< પ્રકટીકરણ 17 >
1 ૧ જે સાત સ્વર્ગદૂતોની પાસે તે સાત પ્યાલા હતા, તેઓમાંનો એક આવ્યો અને તેણે મારી સાથે બોલતાં કહ્યું કે, ‘અહીં આવ, અને જે મોટી ગણિકા ઘણાં પાણી પર બેઠેલી છે, તેને જે શિક્ષા થવાની છે તે હું તને બતાવું.
Jeden ze sedmi andělů, kteří vylili sedm číší hněvu, vyzval: „Pojď, ukáži ti soud nad tou nevěstkou, která vládne nad mnohými vodami,
2 ૨ તેની સાથે દુનિયાના રાજાઓએ વ્યભિચાર કર્યો છે અને તેના વ્યભિચારના દ્રાક્ષારસથી પૃથ્વીના રહેનારા ચકચૂર થયા છે.’”
se kterou se spouštěli vládcové země a obyvatelé se opíjeli vínem její nemravnosti.“
3 ૩ પછી તે સ્વર્ગદૂત મને આત્મામાં અરણ્યમાં લઈ ગયો; અને એક કિરમજી રંગના હિંસક પશુ પર એક સ્ત્રી બેઠેલી મેં જોઈ; તે પશુ ઈશ્વરનું અપમાન કરનારાં નામોથી ભરેલું હતું, અને તેને સાત માથાં ને દસ શિંગડાં હતાં.
Anděl mě přenesl v duchu na poušť a tam jsem uviděl tu ženu.
4 ૪ તે સ્ત્રીએ જાંબુડા તથા કિરમજી રંગનાં વસ્ત્ર પહેરેલાં હતાં અને તે સોનાથી તથા મૂલ્યવાન રત્નો તથા મોતીથી શણગારેલી હતી, અને તેના વ્યભિચારના ધિક્કારપાત્ર કૃત્યોથી તથા અશુદ્ધતાથી ભરેલો સોનાનો પ્યાલો તેના હાથમાં હતો.
Seděla na šarlatově zbarvené šelmě se sedmi hlavami, desíti rohy a mající mnoho jmen, jimiž se rouhala proti Bohu. Žena sama byla oděna jako královna do purpuru a šarlatu, nazdobena šperky ze zlata, drahokamů a perel. Pozvedala bujně zlatou číši plnou neřesti.
5 ૫ તેના કપાળ પર એક મર્મજનક નામ લખેલું હતું, એટલે, ‘મહાન બાબિલોન, ગણિકાઓની તથા પૃથ્વીના ધિક્કારપાત્ર બાબતોની માતા.’”
Na čele měla napsáno jinotajné jméno „velké město babylón – matka modloslužebnic a všech ohavností země“.
6 ૬ મેં તેં સ્ત્રીને સંતોનું લોહી તથા ઈસુના સાક્ષીઓનું લોહી પીધેલી નશામાં જોઈ. તેને જોઈને મને ઘણું આશ્ચર્ય થયું.
S úžasem a hrůzou jsem poznal, že je opilá krví věřících a mučedníků pro Ježíše.
7 ૭ સ્વર્ગદૂતે મને પૂછ્યું કે, ‘તું કેમ આશ્ચર્ય પામે છે? એ સ્ત્રીનો, અને સાત માથાં તથા દસ શિંગડાવાળું હિંસક પશુ કે, જેનાં પર તે બેઠેલી છે, તેનો મર્મ હું તને સમજાવીશ.’”
Anděl mi řekl: „Proč se hrozíš? Odhalím ti tajemství té ženy i toho zvířete, sedmihlavého a desetirohého, které ji nese.
8 ૮ જે હિંસક પશુ તેં જોયું, તે હતું અને નથી; અને તે અનંતઊંડાણમાં જલ્દી નીકળવાનું તથા નાશમાં જવાનું છે. અને પૃથ્વી પરના રહેનારાંઓ કે જેઓનાં નામ સૃષ્ટિના મંડાણથી જીવનપુસ્તકમાં લખેલાં નથી, તેઓ જે હિંસક પશુ હતું અને નથી અને આવનાર છે, તેને જોઈને આશ્ચર્ય પામશે. (Abyssos )
Ta šelma už řádila, byla přemožena, ale ještě jednou smí vyjít ven z propasti, aby ukázala svou sílu, dříve než zahyne navždy. Obyvatelé země, jejichž jména nejsou zapsána v Knize života, užasnou, až uvidí tu šelmu, která byla, není a zase nakrátko bude. (Abyssos )
9 ૯ આનો ખુલાસો જ્ઞાની મન કરે. જે સાત માથાં છે તે સાત પહાડ છે, તેઓ પર સ્ત્રી બેઠેલી છે;
Moudrý, snaž se pochopit: Sedm hlav je sedm pahorků, na nichž ta žena trůní.
10 ૧૦ અને તેઓ સાત રાજા છે; તેમાંના પાંચ પડ્યા છે, એક જીવંત છે, અને બીજો હજી સુધી આવ્યો નથી; જયારે તે આવશે ત્યારે થોડીવાર તે રહેશે.
Znamenají však také sedm králů. Pět z nich již padlo, šestý právě kraluje, sedmý král má teprve přijít, avšak jeho vláda potrvá jen krátce.
11 ૧૧ જે હિંસક પશુ હતું અને હમણાં નથી, તે જ વળી આઠમો રાજા છે, અને તે સાતમાંનો એક છે; તે નાશમાં જાય છે.
Šelma sama je osmý panovník, který již vládl a jde s jistotou do záhuby.
12 ૧૨ જે દસ શિંગડાં તેં જોયાં છે તેઓ દસ રાજા છે, તેઓ હજી સુધી રાજ્ય પામ્યા નથી; પણ હિંસક પશુની સાથે એક ઘડીભર રાજાઓના જેવો અધિકાર તેઓને મળે છે.
Deset rohů je deset králů, kteří se ještě neujali vlády. Ti převezmou moc na krátký čas spolu se šelmou.
13 ૧૩ તેઓ એક મતના છે, અને તેઓ પોતાનું પરાક્રમ તથા અધિકાર હિંસક પશુને સોંપી દે છે.
Vytvoří navzájem i s ní mocné spojenectví
14 ૧૪ તેઓ હલવાનની સાથે લડશે અને હલવાન તેઓને જીતશે કેમ કે તેઓ મહાન પ્રભુઓ ના પ્રભુ તથા રાજાઓના રાજા છે; અને તેમની સાથે જેઓ છે, એટલે તેડાયેલા, પસંદ કરેલા તથા વિશ્વાસુ છે તેઓ પણ જીતશે.
a vytáhnou do boje proti Beránkovi. Beránek však nad nimi zvítězí, protože on je Pán pánů a Král králů. Jeho povolaní, vyvolení a věrní jsou mu po boku.“
15 ૧૫ તે સ્વર્ગદૂત મને કહે છે કે, જે પાણી તે જોયું છે, જ્યાં તે ગણિકા બેઠી છે, તેઓ પ્રજાઓ, સમુદાય, દેશો તથા ભાષાઓ છે.
Dále mi anděl řekl: „Vody, na kterých trůní ta nevěstka, to jsou davy lidí, rasy, národy a kmeny.
16 ૧૬ તેં જે દસ શિંગડાં તથા પશુ તે જોયાં તેઓ તે ગણિકાનો દ્વેષ કરશે, તેને પાયમાલ કરીને તેને ઉઘાડી કરશે તેનું માંસ ખાશે અને આગથી તેને બાળી નાખશે.
Šelma a těch deset králů se však nakonec obrátí i proti samé nevěstce. Strhají s ní šaty, budou jíst její maso a spálí ji. Stanou se tak nástrojem Božího hněvu.
17 ૧૭ કેમ કે ઈશ્વરે પોતાની ઇચ્છા પૂરી કરવા હેતુ, તેઓના મનમાં એવા વિચાર નાખ્યા છે, અને ઈશ્વરનાં વચનો પૂરાં થાય ત્યાં સુધી તેઓ પોતાના રાજ્યનો અધિકાર હિંસક પશુને સોંપશે.
To jim Bůh vnukl, aby se spřáhli a s nevěstkou spojili, dokud se neuskuteční Boží záměry.
18 ૧૮ જે સ્ત્રીને તેં જોઈ છે, તે તો જે મોટું શહેર દુનિયાના રાજાઓ પર રાજ કરે છે તે છે.
A ta žena, to je velkoměsto, v němž se soustřeďuje světovláda.“