< પ્રકટીકરણ 18 >
1 ૧ એ પછી મેં બીજા એક સ્વર્ગદૂતને સ્વર્ગથી ઊતરતો જોયો; તેને મોટો અધિકાર મળેલો હતો; અને તેના ગૌરવથી પૃથ્વી પ્રકાશિત થઈ.
১তদনন্তরং স্ৱর্গাদ্ অৱরোহন্ অপর একো দূতো মযা দৃষ্টঃ স মহাপরাক্রমৱিশিষ্টস্তস্য তেজসা চ পৃথিৱী দীপ্তা|
2 ૨ તેણે ઊંચા અવાજે કહ્યું કે, ‘પડ્યું રે, પડ્યું, મોટું બાબિલોન પડ્યું. અને તે દુષ્ટાત્માઓનું નિવાસસ્થાન તથા દરેક અશુદ્ધ આત્માનું અને અશુદ્ધ તથા ધિક્કારપાત્ર પક્ષીનું વાસો થયું છે.
২স বলৱতা স্ৱরেণ ৱাচমিমাম্ অঘোষযৎ পতিতা পতিতা মহাবাবিল্, সা ভূতানাং ৱসতিঃ সর্ৱ্ৱেষাম্ অশুচ্যাত্মনাং কারা সর্ৱ্ৱেষাম্ অশুচীনাং ঘৃণ্যানাঞ্চ পক্ষিণাং পিঞ্জরশ্চাভৱৎ|
3 ૩ કેમ કે તેના વ્યભિચારને લીધે રેડાયેલો કોપરૂપી દ્રાક્ષારસ સર્વ દેશના લોકોએ પીધો છે; દુનિયાના રાજાઓએ તેની સાથે વ્યભિચાર કર્યો છે, અને વેપારીઓ તેના પુષ્કળ મોજશોખથી ધનવાન થયા છે.
৩যতঃ সর্ৱ্ৱজাতীযাস্তস্যা ৱ্যভিচারজাতাং কোপমদিরাং পীতৱন্তঃ পৃথিৱ্যা রাজানশ্চ তযা সহ ৱ্যভিচারং কৃতৱন্তঃ পৃথিৱ্যা ৱণিজশ্চ তস্যাঃ সুখভোগবাহুল্যাদ্ ধনাঢ্যতাং গতৱন্তঃ|
4 ૪ સ્વર્ગમાંથી બીજી એક વાણી એવું કહેતી મેં સાંભળી કે, ‘હે મારા લોકો, તેનાથી બહાર આવો, તમે તેના પાપના ભાગીદાર ન થાઓ, અને તેના પર આવનારી આફતોમાંની કોઈ પણ તમારા પર ન આવે.
৪ততঃ পরং স্ৱর্গাৎ মযাপর এষ রৱঃ শ্রুতঃ, হে মম প্রজাঃ, যূযং যৎ তস্যাঃ পাপানাম্ অংশিনো ন ভৱত তস্যা দণ্ডৈশ্চ দণ্ডযুক্তা ন ভৱত তদর্থং ততো নির্গচ্ছত|
5 ૫ કેમ કે તેનાં પાપ સ્વર્ગ સુધી ભેગા થયા છે, અને ઈશ્વરે તેના દુરાચારોને યાદ કર્યા છે.
৫যতস্তস্যাঃ পাপানি গগনস্পর্শান্যভৱন্ তস্যা অধর্ম্মক্রিযাশ্চেশ্ৱরেণ সংস্মৃতাঃ|
6 ૬ જેમ તેણે બીજાઓને ભરી આપ્યું તેમ તેને પાછું ભરી આપો, અને તેની કરણીઓ પ્રમાણે તેને બમણું જ આપો; જે પ્યાલો તેણે મેળવીને ભર્યો છે તેમાં તેને માટે બમણું મેળવીને ભરો.
৬পরান্ প্রতি তযা যদ্ৱদ্ ৱ্যৱহৃতং তদ্ৱৎ তাং প্রতি ৱ্যৱহরত, তস্যাঃ কর্ম্মণাং দ্ৱিগুণফলানি তস্যৈ দত্ত, যস্মিন্ কংসে সা পরান্ মদ্যম্ অপাযযৎ তমেৱ তস্যাঃ পানার্থং দ্ৱিগুণমদ্যেন পূরযত|
7 ૭ તેણે પોતે જેટલી કીર્તિ મેળવી અને જેટલો મોજશોખ કર્યો તેટલો ત્રાસ તથા પીડા તેને આપો; કેમ કે તે પોતાના મનમાં કહે છે કે, હું રાણી થઈને બેઠી છું. હું વિધવા નથી, અને હું રુદન કરનારી નથી;
৭তযা যাত্মশ্লাঘা যশ্চ সুখভোগঃ কৃতস্তযো র্দ্ৱিগুণৌ যাতনাশোকৌ তস্যৈ দত্ত, যতঃ সা স্ৱকীযান্তঃকরণে ৱদতি, রাজ্ঞীৱদ্ উপৱিষ্টাহং নানাথা ন চ শোকৱিৎ|
8 ૮ એ માટે એક દિવસમાં તેના પર આફતો એટલે મરણ, રુદન તથા દુકાળ આવશે, અને તેને અગ્નિથી બાળી નંખાશે; કેમ કે પ્રભુ ઈશ્વર કે જેમણે તેનો ન્યાય કર્યો, તે સમર્થ છે.
৮তস্মাদ্ দিৱস একস্মিন্ মারীদুর্ভিক্ষশোচনৈঃ, সা সমাপ্লোষ্যতে নারী ধ্যক্ষ্যতে ৱহ্নিনা চ সা; যদ্ ৱিচারাধিপস্তস্যা বলৱান্ প্রভুরীশ্ৱরঃ,
9 ૯ દુનિયાના જે રાજાઓએ તેની સાથે વ્યભિચાર તથા વિલાસ કર્યો, તેઓ જયારે તેમાં લાગેલી આગનો ધુમાડો જોશે, ત્યારે તેઓ તેને માટે રડશે, અને વિલાપ કરશે,
৯ৱ্যভিচারস্তযা সার্দ্ধং সুখভোগশ্চ যৈঃ কৃতঃ, তে সর্ৱ্ৱ এৱ রাজানস্তদ্দাহধূমদর্শনাৎ, প্ররোদিষ্যন্তি ৱক্ষাংসি চাহনিষ্যন্তি বাহুভিঃ|
10 ૧૦ અને તેની પીડાની બીકને લીધે દૂર ઊભા રહીને કહેશે કે, હાય! હાય! મોટું બાબિલોન નગર! બળવાન નગર! એક ઘડીમાં તને કેવી શિક્ષા થઈ છે.’”
১০তস্যাস্তৈ র্যাতনাভীতে র্দূরে স্থিৎৱেদমুচ্যতে, হা হা বাবিল্ মহাস্থান হা প্রভাৱান্ৱিতে পুরি, একস্মিন্ আগতা দণ্ডে ৱিচারাজ্ঞা ৎৱদীযকা|
11 ૧૧ પૃથ્વી પરના વેપારીઓ પણ તેને માટે રડે છે અને વિલાપ કરે છે, કેમ કે હવેથી કોઈ તેમનો સામાન ખરીદનાર નથી;
১১মেদিন্যা ৱণিজশ্চ তস্যাঃ কৃতে রুদন্তি শোচন্তি চ যতস্তেষাং পণ্যদ্রৱ্যাণি কেনাপি ন ক্রীযন্তে|
12 ૧૨ સોનું, ચાંદી, કિંમતી રત્નો, મોતીઓ, બારીક શણનું કાપડ, જાંબુડા રંગનાં, રેશમી અને કિરમજી રંગનાં વસ્ત્ર; તથા સર્વ જાતનાં સુગંધી કાષ્ટ, હાથીદાંતની, મૂલ્યવાન કાષ્ટની, પિત્તળની, લોખંડની તથા સંગેમરમરની સર્વ જાતની વસ્તુઓ;
১২ফলতঃ সুৱর্ণরৌপ্যমণিমুক্তাঃ সূক্ষ্মৱস্ত্রাণি কৃষ্ণলোহিতৱাসাংসি পট্টৱস্ত্রাণি সিন্দূরৱর্ণৱাসাংসি চন্দনাদিকাষ্ঠানি গজদন্তেন মহার্ঘকাষ্ঠেন পিত্তললৌহাভ্যাং মর্ম্মরপ্রস্তরেণ ৱা নির্ম্মিতানি সর্ৱ্ৱৱিধপাত্রাণি
13 ૧૩ વળી તજ, તેજાના, ધૂપદ્રવ્યો, અત્તર, લોબાન, દ્રાક્ષારસ, તેલ, ઝીણો મેંદો, અનાજ તથા ઢોરઢાંક, ઘેટાં, ઘોડા, રથો, ચાકરો તથા માણસોના પ્રાણ, એ તેમનો માલ હતો.
১৩ৎৱগেলা ধূপঃ সুগন্ধিদ্রৱ্যং গন্ধরসো দ্রাক্ষারসস্তৈলং শস্যচূর্ণং গোধূমো গাৱো মেষা অশ্ৱা রথা দাসেযা মনুষ্যপ্রাণাশ্চৈতানি পণ্যদ্রৱ্যাণি কেনাপি ন ক্রীযন্তে|
14 ૧૪ તારા જીવનાં ઇચ્છિત ફળ તારી પાસેથી જતા રહ્યાં છે, અને સર્વ સુંદર તથા કિંમતી પદાર્થો તારી પાસેથી નાશ પામ્યા છે, અને હવેથી તે કદી મળશે જ નહિ.
১৪তৱ মনোঽভিলাষস্য ফলানাং সমযো গতঃ, ৎৱত্তো দূরীকৃতং যদ্যৎ শোভনং ভূষণং তৱ, কদাচন তদুদ্দেশো ন পুন র্লপ্স্যতে ৎৱযা|
15 ૧૫ એ વસ્તુઓના વેપારી કે જેઓ તેનાથી ધનવાન થયા, તેઓ તેની પીડાની બીકને લીધે રડતા તથા શોક કરતા દૂર ઊભા રહીને,
১৫তদ্ৱিক্রেতারো যে ৱণিজস্তযা ধনিনো জাতাস্তে তস্যা যাতনাযা ভযাদ্ দূরে তিষ্ঠনতো রোদিষ্যন্তি শোচন্তশ্চেদং গদিষ্যন্তি
16 ૧૬ કહેશે કે, હાય! હાય! બારીક શણનાં, જાંબુડા તથા કિરમજી રંગનાં વસ્ત્રથી વેષ્ટિત, અને સોનાથી, રત્નોથી તથા મોતીઓથી અલંકૃત મહાન નગરને હાયહાય!’
১৬হা হা মহাপুরি, ৎৱং সূক্ষ্মৱস্ত্রৈঃ কৃষ্ণলোহিতৱস্ত্রৈঃ সিন্দূরৱর্ণৱাসোভিশ্চাচ্ছাদিতা স্ৱর্ণমণিমুক্তাভিরলঙ্কৃতা চাসীঃ,
17 ૧૭ કેમ કે એક પળમાં એટલી મોટી સંપત્તિ નષ્ટ થઈ છે. અને સર્વ કપ્તાન, સર્વ મુસાફરો, ખલાસીઓ અને દરિયાઈ માર્ગે વેપાર કરનારા દૂર ઊભા રહ્યા છે.
১৭কিন্ত্ৱেকস্মিন্ দণ্ডে সা মহাসম্পদ্ লুপ্তা| অপরং পোতানাং কর্ণধারাঃ সমূহলোকা নাৱিকাঃ সমুদ্রৱ্যৱসাযিনশ্চ সর্ৱ্ৱে
18 ૧૮ અને તેઓએ તેમાં લાગેલી આગનો ધુમાડો જોઈને બૂમ પાડતાં કહ્યું કે, આ મોટા નગર જેવું બીજું કયું નગર છે?’
১৮দূরে তিষ্ঠন্তস্তস্যা দাহস্য ধূমং নিরীক্ষমাণা উচ্চৈঃস্ৱরেণ ৱদন্তি তস্যা মহানগর্য্যাঃ কিং তুল্যং?
19 ૧૯ હાય! હાય! તેઓએ પોતાનાં માથાં પર ધૂળ નાખી, અને રડતાં તથા વિલાપ કરતાં મોટે સાદે કહ્યું કે, ‘હાય! જે મોટા નગરની સંપત્તિથી સમુદ્રમાંનાં સર્વ વહાણના માલિકો ધનવાન થયા, એક ક્ષણમાં ઉજ્જડ થયું છે.’”
১৯অপরং স্ৱশিরঃসু মৃত্তিকাং নিক্ষিপ্য তে রুদন্তঃ শোচন্তশ্চোচ্চৈঃস্ৱরেণেদং ৱদন্তি হা হা যস্যা মহাপুর্য্যা বাহুল্যধনকারণাৎ, সম্পত্তিঃ সঞ্চিতা সর্ৱ্ৱৈঃ সামুদ্রপোতনাযকৈঃ, একস্মিন্নেৱ দণ্ডে সা সম্পূর্ণোচ্ছিন্নতাং গতা|
20 ૨૦ ઓ સ્વર્ગ, સંતો, પ્રેરિતો તથા પ્રબોધકો, તેને લીધે તમે આનંદ કરો, કેમ કે ઈશ્વરે તમારો ન્યાય તેના પર લાવ્યો છે.’”
২০হে স্ৱর্গৱাসিনঃ সর্ৱ্ৱে পৱিত্রাঃ প্রেরিতাশ্চ হে| হে ভাৱিৱাদিনো যূযং কৃতে তস্যাঃ প্রহর্ষত| যুষ্মাকং যৎ তযা সার্দ্ধং যো ৱিৱাদঃ পুরাভৱৎ| দণ্ডং সমুচিতং তস্য তস্যৈ ৱ্যতরদীশ্ৱরঃ||
21 ૨૧ પછી એક બળવાન સ્વર્ગદૂતે મોટી ઘંટીના પડ જેવો એક પથ્થર ઊંચકી લીધો અને તેને સમુદ્રમાં નાખીને કહ્યું કે, ‘તે મોટા નગર બાબિલોનને એ જ રીતે નિર્દયતાપૂર્વક નાખી દેવામાં આવશે. અને તે ફરી કદી પણ જોવામાં નહિ આવે.
২১অনন্তরম্ একো বলৱান্ দূতো বৃহৎপেষণীপ্রস্তরতুল্যং পাষাণমেকং গৃহীৎৱা সমুদ্রে নিক্ষিপ্য কথিতৱান্, ঈদৃগ্বলপ্রকাশেন বাবিল্ মহানগরী নিপাতযিষ্যতে ততস্তস্যা উদ্দেশঃ পুন র্ন লপ্স্যতে|
22 ૨૨ તથા વીણા વગાડનારા, ગાનારા, વાંસળી વગાડનારા તથા રણશિંગડું વગાડનારાઓનો સાદ ફરી તારા નગરમાં સંભળાશે નહિ; અને કોઈ પણ વ્યવસાયનો કોઈ કારીગર ફરી તારામાં દેખાશે નહિ અને ઘંટીનો અવાજ તારામાં ફરી સંભળાશે નહીં.
২২ৱল্লকীৱাদিনাং শব্দং পুন র্ন শ্রোষ্যতে ৎৱযি| গাথাকানাঞ্চ শব্দো ৱা ৱংশীতূর্য্যাদিৱাদিনাং| শিল্পকর্ম্মকরঃ কো ঽপি পুন র্ন দ্রক্ষ্যতে ৎৱযি| পেষণীপ্রস্তরধ্ৱানঃ পুন র্ন শ্রোষ্যতে ৎৱযি|
23 ૨૩ દીવાનું અજવાળું તારામાં ફરી પ્રકાશશે નહિ અને વર તથા કન્યાનો અવાજ તારામાં ફરી સંભળાશે નહીં! કેમ કે તારા વેપારીઓ પૃથ્વીના મહાન પુરુષો હતા. તારી જાદુ ક્રિયાથી સર્વ દેશમાંના લોકો ભુલાવામાં પડ્યા.
২৩দীপস্যাপি প্রভা তদ্ৱৎ পুন র্ন দ্রক্ষ্যতে ৎৱযি| ন কন্যাৱরযোঃ শব্দঃ পুনঃ সংশ্রোষ্যতে ৎৱযি| যস্মান্মুখ্যাঃ পৃথিৱ্যা যে ৱণিজস্তেঽভৱন্ তৱ| যস্মাচ্চ জাতযঃ সর্ৱ্ৱা মোহিতাস্তৱ মাযযা|
24 ૨૪ અને પ્રબોધકોનું, સંતોનું તથા પૃથ્વી પર જેઓ મારી નંખાયા છે, તે સઘળાનું લોહી પણ તેમાંથી જડ્યું હતું.’”
২৪ভাৱিৱাদিপৱিত্রাণাং যাৱন্তশ্চ হতা ভুৱি| সর্ৱ্ৱেষাং শোণিতং তেষাং প্রাপ্তং সর্ৱ্ৱং তৱান্তরে||