< પ્રકટીકરણ 4 >
1 ૧ એ ઘટનાઓ બન્યા પછી મેં જોયું, તો જુઓ, સ્વર્ગમાં એક દ્વાર ખૂલેલું હતું. જે પ્રથમ વાણી રણશિંગડાના અવાજ જેવી મેં સાંભળી તે મારી સાથે બોલતી હતી. તેણે કહ્યું કે, ‘અહીં ઉપર આવ, હવે પછી જે જે થવાનું છે તે હું તને બતાવીશ.’”
ⲁ̅ⲙⲛⲛⲥⲁ ⲛⲁⲓ ⲁⲓⲛⲁⲩ ⲉⲩⲣⲟ ⲉϥⲟⲩⲏⲛ ϩⲣⲁⲓ ϩⲛ ⲧⲡⲉ ⲁⲩⲱ ⲧϣⲟⲣⲡ ⲛⲥⲙⲏ ⲛⲧⲁⲓⲥⲱⲧⲙ ⲉⲣⲟⲥ ⲛⲑⲉ ⲛⲟⲩⲥⲁⲗⲡⲓⲅⲝ ⲉⲥϣⲁϫⲉ ⲛⲙⲙⲁⲓ ⲉⲥϫⲱ ⲙⲙⲟⲥ ϫⲉ ⲁⲙⲟⲩ ⲉϩⲣⲁⲓ ⲉⲡⲉⲓⲙⲁ ⲧⲁⲧⲥⲁⲃⲟⲕ ⲉⲛⲉⲧⲛⲁϣⲱⲡⲉ ⲙⲛⲛⲥⲁ ⲛⲁⲓ
2 ૨ એકાએક હું આત્મામાં હતો; ત્યારે જુઓ, સ્વર્ગમાં એક રાજ્યાસન મૂકવામાં આવ્યું, તેના પર એક જણ બિરાજેલા હતા.
ⲃ̅ⲛⲧⲉⲩⲛⲟⲩ ⲁⲓϣⲱⲡⲉ ϩⲙ ⲡⲉⲡⲛⲁ ⲁⲩⲱ ⲉⲓⲥ ϩⲏⲏⲧⲉ ⲛⲉ ⲟⲩⲛ ⲟⲩⲑⲣⲟⲛⲟⲥ ⲕⲏ ⲉϩⲣⲁⲓ ϩⲛ ⲧⲡⲉ ⲉⲣⲉⲟⲩⲁ ϩⲙⲟⲟⲥ ϩⲓ ⲡⲉⲑⲣⲟⲛⲟⲥ
3 ૩ તે દેખાવમાં લાલ પાષાણ તથા અકીક જેવા હતા; રાજ્યાસનની આસપાસ એક મેઘધનુષ હતું. તેનો દેખાવ નીલમણિ જેવો હતો.
ⲅ̅ⲁⲩⲱ ⲡⲉⲧϩⲙⲟⲟⲥ ϩⲓ ⲡⲉⲑⲣⲟⲛⲟⲥ ⲉϥⲉⲓⲛⲉ ⲛⲑⲟⲣⲁⲥⲓⲥ ⲛⲟⲩⲱⲛⲉ ⲛⲓⲁⲥⲡⲓⲥ ⲁⲩⲱ ⲛⲥⲁⲣⲇⲓⲛⲟⲥ ⲉⲣⲉⲟⲩⲟⲉⲓⲛ ⲕⲱⲧⲉ ⲉⲡⲉϥⲑⲣⲟⲛⲟⲥ ⲉϥⲟ ⲙⲡⲉⲓⲛⲉ ⲛⲟⲩⲥⲁⲣⲇⲓⲟⲛ
4 ૪ રાજ્યાસનની આસપાસ ચોવીસ આસનો હતાં; તેના પર ચોવીસ વડીલો બેઠેલા મેં જોયા, તેઓએ સફેદ વસ્ત્ર પહેરેલાં હતાં; તેઓનાં માથાં પર સોનાનાં મુગટ હતા.
ⲇ̅ⲁⲩⲱ ⲉⲣⲉϫⲟⲩⲧⲁϥⲧⲉ ⲛⲑⲣⲟⲛⲟⲥ ⲙⲡⲕⲱⲧⲉ ⲙⲡⲉⲑⲣⲟⲛⲟⲥ ⲉⲣⲉϩⲉⲛⲡⲣⲉⲥⲃⲩⲧⲉⲣⲟⲥ ϩⲙⲟⲟⲥ ϩⲓ ⲡϫⲟⲩⲧⲁϥⲧⲉ ⲛⲑⲣⲟⲛⲟⲥ ⲉⲩϭⲟⲟⲗⲉ ⲛϩⲉⲛϩⲟⲓⲧⲉ ⲛⲟⲩⲟⲃϣ ⲉⲣⲉϩⲉⲛⲕⲗⲟⲙ ⲛⲛⲟⲩⲃ ϩⲓϫⲛ ⲛⲉⲩⲁⲡⲏⲩⲉ
5 ૫ રાજ્યાસનમાંથી વીજળીઓ, વાણીઓ તથા ગર્જનાઓ નીકળતી હતી અને રાજ્યાસનની આગળ અગ્નિના સાત દીવા બળતા હતા જે ઈશ્વરના સાત આત્માઓ હતા.
ⲉ̅ⲁⲩⲱ ⲛⲉⲩⲛⲏⲩ ⲉⲃⲟⲗ ϩⲙ ⲡⲉⲑⲣⲟⲛⲟⲥ ⲛϭⲓ ϩⲉⲛⲉⲃⲣⲏϭⲉ ⲙⲛ ϩⲉⲛⲥⲙⲏ ⲙⲛ ϩⲉⲛϩⲣⲟⲩⲃⲃⲁⲓ ⲉⲣⲉⲥⲁϣϥ ⲛⲗⲁⲙⲡⲁⲥ ⲛⲕⲱϩⲧ ⲙⲟⲩϩ ⲙⲡⲙⲧⲟ ⲉⲃⲟⲗ ⲙⲡⲉⲑⲣⲟⲛⲟⲥ ⲉⲧⲉⲛⲁⲓ ⲛⲉ ⲡⲥⲁϣϥ ⲙⲡⲛⲁ ⲛⲧⲉ ⲡⲛⲟⲩⲧⲉ
6 ૬ રાજ્યાસનની આગળ સ્ફટિકના જેવો ચળકતો સમુદ્ર હતો. રાજ્યાસનની મધ્યે તથા તેની આસપાસ આગળ પાછળ આંખોથી ભરપૂર એવાં ચાર પ્રાણી હતાં.
ⲋ̅ⲁⲩⲱ ⲙⲡⲙⲧⲟ ⲉⲃⲟⲗ ⲙⲡⲉⲑⲣⲟⲛⲟⲥ ⲛⲉⲟⲩⲛ ⲟⲩⲑⲁⲗⲁⲥⲥⲁ ⲛⲁⲃⲁϭⲏⲉⲓⲛ ⲉⲥⲉⲓⲛⲉ ⲛⲟⲩⲕⲣⲩⲥⲧⲁⲗⲟⲥ ⲁⲩⲱ ⲛⲧⲙⲏⲧⲉ ⲙⲡⲉⲑⲣⲟⲛⲟⲥ ⲙⲛ ⲡⲉϥⲕⲱⲧⲉ ⲛⲉⲩⲛ ϥⲧⲟⲟⲩ ⲛⲍⲱⲟⲛ ⲉⲩⲙⲉϩ ⲛⲃⲁⲗ ϩⲓⲑⲏ ⲁⲩⲱ ϩⲓⲡⲁϩⲟⲩ
7 ૭ પહેલું પ્રાણી સિંહના જેવું હતું, બીજું પ્રાણી બળદના જેવું હતું, ત્રીજા પ્રાણીને માણસના જેવું મોં હતું, ચોથું પ્રાણી ઊડતા ગરુડના જેવું હતું.
ⲍ̅ⲡϣⲟⲣⲡ ⲛⲍⲱⲟⲛ ⲉϥⲉⲓⲛⲉ ⲛⲟⲩⲙⲟⲩⲓ ⲡⲙⲉϩⲥⲛⲁⲩ ⲛⲍⲱⲟⲛ ⲉϥⲉⲓⲛⲉ ⲛⲟⲩⲙⲁⲥⲉ ⲡⲙⲉϩϣⲟⲙⲛⲧ ⲛⲍⲱⲟⲛ ⲉϥⲟ ⲛϩⲟ ⲛⲣⲱⲙⲉ ⲡⲙⲉϩϥⲧⲟⲟⲩⲉ ⲛⲍⲱⲟⲛ ⲉϥⲉⲓⲛⲉ ⲛⲟⲩⲁⲉⲧⲟⲥ ⲉϥϩⲏⲗ
8 ૮ તે ચાર પ્રાણીમાંના દરેકને છ છ પાંખ હતી, અને તેઓ ચારે તરફ તથા અંદર આંખોથી ભરપૂર હતાં. તેઓ ‘પવિત્ર, પવિત્ર, પવિત્ર, સર્વશક્તિમાન પ્રભુ ઈશ્વર, જે હતા, જે છે, અને જે આવનાર છે,’ એમ રાતદિવસ કહેતાં વિસામો લેતાં નહોતાં.
ⲏ̅ⲁⲩⲱ ⲡⲉϥⲧⲟⲟⲩ ⲛⲍⲱⲟⲛ ⲛⲉⲧⲉⲡⲟⲩⲁ ⲡⲟⲩⲁ ⲙⲙⲟⲟⲩ ⲥⲟⲟⲩ ⲛⲧⲛϩ ϫⲓⲛ ⲛⲉⲩⲉⲓⲃ ⲙⲡⲉⲩⲕⲱⲧⲉ ⲉⲩⲙⲉϩ ⲛⲃⲁⲗ ⲙⲡⲉⲩϩⲟⲩⲛ ⲁⲩⲱ ⲙⲉⲩⲕⲁ ⲧⲟⲟⲧⲟⲩ ⲉⲃⲟⲗ ⲙⲡⲉϩⲟⲟⲩ ⲙⲛ ⲧⲉⲩϣⲏ ⲉⲩϫⲱ ⲙⲙⲟⲥ ϫⲉ ϥⲟⲩⲁⲁⲃ ϥⲟⲩⲁⲁⲃ ϥⲟⲩⲁⲁⲃ ⲡϫⲟⲉⲓⲥ ⲡⲛⲟⲩⲧⲉ ⲡⲡⲁⲛⲧⲱⲕⲣⲁⲧⲱⲣ ⲡⲉⲧϣⲟⲟⲡ ⲁⲩⲱ ⲡⲉⲧⲉⲛⲉϥϣⲟⲟⲡ ⲁⲩⲱ ⲛⲉⲧⲛⲏⲩ
9 ૯ રાજ્યાસન પર જે બેઠેલા છે, જે સદાસર્વકાળ જીવંત છે, તેમનો મહિમા, માન તથા આભારસ્તુતિ તે પ્રાણીઓ જયારે બોલશે, (aiōn )
ⲑ̅ⲁⲩⲱ ⲉⲣϣⲁⲛⲛⲍⲱⲟⲛ ϯ ⲙⲡⲉⲟⲟⲩ ⲙⲛ ⲡⲧⲁⲓⲟ ⲙⲛ ⲧⲉⲩⲭⲁⲣⲓⲥϯⲁ ⲙⲡⲉⲧϩⲙⲟⲟⲥ ϩⲓϫⲙ ⲡⲉⲑⲣⲟⲛⲟⲥ ⲉⲧⲟⲛϩ ϣⲁ ⲛⲓⲉⲛⲉϩ (aiōn )
10 ૧૦ ત્યારે ચોવીસ વડીલો રાજ્યાસન પર બેઠેલાને દંડવત પ્રણામ કરશે. જે સદાસર્વકાળ સુધી જીવંત છે તેમની આરાધના કરશે અને રાજ્યાસન આગળ પોતાના મુગટ ઉતારીને કહેશે કે, (aiōn )
ⲓ̅ϣⲁⲩⲡⲁϩⲧⲟⲩ ⲛϭⲓ ⲡϫⲟⲩⲧⲁϥⲧⲉ ⲙⲡⲣⲉⲥⲃⲩⲧⲉⲣⲟⲥ ⲙⲡⲙⲧⲟ ⲉⲃⲟⲗ ⲙⲡⲉⲧϩⲙⲟⲟⲥ ϩⲓ ⲡⲉⲑⲣⲟⲛⲟⲥ ⲛⲥⲉⲟⲩⲱϣⲧ ⲙⲡⲉⲧⲟⲛϩ ϣⲁ ⲛⲓⲉⲛⲉϩ ⲛⲉⲛⲉϩ ⲁⲩⲱ ⲛⲥⲉⲛⲟⲩϫ ⲛⲛⲉⲩⲕⲗⲟⲙ ⲙⲡⲉⲙⲧⲟ ⲉⲃⲟⲗ ⲙⲡⲉⲧϩⲙⲟⲟⲥ ϩⲓ ⲡⲉⲑⲣⲟⲛⲟⲥ ⲉⲩϫⲱ ⲙⲙⲟⲥ (aiōn )
11 ૧૧ ‘ઓ અમારા પ્રભુ તથા ઈશ્વર, મહિમા, માન તથા સામર્થ્ય પામવાને તમે જ યોગ્ય છો; કેમ કે તમે સર્વને ઉત્પન્ન કર્યા, અને તમારી ઇચ્છાથી તેઓ અસ્તિત્વમાં આવ્યા અને ઉત્પન્ન થયાં.’”
ⲓ̅ⲁ̅ϫⲉ ⲕⲙⲡϣⲁ ⲡϫⲟⲉⲓⲥ ⲡⲉⲛⲛⲟⲩⲧⲉ ⲛϫⲓ ⲙⲡⲉⲟⲟⲩ ⲙⲛ ⲡⲧⲁⲓⲟ ⲙⲛ ⲧϭⲟⲙ ϫⲉ ⲛⲧⲟⲕ ⲁⲕⲥⲛⲧ ⲛⲕⲁ ⲛⲓⲙ ⲁⲩⲱ ⲉⲩϣⲟⲟⲡ ⲁⲩⲱ ⲛⲧⲁⲩⲥⲱⲛⲧ ⲉⲧⲃⲉ ⲡⲉⲕⲟⲩⲱϣ