< પ્રકટીકરણ 3 >

1 સાર્દિસમાંના મંડળીના સ્વર્ગદૂતને લખ કે. જેમને ઈશ્વરના સાત આત્મા તથા સાત તારા છે, તેઓ આ વાતો કહે છે તારાં કામ હું જાણું છું કે “તું જીવંત તરીકે જાણીતો છે, પણ ખરેખર તું મૃત છે.”
И анђелу сардске цркве напиши: Тако говори Онај што има седам Духова Божијих, и седам звезда: знам твоја дела, да имаш име да си жив, а мртав си.
2 તું જાગૃત થા અને બાકીના જે કાર્યો તારામાં બચી ગયો છે તે મરણ પામવાની તૈયારીમાં છે, તેઓને બળવાન કર; કેમ કે મેં તારાં કામ મારા ઈશ્વરની આગળ સંપૂર્ણ થયેલાં જોયાં નથી.
Стражи, и утврђуј остале који хоће да помру; јер не нађох твоја дела савршена пред Богом својим.
3 માટે તને જે મળ્યું, તેં જે સાંભળ્યું છે, તેને યાદ કર અને ધ્યાનમાં રાખ, અને પસ્તાવો કર. કેમ કે જો તું જાગૃત નહિ રહે તો હું ચોરની માફક આવીશ, અને કઈ ઘડીએ હું તારા પર આવીશ તેની તને ખબર નહિ પડે.
Опомињи се дакле, како си примио и како си чуо, и држи и покај се. Ако ли не узастражиш, доћи ћу на тебе као лупеж, и нећеш чути у који ћу час доћи на тебе.
4 તોપણ જેઓએ પોતાનાં વસ્ત્રો અશુદ્ધ કર્યાં નથી, એવાં થોડા લોકો તારી પાસે સાર્દિસમાં છે; તેઓ સફેદ વસ્ત્ર પહેરીને મારી સાથે ફરશે; કેમ કે તેઓ લાયક છે.
Али имаш мало имена и у Сарду, који не опоганише својих хаљина, и ходиће са мном у белима, јер су достојни.
5 જે જીતે છે તેને એ જ પ્રમાણે સફેદ વસ્ત્ર પહેરાવાશે; જીવનનાં પુસ્તકમાંથી તેનું નામ હું ભૂંસી નાખીશ નહિ. પણ મારા પિતાની આગળ તથા તેમના સ્વર્ગદૂતોની આગળ હું તેનું નામ સ્વીકારીશ.
Који победи он ће се обући у хаљине беле, и нећу избрисати име његово из књиге живота, и признаћу име његово пред Оцем својим и пред анђелима Његовим.
6 આત્મા મંડળીને જે કહે છે, તે જેને કાન છે તે સાંભળે.
Ко има ухо нека чује шта говори Дух црквама.
7 ફિલાડેલ્ફિયામાંના મંડળીના સ્વર્ગદૂતને લખ કે, જે પવિત્ર છે, જે સત્ય છે, જેની પાસે દાઉદની ચાવી છે, જે તે ઉઘાડે છે એને કોઈ બંધ કરશે નહિ, તથા જે તે બંધ કરશે એને કોઈ ઉઘાડી શકશે નથી, તે આ વાતો કહે છે.
И анђелу филаделфијске цркве напиши: Тако говори Свети и Истинити, који има кључ Давидов, који отвори и нико не затвори, који затвори и нико не отвори.
8 તારાં કામ હું જાણું છું. જુઓ, તારી આગળ મેં બારણું ખુલ્લું મૂક્યું છે, તેને કોઈ બંધ કરી શકે તેમ નથી. તારામાં થોડી શક્તિ છે, તોપણ તેં મારી વાત માની છે અને મારા નામનો ઇનકાર કર્યો નથી.
Знам твоја дела; гле, дадох пред тобом врата отворена, и нико их не може затворити; јер имаш мало силе, и држао си моју реч, и ниси се одрекао имена мог.
9 જુઓ, જેઓ શેતાનની સભામાંના છે, જેઓ કહે છે કે અમે યહૂદી છીએ, તોપણ એવા નથી, તેઓ જૂઠું બોલે છે. હું તેઓની પાસે એમ કરાવીશ કે તેઓ આવીને તારા પગ આગળ નમશે, અને મેં તારા પર પ્રેમ રાખ્યો છે એવું તેઓ જાણશે.
Ево дајем оне из зборнице сотонине који говоре да су Јевреји и нису, него лажу; ево ћу их учинити да дођу и да се поклоне пред ногама твојим, и да познаду да те ја љубим.
10 ૧૦ તેં ધીરજપૂર્વક મારા વચન પાળ્યું છે, તેથી પૃથ્વી પર રહેનારાઓની કસોટી કરવા સારુ કસોટીનો જે સમય આખા માનવજગત પર આવનાર છે, તેનાથી હું પણ તને બચાવીશ.
Јер си одржао реч трпљења мог, и ја ћу тебе сачувати од часа искушења, који ће доћи на сав васиони свет да искуша оне који живе на земљи.
11 ૧૧ હું વહેલો આવું છું; તારું જે છે તેને તું વળગી રહે કે, કોઈ તારો મુગટ લઈ લે નહિ.
Ево ћу доћи брзо: држи шта имаш, да нико не узме венац твој.
12 ૧૨ જે જીતે છે તેને હું મારા ઈશ્વરના ભક્તિસ્થાનમાં સ્તંભ કરીશ, તે ફરી ત્યાંથી બહાર જશે નહિ; વળી તેના પર ઈશ્વરનું નામ તથા મારા ઈશ્વરના શહેરનું નામ, એટલે જે નવું યરુશાલેમ મારા ઈશ્વરની પાસેથી સ્વર્ગમાંથી ઊતરે છે તેનું, તથા મારું પોતાનું નવું નામ લખીશ.
Који победи учинићу га стубом у цркви Бога свог, и више неће изићи напоље; и написаћу на њему име Бога свог, и име новог Јерусалима, града Бога мог, који силази с неба од Бога мог, и име моје ново.
13 ૧૩ આત્મા મંડળીને જે કહે છે તે જેને કાન છે તે સાંભળે.
Ко има ухо нека чује шта говори Дух црквама.
14 ૧૪ લાઓદિકિયામાંના મંડળીના સ્વર્ગદૂતને લખ કે, જે આમીન છે, જે વિશ્વાસુ તથા ખરા સાક્ષી છે, જે ઈશ્વરની સૃષ્ટિના મૂળરૂપ છે, તે આ વાતો કહે છે.
И анђелу лаодикијске цркве напиши: Тако говори Амин, Сведок Верни и Истинити, Почетак створења Божијег:
15 ૧૫ તારાં કામ હું જાણું છું, કે તું ઠંડો નથી, તેમ જ ગરમ પણ નથી; તું ઠંડો અથવા ગરમ થાય એમ હું ચાહું છું!
Знам твоја дела да ниси ни студен ни врућ. О да си студен или врућ!
16 ૧૬ પણ તું હૂંફાળો છે, એટલે ગરમ નથી તેમ જ ઠંડો પણ નથી, માટે હું તને મારા મોંમાંથી થૂંકી નાખીશ.
Тако, будући млак, и ниси ни студен ни врућ, избљуваћу те из уста својих.
17 ૧૭ તું કહે છે કે, હું શ્રીમંત છું, મેં સંપત્તિ મેળવી છે, મને કશાની ખોટ નથી; પણ તું જાણતો નથી કે, તું કંગાળ, દયાજનક, ગરીબ, અંધ તથા નિર્વસ્ત્ર છે.
Јер говориш: Богат сам, и обогатио сам се, и ништа не потребујем; а не знаш да си ти несрећан, и невољан, и сиромах, и слеп, и го.
18 ૧૮ માટે હું તને એવી સલાહ આપું છું કે તું શ્રીમંત થાય, માટે અગ્નિથી શુદ્ધ કરેલું સોનું મારી પાસેથી વેચાતું લે; તું વસ્ત્ર પહેર, કે તારી નિર્વસ્ત્ર હોવાની શરમ પ્રગટ ન થાય, માટે સફેદ વસ્ત્ર વેચાતાં લે; તું દેખતો થાય, માટે અંજન વેચાતું લઈને તારી આંખોમાં આંજ.
Саветујем те да купиш у мене злато жежено у огњу, да се обогатиш; и беле хаљине, да се обучеш, и да се не покаже срамота голотиње твоје; и масти очном помажи очи своје да видиш.
19 ૧૯ હું જેટલાં પર પ્રેમ રાખું છું, તે સર્વને ઠપકો આપું છું તથા શીખવવું છું; માટે તું ઉત્સાહી થા અને પસ્તાવો કર.
Ја које год љубим оне и карам и поучавам; постарај се дакле, и покај се.
20 ૨૦ જુઓ, હું બારણા આગળ ઊભો રહીને ખટખટાવવું છું; જો કોઈ મારી વાણી સાંભળીને બારણું ઉઘાડશે, તો હું તેની પાસે અંદર આવીને તેની સાથે જમીશ, તે પણ મારી સાથે જમશે.
Ево стојим на вратима и куцам: ако ко чује глас мој и отвори врата, ући ћу к њему и вечераћу с њиме, и он са мном.
21 ૨૧ જે જીતે છે તેને હું મારા રાજ્યાસન પર મારી પાસે બેસવા દઈશ, જેમ હું પણ જીતીને મારા પિતાની પાસે તેમના રાજ્યાસન પર બેઠેલો છું.
Који победи даћу му да седне са мном на престолу мом, као и ја што победих и седох с Оцем својим на престолу Његовом.
22 ૨૨ આત્મા મંડળીને જે કહે છે તે જેને કાન છે તે સાંભળે.
Ко има ухо нека чује шта говори Дух црквама.

< પ્રકટીકરણ 3 >