< પ્રકટીકરણ 5 >

1 રાજ્યાસન પર જે બિરાજેલા હતા તેમના જમણાં હાથમાં મેં એક ઓળિયું જોયું, તેની અંદરની તથા બહારની બન્ને બાજુએ લખેલું હતું, તથા સાત મુદ્રાથી તે મહોરબંધ કરેલું હતું.
ମୁୟ୍‌ଁ ସିଙ୍ଗାସଣେ ବଃସ୍‌ଲା ଲକାର୍‌ ବୁଜ୍‌ଣି ଆତେ ଗଟେକ୍‌ ହଃର୍ନା ପୁସ୍ତକ୍‌ ଦଃକ୍‌ଲେ, ସେରି ଦୁୟ୍‌ ବାଟ୍ୟା ଲେକା ଅୟ୍‌ଲାର୍‌ ଆର୍‌ ସାତ୍‌ ଗଟ୍‌ ମୁଦ୍ରା ମାରା ଅୟ୍‌ଆଚେ ।
2 તેવામાં મેં એક બળવાન સ્વર્ગદૂતને જોયો, તેણે મોટા અવાજે પોકારીને કહ્યું કે, ‘આ ઓળિયું ખોલવાને અને તેનું મહોર તોડવાને કોણ યોગ્ય છે?’”
ଆର୍‌ ମୁୟ୍‌ଁ ଗଟେକ୍‌ ବଃଡେ ସଃକାତାର୍‌ ଦୁତ୍‌ ଦଃକ୍‌ଲେ, ସେ ବଃଡ୍ ଟଣ୍ଡେ ପର୍ଚାର୍‌ କଃରି କଃଉତି ରିଲା, “କେ ଇ ମୁଦ୍ରା ସଃବୁ ବାଙ୍ଗାୟ୍‌ ପୁସ୍ତକ୍‌ ଇଟାଉଁକ୍‌ ଜୟ୍‌ଗ୍‌?”
3 પણ સ્વર્ગમાં, પૃથ્વી પર અથવા પાતાળમાં, તે ઓળિયું ખોલવાને અથવા તેમાંથી વાંચવાને કોઈ સમર્થ નહોતો.
ମଃତର୍‌ ସଃର୍ଗ୍‌, ହୁର୍ତିବିଏ ଆର୍‌ ହଃତାଳେ କେ ସେ ପୁସ୍ତକ୍‌ ଇଟାଉଁକ୍‌ କି ସେରି ଦଃକୁକ୍‌ ଜୟ୍‌ଗ୍‌ ନୟ୍‌ଲାୟ୍‌ ।
4 ત્યારે હું બહુ રડ્યો, કારણ કે તે ઓળિયું ખોલવાને અથવા તેમાંથી વાંચવાને કોઈ યોગ્ય વ્યક્તિ મળી નહિ.
ସେ ପୁସ୍ତକ୍‌ ଇଟାଉଁକ୍‌ କି ସେରି ଦଃକୁକ୍‌ ଜୟ୍‌ଗ୍‌ କେ ନଃମିଳ୍‌ଲାକ୍‌ ମୁୟ୍‌ଁ ବେସି କାନ୍ଦ୍‌ଲେ ।
5 ત્યારે વડીલોમાંના એકે મને કહ્યું કે, તું રડીશ નહીં; જો, યહૂદાના કુળમાંનો જે સિંહ છે, જે દાઉદનું મૂળ છે, તે આ ઓળિયું ખોલવાને તથા તેના સાત મહોર તોડવાને વિજયી થયો છે.
ସେତାକ୍‌ ପାରାଚିନ୍‌ମଃନାର୍‌ ବିତ୍ରେହୁଣି ଗଟେକ୍‌ ଲକ୍‌ ମକ୍‌ କୟ୍‌ଲା, “କାନ୍ଦ୍‌ ନାୟ୍‌, ଦଃକ୍‌, ଜେ ଜିଉଦା ବଃଉଁସେ ଜଃଲମ୍‌ ସିମାବାଗ୍ ଆର୍‌ ଦାଉଦାର୍‌ ମୁଳ୍‌, ସେ ପୁସ୍ତକାର୍‌ ସାତ୍‌ଗଟ୍‌ ମୁଦ୍ରା ବାଙ୍ଗି, ସେରି ଇଟାଉଁକ୍‌ ଜିଣି ଆଚେ ।”
6 રાજ્યાસનની તથા ચાર પ્રાણીઓની વચ્ચે તથા વડીલોની વચ્ચે મારી નંખાયેલા જેવું એક હલવાન ઊભું રહેલું મેં જોયું. તેને સાત શિંગડાં તથા સાત આંખ હતી; એ આંખો ઈશ્વરના સાત આત્મા છે, જેઓને આખી પૃથ્વી પર મોકલવામાં આવેલા છે.
ସଃଡେବଃଳ୍‌ ମୁୟ୍‌ଁ ଦଃକ୍‌ଲେ, ସିଙ୍ଗାସଣ୍, ଚାରିଜଃତୁ ଆର୍‌ ପାରାଚିନ୍‌ମଃନାର୍‌ ମଃଜାୟ୍‌ ଗଟେକ୍‌ ମେଣ୍ଡା ହିଲା ଟିଆ ଅୟ୍‌ଆଚେ, ସେ ମଃରି ଉଟ୍‌ଲା ହର୍‌ ଡିସ୍ତିରିଲା, ତାର୍‌ ସାତ୍‌ଗଟ୍‌ ସିଙ୍ଗ୍ ଆର୍‌ ସାତ୍‌ଗଟ୍‌ ଆକି; ସେ ସଃବୁ ଆକି ସଃବୁ ହୁର୍ତିୟେ ହଃଟାୟ୍‌ଲା ଇସ୍ୱରାର୍‌ ସାତ୍‌ଗଟ୍‌ ଆତ୍ମା ।
7 તેમણે જઈને રાજ્યાસન પર બેઠેલાના જમણાં હાથમાંથી તે ઓળિયું લીધું.
ସେ ମେଣ୍ଡାହିଲା ଆସି ସିଙ୍ଗାସଣେ ବଃସିରିଲା ଲକାର୍‌ କାତା ଆତେ ହୁଣି ସେ ପୁସ୍ତକ୍‌ ନିଲା ।
8 જયારે તેમણે તે ઓળિયું લીધું, ત્યારે ચારેય પ્રાણી તથા ચોવીસ વડીલોએ હલવાન આગળ દંડવત પ્રણામ કર્યું; અને દરેકની પાસે વીણા તથા ધૂપથી ભરેલાં સુવર્ણ પાત્ર હતાં, જે સંતોની પ્રાર્થનાઓ છે.
ସେ ପୁସ୍ତକ୍‌କେ ନିଲା ଦାହ୍ରେ ସେ ଚାରିଜିବ୍‌ ଆର୍‌ ଚବିସ୍‌ ପାରାଚିନ୍ ମେଣ୍ଡା ହିଲାର୍‌ ମୁୟେ ମୁଣ୍ଡିଆ ମାର୍‌ଲାୟ୍‌; ସେମଃନାର୍‌ ସଃବ୍‌କାର୍‌ ଆତେ ବିଣା ଆର୍‌ ଦଃର୍ମିମଃନାର୍‌ ପାର୍ତ୍‌ନା ହର୍‌ ଦୁହ୍‌ଣି ତଃୟ୍‌ ହୁର୍ନ୍‌ ଅୟ୍‌ଲା ସନାର୍‌ କପା ରିଲି ।
9 તેઓ નવું ગીત ગાતાં કહે છે કે, તમે ઓળિયું લેવાને તથા તેનું મહોર તોડવાને યોગ્ય છો; કેમ કે તમને મારી નાખવામાં આવ્યા હતા, તમે તમારા રક્તથી ઈશ્વરને સારુ સર્વ કુળોના, ભાષાના, પ્રજાના તથા દેશોમાંના લોકોને ખરીદેલા છે.
ସେମଃନ୍ ଗଟେକ୍‌ ନଃଉଆଁ ଗିତ୍‌ କୟ୍‌କଃରି କୟ୍‌ଲାୟ୍‌, “ତୁୟ୍‌ ସେ ପୁସ୍ତକ୍‌ ନେଉଁକ୍‌ ଆର୍‌ ସେତିର୍‌ ମୁଦ୍ରା ସଃବୁ ବାଙ୍ଗୁକ୍‌ ଜୟ୍‌ଗ୍‌, କାୟ୍‌ତାକ୍‌ବଃଲେକ୍‌ ତୁୟ୍‌ ମଃରି ରିଲିସ୍‌, ଆରେକ୍‌ ଅଃହ୍‌ଣାର୍‌ ବଃନି ତଃୟ୍‌ ସଃବୁ କୁଟୁମ୍‌, ବିନ୍‌ବିନ୍‌ ବାସାର୍‌ ଲକ୍‌, ବିନ୍‌ବିନ୍‌ ବଃଉଁସ୍‌ ଆର୍‌ ଜାତି ବିତ୍ରେ ଇସ୍ୱରାର୍‌ ଗିନେ ଲକ୍‌ମଃନ୍‌କେ ଗେନି ଆଚ୍‌ସି ।
10 ૧૦ તમે તેઓને અમારા ઈશ્વરને સારુ રાજ્ય તથા યાજકો બનાવ્યા છે; અને તેઓ પૃથ્વી પર રાજ કરશે.
ଆରେକ୍‌ ସେମଃନ୍‌କେ ଅଃମିମଃନାର୍‌ ଇସ୍ୱରାର୍‌ ଗିନେ ରଃଜାର୍‌ ବଃଉଁସ୍‌ ଆର୍‌ ଜାଜକ୍‌ କଃରି ଆଚ୍‌ସି; ଆର୍‌ ସେମଃନ୍ ହୁର୍ତି ଉହ୍ରେ ରାଜ୍‌ କଃର୍ତି ।”
11 ૧૧ મેં જોયું, તો રાજ્યાસન, પ્રાણીઓ તથા વડીલોની આસપાસ ઘણાં સ્વર્ગદૂતોની વાણી સાંભળી; તેઓની સંખ્યા લાખોલાખ અને હજારોહજાર હતી.
ତାର୍‌ହଃଚେ ମୁୟ୍‌ଁ ଦଃକ୍‌ଲେ, ଆରେକ୍‌ ସିଙ୍ଗାସଣ୍, ଜିବ୍‌ଜଃତୁ ଆର୍‌ ପାରାଚିନ୍‌ମଃନାର୍‌ ଚାରିବାଟ୍ୟା ଗାଦାଗାଦା ଦୁତ୍‌ମଃନାର୍‌ ଟଣ୍ଡ୍ ସୁଣ୍‌ଲେ; ସେମଃନ୍ ଅଃଜାର୍‌ ଅଃଜାର୍‌ ଆର୍‌ ଲାକ୍‌ ଲାକ୍‌ ରିଲାୟ୍‌ ।
12 ૧૨ તેઓએ મોટે અવાજે પોકારીને કહ્યું કે, ‘જે હલવાન મારી નંખાયેલું હતું તે પરાક્રમ, સંપત્તિ, જ્ઞાન, સામર્થ્ય, માન, મહિમા તથા સ્તુતિ પામવાને યોગ્ય છે.’”
ସେମଃନ୍ ବଃଡ୍ ଟଣ୍ଡେ କଃଉତି ରିଲାୟ୍‌, “ସଃକାତ୍‌, ଦଃନ୍, ଗ୍ୟାନ୍, ସଃକ୍ତି, ମାନ୍‌ତି, ଜଃଜ୍‌ମାନ୍ ଆର୍‌ ଗୁଣ୍‌ଗିତ୍‌ ହାଉଁକ୍‌ ମଃରିରିଲା ମେଣ୍ଡା ହିଲା ହଃକା ଜୟ୍‌ଗ୍‌ ।”
13 ૧૩ વળી બધા પ્રાણીઓ જે સ્વર્ગમાં, પૃથ્વી પર, પાતાળમાં તથા સમુદ્રમાં છે, તેઓમાંનાં સર્વને મેં એમ કહેતાં સાંભળ્યાં કે, રાજ્યાસન પર જે બેઠેલા છે તેમને તથા હલવાનને સ્તુતિ, માન, મહિમા તથા અધિકાર સદાસર્વકાળ હો. (aiōn g165)
ଆର୍‌ ମୁୟ୍‌ଁ ସଃର୍ଗ୍‌, ହୁର୍ତି, ହଃତାଳ୍‌ ଆର୍‌ ସଃମ୍‌ନ୍ଦେ ରିଲା ସଃବୁ ଉବୁଜ୍‌ଲା ଜଃତୁ, ହେଁ, ସେତି ରିଲା ସଃବୁ ଇରି କଃଉତାର୍‌ ସୁଣ୍‌ଲେ, “ଗୁଣ୍‌ଗିତ୍‌, ମାନ୍‌ତି, ଜଃଜ୍‌ମାନ୍ ଆର୍‌ ରାଜ୍‌ କଃର୍ତାର୍‌ ଜୁଗେଜୁଗେ ସିଙ୍ଗାସଣେ ବଃସିରିଲା ଲକାର୍‌ ଆର୍‌ ମେଣ୍ଡାହିଲାର୍‌ ଅଃଉଅ ।” (aiōn g165)
14 ૧૪ ત્યારે ચારે પ્રાણીઓએ કહ્યું, આમીન! પછી વડીલોએ દંડવત પ્રણામ કરીને તેમની આરાધના કરી.
ସେତାକ୍‌ ଚାରି ଜିବ୍‌ଜଃତୁ କୟ୍‌ଲାୟ୍‌, “ଆମେନ୍‌ ।” ଆରେକ୍‌ ପାରାଚିନ୍‌ମଃନ୍ ମୁଣ୍ଡିଆ ମାରି ଜୁଆର୍‌ କଃଲାୟ୍‌ ।

< પ્રકટીકરણ 5 >