< પ્રકટીકરણ 20 >

1 મેં એક સ્વર્ગદૂતને સ્વર્ગથી ઊતરતો જોયો, તેની પાસે અનંતઊંડાણની ચાવી હતી, અને તેના હાથમાં મોટી સાંકળ હતી. (Abyssos g12)
Un es redzēju eņģeli nokāpjam no debesīm, tam bija bezdibeņa atslēgas un lielas ķēdes savā rokā. (Abyssos g12)
2 તેણે પેલા અજગરને જે ઘરડો સર્પ, દુષ્ટ તથા શેતાન છે, તેને પકડ્યો. અને હજાર વર્ષ સુધી તેને બાંધી રાખ્યો.
Un viņš sagrāba to pūķi, to veco čūsku, tas ir velns un sātans, un to saistīja tūkstoš gadus.
3 અને તેણે તેને અનંતઊંડાણમાં ફેંકીને તે બંધ કર્યું, અને તેને મહોર કર્યું, એ માટે કે તે હજાર વર્ષ પૂરાં થતાં સુધી તે ફરી લોકોને ભુલાવે નહિ; ત્યાર પછી થોડીવાર સુધી તે છૂટો કરવામાં આવશે. (Abyssos g12)
Un viņš to iemeta bezdibenī un aizslēdza un uzlika zieģeli virsū, ka tas tos ļaudis vairs nepieviltu, tiekams tūkstoš gadi būtu pabeigti, un pēc tiem viņam būs vaļā tapt mazu brīdi. (Abyssos g12)
4 પછી મેં રાજ્યાસનો જોયાં અને તેઓ પર જે લોકો બેઠેલા હતા તેઓને ન્યાય કરવાનું સોંપવામાં આવ્યું. અને જેઓનો ઈસુની સાક્ષીને લીધે તથા ઈશ્વરના વચનને લીધે શિરચ્છેદ કરવામાં આવ્યા હતા તથા જેઓએ હિંસક પશુની તથા તેની મૂર્તિની ઉપાસના કરી ન હતી અને પોતાના કપાળ પર અથવા પોતાના હાથ પર તેની છાપ લગાવી ન હતી તેઓના આત્માઓને મેં જોયાં; અને તેઓ સજીવન થયા અને ખ્રિસ્તની સાથે હજાર વર્ષ રાજ્ય કર્યુ.
Un es redzēju goda krēslus, un uz tiem apsēdās, un šiem tapa dots tiesu spriest, un es redzēju to dvēseles, kam Jēzus liecības un Dieva vārda dēļ galva bija nocirsta un kas nebija pielūguši nedz to zvēru nedz viņa bildi un nebija pieņēmuši to zīmi pie savas pieres un pie savas rokas; un tie dzīvoja un valdīja līdz ar Kristu tūkstoš gadus.
5 મરણ પામેલાંઓમાંના જે બાકી રહ્યા, તેઓ તે હજાર વર્ષ પૂરાં થયાં ત્યાં સુધી સજીવન થયાં નહિ. એ જ પહેલું પુનરુત્થાન છે.
Bet tie citi mirušie netapa atkal dzīvi, tiekams tūkstoš gadi bija pabeigti; šī ir tā pirmā augšāmcelšanās.
6 પહેલા મરણોત્થાનમાં જેને ભાગ છે તે આશીર્વાદિત તથા પવિત્ર છે; તેવાઓ પર બીજા મરણનો અધિકાર નથી, પણ તેઓ ઈશ્વરના તથા ખ્રિસ્તનાં યાજક થશે અને તેમની સાથે હજાર વર્ષ રાજ કરશે.
Svētīgs un svēts, kam ir daļa pie tās pirmās augšāmcelšanās! Par šiem tai otrai nāvei varas nav, bet tie būs Dieva un Kristus priesteri un valdīs līdz ar Viņu tūkstoš gadus.
7 જયારે તે હજાર વર્ષ પૂરાં થશે ત્યારે શેતાનને તેના બંધનમાંથી મુક્ત કરવામાં આવશે.
Un kad tie tūkstoš gadi būs pabeigti, tad sātans no sava cietuma taps atraisīts,
8 અને તે પૃથ્વી પર ચારે ખૂણામાં રહેતા લોકોને, ગોગ તથા માગોગને ગેરમાર્ગે દોરીને લડાઈને સારુ તેઓને એકઠા કરવાને બહાર આવશે; તેઓની સંખ્યા સમુદ્રની રેતી જેટલી છે.
Un izies vilt tās tautas, kas tanīs četros zemes stūros, to Gogu un Magogu, tos sapulcināt karā; šo pulks ir kā jūras smiltis.
9 તેઓ પૃથ્વીની આખી સપાટી પર ગયા અને તેઓએ સંતોની છાવણીને જે પ્રિય શહેર છે તેને ઘેરી લીધું; પણ સ્વર્ગમાંથી અગ્નિ ઊતર્યો અને તેઓનો સંહાર કર્યો.
Un tie nāca uz zemes klajumu un visapkārt apstāja to svēto lēģeri un to mīļo pilsētu, un uguns krita no Dieva no debess un tos aprija.
10 ૧૦ શેતાન જે તેઓને ભમાવનાર હતો, તેને સળગતા ગંધકના સરોવરમાં, જ્યાં હિંસક પશુ તથા જૂઠો પ્રબોધક છે, ત્યાં ફેંકી દેવામાં આવ્યો. ત્યાં રાતદિવસ સદાસર્વકાળ સુધી તેઓ પીડા ભોગવશે. (aiōn g165, Limnē Pyr g3041 g4442)
Un velns, kas tos pievīla, tapa iemests tai uguns un sēra zaņķī, kur tas zvērs ir un tas viltīgais pravietis, un tie taps mocīti dienām naktīm mūžīgi mūžam. (aiōn g165, Limnē Pyr g3041 g4442)
11 ૧૧ પછી મેં મોટા સફેદ રાજ્યાસનને તથા તેના પર જે બેઠેલા હતા તેમને જોયા, તેમની સન્મુંખથી પૃથ્વી તથા આકાશ અદ્રશ્ય થઈ ગયા. અને તેઓને માટે કોઈ સ્થાન મળ્યું નહિ.
Un es redzēju lielu baltu godības krēslu un To, kas uz tā sēdēja, no Viņa vaiga zeme un debess bēga, un vieta tiem netapa atrasta.
12 ૧૨ પછી મેં મૂએલાંને, મોટાં તથા નાનાં સર્વને સિંહાસનની સમક્ષ ઊભા રહેલાં જોયાં; અને પુસ્તકો ઉઘાડવામાં આવ્યાં, અને બીજું પુસ્તક જે જીવનનું છે તે પણ ઉઘાડવામાં આવ્યું. અને તે પુસ્તકોમાં જે જે લખ્યું હતું તે પરથી મૃત્યુ પામેલાંનો તેઓની કરણીઓ પ્રમાણે, ન્યાય કરવામાં આવ્યો.
Un es redzēju tos mirušos, mazos un lielos stāvam Dieva priekšā, un tās grāmatas tapa atvērtas; un cita grāmata tapa atvērta, kas ir tā dzīvības grāmata. Un tie mirušie tapa tiesāti pēc tiem rakstiem tais grāmatās, pēc viņu darbiem.
13 ૧૩ સમુદ્રે પોતાનામાં જે મૃત્યુ પામેલાં હતાં તેઓને પાછા આપ્યાં, અને મરણે તથા પાતાળ પણ પોતાનામાં જે મૃત્યુ પામેલાં હતાં, તેઓને પાછા આપ્યાં; અને દરેકનો ન્યાય તેની કરણી પ્રમાણે કરવામાં આવ્યો. (Hadēs g86)
Un jūra deva tos mirušos, kas iekš tās bija, un nāve un elle deva tos mirušos, kas iekš tām bija, un ikviens tapa tiesāts pēc saviem darbiem. (Hadēs g86)
14 ૧૪ મૃત્યુ તથા પાતાળ અગ્નિની સરોવરમાં ફેંકાયાં. અગ્નિની ખાઈ એ જ બીજું મરણ છે. (Hadēs g86, Limnē Pyr g3041 g4442)
Un nāve un elle tapa iemestas uguns zaņķī: šī ir tā otrā nāve. (Hadēs g86, Limnē Pyr g3041 g4442)
15 ૧૫ જે કોઈનું નામ જીવનના પુસ્તકમાં નોંધાયેલું જણાયું નહિ તેને અગ્નિના સરોવરમાં ફેંકી દેવામાં આવ્યો. (Limnē Pyr g3041 g4442)
Un ja kas netapa atrasts tai dzīvības grāmatā rakstīts, tas tapa iemests uguns zaņķī. (Limnē Pyr g3041 g4442)

< પ્રકટીકરણ 20 >