< પ્રકટીકરણ 22 +
1 ૧ સ્ફટિકના જેવી ચળકતી, જીવનનાં પાણીની નદી, ત્યારે તેણે મને ઈશ્વરના તથા હલવાનના રાજ્યાસનમાંથી વહેતી નગરના માર્ગ વચ્ચે બતાવી.
ⲁ̅ⲁϥⲧⲥⲁⲃⲟⲓ ⲉⲩⲉⲓⲉⲣⲟ ⲙⲙⲟⲟⲩ ⲉϥⲟⲛϩ ⲉϥⲟⲩⲟⲃϣ ⲛⲑⲉ ⲛⲟⲩⲕⲣⲩⲥⲧⲁⲗⲟⲥ ⲉϥⲛⲏⲩ ⲉⲃⲟⲗ ϩⲙ ⲡⲉⲑⲣⲟⲛⲟⲥ ⲙⲡⲛⲟⲩⲧⲉ ⲙⲛ ⲡⲉϩⲓⲉⲓⲃ
2 ૨ એ નદીના બંને કિનારા પર જીવનનું વૃક્ષ હતું, તેને બાર પ્રકારનાં ફળ લાગતાં હતાં; દર માસે તે નવાં ફળ આપતું હતું; અને તે વૃક્ષ નાં પાંદડાં સર્વ પ્રજાઓને સાજાં કરવા માટે હતાં.
ⲃ̅ⲉⲧⲛⲧⲙⲏⲧⲉ ⲛⲧⲉⲡⲗⲁⲧⲉⲓⲁ ⲛⲧⲡⲟⲗⲓⲥ ⲉⲣⲉⲟⲩϣⲏⲛ ⲛⲱⲛϩ ϩⲓ ⲡⲉⲓⲥⲁ ⲙⲛ ⲡⲁⲓ ⲙⲡⲓⲉⲣⲟ ⲉϥⲉⲓⲣⲉ ⲙⲙⲛⲧⲥⲛⲟⲟⲩⲥ ⲛⲕⲁⲣⲡⲟⲥ ⲉϥϯ ⲙⲡⲉϥⲕⲁⲣⲡⲟⲥ ϩⲣⲉ ⲉⲃⲟⲧ ⲉⲣⲉⲛⲉϥϭⲱⲱⲃⲉ ϣⲟⲟⲡ ⲉⲩⲑⲉⲣⲁⲡⲓⲁ ⲛⲛϩⲉⲑⲛⲟⲥ
3 ૩ ત્યાં કદી કોઈ શાપ થનાર નથી, પણ તે નગરમાં ઈશ્વરનું તથા હલવાનનું રાજ્યાસન થશે, અને તેમના સેવકો તેમની સેવા કરશે,
ⲅ̅ⲁⲩⲱ ⲙⲛ ⲗⲁⲁⲩ ⲛⲃⲟⲧⲉ ⲛⲁϣⲱⲡⲉ ϫⲓⲛ ⲛⲧⲉⲛⲟⲩ ϥⲛⲁϣⲱⲡⲉ ⲇⲉ ϩⲣⲁⲓ ⲛϩⲏⲧⲥ ⲛϭⲓ ⲡⲉⲑⲣⲟⲛⲟⲥ ⲙⲡⲛⲟⲩⲧⲉ ⲙⲛ ⲡⲉϩⲓⲉⲓⲃ ⲁⲩⲱ ⲛⲉϥϩⲙϩⲁⲗ ⲛⲁϣⲉⲙϣⲉ ⲛⲁϥ
4 ૪ તેઓ તેમનું મોં નિહાળશે. અને તેઓનાં કપાળ પર તેમનું નામ હશે.
ⲇ̅ⲛⲥⲉⲛⲁⲩ ⲉⲡⲉϥϩⲟ ⲉⲣⲉⲡⲉϥⲣⲁⲛ ⲥⲏϩ ⲉϫⲛ ⲧⲉⲩⲧⲉϩⲛⲉ
5 ૫ ફરીથી રાત પડશે નહિ; તેઓને દીવાના અથવા સૂર્યના પ્રકાશની જરૂર નથી, કેમ કે પ્રભુ ઈશ્વર તેઓ પર પ્રકાશ પાડશે, અને તેઓ સદાસર્વકાળ રાજ્ય કરશે. (aiōn )
ⲉ̅ⲛⲧⲉⲧⲙⲟⲩϣⲏ ϭⲉ ϣⲱⲡⲉ ⲛⲥⲉⲧⲙⲣ ⲭⲣⲓⲁ ϭⲉ ⲙⲡⲟⲩⲟⲉⲓⲛ ⲛⲛϩⲏⲃⲥ ⲙⲛ ⲡⲟⲩⲟⲉⲓⲛ ⲙⲡⲣⲏ ϫⲉ ⲡϫⲟⲉⲓⲥ ⲡⲛⲟⲩⲧⲉ ⲡⲉⲧⲛⲁⲣ ⲟⲩⲟⲉⲓⲛ ⲉⲣⲟⲟⲩ ⲁⲩⲱ ⲛⲥⲉⲣ ⲣⲣⲟ ϣⲁ ⲉⲛⲉϩ ⲛⲉⲛⲉϩ (aiōn )
6 ૬ તે દૂતે મને કહ્યું કે, ‘એ વાતો વિશ્વસનીય તથા સાચી છે; અને પ્રભુ જે પ્રબોધકોના આત્માઓના ઈશ્વર છે તેમણે જે થોડા સમયમાં થવાનું છે તે પોતાના સેવકોને બતાવવા સારુ પોતાના સ્વર્ગદૂતને મોકલ્યો છે.
ⲋ̅ⲡⲉϫⲁϥ ⲛⲁⲓ ϫⲉ ⲛⲉⲓϣⲁϫⲉ ⲥⲙⲟⲛⲧ ⲁⲩⲱ ϩⲉⲛⲙⲉ ⲛⲉ ⲁⲩⲱ ⲡϫⲟⲉⲓⲥ ⲡⲛⲟⲩⲧⲉ ⲛⲛⲉⲡⲛⲁ ⲛⲛⲉⲡⲣⲟⲫⲏⲧⲏⲥ ⲁϥⲧⲁⲩⲟ ⲙⲙⲟⲓ ⲡⲉϥⲁⲅⲅⲉⲗⲟⲥ ⲉⲧⲥⲁⲃⲉ ⲛⲉϥϩⲙϩⲁⲗ ⲉⲛⲉⲧⲛⲁϣⲱⲡⲉ ϩⲛ ⲟⲩϭⲉⲡⲏ
7 ૭ જુઓ, હું થોડીવારમાં આવું છું, આ પુસ્તકમાંના પ્રબોધવચનો જે પાળે છે તે આશીર્વાદિત છે.’”
ⲍ̅ⲉⲓⲥ ϩⲏⲏⲡⲉ ϯⲛⲏⲩ ⲧⲁⲭⲩ ⲛⲁⲓⲁⲧϥ ⲙⲡⲉϩⲁⲣⲉϩ ⲛϣⲁϫⲉ ⲛⲧⲉⲓⲡⲣⲟⲫⲏⲧⲓⲁ ⲙⲡⲉⲓϫⲱⲱⲙⲉ
8 ૮ જેણે એ સાંભળ્યું તથા જોયું છે તે હું યોહાન છું; અને જ્યારે મેં સાંભળ્યું ને જોયું, ત્યારે જે સ્વર્ગદૂતે મને એ બિનાઓ બતાવી, તેનું દંડવત પ્રણામ કરવા હું તેની આગળ નમ્યો.
ⲏ̅ⲁⲛⲟⲕ ϩⲱ ⲓⲱϩⲁⲛⲛⲏⲥ ⲡⲉⲧⲥⲱⲧⲙ ⲁⲩⲱ ⲉⲧⲛⲁⲩ ⲉⲛⲁⲓ ⲛⲧⲉⲣⲉⲓⲥⲱⲧⲙ ⲁⲩⲱ ⲁⲓⲛⲁⲩ ⲉⲣⲟⲟⲩ ⲁⲓⲡⲁϩⲧ ⲉⲧⲣⲁⲟⲩⲱϣⲧ ⲙⲡⲙⲧⲟ ⲉⲃⲟⲗ ⲛⲛⲟⲩⲉⲣⲏⲧⲉ ⲙⲡⲁⲅⲅⲉⲗⲟⲥ ⲉⲧⲧⲥⲁⲃⲟ ⲙⲙⲟⲓ ⲉⲛⲁⲓ
9 ૯ પણ તેણે મને કહ્યું કે, ‘જોજે, એમ ન કર, હું તો તારો તથા તારા સાથી પ્રબોધકોનો ભાઈઓ અને બહેનો તથા આ પુસ્તકની વાતોને પાળનારાનો સાથી સેવક છું; તું ઈશ્વરનું ભજન કર.’”
ⲑ̅ⲁⲩⲱ ⲡⲉϫⲁϥ ⲛⲁⲓ ϫⲉ ⲙⲡⲱⲣ ⲁⲛⲅ ⲡⲉⲕϣⲃⲏⲣϩⲙϩⲁⲗ ⲙⲛ ⲛⲉⲕⲕⲉⲥⲛⲏⲩ ⲛⲉⲡⲣⲟⲫⲏⲧⲏⲥ ⲙⲛ ⲛⲉⲧϩⲁⲣⲉϩ ⲉⲛϣⲁϫⲉ ⲙⲡⲉⲓϫⲱⲱⲙⲉ ⲟⲩⲱϣⲧ ⲙⲡⲛⲟⲩⲧⲉ
10 ૧૦ તેણે મને કહ્યું કે, ‘આ પુસ્તકમાંના પ્રબોધવચનોને મહોરથી બંધ ન કર, કેમ કે સમય પાસે છે.
ⲓ̅ⲁⲩⲱ ⲡⲉϫⲁϥ ⲛⲁⲓ ϫⲉ ⲙⲡⲣⲧⲱⲱⲃⲉ ⲛⲛϣⲁϫⲉ ⲛⲧⲉⲓⲡⲣⲟⲫⲏⲧⲓⲁ ⲙⲡⲉⲓϫⲱⲱⲙⲉ ϫⲉ ⲡⲉⲟⲩⲟⲉⲓϣ ⲅⲁⲣ ϩⲱⲛ ⲉϩⲟⲩⲛ
11 ૧૧ જે અન્યાયી છે તે હજી અન્યાય કર્યા કરે, જે મલિન છે તે હજુ મલિન થતો જાય, અને જે ન્યાયી છે તે ન્યાયી કૃત્યો કર્યા કરે, અને જે પવિત્ર છે તે પવિત્ર થતો જાય.
ⲓ̅ⲁ̅ⲡⲉⲧϫⲓ ⲛϭⲟⲛⲥ ⲙⲁⲣⲉϥϫⲓ ⲛϭⲟⲛⲥ ⲟⲛ ⲁⲩⲱ ⲡⲉⲧϫⲁϩⲙ ⲙⲁⲣⲉϥϫⲱϩⲙ ⲟⲛ ⲁⲩⲱ ⲡⲇⲓⲕⲁⲓⲟⲥ ⲙⲁⲣⲉϥⲣⲇⲓⲕⲁⲓⲟⲥⲩⲛⲏ ⲟⲛ ⲁⲩⲱ ⲡⲉⲧⲟⲩⲁⲁⲃ ⲙⲁⲣⲉϥⲧⲃⲃⲟϥ ⲟⲛ
12 ૧૨ જુઓ, હું થોડીવારમાં આવું છું, અને દરેકનું જેવું કામ હશે તે પ્રમાણે તેને ભરી આપવાનો બદલો મારી પાસે છે.
ⲓ̅ⲃ̅ⲉⲓⲥ ϩⲏⲏⲧⲉ ϯⲛⲏⲩ ϩⲛ ⲟⲩϭⲉⲡⲏ ⲁⲩⲱ ⲡⲃⲉⲕⲉ ⲛⲙⲙⲁⲓ ⲉϯ ⲙⲡⲟⲩⲁ ⲡⲟⲩⲁ ⲕⲁⲧⲁ ⲛⲉϥϩⲃⲏⲩⲉ
13 ૧૩ હું આલ્ફા તથા ઓમેગા, પ્રથમ તથા છેલ્લો, આરંભ તથા અંત છું.
ⲓ̅ⲅ̅ⲁⲛⲟⲕ ⲡⲉ ⲁⲗⲫⲁ ⲁⲩⲱ ⲱ ⲡϣⲟⲣⲡ ⲁⲩⲱ ⲡϩⲁⲏ ⲧⲁⲣⲭⲏ ⲁⲩⲱ ⲡϫⲱⲕ
14 ૧૪ જીવનનાં વૃક્ષ પર તેઓને હક મળે અને તેઓ દરવાજામાં થઈને નગરમાં પ્રવેશ કરે તે માટે જેઓ પોતાનાં વસ્ત્ર ધોવે છે તેઓ આશીર્વાદિત છે.
ⲓ̅ⲇ̅ⲛⲁⲓⲁⲧⲟⲩ ⲛⲛⲉⲛⲧⲁⲩⲧⲃⲃⲟ ⲛⲛⲉⲩⲥⲧⲟⲗⲏ ϫⲉ ⲉⲣⲉⲧⲉⲩⲉⲝⲟⲩⲥⲓⲁ ⲛⲁϣⲱⲡⲉ ⲉϩⲟⲩⲛ ⲉⲡϣⲏⲛ ⲙⲡⲱⲛϩ ⲁⲩⲱ ⲛⲥⲉⲃⲱⲕ ⲉϩⲟⲩⲛ ϩⲓⲧⲛ ⲙⲡⲩⲗⲏ ⲉϩⲟⲩⲛ ⲉⲧⲡⲟⲗⲓⲥ
15 ૧૫ કૂતરા, તાંત્રિકો, વ્યભિચારીઓ, હત્યારાઓ, મૂર્તિપૂજકો તથા જેઓ અસત્ય ચાહે છે અને આચરે છે, તેઓ બધા નગરની બહાર છે.
ⲓ̅ⲉ̅ⲥⲉⲛⲁⲛⲟⲩϫⲉ ⲇⲉ ⲉⲃⲟⲗ ⲛⲛⲉⲩϩⲟⲟⲣ ⲛⲙ ⲛⲉⲫⲁⲣⲙⲁⲕⲟⲥ ⲛⲙ ⲙⲡⲟⲣⲛⲟⲥ ⲛⲙ ⲛⲣⲉϥϩⲱⲧⲃ ⲛⲙ ⲛⲣⲉϥϣⲙϣⲉ ⲉⲓⲇⲱⲗⲟⲛ ⲛⲙ ⲟⲩⲟⲛ ⲛⲓⲙ ⲉⲧⲉⲓⲣⲉ ⲁⲩⲱ ⲉⲧⲙⲉ ⲙⲡϭⲟⲗ
16 ૧૬ મેં ઈસુએ મારા સ્વર્ગદૂતને મોકલ્યો છે કે તે વિશ્વાસી સમુદાયને સારુ આ સાક્ષી તમને આપે. હું મૂળ, તથા દાઉદનું સંતાન, અને પ્રભાતનો ઉજ્જવળ તારો છું.
ⲓ̅ⲋ̅ⲁⲛⲟⲕ ⲓⲥ ⲁⲓⲧⲛⲛⲟⲟⲩ ⲙⲡⲁⲅⲅⲉⲗⲟⲥ ⲉⲧⲣⲉϥⲣ ⲙⲛⲧⲣⲉ ⲛⲏⲧⲛ ϩⲛ ⲛⲁⲓ ϩⲛ ⲛⲉⲕⲕⲗⲏⲥⲓⲁ ⲁⲛⲟⲕ ⲡⲉ ⲧⲛⲟⲩⲛⲉ ⲁⲩⲱ ⲡⲅⲉⲛⲟⲥ ⲛⲇⲁⲩⲉⲓⲇ ⲁⲩⲱ ⲡⲥⲓⲟⲩ ⲙⲡⲛⲁⲩ ⲛϩⲧⲟⲟⲩⲉ ⲉⲧⲟ ⲛⲟⲩⲟⲉⲓⲛ
17 ૧૭ આત્મા તથા કન્યા બંને કહે છે કે, ‘આવો;’ અને જે સાંભળે છે તે એમ કહે કે, ‘આવો,’ અને જે તૃષિત હોય, તે આવે; જેની ઇચ્છા હોય તે જીવનનું જળ મફત લે.
ⲓ̅ⲍ̅ⲁⲩⲱ ⲡⲉⲡⲛⲁ ⲛⲙ ⲧϣⲉⲗⲉⲉⲧ ⲥⲉϫⲱ ⲙⲙⲟⲥ ϫⲉ ⲁⲙⲟⲩ ⲁⲩⲱ ⲡⲉⲧⲥⲱⲧⲙ ⲙⲁⲣⲉϥϫⲟⲟⲥ ϫⲉ ⲁⲙⲟⲩ ⲡⲉⲧⲟⲃⲉ ⲙⲁⲣⲉϥⲉⲓ ⲁⲩⲱ ⲡⲉⲧⲟⲩⲱϣ ⲙⲁⲣⲉϥϫⲓ ⲙⲟⲟⲩ ⲛⲱⲛϩ ⲛϫⲓⲛϫⲏ
18 ૧૮ આ પુસ્તકમાંના પ્રબોધવચનો જે કોઈ સાંભળે છે તેને હું ચેતવું છું, ‘જો કોઈ તેઓમાં વધારો કરશે તો તેના પર ઈશ્વર આ પુસ્તકમાં લખેલી આફતો વધારશે;
ⲓ̅ⲏ̅ϯⲣ ⲙⲛⲧⲣⲉ ⲁⲛⲟⲕ ⲛⲟⲩⲟⲛ ⲛⲓⲙ ⲉⲧⲥⲱⲧⲙ ⲉⲛϣⲁϫⲉ ⲛⲧⲉⲓⲡⲣⲟⲫⲏⲧⲓⲁ ⲙⲡⲉⲓϫⲱⲱⲙⲉ ϫⲉ ⲡⲉⲧⲛⲁⲟⲩⲱϩ ⲉϩⲣⲁⲓ ⲉϫⲱϥ ⲡⲛⲟⲩⲧⲉ ⲛⲁⲟⲩⲱϩ ⲉϩⲣⲁⲓ ⲉϫⲱϥ ⲛⲛⲉⲡⲗⲏⲅⲏ ⲉⲧⲥⲏϩ ⲉⲡⲉⲓϫⲱⲱⲙⲉ
19 ૧૯ અને જો કોઈ આ પ્રબોધવચનના પુસ્તકનાં વચનોમાંથી કંઈ પણ કાઢી નાખશે, તો ઈશ્વર તેનો ભાગ જીવનનાં વૃક્ષમાંથી તથા પવિત્ર નગરમાંથી, જેમનાં વિષે આ પુસ્તકમાં લખેલું છે તેમાંથી કાઢી નાખશે.’”
ⲓ̅ⲑ̅ⲁⲩⲱ ⲡⲉⲧⲛⲁϥⲓ ⲉⲃⲟⲗ ϩⲛ ⲛϣⲁϫⲉ ⲙⲡϫⲱⲱⲙⲉ ⲛⲧⲉⲓⲡⲣⲟⲫⲏⲧⲉⲓⲁ ⲡⲛⲟⲩⲧⲉ ⲛⲁϥⲓ ⲡⲉϥⲙⲉⲣⲟⲥ ⲉⲃⲟⲗ ϩⲙ ⲡϣⲏⲛ ⲙⲡⲱⲛϩ ⲁⲩⲱ ⲉⲃⲟⲗ ϩⲛ ⲧⲡⲟⲗⲓⲥ ⲉⲧⲟⲩⲁⲁⲃ ⲛⲁⲓ ⲉⲧⲥⲏϩ ⲉⲡⲉⲓϫⲱⲱⲙⲉ
20 ૨૦ જે આ વાતોની સાક્ષી આપે છે તે કહે છે કે, ‘હા, થોડીવારમાં આવું છું.’” આમીન, ‘ઓ પ્રભુ ઈસુ, આવો.’”
ⲕ̅ⲡⲉϫⲁϥ ⲛϭⲓ ⲡⲉⲧⲣⲙⲛⲧⲣⲉ ϫⲉ ⲛⲁⲓ ϣⲱⲡⲉ ϯⲛⲏⲩ ϩⲛ ⲟⲩϭⲉⲡⲏ ⲁⲙⲟⲩ ⲡϫⲟⲉⲓⲥ ⲓⲥ
21 ૨૧ પ્રભુ ઈસુની કૃપા બધા સંતો પર હો, આમીન.
ⲕ̅ⲁ̅ⲧⲉⲭⲁⲣⲓⲥ ⲙⲡⲉⲛϫⲟⲉⲓⲥ ⲓⲥ ⲛⲙ ⲛⲉⲧⲟⲩⲁⲁⲃ ⲧⲏⲣⲟⲩ ϩⲁⲙⲏⲛ ⲧⲁⲡⲟⲕⲁⲗⲩⲯⲓⲥ ⲛⲓⲱϩⲁⲛⲛⲏⲥ