< પ્રકટીકરણ 6 >

1 જયારે હલવાને તે સાત મહોરમાંથી એકને તોડ્યું ત્યારે મેં જોયું, તો ચાર પ્રાણીઓમાંના એકને મેં બોલતાં સાંભળ્યું જાણે ગર્જના થતી હોય તેવા અવાજથી તેણે કહ્યું કે, ‘આવ.’”
Vi que o Cordeiro abriu um dos sete selos, e ouvi um dos quatro seres vivos dizer, como com uma voz de trovão, “Venha e veja!
2 મેં જોયું, તો જુઓ, એક સફેદ ઘોડો હતો, તેના પર જે બેઠેલો હતો તેની પાસે એક ધનુષ્ય હતું; તેને મુગટ આપવામાં આવ્યો, તે પોતે વિજેતા હજી વધુ જીતવા સારુ નીકળ્યો.
Então apareceu um cavalo branco, e aquele que se sentou nele tinha um arco. Foi-lhe dada uma coroa, e ele saiu conquistando, e para conquistar.
3 જ્યારે હલવાને બીજુ મહોર તોડ્યું, ત્યારે મેં બીજા પ્રાણીને એમ કહેતાં સાંભળ્યું કે, ‘આવ.’”
Quando ele abriu o segundo selo, ouvi o segundo ser vivo dizer: “Venha!”.
4 ત્યારે બીજો એક લાલ ઘોડો નીકળ્યો; તેના પર જે બેઠેલો હતો તેને પૃથ્વી પરથી શાંતિ નષ્ટ કરવાની સત્તા આપવામાં આવી, જેથી તેઓ એકબીજાને મારી નાખે; વળી તેને એક મોટી તલવાર આપવામાં આવી.
Saiu outro, um cavalo vermelho. A ele que estava sentado sobre ele foi dado o poder de tirar a paz da terra, e que eles deveriam matar uns aos outros. Foi dada a ele uma grande espada.
5 જયારે તેણે ત્રીજું મહોર તોડ્યુ, ત્યારે મેં ત્રીજા પ્રાણીને એમ કહેતાં સાંભળ્યું કે, ‘આવ.’” ત્યારે મેં જોયું, તો જુઓ, એક કાળો ઘોડો હતો; અને તેના પર જે બેઠેલો હતો તેના હાથમાં ત્રાજવાં હતાં.
Quando ele abriu o terceiro selo, eu ouvi o terceiro ser vivo dizer: “Venha e veja!” E eis que um cavalo preto, e aquele que estava sentado sobre ele, tinha um equilíbrio na mão.
6 અને ચાર પ્રાણીઓની વચમાં મેં એક વાણી એમ કહેતી સાંભળી કે, ‘અડધે રૂપિયે પાંચસો ગ્રામ ઘઉં, અડધે રૂપિયે દોઢ કિલો જવ; પણ તેલ તથા દ્રાક્ષારસનો બગાડ તું ન કર.’”
Ouvi uma voz no meio dos quatro seres vivos dizendo: “Um choenix de trigo para um denário, e três choenix de cevada para um denário! Não danifique o óleo e o vinho”!
7 જયારે તેણે ચોથું મહોર તોડ્યું, ત્યારે મેં ચોથા પ્રાણીની વાણીને એમ કહેતી સાંભળી કે, ‘આવ.’”
Quando ele abriu o quarto selo, eu ouvi o quarto ser vivo dizer: “Venha e veja!
8 મેં જોયું, તો જુઓ, આછા રંગનો એક ઘોડો; તેના પર જે બેઠેલો હતો તેનું નામ મરણ હતું; પાતાળ તેની પાછળ પાછળ ચાલતું હતું, તલવારથી, દુકાળથી, મરકીથી તથા પૃથ્વી પરનાં હિંસક પશુઓથી જગતમાંનાં ચોથા હિસ્સાને મારી નાખવાનો અધિકાર તેને આપવામાં આવ્યો. (Hadēs g86)
E eis um cavalo pálido, e o nome daquele que estava sentado nele era Morte. Hades o seguiu com ele. A autoridade sobre um quarto da terra, para matar com a espada, com a fome, com a morte, e pelos animais selvagens da terra foi dada a ele. (Hadēs g86)
9 જયારે તેણે પાંચમુ મહોર તોડ્યું, ત્યારે ઈશ્વરના વચનને લીધે તથા પોતાની મક્કમ સાક્ષીને લીધે મારી નાખવામાં આવેલાના આત્માઓને મેં યજ્ઞવેદી નીચે જોયા.
Quando ele abriu o quinto selo, vi debaixo do altar as almas daqueles que haviam sido mortos pela Palavra de Deus e pelo testemunho do Cordeiro que eles tinham.
10 ૧૦ તેઓએ મોટે અવાજે પોકારીને કહ્યું કે, ‘હે સ્વામી, પવિત્ર તથા સત્ય, ઇનસાફ કરવાનું તથા પૃથ્વી પર રહેનારાંઓની પાસેથી અમારા લોહીનો બદલો લેવાનું તમે ક્યાં સુધી મુલતવી રાખશો?’
Eles gritaram com voz alta, dizendo: “Quanto tempo, Mestre, o santo e verdadeiro, até que você julgue e vingue nosso sangue sobre aqueles que habitam sobre a terra”?
11 ૧૧ પછી તેઓમાંના દરેકને સફેદ વસ્ત્ર આપવામાં આવ્યું; અને તેઓને એમ કહેવામાં આવ્યું કે ‘તમારા સાથી સેવકો તથા તમારા ભાઈઓ, જેઓ તમારી માફક માર્યા જવાના છે, તેઓની સંખ્યા પૂરી ન થાય, ત્યાં સુધી હજુ થોડીવાર તમે વિસામો લો.’”
Um longo manto branco foi dado a cada um deles. Foi-lhes dito que deveriam descansar ainda por algum tempo, até que seus companheiros servos e seus irmãos, que também seriam mortos como eles eram, completassem seu curso.
12 ૧૨ જયારે તેણે છઠ્ઠું મહોર તોડ્યું, ત્યારે મેં જોયું, તો મોટો ધરતીકંપ થયો; સૂર્ય નિમાળાના કામળા જેવો કાળો થયો, અને આખો ચંદ્ર લોહી જેવો લાલ થઈ ગયો,
Eu vi quando ele abriu o sexto selo, e houve um grande terremoto. O sol ficou negro como um saco feito de cabelo, e a lua inteira ficou como sangue.
13 ૧૩ જેમ ભારે પવનથી અંજીરી હાલી ઊઠે છે, અને તેનાં કાચાં ફળ તૂટી પડે છે, તેમ આકાશમાંના તારાઓ પૃથ્વી પર ખરી પડ્યા.
As estrelas do céu caíram sobre a terra, como uma figueira deixando cair seus figos verdes quando ela é sacudida por um grande vento.
14 ૧૪ વળી આકાશ વાળી લીધેલા ઓળિયાની જેમ અદ્રશ્ય થઈ ગયું; દરેક પહાડ તથા બેટને તેમની જગ્યાએથી ખસેડવામાં આવ્યા.
O céu foi removido como um pergaminho quando é enrolado para cima. Cada montanha e ilha foi movida para fora de seu lugar.
15 ૧૫ દુનિયાના રાજાઓ, મોટા માણસો, સેનાપતિઓ, શ્રીમંતો, પરાક્રમીઓ તથા દરેક દાસ તથા સ્વતંત્ર, એ તમામ લોકો ગુફાઓમાં તથા પહાડોના ખડકોને પાછળ સંતાઈ ગયા;
Os reis da terra, os príncipes, os comandantes, os ricos, os fortes, e cada escravo e pessoa livre, se esconderam nas cavernas e nas rochas das montanhas.
16 ૧૬ તેઓએ પહાડોને તથા ખડકોને કહ્યું કે, ‘અમારા પર પડો, રાજ્યાસન પર બેઠેલાની નજર આગળથી તથા હલવાનના કોપથી અમને છુપાવી દો.’”
Eles disseram às montanhas e às rochas: “Cai sobre nós, e esconde-nos da face daquele que se senta no trono, e da ira do Cordeiro,
17 ૧૭ કેમ કે તેઓના કોપનો મોટો દિવસ આવ્યો છે; એટલે કોણ તેનાથી બચી શકે?
pois chegou o grande dia de sua ira, e quem é capaz de ficar de pé?”

< પ્રકટીકરણ 6 >