< પ્રકટીકરણ 15 >

1 ત્યાર પછી મેં આકાશમાં બીજું મોટું તથા આશ્ચર્યકારક ચિહ્ન જોયું, એટલે સાત સ્વર્ગદૂતો અને તેઓની પાસે છેલ્લી સાત આફતો હતી, કેમ કે તેઓમાં ઈશ્વરનો કોપ પૂરો કરવામાં આવે છે.
ⲁ̅ⲁⲓⲛⲁⲩ ⲉⲕⲉⲛⲟϭ ⲙⲙⲁⲉⲓⲛ ⲛϣⲡⲏⲣⲉ ϩⲛ ⲧⲡⲉ ⲥⲁϣϥ ⲛⲁⲅⲅⲉⲗⲟⲥ ⲉⲣⲉⲥⲁϣϥⲉ ⲙⲡⲗⲏⲅⲏ ⲛⲧⲟⲟⲧⲟⲩ ⲛϩⲁⲏ ϫⲉ ϩⲣⲁⲓ ⲛϩⲏⲧⲟⲩ ⲛⲧⲁϥϫⲱⲕ ⲉⲃⲟⲗ ⲛϭⲓ ⲡϭⲱⲛⲧ ⲙⲡⲛⲟⲩⲧⲉ
2 પછી મેં જાણે કે અગ્નિમિશ્રિત ચળકતો સમુદ્ર જોયો; જેઓએ હિંસક પશુ પર, તેની મૂર્તિ પર, તથા તેના નામની સંખ્યા પર વિજય મેળવ્યો હતો, તેઓ તે ચળકતા સમુદ્ર પાસે ઊભા રહેલા હતા અને તેઓની પાસે ઈશ્વરની વીણાઓ હતી.
ⲃ̅ⲁⲓⲛⲁⲩ ⲛⲑⲉ ⲛⲟⲩⲑⲁⲗⲁⲥⲥⲁ ⲛⲁⲃⲁϭⲏⲉⲓⲛ ⲉⲥⲧⲏϩ ⲙⲛ ⲟⲩⲕⲱϩⲧ ⲁⲩⲱ ⲛⲉⲧⲛⲁϫⲣⲟ ⲉⲃⲟⲗ ϩⲙ ⲡⲉⲑⲏⲣⲓⲟⲛ ⲙⲛ ⲧⲉϥϩⲓⲕⲱⲛ ⲙⲛ ⲧⲏⲡⲉ ⲙⲡⲉϥⲣⲁⲛ ⲛⲉⲩⲁϩⲉⲣⲁⲧⲟⲩ ⲉϫⲛ ⲟⲩⲑⲁⲗⲁⲥⲥⲁ ⲛⲁⲃⲁϭⲏⲉⲓⲛ ⲉⲣⲉϩⲉⲛⲕⲓⲑⲁⲣⲁ ⲛⲧⲟⲟⲧⲟⲩ ⲛⲧⲉ ⲡⲛⲟⲩⲧⲉ
3 તેઓ ઈશ્વરના સેવક મૂસાનું ગીત તથા હલવાનનું ગીત ગાઈને કહેતાં હતા કે, હે સર્વશક્તિમાન પ્રભુ ઈશ્વર, તમારાં કામો મહાન તથા અદ્ભૂત છે; હે યુગોના રાજા, તમારા માર્ગ ન્યાયી તથા સત્ય છે.
ⲅ̅ⲉⲩϫⲱ ⲛⲧⲱⲇⲏ ⲙⲙⲱⲩⲥⲏⲥ ⲡϩⲙϩⲁⲗ ⲙⲡⲛⲟⲩⲧⲉ ⲙⲛ ⲧⲱⲇⲏ ⲙⲡⲉϩⲓⲉⲓⲃ ⲉⲩϫⲱ ⲙⲙⲟⲥ ϫⲉ ϩⲉⲛⲛⲟϭ ⲁⲩⲱ ϩⲉⲛϣⲡⲏⲣⲉ ⲛⲉ ⲛⲉⲕϩⲃⲏⲩⲉ ⲡϫⲟⲉⲓⲥ ⲡⲛⲟⲩⲧⲉ ⲡⲡⲁⲛⲧⲱⲕⲣⲁⲧⲱⲣ ϩⲉⲛⲇⲓⲕⲁⲓⲟⲥⲩⲛⲏ ⲁⲩⲱ ϩⲉⲛⲙⲉ ⲛⲉ ⲛⲉⲕϩⲃⲏⲩⲉ ⲙⲛ ⲛⲉⲕϩⲓⲟⲟⲩⲉ ⲛⲛⲁⲓⲁⲓⲱⲛ
4 હે પ્રભુ, તમારાથી કોણ નહિ બીશે, તમારા નામનો મહિમા કોણ નહિ કરશે? કેમ કે એકલા તમે પવિત્ર છો; હા સઘળી પ્રજાઓ તમારી આગળ આવશે ને તમારી આરાધના કરશે; કેમ કે તમારાં ન્યાયી કૃત્યો પ્રગટ થયાં છે.
ⲇ̅ⲛⲓⲙ ⲡⲉⲧⲉⲛⲉϥⲣ ϩⲟⲧⲉ ϩⲏⲧⲕ ⲡϫⲟⲉⲓⲥ ⲁⲩⲱ ⲛⲉϥϯ ⲉⲟⲟⲩ ⲙⲡⲉⲕⲣⲁⲛ ϫⲉ ⲛⲧⲟⲕ ⲙⲁⲩⲁⲁⲕ ⲡⲉ ⲡⲉⲧⲟⲩⲁⲁⲃ ⲁⲩⲱ ⲡⲇⲓⲕⲁⲓⲟⲥ ϫⲉ ⲛϩⲉⲑⲛⲟⲥ ⲧⲏⲣⲟⲩ ⲛⲏⲩ ⲛⲥⲉⲟⲩⲱϣⲧ ⲙⲡⲉⲕⲙⲧⲟ ⲉⲃⲟⲗ ϫⲉ ⲁⲛⲉⲕⲇⲓⲕⲁⲓⲱⲙⲁ ⲟⲩⲱⲛϩ ⲉⲃⲟⲗ
5 ત્યાર પછી મેં જોયું, તો સ્વર્ગમાં સાક્ષ્યમંડપના મંદિરને ઉઘાડવામાં આવ્યું હતું;
ⲉ̅ⲙⲛⲛⲥⲁ ⲛⲁⲓ ⲁϥⲟⲩⲱⲛ ⲛϭⲓ ⲡⲣⲡⲉ ⲛⲧⲉⲥⲕⲏⲛⲏ ⲙⲡⲙⲛⲧⲣⲉ ⲛⲧⲡⲉ
6 જે સાત સ્વર્ગદૂતોની પાસે સાત આફતો હતી, તેઓ ભક્તિસ્થાનમાંથી બહાર આવ્યા; તેઓએ સ્વચ્છ તથા ચળકતાં શણનાં વસ્ત્ર પહેરેલાં હતાં, તથા કમર પર સોનાનાં પટ્ટા બાંધેલા હતા.
ⲋ̅ⲁⲩⲱ ⲁⲩⲉⲓ ⲉⲃⲟⲗ ⲛϭⲓ ⲡⲥⲁϣϥ ⲛⲁⲅⲅⲉⲗⲟⲥ ⲉⲧⲉⲣⲉⲧⲥⲁϣϥⲉ ⲙⲡⲗⲏⲅⲏ ⲛⲧⲟⲟⲧⲟⲩ ⲉⲃⲟⲗ ϩⲙ ⲡⲣⲡⲉ ⲉⲣⲉϩⲉⲛϩⲃⲥⲱ ϩⲓⲱⲟⲩ ⲉⲩⲟⲩⲟⲃϣ ⲉⲩⲧⲃⲃⲏⲩ ⲉⲩⲙⲏⲣ ⲉϫⲛ ⲧⲉⲩⲙⲉⲥⲧⲛϩⲏⲧ ⲛⲟⲩⲙⲟϫϩϥ ⲛⲛⲟⲩⲃ
7 ચાર પ્રાણીઓમાંના એકે સદાસર્વકાળ જીવંત ઈશ્વરના કોપથી ભરેલાં સાત સુવર્ણ પાત્રો તે સાત સ્વર્ગદૂતોને આપ્યાં. (aiōn g165)
ⲍ̅ⲁⲩⲱ ⲟⲩⲁ ⲉⲃⲟⲗ ϩⲙ ⲡⲉϥⲧⲟⲟⲩ ⲛⲍⲱⲟⲛ ⲁϥϯ ⲙⲡⲥⲁϣϥ ⲛⲁⲅⲅⲉⲗⲟⲥ ⲛⲥⲁϣϥⲉ ⲙⲫⲓⲁⲗⲏ ⲛⲛⲟⲩⲃ ⲉⲩⲙⲉϩ ⲉⲃⲟⲗ ϩⲙ ⲡϭⲱⲛⲧ ⲙⲡⲛⲟⲩⲧⲉ ⲉⲧⲟⲛϩ ϣⲁ ⲉⲛⲉϩ ⲛⲉⲛⲉϩ (aiōn g165)
8 ઈશ્વરના ગૌરવના તથા તેમના પરાક્રમના ધુમાડાથી ભક્તિસ્થાન ભરાઈ ગયું; સાત સ્વર્ગદૂતોની સાત આફતો પૂરી થઈ ત્યાં સુધી કોઈથી ભક્તિસ્થાનમાં પ્રવેશ કરી શકાયો નહિ.
ⲏ̅ⲁⲩⲱ ⲁⲡⲉⲣⲡⲉ ⲙⲟⲩϩ ⲉⲃⲟⲗ ϩⲙ ⲡⲕⲁⲡⲛⲟⲥ ⲙⲡⲉⲟⲟⲩ ⲙⲡⲛⲟⲩⲧⲉ ⲙⲛ ⲉⲃⲟⲗ ϩⲛ ⲧⲉϥϭⲟⲙ ⲁⲩⲱ ⲙⲡⲉⲗⲁⲁⲩ ⲉϣϭⲙϭⲟⲙ ⲉⲃⲱⲕ ⲉϩⲟⲩⲛ ⲉⲡⲣⲡⲉ ϣⲁⲛⲧⲟⲩϫⲱⲕ ⲉⲃⲟⲗ ⲛϭⲓ ⲧⲥⲁϣϥⲉ ⲙⲡⲗⲏⲅⲏ ⲙⲡⲥⲁϣϥ ⲛⲁⲅⲅⲉⲗⲟⲥ

< પ્રકટીકરણ 15 >