< પ્રકટીકરણ 14 >
1 ૧ પછી મેં જોયું, તો જુઓ, સિયોન પહાડ પર હલવાન ઊભેલું હતું, તેની સાથે એક લાખ ચુંમાળીસ હજાર સંતો હતા. તેઓનાં કપાળ પર તેનું તથા તેના પિતાનું નામ લખેલું હતું.
És látám, és ímé egy Bárány áll vala Sion hegyén, és ő vele száznegyvennégy ezeren, a kiknek homlokán írva vala az ő Atyjának neve.
2 ૨ મેં ઘણાં પાણીના અવાજના જેવી તથા મોટી ગર્જનાના અવાજના જેવી વાણી સ્વર્ગમાંથી સાંભળી; તે તો વીણા વગાડનારાઓ પોતાની વીણા વગાડતા હોય એવી વાણી હતી.
És hallék szózatot az égből, mint sok vizeknek zúgását és mint nagy mennydörgésnek szavát; és hallám hárfásoknak szavát, a kik az ő hárfájokkal hárfáznak vala;
3 ૩ તેઓ રાજ્યાસન તથા ચાર પ્રાણીઓની તથા વડીલોની આગળ જાણે કે નવું ગીત ગાતા હતા; પૃથ્વી પરથી જે એક લાખ ચુંમાળીસ હજારને મુક્તિ મૂલ્ય દ્વારા ખરીદવામાં આવ્યા હતા, તેઓ સિવાય બીજું કોઈ એ ગીત શીખી શક્યું નહિ.
És énekelnek vala mintegy új éneket a királyiszék előtt, és a négy lelkes állat előtt és a Vének előtt; és senki meg nem tanulhatja vala azt az éneket, csak a száz negyvennégy ezer, a kik áron vétettek meg a földről.
4 ૪ સ્ત્રીઓ ના સંસર્ગ થી જેઓ અશુદ્ધ નથી થયા તેઓ એ છે; કેમ કે તેઓ કુંવારા છે. હલવાન જ્યાં જાય છે ત્યાં તેની પાછળ જે ચાલનારાં છે તેઓ તે છે. તેઓ ઈશ્વરને સારુ તથા હલવાનને સારુ પ્રથમફળ થવાને માણસોમાંથી ખરીદવામાં આવ્યા હતા;
Ezek azok, a kik asszonyokkal nem fertőztették meg magokat; mert szűzek. Ezek azok, a kik követik a Bárányt, valahová megy. Ezek áron vétettek meg az emberek közül Istennek és a Báránynak zsengéiül.
5 ૫ તેઓનાં મુખમાં અસત્ય નથી; તેઓ નિર્દોષ છે.
És az ő szájokban nem találtatott álnokság; mert az Istennek királyiszéke előtt feddhetetlenek.
6 ૬ પછી મેં બીજા એક સ્વર્ગદૂતને અંતરિક્ષમાં ઊડતો જોયો, પૃથ્વી પર રહેનારાંઓમાં, એટલે સર્વ દેશ, કુળ, ભાષા તથા પ્રજામાં પ્રગટ કરવાને, તેની પાસે અનંતકાળિક સુવાર્તા હતી; (aiōnios )
És láték más angyalt az ég közepén repülni, a kinél vala az örökkévaló evangyéliom, hogy a föld lakosainak hirdesse az evangyéliomot, és minden nemzetségnek és ágazatnak, és nyelvnek és népnek, (aiōnios )
7 ૭ તે મોટે અવાજે કહે છે કે, ‘ઈશ્વરથી ડરો અને તેમને મહિમા આપો, કેમ કે તેમના ન્યાયકરણનો સમય આવ્યો છે, જેમણે આકાશ, પૃથ્વી, સમુદ્ર તથા પાણીના ઝરાઓને ઉત્પન્ન કર્યા, તેમની આરાધના કરો.’”
Ezt mondván nagy szóval: Féljétek az Istent, és néki adjatok dicsőséget: mert eljött az ő ítéletének órája; és imádjátok azt, a ki teremtette a mennyet és a földet, és a tengert és a vizek forrásait.
8 ૮ ત્યાર પછી તેની પાછળ બીજો એક સ્વર્ગદૂત આવીને એમ બોલ્યો કે, ‘પડ્યું રે, મોટું બાબિલ શહેર પડ્યું કે, જેણે પોતાના વ્યભિચારનો દ્રાક્ષારસ સર્વ દેશના લોકોને પાયો છે, જે કોપનો દ્રાક્ષારસ છે.’”
És más angyal követé azt, mondván: Leomlott, leomlott Babilon, a nagy város! mert az ő paráznaságának haragborából adott inni minden pogány népnek.
9 ૯ પછી તેઓની પાછળ ત્રીજો સ્વર્ગદૂત આવીને ઊંચા અવાજે બોલ્યો કે, હિંસક પશુને તથા તેની મૂર્તિને જો કોઈ પૂજે અને તેની છાપ પોતાના કપાળ પર અથવા પોતાના હાથ પર લગાવે,
És harmadik angyal is követé azokat, mondván nagy szóval: Ha valaki imádja a fenevadat és annak képét, és bélyegét felveszi vagy homlokára vagy kezére,
10 ૧૦ તો તે પણ ઈશ્વરના કોપરૂપી દ્રાક્ષારસ, જે તેમના ક્રોધના પ્યાલામાં પૂર્ણ શક્તિથી રેડેલું છે, તે પીવો પડશે; અને પવિત્ર સ્વર્ગદૂતોની તથા હલવાનની સમક્ષ અગ્નિમાં તથા ગંધકમાં તે દુઃખ ભોગવશે.
Az is iszik az Isten haragjának borából, a mely elegyítetlenül töltetett az ő haragjának poharába: és kínoztatik tűzzel és kénkővel a szent angyalok előtt és a Bárány előtt;
11 ૧૧ તેઓની પીડાનો ધુમાડો સદાસર્વકાળ સુધી ઉપર ચઢ્યાં કરે છે; જેઓ હિંસક પશુની તથા તેની મૂર્તિની ઉપાસના કરે છે તથા જે કોઈ તેના નામની છાપ લગાવે છે, તેઓને રાતદિવસ આરામ નથી. (aiōn )
És az ő kínlódásuknak füstje felmegy örökkön örökké; és nem lesz nyugalmuk éjjel és nappal, a kik imádják a fenevadat és annak képét, és ha valaki az ő nevének bélyegét felveszi. (aiōn )
12 ૧૨ પવિત્ર સંતોએ ધીરજ રાખવી જોઈએ, જેઓ ઈશ્વરની આજ્ઞા પાળે છે તથા ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ રાખે છે.
Itt van a szenteknek békességes tűrése, itt a kik megtartják az Isten parancsolatait és a Jézus hitét!
13 ૧૩ પછી મેં સ્વર્ગમાંથી એક વાણી એવું બોલતી સાંભળી કે, ‘તું એમ લખ કે, હવે પછી જે મરનારાંઓ પ્રભુમાં મૃત્યુ પામે છે, તેઓ આશીર્વાદિત છે; આત્મા કહે છે, હા, કે તેઓ પોતાના શ્રમથી આરામ લે; કેમ કે તેઓના કામ તેઓની સાથે આવે છે.’”
És hallék az égből szózatot, a mely ezt mondja vala nékem: Írd meg: Boldogok a halottak, a kik az Úrban halnak meg mostantól fogva. Bizony, azt mondja a Lélek, mert megnyugosznak az ő fáradságuktól, és az ő cselekedeteik követik őket.
14 ૧૪ પછી મેં જોયું, તો જુઓ, સફેદ વાદળું અને તે વાદળાં પર મનુષ્યપુત્ર જેવા એક પુરુષ બેઠેલા હતા, તેમના માથા પર સોનાનો મુગટ હતો, તેમના હાથમાં ધારદાર દાતરડું હતું.
És látám, és ímé vala egy fehér felhő; és a felhőn üle valaki, hasonló az embernek Fiához, a fején arany korona, és a kezében éles sarló.
15 ૧૫ પછી ભક્તિસ્થાનમાંથી બીજા એક સ્વર્ગદૂતે બહાર આવીને વાદળાં પર બેઠેલા પુરુષ ને મોટા અવાજે હાંક મારી કે, ‘તમે તમારું દાતરડું ચલાવીને કાપો, કેમ કે કાપણીનો સમય આવ્યો છે, અને પૃથ્વીની ફસલ પૂરેપૂરી પાકી ગઈ છે.’”
És más angyal jöve ki a templomból, nagy szóval kiáltván annak, a ki a felhőn ül vala: Indítsd a sarlódat és arass; mert a földnek aratni valója megszáradt.
16 ૧૬ ત્યારે વાદળાં પર બેઠેલા પુરુષે પૃથ્વી પર પોતાનું દાતરડું ચલાવ્યું; એટલે પૃથ્વી પરનાં પાકની કાપણી કરવામાં આવી.
Bocsátá azért, a ki a felhőn ül vala az ő sarlóját a földre; és learattaték a föld.
17 ૧૭ ત્યાર પછી આકાશમાંના ભક્તિસ્થાનમાંથી બીજો એક સ્વર્ગદૂત બહાર આવ્યો, તેની પાસે પણ ધારદાર દાતરડું હતું.
És más angyal jöve ki a mennyben való templomból, s annál is éles sarló vala.
18 ૧૮ અને બીજો એક સ્વર્ગદૂત, એટલે કે જેને અગ્નિ પર અધિકાર છે તે, યજ્ઞવેદી પાસેથી બહાર આવ્યો; તેણે જેની પાસે ધારદાર દાતરડું હતું તેને મોટા અવાજે કહ્યું કે, તું તારું ધારદાર દાતરડું ચલાવીને પૃથ્વીના દ્રાક્ષાવેલાનાં ઝૂમખાંને લણી લે; કેમ કે તેની દ્રાક્ષ પાકી ચૂકી છે.’”
Más angyal is jöve ki az oltártól, a kinek hatalma vala a tűzön, és kiálta nagy szóval annak, a kinél vala az éles sarló, ezt mondván: Bocsásd a te éles sarlódat, és szedd meg a föld szőleinek gerézdeit; mert megértek annak szőlei.
19 ૧૯ ત્યારે તે સ્વર્ગદૂતે પોતાનું દાતરડું પૃથ્વી પર ચલાવ્યું, અને પૃથ્વીના દ્રાક્ષાવેલાનાં ઝૂમખાંને કાપી લીધાં, અને ઈશ્વરના કોપના મોટા દ્રાક્ષાકુંડમાં નાખ્યાં.
Bocsátá azért az angyal az ő éles sarlóját a földre, és a földnek szőleit megszedé, és veté az Isten haragjának nagy borsajtójába.
20 ૨૦ દ્રાક્ષાકુંડમાં જે હતું તે શહેર બહાર ખૂંદવામાં આવ્યું, દ્રાક્ષાકુંડમાંથી ત્રણસો કિલોમિટર સુધી ઘોડાઓની લગામોને પહોંચે, એટલું લોહી વહેવા લાગ્યું.
És megtaposták a borsajtót a városon kívül, és vér jöve ki a borsajtóból a lovak zablájáig, ezer hatszáz futamatnyira.