< પ્રકટીકરણ 13 >
1 ૧ અને તે સમુદ્રની રેતી પર ઊભો રહ્યો. પછી મેં એક હિંસક પશુને સમુદ્રમાંથી નીકળતું જોયું, તેને દસ શિંગડાં તથા સાત માથાં હતાં, તેનાં શિંગડાં પર દસ મુગટ તથા તેનાં માથાં પર ઈશ્વરનું અપમાન કરનારાં નામો હતાં.
Then the dragon stood on the sand of the seashore. Then I saw a beast coming up out of the sea. It had ten horns and seven heads. On its horns were ten crowns, and on each of its heads was a blasphemous name.
2 ૨ જે હિંસક પશુને મેં જોયું, તે ચિત્તાના જેવું હતું, તેના પગ રીંછના પગ જેવા હતા, તેનું મોં સિંહના મોં જેવું હતું; તેને અજગરે પોતાનું પરાક્રમ, રાજ્યાસન તથા મોટો અધિકાર આપ્યાં.
This beast I saw was like a leopard. Its feet were like a bear's feet, and its mouth was like a lion's mouth. The dragon gave his power to it, and his throne, and his great authority to rule.
3 ૩ મેં તેનાં માથાંમાંના એકને મરણતોલ ઘાયલ થયેલું જોયું; પણ તેનો પ્રાણઘાતક ઘા રુઝાયો, અને આખી દુનિયા તે હિંસક પશુને જોઈને આશ્ચર્ય પામી;
One of the beast's heads appeared to have been killed, but its fatal wound was healed. The whole earth marveled as they followed the beast.
4 ૪ તેણે હિંસક પશુને અધિકાર આપ્યો હતો, તેથી તેઓએ તેની ઉપાસના કરી; તેઓએ હિંસક પશુની પણ ઉપાસના કરી, અને કહ્યું કે, ‘હિંસક પશુના જેવું બીજું કોણ છે? એની સામે લડી શકે એવું કોણ છે?’”
They also worshiped the dragon, for he had given his authority to the beast. They worshiped the beast, too, and kept saying, “Who is like the beast?” and “Who can fight against it?”
5 ૫ બડાઈ કરનારું તથા ઈશ્વર વિરુદ્ધ દુર્ભાષણ કરનારું મોં તેને આપવામાં આવ્યું; બેતાળીસ મહિના સુધી તે એમ કર્યા કરે એવો અધિકાર તેને આપવામાં આવ્યો.
The beast was given a mouth that could speak proud words and blasphemies. It was permitted to exercise authority for forty-two months.
6 ૬ તેણે ઈશ્વરનું અપમાન કરવા સારુ પોતાનું મોં ખોલ્યું કે, તે ઈશ્વરના નામનું, તેમના પવિત્રસ્થાનનું તથા સ્વર્ગમાં રહેનારાઓનું અપમાન કરે.
So the beast opened its mouth to speak blasphemies against God—blaspheming his name, the place where he lives, and those who live in heaven.
7 ૭ તેને એવું સામર્થ્ય પણ આપવામાં આવ્યું કે, તે સંતોની સામે લડે, અને તેઓને જીતે; વળી સર્વ કુળ, પ્રજા, ભાષા તથા દેશ પર તેને અધિકાર આપવામાં આવ્યો.
The beast was permitted to wage war with the saints and to conquer them. Also, authority was given to it over every tribe, people, language, and nation.
8 ૮ જેઓનાં નામ સૃષ્ટિના સર્જનથી મારી નંખાયેલા હલવાનના જીવનપુસ્તકમાં લખેલાં નથી, એવાં પૃથ્વી પર રહેનારાં સર્વ તેની ઉપાસના કરશે.
All who live on the earth will worship it, everyone whose name was not written, since the creation of the world, in the Book of Life, which belongs to the Lamb, who had been slaughtered.
9 ૯ જો કોઈને કાન હોય તો તે સાંભળે.
If anyone has an ear, let him listen.
10 ૧૦ જો કોઈને ગુલામ તરીકે લઈ જવામાં આવે તો તે પોતે ગુલામીમાં જશે; જો કોઈને તલવારથી મારી નાંખવામાં આવે, તો તેને પોતાને તલવારથી માર્યા જવું પડશે. આમાં સંતોની પાસે ધીરજ તથા વિશ્વાસ હોવો જોઈએ.
If anyone is to be taken into captivity, into captivity he will go. If anyone is to be killed with the sword, with the sword he will be killed. Here is a call for the patient endurance and faith of the saints.
11 ૧૧ પછી મેં પૃથ્વીમાંથી બીજા એક હિંસક પશુને બહાર આવતું જોયું; તેને ઘેટાંના શિંગડાં જેવા બે શિંગડાં હતાં, તે અજગરની માફક બોલતું હતું.
Then I saw another beast coming up out of the earth. It had two horns like a lamb, and it spoke like a dragon.
12 ૧૨ પહેલા હિંસક પશુનો સર્વ અધિકાર તેની સમક્ષ તે ચલાવે છે, જે પહેલા હિંસક પશુનો પ્રાણઘાતક ઘા રુઝાયો હતો, તેની ઉપાસના પૃથ્વી પાસે તથા તે પરના રહેનારાંઓની પાસે તે કરાવે છે.
It exercised all the authority of the first beast in its presence, and it made the earth and those who live on it worship the first beast—the one whose lethal wound had been healed.
13 ૧૩ તે મોટા ચમત્કારિક ચિહ્નો કરે છે, એટલે સુધી કે તે માણસોની નજર આગળ આકાશમાંથી પૃથ્વી પર અગ્નિ પણ વરસાવે છે.
It performed mighty miracles. It even made fire come down on the earth from heaven in front of people.
14 ૧૪ હિંસક પશુની સમક્ષ જે ચમત્કારિક ચિહ્નો કરવાનો અધિકાર તેને આપવામાં આવ્યો, તેઓ વડે પૃથ્વી પર રહેનારાંઓને તે ભમાવે છે; અને પૃથ્વી પર રહેનારાંઓને તે કહે છે કે, ‘જે હિંસક પશુ તલવારથી ઘાયલ થયું હતું, છતાં તે જીવતું રહ્યું, તેની મૂર્તિ બનાવો.’”
By the signs it was permitted to do, it deceived those who lived on the earth. It told them to make an image in honor of the beast that had the sword wound but lived.
15 ૧૫ તેને, એવું સામર્થ્ય આપવામાં આવ્યું કે તે હિંસક પશુની મૂર્તિમાં પ્રાણ મૂકે, જેથી તે હિંસક પશુની મૂર્તિ બોલે, અને જેટલાં માણસો હિંસક પશુની મૂર્તિની ઉપાસના ન કરે તેટલાંને તે મારી નંખાવે.
It was permitted to give breath to the beast's image so that the image would even speak and cause all who refused to worship the beast to be killed.
16 ૧૬ વળી નાના તથા મોટા, શ્રીમંત તથા દરિદ્રી, સ્વતંત્ર તથા દાસ, તે સર્વની પાસે તેઓના જમણાં હાથ પર અથવા તેઓનાં કપાળ પર તે છાપ મરાવે છે;
It also forced everyone, unimportant and mighty, rich and poor, free and slave, to receive a mark on the right hand or on the forehead.
17 ૧૭ વળી જેને તે છાપ, એટલે હિંસક પશુનું નામ, અથવા તેના નામની સંખ્યા હોય, તે વગર બીજા કોઈથી કંઈ વેચાય-લેવાય નહિ, એવી પણ તે ફરજ પાડે છે.
It was impossible for anyone to buy or sell unless he had the mark of the beast, that is, the number representing its name.
18 ૧૮ આમાં ચાતુર્ય રહેલું છે. જે જ્ઞાની છે, તે હિંસક પશુની સંખ્યા ગણે; કેમ કે તે એક માણસની સંખ્યા છે અને તેની સંખ્યા છસો છાસઠ છે.
This calls for wisdom. If anyone has insight, let him calculate the number of the beast. For it is the number of a human being. Its number is 666.