< પ્રકટીકરણ 21 >
1 ૧ પછી મેં નવું આકાશ તથા નવી પૃથ્વી જોયાં, કેમ કે પ્રથમનું આકાશ તથા પ્રથમની પૃથ્વી જતા રહ્યાં હતા; અને સમુદ્ર પણ રહ્યો ન હતો.
अनि मैले नयाँ स्वर्ग र नयाँ पृथ्वी देखेँ, किनभने पहिलो स्वर्ग र पहिलो पृथ्वी बितिगए, र समुद्र त छँदै थिएन ।
2 ૨ મેં પવિત્ર નગર, નવું યરુશાલેમ, ઈશ્વરની પાસેથી સ્વર્ગમાંથી ઊતરતું જોયું, અને જેમ કન્યા પોતાના વરને સારુ શણગારેલી હોય તેમ તે તૈયાર કરેલું હતું.
तब परमेश्वरबाट दुलहाका लागि दुलहीझैँ सिङ्गारिएर तयार पारिएकी पवित्र सहर, नयाँ यरूशलेम स्वर्गबाट तल झरिरहेको मैले देखेँ ।
3 ૩ રાજ્યાસનમાંથી મોટી વાણી એમ કહેતી મેં સાંભળી કે, ‘જુઓ, ઈશ્વરનું રહેઠાણ માણસોની સાથે છે, અને ઈશ્વર તેઓની સાથે વસશે, અને તેઓ તેમના લોકો થશે, અને ઈશ્વર પોતે તેઓની સાથે રહીને તેઓના ઈશ્વર થશે.
मैले सिंहासनबाट चर्को सोरमा यसो भनेको सुनेँ, “हेर, परमेश्वरको वासस्थान मानव-जातिसँग छ, र उहाँ तिनीहरूसँग बास गर्नुहुनेछ । तिनीहरू उहाँका मानिसहरू हुनेछन्, अनि परमेश्वर आफैँ तिनीहरूसँग हुनुहुनेछ र उहाँ तिनीहरूका परमेश्वर हुनुहुनेछ ।
4 ૪ તે તેઓની આંખોમાંનું દરેક આંસુ લૂછી નાખશે; હવે મરણ, શોક, રુદન કે વેદના ફરીથી થશે નહિ. જૂની વાતો જતી રહી છે.’”
उहाँले तिनीहरूका आँखाबाट आँशुका हरेक थोपा पुछिदिनुहुनेछ, र त्यहाँ कुनै मृत्यु हुनेछैन, वा शोक वा विलौना वा कष्ट पनि हुनेछैन । पहिलेका थोकहरू बितेर गएका छन् ।
5 ૫ રાજ્યાસન પર જે બેઠેલા છે, તેમણે કહ્યું કે, ‘જુઓ, હું સઘળું નવું બનાવું છું.’” ફરીથી તે કહે છે કે, ‘તું લખ, કેમ કે આ વાતો વિશ્વસનીય તથા સાચી છે.’”
सिंहासनमा विराजमान हुनुहुनेले भन्नुभयो, “हेर, म सबै कुरा नयाँ बनाउनेछु ।” उहाँले भन्नुभयो, “यो लेख किनभने यी वचनहरू भरोसायोग्य र सत्य छन् ।”
6 ૬ તેમણે મને કહ્યું કે, ‘તે પૂરી થઈ ગઈ છે. હું આલ્ફા તથા ઓમેગા, શરૂઆત તથા અંત છું. હું તરસ્યાને જીવનનાં પાણીના ઝરામાંથી મફત જળ આપીશ.
उहाँले मलाई भन्नुभयो, “यी कुराहरू सिद्धिएका छन् । म नै अल्फा र ओमेगा, सुरु र अन्त्य हुँ । जो तिर्खाउँछ उसलाई म सित्तैँमा जीवनको पानी मुहानबाट पिउन दिनेछु ।
7 ૭ જે જીતે છે તે તેઓનો વારસો પામશે, અને હું તેમનો ઈશ્વર થઈશ, અને તેઓ મારા બાળકો થશે.
जसले विजय प्राप्त गर्छ, त्यसले यी कुराहरूमाथि उत्तराधिकार गर्नेछ, र म त्यसको परमेश्वर हुनेछ, र ऊ मेरो छोरा हुनेछ ।
8 ૮ પણ કાયરો, અવિશ્વાસીઓ, દુર્જનો, હત્યારાઓ, વ્યભિચારીઓ, તાંત્રિકો, મૂર્તિપૂજકો તથા સઘળા જૂઠું બોલનારાઓને, અગ્નિ તથા ગંધકથી બળનારા સરોવરમાં ફેંકવામાં આવશે. એ જ બીજું મરણ છે.” (Limnē Pyr )
तर डराउनेहरू, अविश्वासीहरू, घिनलाग्दाहरू, हत्याराहरू, यौन-अनैतिकहरू, जादुगरहरू, मूर्तिपूजकहरू र झुट बोल्नेहरूको भाग बलिरहेको आगो र गन्धकको कुण्डमा हुनेछ । त्यो दोस्रो मृत्यु हो ।” (Limnē Pyr )
9 ૯ જે સાત સ્વર્ગદૂતોની પાસે સાત પ્યાલા હતા, તે સાત છેલ્લી આફતોથી ભરેલા હતા તેઓમાંનો એક સ્વર્ગદૂત મારી પાસે આવ્યો ને મને કહ્યું કે, ‘અહીં આવ, અને જે કન્યા હલવાનની પત્ની છે તેને હું તને બતાવીશ.’”
अन्तिम सात विपत्तिका कचौराले भरिएका स्वर्गदूतहरूमध्ये एक जना स्वर्गदूत मकहाँ आए, र तिनले भने, “यहाँ आऊ । म तिमीलाई थुमाकी पत्नी दुलही देखाउनेछु ।”
10 ૧૦ પછી તે મને આત્મામાં એક મોટા તથા ઊંચા પહાડ પર લઈ ગયો, અને ઈશ્વરની પાસેથી સ્વર્ગથી ઊતરતું પવિત્ર નગર યરુશાલેમ મને બતાવ્યું.
अनि तिनले मलाई आत्मामा बोकेर एउटा ठुलो अग्लो पर्वतमा लगे र परमेश्वरबाट स्वर्गदेखि तल झरिरहेको पवित्र सहर यरूशलेम मलाई देखाए ।
11 ૧૧ તેમાં ઈશ્વરનું ગૌરવ હતું, અને તેનું તેજ અતિ મૂલ્યવાન રત્ન જેવું, એટલે યાસપિસ પાષાણ જે સ્ફટિક સમાન નિર્મળ હોય, એના જેવું હતું.
यरूशलेममा परमेश्वरको महिमा थियो, र त्यसको चमक बहुमूल्य रत्नहरूजस्तो, मणिक स्फटिक पत्थरको जस्तो थियो ।
12 ૧૨ તેની દિવાલ મોટી તથા ઉંચી હતી અને જેને બાર દરવાજા હતા, અને દરવાજા પાસે બાર સ્વર્ગદૂતો ઊભેલા હતા. દરવાજા પર ઇઝરાયલનાં બાર કુળોના નામો લખેલાં હતાં.
त्यसका बाह्रवटा ढोकासँगै एउटा ठुलो अग्लो पर्खाल थियो, ढोकाहरूमा बाह्र जना स्वर्गदूत थिए । ढोकाहरूमा इस्राएलको सन्तानका बाह्रै कुलका नाउँहरू लेखिएका थिए ।
13 ૧૩ પૂર્વમાં ત્રણ દરવાજા, ઉત્તરમાં ત્રણ દરવાજા, દક્ષિણમાં ત્રણ દરવાજા અને પશ્ચિમમાં ત્રણ દરવાજા હતા.
पूर्वमा तिनवटा ढोका, उत्तरमा तिनवटा ढोका, दक्षिणमा तिनवटा ढोका र पश्चिममा तिनवटा ढोका थिए ।
14 ૧૪ નગરની દીવાલના પાયાના બાર પથ્થર હતા, અને તેના પર હલવાનના બાર પ્રેરિતોનાં બાર નામ હતાં.
सहरका पर्खालका बाह्रवटा जग थिए, र तीमाथि थुमाका बाह्रै प्रेरितका बाह्रवटा नाउँ थिए ।
15 ૧૫ મારી સાથે જે સ્વર્ગદૂત બોલતો હતો, તેની પાસે નગર, દરવાજા અને દીવાલનું માપ લેવાની સોનાની લાકડી હતી.
मसँग बोल्नुहुनेसँग सहर र त्यसका पर्खालहरू नाप्नलाई एउटा सुनको नाप्ने लौरो थियो ।
16 ૧૬ નગર સમચોરસ હતું તેની જેટલી લંબાઈ હતી તેટલી જ તેની પહોળાઈ હતી. તેણે લાકડીથી નગરનું માપ લીધું. તો તે બે હજાર ચારસો કિલોમિટર થયું. નગરની લંબાઈ, પહોળાઈ ઊંચાઈ સરખી હતી.
त्यो सहर वर्गाकार थियो; त्यसको लम्बाइ र चौडाइ उस्तै थिए । त्यस लौरोले सहर नाप्दा त्यो लगभग बाह्र हजार लम्बाइको थियो (त्यसको लम्बाइ, चौडाइ र उचाइ उस्तै थिए ) ।
17 ૧૭ તેણે તેની દીવાલનું માપ લીધું, તે માણસના માપ, એટલે સ્વર્ગદૂતના માપ પ્રમાણે ગણતાં એક્સો ચુંમાળીસ હાથ હતું.
तिनले त्यसको पर्खाल पनि नापे, मानिसहरूद्वारा नाप्दा त्यो पैँसट्ठी मिटरको थियो । (जुन स्वर्गदूतहरूले पनि नापेको हो ) ।
18 ૧૮ તેની દીવાલની બાંધણી યાસપિસની હતી; અને નગર સ્વચ્છ કાચનાં જેવું શુદ્ધ સોનાનું હતું.
पर्खाल बिल्लौर र सहर शुद्ध सुनले सफा काँचजस्तै बनाइएको थियो ।
19 ૧૯ નગરની દીવાલના પાયા દરેક પ્રકારના મૂલ્યવાન પાષાણથી સુશોભિત હતા; પહેલો પાયો યાસપિસ, બીજો નીલમ, ત્રીજો માણેક, ચોથો લીલમ,
पर्खालका जगहरू हर प्रकारका बहुमूल्य पत्थरद्वारा बनाइएका थिए । पहिलो बिल्लौर थियो, दोस्रो निलमणि थियो, तेस्रो हरित थियो, चौथो पन्ना थियो ।
20 ૨૦ પાંચમો ગોમેદ, છઠ્ઠો અકીક, સાતમો તૃણમણિ, આઠમો પિરોજ, નવમો પોખરાજ, દસમો લસણિયો, અગિયારમો શનિ, બારમો યાકૂત.
पाँचौँ आनिक्स थियो, छैटौँ लालमणि थियो, सातौँ पीतमणि थियो, आठौँ बेरूज थियो, नवौँ पुष्पराज थियो, दसौँ लसुने रत्न थियो । एघारौँ नीलमणि थियो, र बाह्रौँ कटेला थियो ।
21 ૨૧ તે બાર દરવાજા બાર મોતી હતા, તેઓમાંનો દરેક દરવાજો એક એક મોતીનો બનેલો હતો. નગરનો માર્ગ પારદર્શક કાચ જેવા શુદ્ધ સોનાનો બનેલો હતો.
बाह्रवटा ढोका बाह्र मोतीका थिए । प्रत्येक ढोका मोतीबाट बनेको थियो । सहरका गल्लीहरू निखुर सुनका थिए, काँचजस्तै छर्लङ्ग देखिन्थे ।
22 ૨૨ મેં તેમાં ભક્તિસ્થાન જોયું નહિ, કેમ કે સર્વસમર્થ પ્રભુ ઈશ્વર તથા હલવાન એ જ ત્યાનું ભક્તિસ્થાન છે.
मैले सहरमा कुनै मन्दिर देखिनँ, किनभने सर्वशक्तिमान् परमप्रभु परमेश्वर र थुमा नै यसको मन्दिर हुनुहुन्छ ।
23 ૨૩ નગરમાં સૂર્ય કે ચંદ્ર પ્રકાશ આપે એવી જરૂર નથી. કેમ કે ઈશ્વરના ગૌરવે તેને પ્રકાશિત કર્યું છે, અને હલવાન તેનો દીવો છે.
सहरलाई उज्यालो पार्न सूर्य वा चन्द्रमाको कुनै आवश्यक थिएन । किनकि परमेश्वरको महिमा नै त्यसमाथि चमक थियो, र त्यसको बत्ती थुमा हुनुहुन्छ ।
24 ૨૪ પૃથ્વીની સર્વ પ્રજા તેના પ્રકાશમાં ચાલશે. અને દુનિયાના રાજાઓ પોતાનો વૈભવ તેમાં લાવે છે.
त्यस सहरमा जाति-जातिहरू ज्योतिद्वारा हिँड्नेछन् । पृथ्वीका राजाहरूले आफ्ना वैभव त्यसमा ल्याउनेछन् ।
25 ૨૫ દિવસે તેના દરવાજા કદી બંધ થશે નહિ ત્યાં રાત પડશે નહિ.
यसका ढोकाहरू दिनको समयमा बन्द गरिनेछैनन्, र त्यहाँ रात हुनेछैन ।
26 ૨૬ તેઓ સર્વ પ્રજાઓનો વૈભવ તથા કીર્તિ તેમાં લાવશે;
जाति-जातिहरूले आफ्ना गौरव र आदर त्यसभित्र ल्याउनेछन् ।
27 ૨૭ અને જે કંઈ અશુદ્ધ છે, અને જે કોઈ ધિક્કારપાત્ર તથા અસત્યનું આચરણ કરે છે તેઓ તેમાં પ્રવેશી શકશે નહિ. જેઓનાં નામ હલવાનના જીવનપુસ્તકમાં લખેલાં છે તેઓ જ પ્રવેશ પામી શકશે.
र कुनै अशुद्ध थोक कहिल्यै त्यसभित्र पस्न पाउनेछैन, न त लाजमर्दो वा छलपूर्ण काम गर्नहरू त्यहाँ जान पाउनेछन्, तर थुमाको जीवनको पुस्तकमा नाउँ लेखिएकाहरू मात्र त्यहाँ पस्न पाउनेछन् ।