< પ્રકટીકરણ 2 >
1 ૧ એફેસસમાંના મંડળીના સ્વર્ગદૂતને લખ કે. જે પોતાના જમણાં હાથમાં સાત તારા રાખે છે અને જે સોનાની સાત દીવીની વચ્ચે ચાલે છે તે આ વાતો કહે છે,
Angelu občine Efeške piši: To pravi on, ki drži sedmero zvezd v desni svoji, ki hodi sredi sedmerih svečnikov zlatih;
2 ૨ તારાં કામ, તારી મહેનત તથા તારી ધીરજને હું જાણું છું, વળી એ પણ જાણું છું કે, તું દુર્જનને સહન કરી શકતો નથી, અને જેઓ પોતાને પ્રેરિત કહેવડાવે છે પણ એવા નથી, તેઓને તેં પારખી લીધા, અને તેઓ જૂઠા છે એમ તને ખબર પડી.
Vem dela tvoja, in trud tvoj, in stanovitnost tvojo, in da ne moreš nositi hudobnih, in si poskušal njé, ki se imenujejo aposteljne, a niso; in našel si jih lažnjive,
3 ૩ વળી તું ધીરજ રાખે છે, તથા મારા નામની ખાતર તેં સહન કર્યું છે, અને તું થાકી ગયો નથી.
In nosil si in stanovitnost imaš in za ime moje si se trudil in nisi se utrudil;
4 ૪ તોપણ તારી વિરુદ્ધ મારે આટલું છે કે, તેં તારા પ્રથમના પ્રેમનો ત્યાગ કર્યો છે.
Ali zoper tebe imam, da si opustil prvo svojo ljubezen:
5 ૫ એ માટે તું જ્યાંથી પડ્યો છે તે યાદ કરીને પસ્તાવો કર તથા પ્રથમના જેવા કામ નહિ કરે તો હું તારી પાસે આવીશ, અને જો તું પસ્તાવો નહિ કરે તો તારી દીવીને તેની જગ્યાએથી હું હટાવી દઈશ.
Spominjaj se torej, odkod si izpadel; in izpokóri se, in delaj prva dela; ako pa ne, pridem ti hitro, in premaknem svečnik tvoj z mesta njegovega, če se ne izpokoriš.
6 ૬ પણ તારી તરફેણમાં આ તારા માટે સારી વાત છે કે તું નીકોલાયતીઓના કામ, જેઓને હું ધિક્કારું છું, તેઓને તું પણ ધિક્કારે છે.
Ali to imaš, da sovražiš dela Nikolajcev, katera tudi jaz sovražim.
7 ૭ પવિત્ર આત્મા મંડળીને જે કહે છે તે જેને કાન છે તે સાંભળે. જે વિજય પ્રાપ્ત કરશે તેને ઈશ્વરના પારાદૈસમાંના જીવનનાં વૃક્ષ પરનું ફળ હું ખાવાને આપીશ.
Kdor ima uho, naj sliši, kaj Duh govori občinam: Kdor premaga, dal mu bodem jesti z drevesa življenja, katero je v sredi raja Božjega.
8 ૮ સ્મર્નામાંના મંડળીના સ્વર્ગદૂતને લખ કે. જે પ્રથમ તથા છેલ્લાં, જે મૃત્યુ પામ્યા પણ સજીવન થયા, તે આ વાતો કહે છે,
In angelu občine Smirenske piši: To pravi prvi in zadnji, kateri je bil mrtev in je oživel:
9 ૯ હું તારી વિપત્તિ તથા તારી ગરીબી જાણું છું તોપણ તું ધનવાન છે, જે કહે છે કે, અમે યહૂદી છીએ પણ તેઓ યહૂદી નથી પણ શેતાનની સભા છે, તેઓનું દુર્ભાષણ હું જાણું છું.
Vem dela tvoja in stisko in siromaštvo, (bogat pa si), in preklinjanje njih, ki pravijo, da so Judje, in niso, nego zbornica satanova.
10 ૧૦ તારે જે જે સહન કરવું પડશે, તેનાથી બીશ નહિ; જુઓ! તમારું પરીક્ષણ થાય એ માટે તમારામાંના કેટલાકને શેતાન બંદીખાનામાં નાખવાનો છે; તમને દસ દિવસ સુધી વિપત્તિ પડશે. તું મરણ સુધી વિશ્વાસુ રહે અને હું તને જીવનનો મુગટ આપીશ.
Nič se ne boj, kaj ti bode trpeti. Glej, hudič bode vrgel jih izmed vas v ječo, da bodo izkušeni; in imeli bodete stisko deset dnî. Bodi zvest do smrti, in dal ti bodem venec življenja.
11 ૧૧ પવિત્ર આત્મા મંડળીને જે કહે છે, તે જેને કાન છે તે સાંભળે; જે વિજય પ્રાપ્ત કરશે તેને બીજા મરણનું દુઃખ ભોગવવું પડશે નહિ.
Kdor ima uho, naj sliši, kaj Duh govori občinam: Kdor premaga, naj se mu nič hudega ne zgodi od druge smrti.
12 ૧૨ પેર્ગામનમાંના મંડળીના સ્વર્ગદૂતને લખ કે. જેની પાસે બેધારી તીક્ષ્ણ તલવાર છે તે આ વાતો કહે છે કે,
In angelu občine v Pergamu piši: To pravi on, ki drži meč, dvorezni, ostri:
13 ૧૩ તું ક્યાં રહે છે તે હું જાણું છું, એટલે જ્યાં શેતાનની ગાદી છે ત્યાં. વળી તું મારા નામને વળગી રહે છે, જયારે મારા વિશ્વાસુ સાક્ષી અંતિપાસને, તમારામાં, એટલે જ્યાં શેતાન વસે છે ત્યાં, મારી નાખવામાં આવ્યો, તે દિવસોમાં પણ તેં મારા પરના વિશ્વાસનો ઇનકાર કર્યો નહિ.
Vem dela tvoja, in kje prebivaš, kjer prestol satanov, in hraniš ime moje, in nisi zatajil vere moje tudi o dnevih, v katerih je Antipa priča moja zvesta, umorjen bil pri vas, kjer satan prebiva.
14 ૧૪ તોપણ મારે તારી વિરુદ્ધ થોડીક વાતો છે, કેમ કે બલામના શિક્ષણને વળગી રહેનારા ત્યાં તારી પાસે છે; એણે બાલાકને ઇઝરાયલ પુત્રોની આગળ પાપ કરવા શીખવ્યું કે તેઓ મૂર્તિઓની પ્રસાદી ખાય અને વ્યભિચાર કરે.
Ali imam zoper tebe nekaj malega, da imaš tam njé, ki se držé uka Balaamovega, kateri je učil Balaka dajati pohujšanje pred sinovi Izraelovimi, jesti malikove žrtve in kurbati se.
15 ૧૫ એ જ પ્રમાણે જેઓ એવી રીતે નીકોલાયતીઓના બોધને વળગી રહે છે તેઓ પણ તારે ત્યાં છે.
Tako imaš tudi ti nje, ki se držé uka Nikolajcev, kar sovražim.
16 ૧૬ તેથી પસ્તાવો કર! નહિ તો હું તારી પાસે વહેલો આવીશ અને મારા મોમાંની તલવારથી હું તેઓની સાથે લડીશ.
Izpokóri se, ako pa ne, pridem ti hitro, in vojskoval se bodem z njimi z mečem svojih ust.
17 ૧૭ આત્મા મંડળીને જે કહે છે તે જેને કાન છે તે સાંભળે. જે વિજય પ્રાપ્ત કરશે તેને હું ગુપ્તમાં રાખેલા માન્નામાંથી આપીશ, વળી હું તેને સફેદ પથ્થર આપીશ, તેના પર એક નવું નામ લખેલું છે, તેને જે પામે છે તે સિવાય બીજું કોઈ તે નામ જાણતું નથી.
Kdor ima uho, naj sliši, kaj Duh govori občinam: Kdor premaga, dal mu bodem jesti mane skrite, in dal mu bodem bel kamen, in na kamenu novo ime zapisano, katerega nihče ni spoznal, razen kdor ga prejme.
18 ૧૮ થુઆતૈરામાંનાં મંડળીના સ્વર્ગદૂતને લખ કે. ઈશ્વરના પુત્ર, જેમની આંખો અગ્નિની જ્વાળા જેવી છે, અને જેમનાં પગ ચળકતા પિત્તળના જેવા છે, તે આ વાતો કહે છે.
In angelu občine v Tijatirih piši: To pravi sin Božji, kateri ima oči svoje kakor plamen ognjen, in noge njegove enake svetlemu zlatu;
19 ૧૯ તારાં કામ, તારો પ્રેમ, તારી સેવા, તારો વિશ્વાસ તથા તારી ધીરજ હું જાણું છું, તારાં છેલ્લાં કામ પહેલાંના કરતાં અધિક છે એ પણ હું જાણું છું.
Vem dela tvoja in ljubezen in službo in vero in stanovitnost tvojo, in dela tvoja, in da je zadnjih več nego prvih.
20 ૨૦ તોપણ મારે તારી વિરુદ્ધ આટલું છે કે ઇઝબેલ, જે પોતાને પ્રબોધિકા કહેવડાવે છે, તે સ્ત્રીને તું સહન કરે છે. તે મારા સેવકોને વ્યભિચાર કરવાને તથા મૂર્તિઓની પ્રસાદી ખાવાને શીખવે છે તથા ભમાવે છે.
Ali imam zoper tebe nekaj malega, da puščaš ženo Jezabelo, ki se imenuje prerokinjo, učiti in slepiti hlapce moje, kurbati se in jesti malikove žrtve.
21 ૨૧ તે પસ્તાવો કરે, માટે મેં તેને તક આપી; પણ તે પોતાના બદકૃત્યનો પસ્તાવો કરવા ઇચ્છતી નથી.
In dal sem ji čas, da se izpokori od kurbarije svoje, in ni se izpokorila.
22 ૨૨ જુઓ, હું તેને દુઃખના પથારીમાં ફેંકી દઈશ, અને તેની સાથે મળીને જેઓ બેવફાઈ કરે છે તેઓ જો પોતાના કામનો પસ્તાવો ન કરે તો તેઓને હું મોટી વિપત્તિમાં નાખું છું.
Glej, jaz jo vržem na posteljo, in prešestnike z njo, v stisko veliko, če se ne izpokoré od dél svojih;
23 ૨૩ મરકીથી હું તેનાં છોકરાંનો સંહાર કરીશ, જેથી સર્વ વિશ્વાસી સમુદાય જાણશે કે મન તથા અંતઃકરણનો પારખનાર હું છું. તમને દરેકને હું તમારાં કામ પ્રમાણે બદલો આપીશ.
In otroke njé pomorim sè smrtjo; in spoznale bodo vse občine, da sem jaz, ki preiskujem obisti in srca; in dal vam bodem vsakemu po delih vaših;
24 ૨૪ પણ તમે થુઆતૈરામાંનાં બાકીના જેટલાં તેણીનો શિક્ષણ માનતા નથી, જેઓ શેતાનના ‘ઊંડા મર્મો’ જેમ તેઓ કહે છે તેમ જાણતા નથી, તે તમોને હું આ કહું છું કે, તમારા પર હું બીજો બોજો નાખીશ નહિ;
Vam pa pravim, in ostalim v Tijatirih, kateri nimajo tega uka, in kateri niso spoznali globočin satanovih, kakor pravijo: Ne vržem na vas druge teže;
25 ૨૫ તોપણ તમારી પાસે જે છે, તેને હું આવું ત્યાં સુધી વળગી રહો.
Razen kar imate, hranite, dokler ne pridem.
26 ૨૬ જે જીતે છે અને અંત સુધી મારાં કામ કર્યા કરે છે, તેને હું દેશો પર અધિકાર આપીશ.
In kdor premaga in kdor hrani do konca dela moja, dal mu bodem oblast nad pogani;
27 ૨૭ તે લોખંડના રાજદંડથી તેઓ પર અધિકાર ચલાવશે, કુંભારના વાસણની પેઠે તેઓના ટુકડેટુકડાં થઈ જશે.
In pasel jih bode sè šibo železno, kakor se razbijajo posode lončene, kakor sem tudi jaz prejel od očeta svojega:
28 ૨૮ મારા પિતા પાસેથી જે અધિકાર મને મળ્યું છે તે હું તેઓને આપીશ; વળી હું તેને પ્રભાતનો તારો આપીશ.
In dal mu bodem zvezdo jutranjo.
29 ૨૯ આત્મા મંડળીને જે કહે છે તે જેને કાન છે તે સાંભળે.
Kdor ima uho, naj sliši, kaj Duh govori občinam.