< પ્રકટીકરણ 3 >
1 ૧ સાર્દિસમાંના મંડળીના સ્વર્ગદૂતને લખ કે. જેમને ઈશ્વરના સાત આત્મા તથા સાત તારા છે, તેઓ આ વાતો કહે છે તારાં કામ હું જાણું છું કે “તું જીવંત તરીકે જાણીતો છે, પણ ખરેખર તું મૃત છે.”
И Ангелу Сардийской церкви напиши: так говорит Имеющий семь духов Божиих и семь звезд: знаю твои дела; ты носишь имя, будто жив, но ты мертв.
2 ૨ તું જાગૃત થા અને બાકીના જે કાર્યો તારામાં બચી ગયો છે તે મરણ પામવાની તૈયારીમાં છે, તેઓને બળવાન કર; કેમ કે મેં તારાં કામ મારા ઈશ્વરની આગળ સંપૂર્ણ થયેલાં જોયાં નથી.
Бодрствуй и утверждай прочее близкое к смерти; ибо Я не нахожу, чтобы дела твои были совершенны пред Богом Моим.
3 ૩ માટે તને જે મળ્યું, તેં જે સાંભળ્યું છે, તેને યાદ કર અને ધ્યાનમાં રાખ, અને પસ્તાવો કર. કેમ કે જો તું જાગૃત નહિ રહે તો હું ચોરની માફક આવીશ, અને કઈ ઘડીએ હું તારા પર આવીશ તેની તને ખબર નહિ પડે.
Вспомни, что ты принял и слышал, и храни и покайся. Если же не будешь бодрствовать, то Я найду на тебя, как тать, и ты не узнаешь, в который час найду на тебя.
4 ૪ તોપણ જેઓએ પોતાનાં વસ્ત્રો અશુદ્ધ કર્યાં નથી, એવાં થોડા લોકો તારી પાસે સાર્દિસમાં છે; તેઓ સફેદ વસ્ત્ર પહેરીને મારી સાથે ફરશે; કેમ કે તેઓ લાયક છે.
Впрочем, у тебя в Сардисе есть несколько человек, которые не осквернили одежд своих и будут ходить со Мною в белых одеждах, ибо они достойны.
5 ૫ જે જીતે છે તેને એ જ પ્રમાણે સફેદ વસ્ત્ર પહેરાવાશે; જીવનનાં પુસ્તકમાંથી તેનું નામ હું ભૂંસી નાખીશ નહિ. પણ મારા પિતાની આગળ તથા તેમના સ્વર્ગદૂતોની આગળ હું તેનું નામ સ્વીકારીશ.
Побеждающий облечется в белые одежды; и не изглажу имени его из книги жизни, и исповедаю имя его пред Отцем Моим и пред Ангелами Его.
6 ૬ આત્મા મંડળીને જે કહે છે, તે જેને કાન છે તે સાંભળે.
Имеющий ухо да слышит, что Дух говорит церквам.
7 ૭ ફિલાડેલ્ફિયામાંના મંડળીના સ્વર્ગદૂતને લખ કે, જે પવિત્ર છે, જે સત્ય છે, જેની પાસે દાઉદની ચાવી છે, જે તે ઉઘાડે છે એને કોઈ બંધ કરશે નહિ, તથા જે તે બંધ કરશે એને કોઈ ઉઘાડી શકશે નથી, તે આ વાતો કહે છે.
И Ангелу Филадельфийской церкви напиши: так говорит Святый, Истинный, имеющий ключ Давидов, Который отворяет - и никто не затворит, затворяет - и никто не отворит:
8 ૮ તારાં કામ હું જાણું છું. જુઓ, તારી આગળ મેં બારણું ખુલ્લું મૂક્યું છે, તેને કોઈ બંધ કરી શકે તેમ નથી. તારામાં થોડી શક્તિ છે, તોપણ તેં મારી વાત માની છે અને મારા નામનો ઇનકાર કર્યો નથી.
знаю твои дела; вот, Я отворил перед тобою дверь, и никто не может затворить ее; ты не много имеешь силы, и сохранил слово Мое, и не отрекся имени Моего.
9 ૯ જુઓ, જેઓ શેતાનની સભામાંના છે, જેઓ કહે છે કે અમે યહૂદી છીએ, તોપણ એવા નથી, તેઓ જૂઠું બોલે છે. હું તેઓની પાસે એમ કરાવીશ કે તેઓ આવીને તારા પગ આગળ નમશે, અને મેં તારા પર પ્રેમ રાખ્યો છે એવું તેઓ જાણશે.
Вот, Я сделаю, что из сатанинского сборища, из тех, которые говорят о себе, что они Иудеи, но не суть таковы, а лгут, - вот, Я сделаю то, что они придут и поклонятся пред ногами твоими и познают, что Я возлюбил тебя.
10 ૧૦ તેં ધીરજપૂર્વક મારા વચન પાળ્યું છે, તેથી પૃથ્વી પર રહેનારાઓની કસોટી કરવા સારુ કસોટીનો જે સમય આખા માનવજગત પર આવનાર છે, તેનાથી હું પણ તને બચાવીશ.
И как ты сохранил слово терпения Моего, то и Я сохраню тебя от годины искушения, которая придет на всю вселенную, чтобы испытать живущих на земле.
11 ૧૧ હું વહેલો આવું છું; તારું જે છે તેને તું વળગી રહે કે, કોઈ તારો મુગટ લઈ લે નહિ.
Се, гряду скоро; держи, что имеешь, дабы кто не восхитил венца твоего.
12 ૧૨ જે જીતે છે તેને હું મારા ઈશ્વરના ભક્તિસ્થાનમાં સ્તંભ કરીશ, તે ફરી ત્યાંથી બહાર જશે નહિ; વળી તેના પર ઈશ્વરનું નામ તથા મારા ઈશ્વરના શહેરનું નામ, એટલે જે નવું યરુશાલેમ મારા ઈશ્વરની પાસેથી સ્વર્ગમાંથી ઊતરે છે તેનું, તથા મારું પોતાનું નવું નામ લખીશ.
Побеждающего сделаю столпом в храме Бога Моего, и он уже не выйдет вон; и напишу на нем имя Бога Моего и имя града Бога Моего, нового Иерусалима, нисходящего с неба от Бога Моего, и имя Мое новое.
13 ૧૩ આત્મા મંડળીને જે કહે છે તે જેને કાન છે તે સાંભળે.
Имеющий ухо да слышит, что Дух говорит церквам.
14 ૧૪ લાઓદિકિયામાંના મંડળીના સ્વર્ગદૂતને લખ કે, જે આમીન છે, જે વિશ્વાસુ તથા ખરા સાક્ષી છે, જે ઈશ્વરની સૃષ્ટિના મૂળરૂપ છે, તે આ વાતો કહે છે.
И Ангелу Лаодикийской церкви напиши: так говорит Аминь, свидетель верный и истинный, начало создания Божия:
15 ૧૫ તારાં કામ હું જાણું છું, કે તું ઠંડો નથી, તેમ જ ગરમ પણ નથી; તું ઠંડો અથવા ગરમ થાય એમ હું ચાહું છું!
знаю твои дела; ты ни холоден, ни горяч; о, если бы ты был холоден или горяч!
16 ૧૬ પણ તું હૂંફાળો છે, એટલે ગરમ નથી તેમ જ ઠંડો પણ નથી, માટે હું તને મારા મોંમાંથી થૂંકી નાખીશ.
Но как ты тепл, а не горяч и не холоден, то извергну тебя из уст Моих.
17 ૧૭ તું કહે છે કે, હું શ્રીમંત છું, મેં સંપત્તિ મેળવી છે, મને કશાની ખોટ નથી; પણ તું જાણતો નથી કે, તું કંગાળ, દયાજનક, ગરીબ, અંધ તથા નિર્વસ્ત્ર છે.
Ибо ты говоришь: “Я богат, разбогател и ни в чем не имею нужды”; а не знаешь, что ты несчастен, и жалок, и нищ, и слеп, и наг.
18 ૧૮ માટે હું તને એવી સલાહ આપું છું કે તું શ્રીમંત થાય, માટે અગ્નિથી શુદ્ધ કરેલું સોનું મારી પાસેથી વેચાતું લે; તું વસ્ત્ર પહેર, કે તારી નિર્વસ્ત્ર હોવાની શરમ પ્રગટ ન થાય, માટે સફેદ વસ્ત્ર વેચાતાં લે; તું દેખતો થાય, માટે અંજન વેચાતું લઈને તારી આંખોમાં આંજ.
Советую тебе купить у Меня золото, огнем очищенное, чтобы тебе обогатиться, и белую одежду, чтобы одеться и чтобы не видна была срамота наготы твоей, и глазною мазью помажь глаза твои, чтобы видеть.
19 ૧૯ હું જેટલાં પર પ્રેમ રાખું છું, તે સર્વને ઠપકો આપું છું તથા શીખવવું છું; માટે તું ઉત્સાહી થા અને પસ્તાવો કર.
Кого Я люблю, тех обличаю и наказываю. Итак будь ревностен и покайся.
20 ૨૦ જુઓ, હું બારણા આગળ ઊભો રહીને ખટખટાવવું છું; જો કોઈ મારી વાણી સાંભળીને બારણું ઉઘાડશે, તો હું તેની પાસે અંદર આવીને તેની સાથે જમીશ, તે પણ મારી સાથે જમશે.
Се, стою у двери и стучу: если кто услышит голос Мой и отворит дверь, войду к нему и буду вечерять с ним, и он со Мною.
21 ૨૧ જે જીતે છે તેને હું મારા રાજ્યાસન પર મારી પાસે બેસવા દઈશ, જેમ હું પણ જીતીને મારા પિતાની પાસે તેમના રાજ્યાસન પર બેઠેલો છું.
Побеждающему дам сесть со Мною на престоле Моем, как и Я победил и сел с Отцем Моим на престоле Его.
22 ૨૨ આત્મા મંડળીને જે કહે છે તે જેને કાન છે તે સાંભળે.
Имеющий ухо да слышит, что Дух говорит церквам.