ કોણ છે, અને ક્યાંથી આવ્યા છે?’
長老のひとりが私に話しかけて、「白い衣を着ているこの人たちは、いったいだれですか。どこから来たのですか。」と言った。
14 ૧૪ તેમને મેં કહ્યું કે, ‘ઓ મારા મુરબ્બી, તમે જાણો છો.’” અને તેમણે મને કહ્યું, ‘જેઓ મોટી વિપત્તિમાંથી આવ્યા તેઓ એ છે; અને તેઓએ પોતાના વસ્ત્ર ધોયાં, અને હલવાનના રક્તમાં સફેદ કર્યા.
そこで、私は、「主よ。あなたこそ、ご存じです。」と言った。すると、彼は私にこう言った。「彼らは、大きな患難から抜け出て来た者たちで、その衣を小羊の血で洗って、白くしたのです。
15 ૧૫ માટે તેઓ ઈશ્વરના રાજ્યાસનની આગળ છે, અને તેમના ભક્તિસ્થાનમાં રાતદિવસ તેમની સેવા કરે છે; અને રાજ્યાસન ઉપર જે બેઠેલા તે તેઓના પર છત્રરૂપે રહેશે.
だから彼らは神の御座の前にいて、聖所で昼も夜も、神に仕えているのです。そして、御座に着いておられる方も、彼らの上に幕屋を張られるのです。
16 ૧૬ તેઓને ફરી ભૂખ નહિ લાગશે, અને ફરી તરસ પણ નહિ લાગશે, અને સૂર્યનો તાપ અથવા કંઈ પણ પ્રકારની ગરમી તેઓના પર પડશે નહિ;
彼らはもはや、飢えることもなく、渇くこともなく、太陽もどんな炎熱も彼らを打つことはありません。
17 ૧૭ કેમ કે જે હલવાન રાજ્યાસનની મધ્યે છે, તે તેઓના પાળક થશે અને જીવનનાં પાણીના ઝરાઓ પાસે તેઓને દોરી જશે; અને ઈશ્વર તેઓની આંખોનું દરેક આંસુ લૂછી નાખશે.’”
なぜなら、御座の正面におられる小羊が、彼らの牧者となり、いのちの水の泉に導いてくださるからです。また、神は彼らの目の涙をすっかりぬぐい取ってくださるのです。」