< પ્રકટીકરણ 7 >

1 એ પછી, મેં ચાર સ્વર્ગદૂતને પૃથ્વીના ચાર ખૂણા પર ઊભા રહેલા જોયા; તેઓએ પૃથ્વીના ચાર પવનને એવી રીતે અટકાવી રાખ્યા હતા કે, પૃથ્વી પર અથવા સમુદ્ર પર, કોઈ ઝાડ પર પવન વાય નહિ.
לאחר מכן ראיתי ארבעה מלאכים עומדים בארבע פינות הארץ ועוצרים את משב ארבע רוחות הארץ, כדי שלא תישוב הרוח בים או ביבשה והכול יעמוד דומם.
2 મેં બીજા એક સ્વર્ગદૂતને પૂર્વ દિશાથી ચઢતો જોયો, તેની પાસે જીવતા ઈશ્વરની મહોર હતી, અને પૃથ્વીને તથા સમુદ્રને હાનિ કરવાની સત્તા જે ચાર સ્વર્ગદૂતોને અપાઈ હતી, તેઓને તેણે મોટે અવાજે બૂમ પાડી કે,
ראיתי מלאך אחר עולה מצד מזרח, שם זורחת השמש, ובידו חותם אלוהים חיים. הוא קרא אל ארבעת המלאכים שקיבלו סמכות וכוח לחבל בארץ, בים ובצומח:
3 ‘જ્યાં સુધી અમે અમારા ઈશ્વરના દાસોને તેઓના કપાળ પર મુદ્રા કરી ન રહીએ, ત્યાં સુધી તમે પૃથ્વીને અથવા સમુદ્રને અથવા ઝાડોને કશું નુકસાન કરશો નહિ.’”
”חכו! אל תחבלו בארץ, בים ובצומח עד שנחתום את עבדי האלוהים על מצחם.“
4 અને મુદ્રિત થયેલાની સંખ્યા મેં સાંભળી; ઇઝરાયલના સર્વ કુળમાંના એક લાખ ચુંમાળીસ હજાર મુદ્રિત થયા;
שמעתי שמספר החתומים היה 144,000 מכל שבטי ישראל:
5 યહૂદાના કુળમાંના બાર હજાર મુદ્રિત થયા, રૂબેનના કુળમાંના બાર હજાર; ગાદના કુળમાંના બાર હજાર;
12,000 משבט יהודה 12,000 משבט ראובן 12,000 משבט גד
6 આશેરના કુળમાંના બાર હજાર; નફતાલીના કુળમાંના બાર હજાર, મનાશ્શાના કુળમાંના બાર હજાર;
12,000 משבט אשר 12,000 משבט נפתלי 12,000 משבט מנשה
7 શિમયોનના કુળમાંના બાર હજાર; લેવીના કુળમાંના બાર હજાર; ઇસ્સાખારના કુળમાંના બાર હજાર;
12,000 משבט שמעון 12,000 משבט לוי 12,000 משבט יששכר
8 ઝબુલોનના કુળમાંના બાર હજાર; યૂસફના કુળમાંના બાર હજાર; બિન્યામીનના કુળમાંના બાર હજાર મુદ્રિત થયા.
12,000 משבט זבולון 12,000 משבט יוסף 12,000 משבט בנימין.
9 ત્યાર બાદ મેં જોયું, તો જુઓ, સર્વ દેશમાંથી આવેલાની, સર્વ કુળ, પ્રજા તથા ભાષાના માણસોની કોઈથી ગણી શકાય નહિ એવી એક મોટી સભા! તેઓ રાજ્યાસનની આગળ તથા હલવાનની સમક્ષ ઊભા રહ્યા; તેઓએ સફેદ ઝભ્ભા પહેરેલા હતા, અને તેઓના હાથમાં ખજૂરીની ડાળીઓ હતી;
אחר כך ראיתי אנשים רבים, שלא ניתן למנותם, מכל הארצות, העמים, הגזעים, השבטים והשפות. הם עמדו לפני כיסא־המלכות ולפני השה, לבושים גלימות לבנות ובידיהם כפות תמרים.
10 ૧૦ અને તેઓ મોટા અવાજે પોકારીને કહે છે કે, ‘ઉદ્ધાર ઈશ્વર જે રાજ્યાસન પર બેઠેલા છે તેમનું તથા હલવાનનું છે માટે પ્રશંસા હોજો.’”
כל ההמון הזה קרא בקול אדיר:”הישועה לאלוהינו היושב על כיסא־המלכות ולשה!“
11 ૧૧ સઘળા સ્વર્ગદૂતો રાજ્યાસનની તથા વડીલોની તથા ચારે પ્રાણીઓની આસપાસ ઊભેલા હતા, અને તેઓએ રાજ્યાસનની આગળ દંડવત પ્રણામ કરીને ઈશ્વરની ભજન કરતાં કહ્યું કે,
כל המלאכים – אשר עמדו עתה סביב כיסא־המלכות, סביב הזקנים וארבע החיות – נפלו על פניהם לפני הכיסא, השתחוו לאלוהים
12 ૧૨ ‘આમીન, સ્તુતિ, મહિમા, જ્ઞાન, આભાર, માન, પરાક્રમ તથા સામર્થ્ય સર્વકાળ સુધી અમારા ઈશ્વરને હો; આમીન.’” (aiōn g165)
וקראו:”אמן! כל הכבוד, הברכה, החכמה, התודה, ההדר, הכוח והעוז לאלוהינו לעולם ועד. אמן!“ (aiōn g165)
13 ૧૩ પછી તે વડીલોમાંથી એકે મને પૂછ્યું કે, ‘જેઓએ સફેદ વસ્ત્ર પહેરેલાં છે તેઓ કોણ છે, અને ક્યાંથી આવ્યા છે?’
אחד מעשרים־וארבעה הזקנים שאל אותי:”היודע אתה מיהם הלבושים לבן ומאין באו?“
14 ૧૪ તેમને મેં કહ્યું કે, ‘ઓ મારા મુરબ્બી, તમે જાણો છો.’” અને તેમણે મને કહ્યું, ‘જેઓ મોટી વિપત્તિમાંથી આવ્યા તેઓ એ છે; અને તેઓએ પોતાના વસ્ત્ર ધોયાં, અને હલવાનના રક્તમાં સફેદ કર્યા.
”אדוני, “השבתי,”אתה יודע.“”אלה הם אנשים שעברו צרות, רדיפות וסבל רב“, הסביר לי הזקן.”הם רחצו את גלימותיהם והלבינו אותן בדם השה.
15 ૧૫ માટે તેઓ ઈશ્વરના રાજ્યાસનની આગળ છે, અને તેમના ભક્તિસ્થાનમાં રાતદિવસ તેમની સેવા કરે છે; અને રાજ્યાસન ઉપર જે બેઠેલા તે તેઓના પર છત્રરૂપે રહેશે.
לכן הם נמצאים כאן לפני כיסא אלוהים; הם משרתים את אלוהים במקדשו יומם ולילה, והוא מגן עליהם,
16 ૧૬ તેઓને ફરી ભૂખ નહિ લાગશે, અને ફરી તરસ પણ નહિ લાગશે, અને સૂર્યનો તાપ અથવા કંઈ પણ પ્રકારની ગરમી તેઓના પર પડશે નહિ;
הם לא ירעבו ולא יצמאו יותר לעולם, ואף השמש והשרב לא יכו אותם.
17 ૧૭ કેમ કે જે હલવાન રાજ્યાસનની મધ્યે છે, તે તેઓના પાળક થશે અને જીવનનાં પાણીના ઝરાઓ પાસે તેઓને દોરી જશે; અને ઈશ્વર તેઓની આંખોનું દરેક આંસુ લૂછી નાખશે.’”
כי השה העומד לפני כיסא־המלכות ירעה אותם ויובילם למעיינות מים חיים, ואלוהים ימחה כל דמעה מעיניהם.“

< પ્રકટીકરણ 7 >