< પ્રકટીકરણ 20 >
1 ૧ મેં એક સ્વર્ગદૂતને સ્વર્ગથી ઊતરતો જોયો, તેની પાસે અનંતઊંડાણની ચાવી હતી, અને તેના હાથમાં મોટી સાંકળ હતી. (Abyssos )
Kuzwa aho china bona iñiloi nilizwa kwi wulu liza hansi. Libakwina i nki ye lindi lisena ma manimani, mi libakwete incheni inkando mwi yanza. (Abyssos )
2 ૨ તેણે પેલા અજગરને જે ઘરડો સર્પ, દુષ્ટ તથા શેતાન છે, તેને પકડ્યો. અને હજાર વર્ષ સુધી તેને બાંધી રાખ્યો.
Chilya kwata i dilagoni, inzoka ya kale, isumpwa diabulusi, kamba Satani, mi ni kumusumina ka myaka ikwana wani sauzandi.
3 ૩ અને તેણે તેને અનંતઊંડાણમાં ફેંકીને તે બંધ કર્યું, અને તેને મહોર કર્યું, એ માટે કે તે હજાર વર્ષ પૂરાં થતાં સુધી તે ફરી લોકોને ભુલાવે નહિ; ત્યાર પછી થોડીવાર સુધી તે છૂટો કરવામાં આવશે. (Abyssos )
Cha musohela mwilindi lisena ma manimani, chali yala ni kuli lamika hewulu lya kwe. Ku babi bulyo kuti ka nji a chengi macaba hape kusikila myaka itenda wani sauzandi chiya mana. Kuzwa aho, uswanela ku lukululwa mwi nako zana. (Abyssos )
4 ૪ પછી મેં રાજ્યાસનો જોયાં અને તેઓ પર જે લોકો બેઠેલા હતા તેઓને ન્યાય કરવાનું સોંપવામાં આવ્યું. અને જેઓનો ઈસુની સાક્ષીને લીધે તથા ઈશ્વરના વચનને લીધે શિરચ્છેદ કરવામાં આવ્યા હતા તથા જેઓએ હિંસક પશુની તથા તેની મૂર્તિની ઉપાસના કરી ન હતી અને પોતાના કપાળ પર અથવા પોતાના હાથ પર તેની છાપ લગાવી ન હતી તેઓના આત્માઓને મેં જોયાં; અને તેઓ સજીવન થયા અને ખ્રિસ્તની સાથે હજાર વર્ષ રાજ્ય કર્યુ.
Linu china bona mabona. Ba bekele hateni njabana baba hewa ziho zaku atula. Hape china bona myoyo ya bana baba kosolwa mitwi chebaka lya bupaki bwa Krisite mi ni inzwi lya Ireeza. Kena baba lumbeki chi batana kamba chi bumbeho cha cho mi baba kani kutambula luswayo lwa cho ha bulubi bwabo kamba he yanza. Baba bolelwa buhalo, mi baba busi ni Kriste myaka ina sauzandi.
5 ૫ મરણ પામેલાંઓમાંના જે બાકી રહ્યા, તેઓ તે હજાર વર્ષ પૂરાં થયાં ત્યાં સુધી સજીવન થયાં નહિ. એ જ પહેલું પુનરુત્થાન છે.
Bungi bwa bantu kahena baba bolelwa buhalo konji ha kumana myaka itenda wani sauzandi. uku nji kubuka kwa matangilo.
6 ૬ પહેલા મરણોત્થાનમાં જેને ભાગ છે તે આશીર્વાદિત તથા પવિત્ર છે; તેવાઓ પર બીજા મરણનો અધિકાર નથી, પણ તેઓ ઈશ્વરના તથા ખ્રિસ્તનાં યાજક થશે અને તેમની સાથે હજાર વર્ષ રાજ કરશે.
U fuyoletwe ni ku jolola iye yo wanika mu kubuka kwa matangilo! he wulu lyechi ifu lya bubeli kalina ziho. Ka babe ma prista ba Ireeza ni Krisite mi kaba buse naye mu myaka itenda wani sauzandi.
7 ૭ જયારે તે હજાર વર્ષ પૂરાં થશે ત્યારે શેતાનને તેના બંધનમાંથી મુક્ત કરવામાં આવશે.
Myaka ina wani sauzandi chiyeza kuma manimani, Satani mwa lukululwe kuzwa mwi ntolongo.
8 ૮ અને તે પૃથ્વી પર ચારે ખૂણામાં રહેતા લોકોને, ગોગ તથા માગોગને ગેરમાર્ગે દોરીને લડાઈને સારુ તેઓને એકઠા કરવાને બહાર આવશે; તેઓની સંખ્યા સમુદ્રની રેતી જેટલી છે.
Mwa yende ni ku chengelela mishobo mu nkona zone ze fasi-Gogo ni Magogo-kuba leta hamwina mwi nkondo. Ka babe bangi ubu isekese lye wate.
9 ૯ તેઓ પૃથ્વીની આખી સપાટી પર ગયા અને તેઓએ સંતોની છાવણીને જે પ્રિય શહેર છે તેને ઘેરી લીધું; પણ સ્વર્ગમાંથી અગ્નિ ઊતર્યો અને તેઓનો સંહાર કર્યો.
Baba yendi he baala liyalukite lye fasi ni kuzimbuluka malapa aba lumeli, muleneñi usakahala. Kono mulilo uba soki kuzwa mwi wulu ni kuba hisa.
10 ૧૦ શેતાન જે તેઓને ભમાવનાર હતો, તેને સળગતા ગંધકના સરોવરમાં, જ્યાં હિંસક પશુ તથા જૂઠો પ્રબોધક છે, ત્યાં ફેંકી દેવામાં આવ્યો. ત્યાં રાતદિવસ સદાસર્વકાળ સુધી તેઓ પીડા ભોગવશે. (aiōn , Limnē Pyr )
Diabulusi, ya baba chengeleli, aba sohelwa mwi wate lya mulilo wa silufula, umo mubasohelwa chibatana ni ba tanikizi ba mapa. muba nyandiswe musihali ni masiku ka kuya kusamani. (aiōn , Limnē Pyr )
11 ૧૧ પછી મેં મોટા સફેદ રાજ્યાસનને તથા તેના પર જે બેઠેલા હતા તેમને જોયા, તેમની સન્મુંખથી પૃથ્વી તથા આકાશ અદ્રશ્ય થઈ ગયા. અને તેઓને માટે કોઈ સ્થાન મળ્યું નહિ.
Kuzwa aho china bona lubona lukando lutuba mi ni ya bekeele hateni. Inkanda ni wulu ziba tiyi kuzwa mubusu bwa kwe, kono kahena kubena chibaka kuziwola kuya.
12 ૧૨ પછી મેં મૂએલાંને, મોટાં તથા નાનાં સર્વને સિંહાસનની સમક્ષ ઊભા રહેલાં જોયાં; અને પુસ્તકો ઉઘાડવામાં આવ્યાં, અને બીજું પુસ્તક જે જીવનનું છે તે પણ ઉઘાડવામાં આવ્યું. અને તે પુસ્તકોમાં જે જે લખ્યું હતું તે પરથી મૃત્યુ પામેલાંનો તેઓની કરણીઓ પ્રમાણે, ન્યાય કરવામાં આવ્યો.
Ni ba boni bafwile—ba kolete ni basa sepahali— nibazimene habusu bwa lubona, mi imbuka zi be yalwilwe. Linu imwi imbuka chi ye yalulwa— Imbuka ya Buhalo. Bafwile baba atulwa kachi ba ñoletwe mwi mbuka, ka kuya cha mitendo yabo.
13 ૧૩ સમુદ્રે પોતાનામાં જે મૃત્યુ પામેલાં હતાં તેઓને પાછા આપ્યાં, અને મરણે તથા પાતાળ પણ પોતાનામાં જે મૃત્યુ પામેલાં હતાં, તેઓને પાછા આપ્યાં; અને દરેકનો ન્યાય તેની કરણી પ્રમાણે કરવામાં આવ્યો. (Hadēs )
Iwate liba lekezi bonse ba bena mwateni. Ifu ni makumbu ziba lukululi bafwile ba bena mwa teni, mi bafwile ba ba atulwa chakuya ka mitendo yabo. (Hadēs )
14 ૧૪ મૃત્યુ તથા પાતાળ અગ્નિની સરોવરમાં ફેંકાયાં. અગ્નિની ખાઈ એ જ બીજું મરણ છે. (Hadēs , Limnē Pyr )
Ifu ni makumbu zi ba sohelwa mwi wate lya mulilo. Ili ifu lya bubeli—i wate lya mulilo. (Hadēs , Limnē Pyr )
15 ૧૫ જે કોઈનું નામ જીવનના પુસ્તકમાં નોંધાયેલું જણાયું નહિ તેને અગ્નિના સરોવરમાં ફેંકી દેવામાં આવ્યો. (Limnē Pyr )
Izina lya zumwi ni zumwi haiba kali waniki ni liñoletwe mwi Mbuka ya Buhalo, aba kusohelwa mwi wate lya mulilo. (Limnē Pyr )